Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સજ્ઝાય
જીવ ચક્રવર્તી હોય કે સામાન્ય સેવક હોય પણ તે બન્ને સમતાભાવના કારણે મુનિની સમાન આરાધક છે. માટે હે આત્મા ! જાગૃત થઈને, માનને ત્યજીને, ઉજ્વલ ધ્યાન જે જીવો ધરે છે તે જીવોને સૌથી શ્રેષ્ઠ એવી અને સારા યશવાળી એવી મુક્તિરૂપી સ્ત્રી તુરત આલિંગન કરે છે (પ્રાપ્ત થાય છે) || ૬ ||
વિવેચન - ૠષભદેવ પ્રભુના પુત્ર બાહુબલીજીના મનમાં હતું કે “લઘુ બાંધવ વાંદુ નહીં” મારા નાના ૯૮ ભાઈઓએ જે દીક્ષા લીધી છે. તેઓ મારાથી પૂર્વે દીક્ષિત થયા છે માટે મારે વંદનીય છે. પણ હું સૌથી મોટો છું. મારાથી તેઓના પગમાં કેમ પડાય ? તે માટે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહીને પ્રથમ કેવલજ્ઞાન મેળવીને પછી ત્યાં જાઉં. જેથી મારે તેઓને વંદન કરવું ન પડે. આવા પ્રકારના માનમાં રહેવાથી ૧ વર્ષ સુધી કાઉસ્સગ્ગમાં ઉભા રહ્યા. પણ માન હોવાથી કેવલજ્ઞાન ન જ થયું. આ રીતે માનકષાય કેવો છે ? તે આ ઉદાહરણથી ગુરુમહારાજ સમજાવે છે. જ્યારે બ્રાહ્મીસુંદરી નામની તેઓની બન્ને બહેનો ત્યાં આવી, અને “વીરા મોરા ! ગજ થકી ઉતરો'' ઈત્યાદિ વાકયો કહીને પ્રતિબોધ્યા અને માનકષાયને છોડ્યું ત્યારે તુરત જ કેવલજ્ઞાન પ્રગટ થયું.
કોઈ ચક્રવર્તી રાજા હોય કે સામાન્ય સેવક હોય, પણ જો નિર્મદ હોય એટલે માનકષાયનો ત્યાગ કરીને નમ્રતાગુણવાળા હોય તો (એક ધનવાન અને બીજો ધનરહિત હોવા છતાં) તે બન્ને મુનિની જેવા (આરાધક) શાસ્ત્રમાં કહ્યા છે તેથી હે મુમુક્ષુ જીવો ! જાગૃત બનો, માનકષાયનો ત્યાગ કરો, અને આત્મદશાની નિર્મળતા વધે તેવું ઉજ્વળ ધ્યાન કરો. આત્મતત્ત્વનું ચિંતન કરો. જેનાથી સર્વેકર્મોનો ક્ષય અવશ્ય થાય છે અને સર્વકર્મોનો ક્ષય થવાથી સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ યશવાળી મુક્તિરૂપી સ્ત્રી આ આત્માનું આલિંગન કરે છે અર્થાત્ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
9
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org