Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય
(૧) મંગલ-શનિ-બુધ વિગેરે આકાશમાં રહેલા ગ્રહો કન્યા રાશિમાંથી અમુક કાલે તુલા રાશિમાં, તુલા રાશિમાંથી અમુક કાલે ધન રાશિમાં, એમ આ ગ્રહો રાશિ બદલે છે પરંતુ આ પરિગ્રહ નામનો જે ગ્રહ છે તે જે જીવને વળગ્યો, તેની રાશિમાં સદા રહે છે ક્યારેય પણ (તે જીવ મરે ત્યાં સુધી) પલટાતો નથી. માટે કોઈ નવો જ ગ્રહ છે.
(૨) આકાશના ગ્રહો અમુક અમુક વર્ષો સુધી જ વાંકા ચાલે છે તેની મુદત પૂરી થયા પછી તે માર્ગ-માર્ગ ઉપર ચાલનાર થાય છે જેમ કે શનિની સાડા સાત વરસની પનોતી પુરી થાય ત્યારે તે પણ સાનુકુળ થાય છે પણ આ પરિગ્રહ નામનો ગ્રહ તો એવો છે કે આપણો આ જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ક્યારેય પણ માર્ગી ન હોય, માર્ગ ઉપર ચાલનાર બને નહીં. વાંકો જ ચાલે.
(૩) આકાશમાંના ગ્રહો જેને પ્રતિકૂલ હોય, તેને જ દુઃખ આપે છે. બીજાને તે હેરાન કરતા નથી જ્યારે પરિગ્રહરૂપી આ ગ્રહ તો “સહુને દિયે દુઃખ સો ય'' સર્વ સંસારી જીવોને દુઃખ આપનારોપીડનારો બને છે કારણ કે પરિગ્રહનું ભૂત દરેકને વળગેલું છે. તેથી આ રીતે આ ગ્રહ કોઈ અદ્ભુત આશ્ચર્યકારી ગ્રહ છે ॥ ૨ ॥
૫૫
પરિગ્રહ મદ ગુરુ અત્તણે, ભવ માંહી પડે જંત સલૂણે । યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાન્ત અત્યંત, સલૂણે । પરિગ્રહ મમતા પરિહરો || ૩ ||
શબ્દાર્થ - પરિગ્રહ મદ - ધનસંપત્તિ આદિ ભૌતિક સામગ્રીનો, જે મદ - અભિમાન છે, તે રૂપી, ગુરુ અત્તણે - (ગુરુત્વેન) ભારેપણાને લીધે, ભવ માંહી પડે - સંસારમાં ડૂબે છે, જંત - જંતુવહાણ, જિમ સાયરે - જેમ દરિયામાં, ભારાક્રાન્ત
જીવ, યાનપાત્ર
ભારથી દબાયેલું, અત્યંત - અતિશય || 3 ||
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org