Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૮
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - પરિગ્રહગ્રહવશે લિંગિયા - પરિગ્રહરૂપી ભૂતને વશ થયેલા, લિંગીયા - માત્ર બાહ્યથી લિંગ-સાધુવેશ ધારણ કરનારા, લે - લેનારા, કુમતિ રજ - કુબુદ્ધિરૂપી ધૂળ, સીસ - માથા ઉપર, લવતા ફરે - લપલપ બોલ્યા કરે, ઉનમત્ત - ઉન્માદી, હુઈ - થઈને, નિસદિસ - રાતદિવસ. II ૫ II
ગાથાર્થ - પરિગ્રહરૂપી ભૂત જેને વળગેલું છે તેવા બહારથી જ માત્ર સાધુવેષ રાખનારા જીવો કુબુદ્ધિરૂપી રજને પોતાના મસ્તક ઉપર લઈને જગતમાં ઉન્માદી માણસની જેમ રાતદિવસ જેમતેમ બોલતાં ફરે છે. લાચારીનાં વચનો ઉચ્ચાર્યા જ કરે છે. અને દીનતા દાખવ્યા જ કરે છે | પI
વિવેચન - જે આત્માઓ સંસાર છોડીને સાધુ થયા છે છતાં મોહના ઉદયને પરવશ થયા છતા પરિગ્રહરૂપી ભૂતવાળા બન્યા છે તે જીવો ભૂતની જેમ વિવેકશૂન્ય બને છે એટલે કે જેમ ભૂત-પ્રેત વળગેલું છે જેને એવો જીવ ભૂમિની ધૂળ માથા ઉપર લગાવે છે જેમ તેમ બોલે છે. વિવેકશૂન્ય બને છે. તેમ આ જીવ કુબુદ્ધિરૂપી ધૂળ પોતાના માથા ઉપર લગાવે છે. અર્થાત્ પોતે સ્વીકારેલા પરિગ્રહનો બચાવ કરવામાં જ દલીલો દોડાવે છે. ખોટા ખોટા તર્કો કરે છે પોતાની બુદ્ધિને પરિગ્રહની આવશ્યકતામાં જોડે છે. અને ધનાદિની મમતાને વધારેને વધારે પોષે છે.
તથા દારૂના નશામાં ચકચૂર બનેલા માણસો જ્યાં ત્યાં રાતદિવસ જેમ તેમ બબડાટ કરે છે, ધૂળમાં આલોટે છે. તેમ પરિગ્રહના નશામાં ચકચૂર બનેલા આ જીવો જ્યાં-ત્યાં જેમ તેમ લાચારીના અને દીનતાના શબ્દો જ બોલે છે. પરિગ્રહના અર્થી જીવો ગરજવાન થયા છતા “ગધેડાને પણ બાપ કહેવા જેવી” નીતિ-રીતિને અનુસરનારા બને છે. જેમ તેમ બોલે છે વિવેકશૂન્ય બને છે. સર્વ સ્થાનોમાં પૈસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org