Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬
“મૈથુન” નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક ચોથું વર્જિએ, દુર્ગતિ મૂલ અબંભ । જગ વિ મૂંઝ્યો છે એહમાં, છાંડે તેહ અચંભ ॥ ૧ ॥
પાપસ્થાનક ચોથું વર્જીએ.
B
શબ્દાર્થ - વર્ષિએ - તજીએ, દુર્ગતિ - નરક-નિગોદનું, પ્રધાન કારણ છે, અલંભ - મૈથુન, જગ સવિ - આખું ય જગત, મુંઝયા છે - મોહિત થયો છે. એહમાં - આ મૈથુન ક્રીડામાં, છાંડે જે જીવો મૈથુનને છોડે છે, તેહ અચંભ - તેજ ખરેખર આશ્ચર્ય
છે. II ૧ ||
·
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ - મૈથુન નામનું ચોથું પાપસ્થાનક વર્જી દેવું જોઈએ, કારણ કે આ મૈથુન એ જ દુર્ગતિનું પ્રધાન કારણ છે. આ ક્રિયામાં આખું જગત મોહાંધ બનેલું છે જે જીવો છોડે છે તે જ આશ્ચર્ય છે.
॥ ૧ ॥
વિવેચન - “મૈથુન” એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મિથુન એટલે જોડકું-યુગલ, પતિ-પત્ની, તે બન્નેની જે સાંસારિક ક્રિયા છે. તેને મૈથુન કહેવાય છે. મૈથુનસેવન એ ચોથું પાપસ્થાનક છે. તેને વર્જવું જોઈએ. કારણ કે એક તો અગણિત જીવોની હિંસાનું કારણ છે અને બીજું વિષયવિકારોની, વાસનાની અને રાગાદિદોષોની વૃદ્ધિનું કારણ છે. હિંસા અને વાસનાની વૃદ્ધિ જીવને નરક-નિગોદ આદિરૂપ દુર્ગતિમાં લઈ જનાર છે. આ રીતે “વુÎત્તિ મૂર્ત્ત સવંમ” અબ્રહ્મચર્ય એટલે કે મૈથુનક્રીડા તે હિંસાત્મક હોવાથી અને વિકારો તથા વાસનાની વૃદ્ધિનું કારણ હોવાથી દુર્ગતિનું મૂલ છે.
આખું જગત આ પાપમાં મૂંઝાયેલું છે એટલે કે મોહાન્ધ બનેલું છે. સંસારમાં એવો કોઈ જીવ નથી કે જે યુવાવસ્થામાં આવ્યો છતો વિકાર વિનાનો હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org