Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજઝાય
હોય છે, રોહિણીઓ જેમ - જેમ કે રોહિણીયો ચોર, એહ વ્રતથીઆ વ્રતના પ્રભાવથી, સુખ જસ લહે - સુખ અને યશ પ્રાપ્ત કરે, વહે પુણ્યસ્ય પ્રેમ - પુણ્યની સાથે પ્રેમ પ્રાપ્ત કરે. I ૬ II
ગાથાર્થ - જે ચોર હોય છે. તે ચોરપુરુષ ચોરીકરવાપણું જે છોડી દે તો તે ચોરી છોડવાના પુણ્ય પ્રભાવથી દેવ થાય છે જેમ કે રોહિણીયો ચોર, માટે આ વ્રતપાલનથી જીવ સુખ અને યશ પામે છે તથા પુણ્યકર્મની સાથે પ્રેમ બાંધે છે . ૬ I
વિવેચન - જે જે જીવો પ્રથમ જીવનમાં ચોરી કરતા હોય, આવા પ્રકારની કુટેવોથી જેનું જીવન ચોરીના વ્યસનવાળું બન્યું હોય ખરાબ રસ્તે ચઢી ગયા હોય. તે ચોર જીવો પણ જ્યારે “ચોરીપણું” એટલે ચોરી કરવાની માનસિક વૃત્તિ છોડી દે છે. ચોરી કરવાના પાપથી રહિત બને છે. તો તેવા ચોર જીવો પણ (જે પૂર્વકાલમાં ચોરી કરતા હતા, છતાં પણ જીવન સુધરી જવાથી) પુણ્યાઈ વધી જવાથી કાલાન્તરે વૈમાનિકાદિક દેવલોકના દેવભવને પામે છે. ખોટા રસ્તે ગયેલા માણસનો જ્યારે ખોટો રસ્તો છૂટી જાય છે ત્યારે સાચે રસ્તે આવતાં જરૂર કલ્યાણ થાય છે. તેમ અહીં સમજવું. આ બાબતમાં રોહિણીયા ચોરનું ઉદાહરણ જાણવું
રોહિણીયા ચોરના પિતાએ મૃત્યુશધ્યાએ હતા ત્યારે પુત્રને એક શિખામણ ખાસ આપેલી કે ગમે તેવા સંજોગો થાય તો પણ ભગવાન મહાવીર પ્રભુની દેશના તારે સાંભળવી નહિ. પુત્રે પિતાનું વચન સ્વીકાર્યું. પિતા સ્વર્ગવાસ પામ્યા.
રોહિણીયો ચોર પોતાના ચોરી કરવાના કામમાં લાગ્યો. એક વખત શ્રેણીક રાજાને ત્યાં ચોરી કરવા ગયો. રસ્તામાં જતાં જતાં ભગવાન જ્યાં દેશના આપે છે તે માર્ગ આવ્યો. પિતાનું વચન યાદ આવ્યું. બન્ને કાનમાં હાથની આંગળીઓ નાખીને ભગવાનનું વચન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org