Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સાય
પડાવી લેતો હતો. લોકો પાસેથી ધન લઈ લેવાથી લોકો પણ નિધન બની ગયા. ઘેટાં બકરાંએ ચરેલી ભૂમિમાંથી તણખલું પણ મેળવી શકાતું નથી. તેની જેમ તેણે લોકોના લેવડ-દેવડના વ્યવહારમાં સુવર્ણનાણાનું નામ પણ ઉડાવી દીધું અને ચામડાનાં નાણાંનો વ્યવહાર પ્રવર્તાવ્યો. તે પાખંડીઓનો અને વેશ્યાઓનો દંડ કરીને ધન ગ્રહણ કરતો હતો. “સર્વભક્ષી અગ્નિ કંઈ પણ છોડતો નથી.” તે આ રાજાએ બધેથી ધન ભેગુ કર્યું. લોકવાયકા એવી ચાલી કે, “શ્રીવીર પરમાત્માના નિર્વાણ પછી ઓગણીસસો વર્ષ પછી કલ્કી રાજા થવાનો છે, તે તો આ નહિ હોય ?” આના ગુસ્સાને દેખીને લોકો વાસણમાં ભોજન કરવાને બદલે ભૂમિને ભાજન બનાવી ભોજન કરતા હતા, કેટલાકે નિર્ભયતા માટે ભાજન આપી દીધાં, કારણ કે ભાજન હોય તો ભય થાય ને. તેણે સુવર્ણના પર્વતો બનાવ્યા. તથા કૂવાઓમાં પણ સુવર્ણ પૂર્યું. ભંડારો પણ સુવર્ણથી ભરી દીધા, છતાં પણ ઈચ્છા અપૂર્ણ રહી. અયોધ્યાના હિતૈષી રાજાએ આ સર્વ હકીકત સાંભળીને તેને સમજાવવા માટે એક સારી રીતે બોલનાર દૂતને મોકલ્યો અને તે આવ્યો. સર્વ પ્રકારે સર્વની લક્ષ્મીનું હરણ કરવા છતાં પણ શોભા વગરના તે રાજાને તેણે જોયા અને તે નમસ્કાર કરી આગળ બેઠો. રાજાની રજા લઈને તેણે કહ્યું કે, મારું કથન સાંભળી આપે કોપ ન કરવો, મીઠું બોલનારા હિતકારી હોતા નથી.” લોક-પરંપરાથી આપનો અવર્ણવાદ સાંભળ્યો હતો અને આજે તે પ્રત્યક્ષ અનુભવ્યો. લોકવાયકા સર્વથા નિર્મળ હોતી નથી. “અન્યાયથી મેળવેલ ધનનો અંશ પણ રાજાના સર્વ યશનો વિનાશ કરનાર થાય છે.” તુંબડીના ફળનું એક બીજ પણ ભાર પ્રમાણ વજનના ગોળનો વિનાશ કરે છે. રાજાઓએ પ્રજાને પોતાના આત્મા સરખી ગણવી જોઈએ. રાજાએ પ્રજાનો છેદ કરવો યોગ્ય ન ગણાય. માંસાહારીઓ પણ કદાપિ પોતાનું માંસ ખાતા નથી માટે પ્રજાનું પોષણ કરો. પોલી પ્રજા રાજાનું પોષણ કરે છે. ગરીબ અને સ્વાધીન હોવા છતાં પણ પોષણ કર્યા વગરની ગાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org