Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સઝાય
૮૫ માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી ઐરાવણે,
સ્થૂલિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. કે ૪ છે.
શબ્દાર્થ - હરિ - ઇંદ્ર મહારાજા, નરક અધિકાર - નરકમાં ગમન. || ૪ ||
ગાથાર્થ - માનના કારણે જ રાવણ રાજાએ લંકાનું રાજ્ય ખોયું, દશાર્ણભદ્ર રાજાનું માન ઇંદ્રમહારાજાએ ઐરાવણ હાથી ઉપર આવીને દૂર કર્યું સ્થૂલિભદ્રજી શ્રુતજ્ઞાનનો મદ કરવા ગયા, તો તેનાથી (સિંહનું રૂપ કરવાના) વિકારને પામ્યા, આ રીતે માનકષાય આ જીવને નરકગમનનો અધિકારી બનાવે છે. / ૪ I
વિવેચન - માન કરનારા જીવો માનના કારણે કેવાં કેવાં દુઃખો પામ્યા ? પરાભવ પામ્યાં ? તે ઉપર આ ગાથામાં રાવણનું, દશાર્ણભદ્રનું અને સ્થૂલિભદ્રનું એમ ત્રણ ઉદાહરણો કહ્યાં છે.
રાવણ રાજા અભિમાનમાં રહ્યા, તો તેનાથી રામચંદ્રજીની સાથે યુદ્ધ થયું, પોતે મરાયા, કુટુંબ ખેદાન મેદાન થયું, લંકા નગરનું રાજ્ય ગયું, લંકા નગરી બળી, અને લંકાનગરીની શોભા ગઈ. તથા જગતના લોકોમાં અપયશવાળા બન્યા. સર્વત્ર નિંદાને પામ્યા. આ રીતે માનના કારણે ઘણું નુકશાન થયું.
ચંપાનગરથી વિહાર કરી પરમાત્મા મહાવીર પ્રભુ દશાર્ણનગરીમાં સમોસર્યા, ઉદ્યાનપાલકે ત્યાંના રાજા દશાર્ણભદ્રને પ્રભુ પધાર્યાની વધામણી આપી. દશાર્ણભદ્ર રાજાએ મનમાં આવો વિચાર કર્યો કે “આજ સુધી કોઈએ વંદન ન કર્યુ હોય તેવા આડંબર સાથે આવતીકાલે આપણે પરમાત્મા મહાવીર પ્રભુને વંદન કરવા જઈશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org