Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય
નયન વચન આકારનું સુણ. ગોપન માયાવંત, ગુણ ! જેહ કરે અસતી પરે સુણો. તે નહી હિતકર તંત. ગુણ જા
શબ્દાર્થ - નયન - નેત્ર-આંખ, વચન - મોઢાના બોલ, આકાર - આકૃતિ, હાવભાવ, ગોપન - સંતાડવું, છુપાવવું, માયાવત - માયાવાળો જીવ, અસતીપરે - કુલ્લા સ્ત્રીની પેઠે, હિતકર - કલ્યાણકારી, સંત - છેવટે, અથવા શાસ્ત્ર. || ૪ ||
ગાથાર્થ - જે માયા કાટવાળા જીવો છે. તે અસતી (વ્યભિચારિણી) સ્ત્રીની જેમ આંખ અને ભાષાના આકારનું ગોપન કરે છે તે પણ છેવટે અત્યંત અહિતકારી છે (હિતકારી નથી) એમ શાસ્ત્ર કહે છે. / ૪ I
વિવેચન - જેમ વ્યભિચાર સેવનારી દુષ્ટ સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં કામાન્ધ થઈ છતી અનેક પ્રકારની કામલીલા કરે છે પરંતુ પતિની હાજરીના કાલે તે બધા જ હાવભાવોને છુપાવે છે. આંખના મુખના અને ભાષાના હાવભાવો એવા મીઠા કરે છે કે જાણે અતિશય પતિવ્રતા સ્ત્રી જ હોય શું ? દુરાચારની તો ગંધ જ આવવા દેતી નથી. તેવી રીતે માયા કપટ કરનારા જીવો પોતાનો સ્વાર્થ સાધવા અને બીજાને તેમાં ફસાવવા મીઠા હાવભાવો કરતા હોય છે. ઘણી જ આદર બહુમાન અન્યને આપતા હોય છે. પણ અંદરથી સામેનાને લૂંટી લેવાનો જ ઈરાદો હોય છે. અથવા પોતાના પાપને છુપાવવાનો જ પ્રયાસ હોય છે. હૃદયમાં ઝેર અને મુખમાં અમૃત જેવું તેમનું કપટભરેલું વર્તન હોય છે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે -
दुर्जनः परिहर्तव्यः विद्ययाऽलङकृतोऽपि हि । मधु तिष्ठति जिह्वाग्रे, हृदये तु हलाहलम् ॥
વિદ્યાથી અલંકૃત એવો પણ દુર્જન માણસ દૂરથી જ ત્યજવા લાયક છે કારણ કે દુર્જન માણસના જીભના અગ્રભાગ ઉપર મધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org