Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય
૩પ
અનિચ્છાએ ભગવાનનાં બે વચનોએ મારા પ્રાણ બચાવ્યા તો સમગ્ર દેશના સાંભળું તો મારું કલ્યાણ જ થાય એમ વિચારી પ્રભુ પાસે ગયો. દેશના સાંભળી સમર્પિત ભાવવાળો થઈને દિક્ષીત થયો અને મરીને દેવ થયો.
આ રીતે આ અદત્તાદાનવિરમણવ્રત નામના વ્રતપાલનથી આ જીવ સુખને પામે છે, યશને પામે છે અને પુણ્યકર્મને બાંધનાર બને છે. અર્થાત્ દોષમુક્ત થવાના કારણે તે જીવની ચઢતી થાય છે. આવા પ્રકારના દોષોનો ત્યાગ એ જ આત્મકલ્યાણનું પરમ કારણ બને છે.
તથા “સુખ જસ લહે” આ પદમાં જસ શબ્દ લખીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે | ૬ | આ પ્રમાણે “અદત્તાદાન” નામનું જે ત્રીજું પાપસ્થાનક છે
તેની સઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org