Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૮
અઢાર પાપસ્થાનક
દૂધ આપતી નથી. સર્વ દોષોને ઉત્પન્ન કરનાર લોભ છે, સર્વ ગુણોનો નાશ કરનાર પણ લોભ છે, માટે તેનો ત્યાગ કરો. એમ તમારા હિત માટે અમારા રાજાએ સંદેશો કહેવરાવ્યો છે.” દાવાગ્નિથી બળેલી ભૂમિને પાણી જેવી તે દૂતની વાણી હતી, તે વાણીથી ગુસ્સે ભરાયેલા એવા નંદરાજાએ પણ એકદમ જાણે તેને બાળવાની ઇચ્છાથી હોય તેમ ઉષ્ણ વચન વરાળ બહાર કાઢી અને તેને સંભળાવ્યું કે, “તું રાજદૂત હોવાથી અવધ્ય છે.” પછી નંદરાજા ઊભા થઈને માથાની પીડાવાળાની જેમ ગર્ભગૃહની અંદર ગયો. ત્યાર પછી “જવાસો જેમ જળને યોગ્ય નથી તેમ આ સદુપદેશને યોગ્ય નથી.” - એમ વિચારતો દૂત પણ પોતાના રાજા પાસે ગયો. અન્યાયના પાપ વડે ઉત્પન્ન થયેલા ભયંકર વેદના આપનારા રોગો વડે તે નંદરાજાને અહિં પણ પરમાધામીઓએ કરેલી વેદના જેવી વેદના પ્રાપ્ત થઈ, ભયંકર વેદનાથી પીડાતો નંદરાજા જેમ જેમ આક્રંદ કરતો હતો, તેમ તેમ પ્રજા લોક પણ આનંદ અનુભવવા લાગ્યા. જાણે અગ્નિમાં રંધાતો હોય, ચણાની માફક રેતીમાં ભૂંજાતો હોય દાઝતો હોય તેવી વેદના નંદ અનુભવી. તેવા પ્રકારના પાપી મનવાળાને માટે આ સર્વ અલ્પ જ ગણાય.” આ પૃથ્વી પર મેં મારા સુવર્ણના પર્વતો ઊભા કર્યા, તેમ જ બીજા પણ સુવર્ણના ઢગલાઓ સ્થાપન કર્યા છે, હવે તેનો માલિક કોણ થશે ? આ પ્રમાણે મૂછ કરતો કરતો તૃપ્તિ વગરનો નંદરાજા મરીને અંત વગરના ભવના દુઃખને પામ્યો ... એ પ્રમાણે નંદકથાનક.
આ પ્રમાણે સગરચક્રવર્તી પુત્રો વડે, કુચીકર્ણ નામનો ગોવાળ ગોધન વડે, તિલકશેઠ ધાન્ય વડે અને નંદરાજા સુવર્ણ વડે જેમ સંતોષ ન પામ્યા અને અંતે મૃત્યુ પામ્યા. તેમ આ જીવ ગમે તેટલો પરિગ્રહ વધે તો પણ સંતોષ પામવાનો નથી. બલ્ક એકઠા કરેલા પરિગ્રહને જોઈને મૃત્યુ સમયે વધારે ને વધારે સુરવાનો છે. રડવાનો છે. દુઃખી થવાનો છે માટે હે જીવ! પરિગ્રહનો ત્યાગ કર | ૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org