Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૪
સાધારણ છે, તો પછી તારા પુત્રનું મૃત્યુ કેમ સહન કરી લેતો નથી ?' બ્રાહ્મણે કહ્યું, તમારી વાત સત્ય છે, પણ મારે આ એક જ પુત્ર છે, માટે તમારે બચાવવો જોઈએ. ‘દીન અનાથનું રક્ષણ કરવું એ સત્પુરુષોનો ધર્મ છે.' હવે ચક્રવર્તીએ કહ્યું, હે બ્રાહ્મણ ! તું મુંઝા નહિ, મરણના દુઃખમાં ભવ-વૈરાગ્ય ભાવના જ માત્ર શરણ છે. ત્યારે બ્રાહ્મણે પણ એ જ પ્રમાણે કહ્યું કે હે પૃથ્વીનાથ ! જો આ પ્રમાણે તમે સમજેલા જ છો તો, સાઠ હજાર પુત્રોના મરણથી તમે પણ મોહ ન પામશો. ત્યાર પછી રાજાએ જેટલામાં પૂછ્યું કે, ‘આ શી હકીકત છે ?’ તેટલામાં સંકેત કરેલા સૈનિકોએ આવી બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. ભયંકર એવા આ સમાચારથી સગરરાજા મૂર્છા પામ્યા અને વજ્ર વડે જેમ પર્વત ભૂમિ ઉપર પડે, તેમ રાજા ભૂમિ પર ઢળી પડ્યાં. મૂર્ચ્છ ઉતરી અને રાજાને ભાન આવ્યું, ત્યારે સામાન્ય માનવીની માફક ક્ષણવાર રૂદન કરીને સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યા ‘મારા પુત્રો મારા વંશની શોભા વધારશે, મને આનંદ કરાવશે-એવા પ્રકારની આશા સંસારને અસાર જાણવા છતાં પણ મેં કરી, તો મને ધિક્કાર હો. આટલા પુત્રોથી મને તૃપ્તિ ન થઈ, તો પછી બીજાને બે-ત્રણ કે ત્રણ-ચાર કે ચાર-પાંચ પુત્રોથી તૃપ્તિ કેવી રીતે થાય ? મારા જીવતા આ પ્રમાણે અણધાર્યા તૃપ્તિ પામ્યા વગરનાની આ ગતિ થઈ તો આટલા મારા પુત્રો હોવા છતાં પણ તેઓ મને તૃપ્ત કેવી રીતે કરી શકે ?' પુત્રોથી અતૃપ્તિવાળા તે સગર રાજા આ પ્રમાણે વિચારી, મોટા પુત્રના પુત્ર ભગીરથનો રાજ્યાભિષેક કરી અજિતનાથ ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી અક્ષયપદ પામ્યા. એ પ્રમાણે સગર ચક્રવર્તીની કથા પૂરી થઈ.
અઢાર પાપસ્થાનક
કુચિકર્ણની કથા
મગધદેશમાં સુઘોષા નામનું ગામ હતું. ત્યાં કુચિકર્ણ નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org