Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય
૯૧
માયા કષાય” નામના આઠમા પાપથાનકની સઝાય - પાપસ્થાનક આઠમું કહ્યું, સુણો સંતાજી,
છાંડો માયા મૂલ, ગુણવંતાજી. / કષ્ટ કરે વ્રત આદરે, સુણો સંતાજી,
માયાએ તે પ્રતિકુલ. ગુણવંતાજી. / ૧ / શબ્દાર્થ - માયાએ - માયા હોય તો, તે - તે સેવેલાં ધર્મનાં અનુષ્ઠાનો, પ્રતિકુલ - વિપરીત ફળ આપનારાં જાણવાં.
ગાથાર્થ - “માયા” એ આઠમું પાપસ્થાનક કહ્યું છે. તેને મૂલથી જ છોડો, કોઈ જીવ કષ્ટ કરે, વ્રત આદરે, પણ જો માયા સેવે તો તે સઘળાં ધર્મ અનુષ્ઠાનો વિપરીત ફળદાયક થાય છે. II 1 II
વિવેચન - “માયા” કરવી, કપટ કરવું, લુચ્ચાઈ કરવી. આ આઠમું પાપસ્થાનક છે. આ માયાને મૂલથી જ ત્યજી દેવી જોઈએ. જો અલ્પમાત્રાએ પણ આ માયા હદયમાં રાખવામાં આવે, તો ઘણાં કષ્ટો (ઉપસર્ગ-પરિષહો) સહન કર્યા હોય, તથા વ્રતનો સ્વીકાર અને પાલન કર્યું હોય, તો તે સઘળું પ્રતિકુલ ફળ આપનાર બને છે. કારણ કે કષ્ટ સહન કરવાથી અને વ્રત પાલનથી વચનયોગ અને કાયયોગની શુભતા થવાથી પુણ્યબંધ થાય છે. અને મનમાં માયાનો રંગ હોવાથી મોહનીયકર્મના બંધરૂપ પાપનો અનુબંધ થાય છે. તેથી પાપનુબંધી પુણ્ય બંધાવાથી દેવલોકાદિ ભવ મળે પણ તે ભવનપતિ વ્યંતર દેવ જેવા ભવ મળે કે જે કમઠ તાપસની જેમ જે ભવો વધારે પાપ જ કરાવે, તેવા ભવો મળે છે, તેથી પ્રતિકુલ ફળ આપનારા બને છે.
કમઠે તાપસપણાનું તપ કર્યું હતું. તેથી પુણ્ય બાંધ્યું મૃત્યુ પામીને મેઘમાલી થયો. પણ મેઘમાલી દેવ થયો તો વિર્ભાગજ્ઞાન મળ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org