Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય
૪૧
વિવેચન - સ્ત્રીના શરીર સાથેની સંભોગ ક્રિયા (તથા સ્ત્રીને આશ્રયી પુરુષના શરીર સાથેના સંભોગની ક્રિયા) કેટલી દુઃખદાયી છે. જીવનું અધઃપતન કરાવનારી છે. આ વાત જુદા જુદા ચાર ઉદાહરણોથી ગ્રંથકાર સમજાવે છે.
(૧) આ આત્મામાં વિનય-વિવેક-ત્યાગ કે વૈરાગ્ય આદિ જે કોઈ ગુણો આવ્યા હોય, તે ગુણોનો જે વિકાસ થયો હોય, ગુણો ફાલ્યાફુલ્યા બન્યા હોય, તેવા પ્રકારના ગુણોના વનને બાળીને ભસ્મ કરનાર આ સંભોગક્રિયા છે. તેથી દાવાનલતુલ્ય છે.
(૨) પોતાનું જે ઉત્તમકુળ છે, ઉંચુ ગોત્ર છે. ઉંચુ માનવંતુ ઘર છે. તેને કલંકિત કરવામાં કાળી સહીનો કુચડો ફેરવવા તુલ્ય છે.
(૩) રાગ-આસક્તિ-વિકારો અને વાસનાઓ રૂપી મોહરાજાને રમવા માટે, આનંદ માણવા માટે જાણે પોતાનું રાજ્ય જ હોય, આ મૈથુનક્રિયા પોતાની રાજધાની હોય તેવી છે.
(૪) હિંસા-જુઠ-ચોરી આદિ બીજાં અનેક પાપોના સેવન રૂપી અરણ્યને, પાપાચરણ રૂપી વનરાજીથી ભરપૂર લીલુછમ રાખવા માટે મેઘ (વરસાદ) તુલ્ય છે. જેમ વરસાદથી અરણ્ય લીલુછમ રહે છે તેમ મૈથુનક્રીડાથી પાપાચરણો વધતાં જ રહે છે. લીલાંછમ રહે છે. || ૫
પ્રભુતાએ હરિ સારિખો, રૂપે મયણ અવતાર | સીતાએ રે રાવણ યથા, છાંડવો પર નર-નાર છે ૬ / દશ શીર રજમાંહે (રણમાંહે) રોલીયાં, રાવણ વિવશ અખંભા રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય થંભ | ૭ |
શબ્દાર્થ - પ્રભુતાએ - પ્રભુતામાં-પ્રભાવમાં, હરિસારિખો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org