Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૮
અઢાર પાપસ્થાનક
તેમાં અંજાયેલો જીવ વિવેકશુન્ય બનવાથી ઘણાં પાપો બાંધનારો બને છે અને મરીને નરક-નિગોદના ઘણા ભવોમાં રખડનાર બને છે. આ રીતે કાલાન્તરે અતિશય ઘણું ભયંકર હોવાથી આ અબ્રહ્મચર્ય કિપાકના ફલ સરખું છે.
જેમ કિંપાકનું ફલ ખાતી વખતે પ્રારંભમાં મીઠું-મધ જેવું લાગે છે પરંતુ વિષમય હોવાથી કાલાન્તરે અવશ્ય મૃત્યુ જ કરાવે છે તેમ આ અબ્રહ્મચર્યનું સેવન આત્માને અવિવેકશૂન્ય કરે છે તેથી આ આત્મા ઘણાં પાપકર્મો કરીને ભવભ્રમણમાં રખડનાર બને છે તેથી ઉત્તમ પુરુષો દૂરથી જ આ અબ્રહ્મચર્યને વર્જી દે છે તે ક્રિીડા કરવા તરફ ગમન કરતા નથી જેમ સર્પ મૃત્યુદંડ આપનાર હોવાથી તેને દેખીને જીવ દૂર ભાગે છે તેમ અબ્રહ્મચર્ય ભવોભવમાં રખડાવનાર હોવાથી સજ્જન પુરુષો તેનાથી દૂર રહે છે. ર અધર વિદ્યુમ સ્મિત ફુલડાં, કુચ ફલ કઠીન વિશાલ ! રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ | ૩ ||
શબ્દાર્થ - અધર - હોઠ, વિદ્વમ - પરવાળાં, સ્મિત - હાસ્ય, કુલડાં - પુષ્પ, કુચ - સ્ત્રીના શરીરના છાતીના બે સ્તન ભાગ, કુલ કઠીન - કઠણ ફળતુલ્ય, રામા - સ્ત્રી, દેખી - જોઈને, ન સચીએ - ન હરખાઈએ, એ - આ સ્ત્રી (પુરુષને આશ્રયી, અને સ્ત્રીને આશ્રયી પુરુષ), વિષવેલી - વિષની વેલડી સમાન, રસાલ - રસથી ભરેલી. II 3 II
ગાથાર્થ - જે સ્ત્રીના હોઠ પરવાળા જેવા લાલચોળ છે જે સ્ત્રીનું હાસ્ય મુખમાંથી કુલડાં ઝરતા હોય તેવું છે. જે સ્ત્રીના સ્તન ભાગ કઠણ અને વિશાળ ફલ હોય તેવા છે. આવી રૂપાળી સ્ત્રીને જોઈને હે આત્મા! કદાપિ રાયતું નહીં રોગાન્ધ બનવું નહીં કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org