Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય
પ૩
મુનિ ધનની મૂછના ત્યાગી છે માટે અપરિગ્રહી છે અને ભિખારી કે નિર્ધન માણસો ધનની બહુ જ મમતાવાળા છે ઈચ્છા આકાશ જેટલી અનંત છે તેથી ધન ન હોવા છતાં પણ તેઓ પરિગ્રહવાળા છે.
જૈનો પુણ્યોદયથી ઘણા ધનવાળા જરૂર છે પરંતુ મંદિરો બંધાવવામાં, ઉપાશ્રયો બનાવવામાં, પાંજરાપોળો ચલાવવામાં, હૉસ્પિટલો અને સ્કૂલો બનાવવામાં, ભિક્ષુક ભોજન આપવામાં, એમ અનેક પ્રકારે ધનનું છુટા હાથે દાન કરનારા હોવાથી ધનની મૂછમમતાના ઘણા ત્યાગી પણ છે. તેથી ધન હોવા છતાં કંઈક અંશે અપરિગ્રહી છે અને તેથી જ ઉપરોક્ત પુણ્યકાર્યો કરતા હોવાથી પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મી જૈનોના ઘરે જ વધારે વસે છે. સારાંશ કે જૈનો બહુ જ ધનવાન છે એટલે પરિગ્રહવાળા છે એમ નહીં, પરંતુ મમતા-મૂછ ઘણી ઓછી છે માટે કંઈક અપરિગ્રહી છે તેના પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મી તેઓના જ ઘરમાં રહેવા ઇચ્છે છે તે માટે જૈનો અલ્પ પરિગ્રહ (મૂછ)વાળા હોવા છતાં પણ દાનાદિ પુણ્યકાર્યોવાળા છે તેથી લક્ષ્મી તેઓને જ વધારે વરે છે આ પ્રમાણે પરિગ્રહનો અર્થ મમતા કરવો જરૂરી છે.
હે ભવ્ય જીવો ! મમતારૂપ પરિગ્રહને તમે ત્યજો. આ પરિગ્રહ એટલે મમતા-મૂછ એ જ દોષોનું મૂલ છે કારણ કે તેનાથી જ ક્લેશ-કંકાસ-કડવાશ અને વૈરાદિ વધે છે. નિશ્ચયથી ધનની મમતામૂછ એ જ પરિગ્રહ છે પરંતુ મમતા મૂછનું કારણ ધનસંપત્તિ હોવાથી તેને પણ વ્યવહારનયથી પરિગ્રહ કહેવાય છે તેથી જે જીવો ઘણો વૈભવપરિગ્રહ ધારણ કરે છે તેને ઘણી મૂછ-મમતા હોવાનો સંભવ છે અને ઓછી હોય તો પણ દિન-પ્રતિદિન વધે જ છે અથવા વધવાનો સંભવ છે. તેથી આવા પરિગ્રહવાળા જીવનું તપ અને મંત્રજાપાદિ વધારે પ્રતિકૂલતા આપનાર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org