Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સજ્ઝાય
વિવેચન - “ગમે તેવાં કારણો ઉપસ્થિત થાય” તો પણ માયા કરવા જેવી નથી જ. આ વાત ઉપર ભાર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ભગવંતે કોઈ પણ વિષય ઉપર એકાન્તે વિધિ કે એકાંતે નિષેધ કહ્યો નથી પણ માયાની બાબતમાં તો એકાન્તે નિષેધ જ કહ્યો છે અર્થાત્ નિષ્કપટી જ રહેવાનું કહ્યું છે. આ જ પરમાત્માની સાચી આશા છે એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે.
જૈન શાસન ઉપર, સાધુ-સાધ્વીજી ઉપર, આગમાદિ પ્રભાવક શાસ્ત્રો ઉપર જ્યારે જ્યારે કોઈ આપત્તિ આવે. કોઈ તરફથી ઉપદ્રવ આવે, ત્યારે ત્યારે તેની રક્ષા કરવા માટે ક્રોધ કરવો પડે, આવેશ બતાવવો પડે તો તેનો એકાન્તે નિષેધ નથી. એવી જ રીતે જૈન શાસન અને તેના અનુયાયી સાચા સાધુસાધ્વીજી સિવાય કોઈપણ વ્યક્તિને હું ભાવથી નમસ્કાર નહીં કરૂં આવું માન કરવાનો પણ ભગવંતે નિષેધ કહ્યો નથી. આવી રીતે કોઈપણ વસ્તુનું એકાન્તે વિધાન કે એકાન્તે નિષેધ જણાવ્યા નથી. સારાંશ કે લાભાલાભ જોઈને ધર્મપ્રભાવના આદિ કારણો કદાચ હોય તો ક્રોધાદિનો નિષેધ નથી. પરંતુ ગમે તેવાં કારણો ઉપસ્થિત થાય તો પણ કરણમાં માયા કરવાનો તો નિષેધ જ છે. એટલે જ કહે છે કે ગમે તેવાં પણ કારણો ઉપસ્થિત થાય તો પણ કરણિમાં-પોતાના જીવન વ્યવહારમાં ક્યારેય પણ માયા કપટ કરવી નહી જ, નિષ્કપટી જ રહેવું. આવી જ પ્રભુની આજ્ઞા છે. એમ શાસ્ત્ર કહે છે તો હે જીવ ! અનાદિ કાળથી લાગી વળગેલી આ માયાને તું છોડ. માયા કરવા જેવી નથી. ॥ ૭ ||
૯૯
માયાથી અલગા ટલો, સુણો. જિમ મીલો મુગતિસ્તું રંગ. ગુણવ સુજસ વિલાસ સુખી રહો. સુણો. લક્ષણ આવે અંગ.
ગુણ૦ | ૮ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org