Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજઝાય
૪૭ શીલવાન હોવાથી પરસ્ત્રી માટે જ તે નપુંસક છે. બાકી વાસ્તવિક તો તે પુરુષ જ છે.
કપિલાને ખેદ થયો, હૃદયમાં ઈષ્ય જન્મી, રાણી અભયાને કહ્યું કે હું તો છેતરાઈ પણ તમારી વાત તો સાચી હોય તો તમે તો બુદ્ધિશાળી છો. એકવાર પ્રયત્ન અજમાવો અને આ શેઠ સાથે ભોગ ભોગવો. તો જ તમે સાચાં અભયા. અભયાએ કહ્યું કે હે કપિલા ! હું રાગથી જેનો હાથ પકડું તે પાણી-પાણી થાય. પત્થર પણ ઓગળી જાય. તો આ સુદર્શન તો શું હિસાબમાં ? કપિલાએ કહ્યું કે હે અભયા રાણી ! અભિમાન ન કરો. બોલવું સહેલું છે, કરવું ઘણું અઘરું છે. જો તમે સાચાં હો તો સુદર્શન શેઠ સાથે એક વાર રતિક્રીડા કરો, તો જ સાચાં.
રાણી અભયાએ ગર્વમાં જ પ્રતિજ્ઞા કરી કે હું સુદર્શન શેઠને ફસાવીશ જ, અને તેની સાથે રતિક્રીડા કરીશ જ. મહોત્સવ પૂરો થતાં જ સૌ પોતપોતાને ઘેર ગયાં. અભયાએ પોતાની પ્રતિજ્ઞાની વાત પોતાની ધાવમાતા “પંડિતા” ને કહી. પંડિતાએ કહ્યું કે તે આ ખોટી પ્રતિજ્ઞા કરી. સુદર્શન શેઠ અચલિત શીલ સંપન્ન છે. તે ફસાસે નહિ. આ કાર્ય અશક્ય છે, અભયાએ કહ્યું કે એકવાર તું ગમે તે ઉપાયે તે શેઠને અહીં લાવ, પછી હું સંભાળી લઈશ.
એકવખત દધિવાહન રાજાનું ફરમાન બહાર પડ્યું કે આ દિવસે કૌમુદી મહોત્સવ ઉજવવાનો છે. તેથી દરેકે ગામ બહાર ઉદ્યાનમાં આવવું. તે દિવસે પર્વનો દિવસ હોવાથી સુદર્શન શેઠે ગામમાં કોઈ એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ રહેવાની રાજા પાસે રજા માગી. રાજાએ શેઠ ધાર્મિક પુરુષ છે એમ સમજીને રજા આપી. આ બાજા પંડિતા નામની ધાવમાતાને આ વાતની ખબર પડી. એટલે અભયારણીને કહ્યું કે સુદર્શન શેઠ ગામમાં જ પૌષધવ્રત લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org