Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૪
અઢાર પાપસ્થાનક
કારણ કે બાહ્યવ્યવહારથી કરાયેલ તપ અને મંત્રજાપદિ ધર્માનુષ્ઠાન શુભક્રિયા હોવાથી પુણ્યબંધ જરૂર કરાવનાર છે અને નિશ્ચયથી તેના આત્મપરિણામ ધનની મૂછવાળા અને ભવાન્તરમાં પણ ધનની વૃદ્ધિ જ થાય એવા હોવાથી મોહનીય કર્મરૂપ પાપનો અનુબંધ કરાવનાર છે તેથી પાપાનુબંધી પુણ્ય બંધાવનારા આ તપ અને મંત્ર જાપાદિ થાય છે આ રીતે તેના ઉદયકાલે જીવ સ્વર્ગાદિ સુખ જરૂર પામે છે પરંતુ ભવનપતિ વ્યંતર જેવા ભવો પામે છે તેથી સુખ મળવા છતાં સાથે સાથે મોહોદયમય પાપ ઉદયમાં આવવાથી સંસારની લોલુપતા વધતાં આત્મકલ્યાણની દૃષ્ટિએ પ્રતિકુલ કાર્ય કરનાર બને છે માટે હે ભવ્ય જીવો ! તમે પરિગ્રહને પરિહરો. (ધન-ધાન્યાદિ નવવિધ જે પરિગ્રહ છે તે વ્યવહારથી પરિગ્રહ છે. અને મમતા-મૂછ-આસક્તિ એ નિશ્ચયથી પરિગ્રહ છે આમ બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરો ! ૧ / નવિ પલટે મૂલરાશિથી, માર્ગી કદીય ન હોય ! સલૂણે ! પરિગ્રહ-ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સો યા સલૂણા.
પરિગ્રહ મમતા પરિહરો || ૨ શબ્દાર્થ - નવિ પલટે - બદલાતો નથી, મૂલ રાશિથી - પોતાની ભૂલ સશિથી, માર્ગી - માર્ગે ચાલનાર, અર્થાત્ સીધો ચાલનાર, કદિય ન હોય - ક્યારેય ન હોય, ગ્રહ છે અભિનવો - કોઈ નવો જ ગ્રહ છે. સો ય - તે ગ્રહ || ૨ |
ગાથાર્થ - મંગલ-શનિ-બુધ-ગુરૂ વિગેરે આકાશમાં જે ૯ ગ્રહો છે. તેના કરતાં “પરિગ્રહ” નામનો આ (દશમો) ગ્રહ ત્રણ રીતે જુદો પડે છે મૂલરાશિ બદલતો નથી, સીધો ચાલનાર ક્યારેય બનતો નથી, અને સૌને દુઃખ આપે છે. તેથી આ ગ્રહ કોઈ અપૂર્વ-અભૂત (અભિનવ એટલે) નવો જ છે ૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org