Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૫
ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સક્ઝાય ઘાતના-હત્યા કરવી, ધર્મભ્રંશ-ધર્મથી ભ્રષ્ટ કરવો, અશ્ચિમ અગ્રિમઆગળ આગળના, વિરહથી-ન હોવાની સંભાવનાથી || ૫ |
ગાથાર્થ - આક્રોશ, તર્જના, ઘાતના અને ધર્મભ્રષ્ટ કરવાના પ્રસંગે આગળ-આગળના વિરહથી ઉપશમભાવમાં રહેવું તેમ કરવાથી જ આત્મતત્વના શુદ્ધ સ્વભાવનો લાભ થાય છે 1 " I
વિવેચન - આત્માને ઉપશમભાવમાં જો લાવવો હોય અને શુદ્ધ આત્મતત્ત્વના લક્ષ્યનો લાભ જો મેળવેલો હોય તો ક્રોધના જ્યારે જ્યારે આવા પ્રસંગો આવે છે ત્યારે ત્યારે આગળ આગળલાનો (પછી પછીનાનો) વિરહ વિચારવો.
જેમ કે કોઈ આપણો શત્રુ, આપણા ઉપર “આક્રોશ” એટલે કે ગુસ્સો કરતો હોય, જેમ તેમ બેફામ ગાળો અથવા અપમાનજનક શબ્દો બોલતો હોય, ત્યારે મનમાં આવું વિચારવું કે આ જીવ હજું આક્રોશ જ કરે છે પણ તર્જના (મારામારી) કે ઘાતના (હત્યા) તો આ જીવ નથી કરતો ને? એમ વિચારવું એવી રીતે ધારો કે “તર્જના” (મારામારી) કરતો હોય તો ઘાતના (મારી હત્યા) કે ધર્મભ્રષ્ટ (મને ધર્મથી પતિત) તો નથી કરતો ને ? પછી શું ચિંતા છે.
એવી રીતે “ઘાતના” કરે ત્યારે “ધર્મભ્રંશ” તો નથી કરતો ને! આમ આગળ આગળ લખેલી પ્રક્રિયાનો વિરહ દેખીને પહેલાંની પ્રક્રિયાને લધ્વીમાત્રા રૂપ છે એમ સમજીને નહીવત્ ગણવી. જેથી રોષ આવશે નહીં. અને રોષ આવશે તો પણ મન્દ રોષ થશે. ક્રોધને ઉપશમાવવાનો આ જ સાચો ઉપાય છે ૫ . ન હોય, ને હોય તો ચિર નહીં, ચિર રહે તો ફલછેહો રે | સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજન-નેહો રે || ૬ |
શબ્દાર્થ - ચિર નહીં - લાંબો ટાઈમ રહે નહીં, ફલાહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org