Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર
“પરિગ્રહ” નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય
પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ સલૂણે | પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ સલૂણે || પરિગ્રહ મમતા પરિહરો || ૧ ||
શબ્દાર્થ પરિહરો ત્યજો, તસ તેનાં, પ્રતિકૂલ -
-
-
અઢાર પાપસ્થાનક
-
Jain Education International
વિરૂદ્ધ, દુઃખદાયી || ૧ ||
ગાથાર્થ - મમતા સ્વરૂપ પરિગ્રહને તમે ત્યજો, પરિગ્રહ એ દોષનું મૂલ છે જે જીવો ઘણા પરિગ્રહને ધારણ કરે છે. તેનાં તપજપ આદિ ધર્મ અનુષ્ઠાનો પણ (પાપનુબંધી પુણ્યબંધ કરાવવા દ્વારા) પ્રતિકૂલ ફળને આપનારાં બને છે | ૧ ||
વિવેચન - હવે પાંચમા પરિગ્રહ નામના પાપસ્થાનકની વાત કરે છે ઘણા લોકો “ધનનો સંગ્રહ કરવો, ભેગું કરવું, ઘણું ધન કમાવું” તેને જ પરિગ્રહ કહેવાય આમ સમજે છે અને ધન વિનાનું જીવન તેને જ અપરિગ્રહતા માને છે. આવું સમજવાથી ઘણીવાર આવા જીવો જૈનોની કટાક્ષમાં ટીકા કરતા હોય છે કે જૈનો અપરિગ્રહની મોટી મોટી વાતો કરે છે પણ જૈનો પાસે જ ઘણું ધન હોય છે.” જૈનો જ ઘણા પરિગ્રહવાળા છે. અપરિગ્રહની વાત કરનારા જ બહુ પરિગ્રહવાળા હોય છે.
પરંતુ આ વાત તથા જૈનોની આ રીતે કરાયેલી ટીકા સાચી નથી. આ બાબતમાં આવી ટીકા કરનારા જીવો તત્ત્વ સમજ્યા નથી. “જો ધન ન રાખવું કે ધનનો સંચય ન કરવો” એ જ અપરિગ્રહતા હોય તો જેમ મુનિ ધન વિનાના હોવાથી અપરિગ્રહી છે તેમ ભિખારી કે નિર્ધન માણસો પણ ધન વિનાના હોવાથી અપરિગ્રહી જ ઠરશે. તે લોકો પણ વંદનીય અને પૂજનીય થશે. માટે પરિગ્રહનો અર્થ ધનસંગ્રહ નથી પણ ધનની મમતા, ધનની મુર્છા એ પરિગ્રહ છે એવો અર્થ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org