Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજઝાય
૩૧
(૫) સખ્યું- કોઈએ વ્યાજ ખાવા માટે અથવા સાચવવા માટે ધન-અલંકારાદિ આપણે ઘેર થાપણરૂપે રાખ્યા, તેને પચાવી પાડીએ તો તે પણ વિશ્વાસઘાતરૂપ હોવાથી અનેક દોષોનું કારણ છે
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ જ ભાવાર્થને સુચવતો શ્લોક આ પ્રમાણે છે
पतितं विस्मृतिं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ।।
આ રીતે અનેક પ્રકારે પ્રાપ્ત થતું પરધન કે પારકી વસ્તુ તૃણસુ (ઘાસના તણખલા જેટલું) પણ લેવું નહીં | ૪ || દૂરે અનર્થ સકલ ટલે, મીલે વાહલા હો સઘલે જસ થાય કે સુર સુખનાં હુએ ભેંટણાં, વ્રત ત્રીજે હો આવે જસ દાય કે
ચોરી વ્યસન નિવારીએ | ૫ | શબ્દાર્થ - દૂરે - દૂર, અનાર્થસકલ • સઘળી મૂશ્કેલીઓ, ટલે - ટલી જાય-ચાલી જાય, મીલે વાહલા - ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, સઘલે જશ થાય - સર્વત્ર જસ થાય-ચશ વ્યાપે, સુરસુખનાં - દેવતાઈ સુખોનાં, હુએ ભેટમાં - પ્રાપ્તિ થાય, જસ દાય - જેને વહાલું લાગે તેને. | ૫ |
ગાથાર્થ - જેને ત્રીજું વ્રત દાય આવે (ગમી જાય) તેને સઘળી મુશ્કેલીઓ દૂર ચાલી જાય, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, સર્વત્ર જશ ફેલાય, અને અંતે દૈવિક સુખોની ભેટ પ્રાપ્ત થાય IIull
- વિવેચન - “વ્રત ત્રીજાં હો આવે જસ દાય” જે જે આત્માઓને પરની માલિકીની વસ્તુ તેણે આપ્યા વિના લેવી નહી. આવા પ્રકારનું અદત્તાદાન વિરમણ વ્રત નામનું આ ત્રીજું વ્રત ગમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org