Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૩
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય
રામચંદ્રજીએ પરદારાની ઇચ્છા માત્ર કરનારને આવો મૃત્યુદંડ આપીને ન્યાય ચલાવ્યો. સજ્જનોનું રક્ષણ કરવું અને દુર્જનોને દંડવા એ જ રાજનીતિ છે માટે પાપ કરનારાને સજા કરીને પોતાના વિજયનો સ્તંભ જગતમાં પ્રસ્થાપિત કર્યો. માટે તે ઉત્તમ પુરુષો અને સન્નારીઓ ! પરનર કે પરનારીનો સમાગમ તો કરવો જ નહીં પણ તેની ઇચ્છા માત્ર પણ ન કરવી કારણ કે આ પાપ અતિ ભયંકર છે
૬-૭ ||
પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય ! અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફલ નવિ થાય || ૮ |
શબ્દાર્થ - સુકૃત-કરેલાં સત્કાર્યો, ક્ષય જાય-નાશ પામે liki
ગાથાર્થ - અબ્રહાચર્યમાં વર્તવાથી અતિશય ઘણાં પાપો બંધાય. સઘળાં કરેલાં સત્કાર્યો અને (અને તજજન્ય પુણ્ય) ક્ષય પામે, તેથી બ્રહ્મચારીએ જે વિચાર્યું હોય તે ક્યારેય પણ સફળ બને નહીં I & I
વિવેચન - અબ્રહ્મચર્યમાં (વ્યભિચારાદિ દુરાચારમાં) આસક્ત બનેલા જીવો મોહને વશ થયા છતાં વિવેકશૂન્ય બનવાથી અતિશય ઘણાં પાપકર્મો કરે છે. પૂર્વે ભૂતકાળમાં પોતાનાં કરેલાં સઘળાં સત્કાર્યો વિનાશને પામે છે. પુણ્ય ખાલી થઈ જાય છે અને પાપ ભરાઈ જાય છે જેથી ભવાન્તરોમાં દુઃખી દુઃખી થાય છે.
તથા આવા દુરાચારી જીવે મનમાં જે કંઈ વિચાર્યું હોય તે ક્યારેય પણ સફળ થતું નથી. કારણ કે પાપોનો ઉદય મનમાં ગોઠવેલાં કાર્યોનું સાફલ્ય આપતું નથી જેમ કે રાવણે પરનારીની ઇચ્છા કરી, પરંતુ તેમાં સફળતા મળી નહીં અને પોતાનો અને કુટુંબનો તથા પોતાના રાજ્યનો પણ નાશ થયો માટે ઉત્તમ આત્માઓએ પરનરનું અને પરનારીનું વર્જન કરવું જોઈએ || ૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org