Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦
અઢાર પાપસ્થાનક
ગમે તેટલી વાર બળતણ નાખો, તો પણ આગ કદાપિ તૃપ્ત થતી નથી, આગ ક્યારેય પણ એમ કહેતી નથી કે ના, હવે મારે ઈધણની જરૂર નથી. તેવી રીતે આપણા આ સંસારી જીવો ક્યારેય પણ પરિગ્રહથી ધરાતા નથી. ગમે તેટલો પરિગ્રહ વધે, તો પણ સંતોષ થતો નથી. તે માટે તૃષ્ણાની આ આગને બુઝવનાર જો કોઈ હોય તો જ્ઞાન અને વૈરાગ્યરૂપી પાણી છે.
આત્મદશાનું ભાન અને વિભાવદશાનો ત્યાગ, આ પાણી જ તૃષ્ણાની આગને બૂઝવી શકે છે માટે હે આત્મન્ ! તું આત્મદશાનું જ્ઞાન મેળવ, આત્મતત્ત્વને ઓળખ, આત્મા તરફનાં લક્ષ્યવાળો બન, બાહ્યભાવો ઉપરનો રાગ ઘટાડ, બાહ્યભાવોનો રાગ મહાબંધનરૂપ છે. તેના ઉપરનો વૈરાગ્ય જ સંસારથી તારનાર છે. / ૬ તૃપ્તો સગર સૂતે નહીં, ગોધનથી કૂચીકર્ણ, સલૂણે / તિલક શેઠ વલી ધાન્યથી, કનકે નંદ સકર્ણ, સલૂણે /
પરિગ્રહ મમતા પરિહરો | ૭ || શબ્દાર્થ - ગોધનથી - પશુઓના ધનથી, કુચીકર્ણ - તે નામનો ગોવાળ, કનકે - સોનારૂપાણી, નંદ - નંદરાજા, સકર્ણ - સાવધાન-સમજુ. || ૭ |
ગાથાર્થ - સગર ચક્રવર્તી પુત્રોથી સંતોષ ન પામ્યો, ક્યીકર્ણ નામનો ગોવાળ પશુઓથી સંતોષ ન પાયો, તિલકશેઠ ધાન્યથી સંતોષ ન પામ્યા અને સમજુ એવા નંદરાજ સોના-રૂપાથી સંતોષ ન પામ્યો. | ૭ |
વિવેચન - આ ગાથામાં પરિગ્રહ ઉપર ચાર જુદાં જુદાં ઉદાહરણો છે યોગશાસ્ત્રના બીજા પ્રકાશની ૧૧રમી ગાથામાં આ જ ચાર ઉદાહરણો કહેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org