Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય
પ્રસિદ્ધ ગ્રામવાસી હતો. ક્રમે કરીને તેને એક લાખ ગાયો એકઠી થયેલી. ટીપે ટીપે સરોવર આખું ભરાઈ જાય તેમ ઘણી ગાયો ભેગી કરી. જુદા જુદા ગોવાળોને પાળવા માટે તે ગાયો અર્પણ કરી, પરંતુ બહાર તે ગોવાળીયાઓ આ સારી ગાય મારી છે, આ તારી નથીએમ માંહોમાંહે એક બીજા લડવા લાગ્યા. કુચિકર્ણે ગાયોના વિભાગ પાડી કોઈકને ધોળી, કોઈકને કાળી, કોઈકને રાતી, કોઈકને પીળી ગાયો પાળવા માટે આપીને એવી રીતે જુદા જુદા અરણ્યોમાં અનેક ગોકુળો સ્થાપન કરીને ત્યાં વાસો કરીને તે દહીં-દૂધનું ભોજન કરતો રહેતો હતો. દરરોજ દરેક ગોકુળોમાં ગોધનની વૃદ્ધિ કરતો હતો. મદિરાનો વ્યસની જેમ મદિરાથી તૃપ્ત ન થાય તેમ દહીં-દૂધથી તે અતૃપ્ત બન્યો. એમ કરતાં તેને નીચે ઉંચે ફરતા રસવાળું અજીર્ણ થયું અને આગની અંદર પડ્યો હોય તેવો, અંદર દાહ ઉત્પન્ન થયો. અરે! મારી ગાયો ! મારા નવા વાછરડાઓ ! અરે મારા બાળકો ! તમને હું પાછો ક્યારે મેળવીશ !' એ પ્રમાણે ગોધનમાં અસંતોષ પામેલો મરીને તે તિર્યચગતિ પામ્યો. એ પ્રમાણે કુચિકર્ણની કથા. તિલકશેઠની કથા
પૂર્વકાલમાં અચલપુર નામના નગરમાં તિલક નામનો શેઠ હતો. તે નગરોમાં અને ગામડાઓમાં ધાન્યનો સંગ્રહ કરતો હતો. તે ગ્રાહકોને અડદ, મગ, તલ, ડાંગર, ઘઉં, ચણા વગેરે દોઢું લેવાની શરતથી વેચતો હતો અને મોસમ આવે ત્યારે દોઢું વસુલ કરતો હતો. ધાન્યથી ધાન્ય, ધનથી ધાન્ય, પશુથી ધાન્ય એમ ગમે તે ઉપાયોથી તત્ત્વની માફક ધાન્યનું ધ્યાન કરતો છતો ધાન્ય ખરીદ કરતો હતો. દુકાળના સમયમાં ધાન્યના વેપારમાં ઉપાર્જન કરેલા ઘણા ધન વડે ચારે તરફ ધનના કોઠારો ભરી દીધા. વળી સુકાળ સમયમાં ધાન્ય ખરીદી ખરીદી એકઠું કર્યું. પુરુષે એક વખત સ્વાદ ચાખ્યો હોય, તો પછી તેની આસક્તિ છૂટતી નથી.' ધાન્ય-સંગ્રહમાં
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org