Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬
ઘણાં ઘણાં દુ:ખો જીવ આ ભવમાં જ પામે છે અને ભવાન્તરમાં નરક-નિગોદના ભવો પામીને ઈન્દ્રિયહાનિ, ચૈતન્યહાનિ, શારીરિક પારાવાર દુઃખ, પરમાધામી દેવો દ્વારા તાડન-મારણ આદિનાં અનંતઅનંત દુઃખોને આ જીવ આ વ્યસનથી પામે છે. માટે હે જીવ ! ચોરીનું વ્યસન ત્યજવા જેવું છે ॥ ૧ ॥
ચોર તે પ્રાયે દરિદ્રી હુએ, ચોરીથી હો ધન ન ઠહરે નેટ કે ચોરનો કોઈ ધણી નહીં, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે ચોરી વ્યસન નિવારીએ ॥ ૨ ॥
શબ્દાર્થ - ચોર તે
ઘણું કરીને, દરિદ્રી હુએ - નહી-સ્થિર રહે નહી, નેટ નક્કી, સત્ય સ્વામી-માલીક, ભૂખ્યું - ખાધા વિનાનું. ॥ ૨ ॥
-
અઢાર પાપસ્થાનક
જે ચોરી કરે છે તે પુરુષ, પ્રાયે - નિર્ધન જ હોય છે. ન ઠહરે
Jain Education International
1
ઠેરે
સદાકાલ, ઘણી .
-
ગાથાર્થ - જે ચોર હોય છે તે ઘણું કરીને દરિદ્રી હોય છે. ચોરીની પ્રક્રિયાથી મળેલું ધન લાંબો ટાઈમ ટકતું નથી. ચોરનો કોઈ માલિક હોતો નથી. ઘણું કરીને ચોરનું પેટ નક્કી ભૂખ્યું જ રહે છે. II ૨ II
For Private & Personal Use Only
-
વિવેચન - જેને પોતાના જીવનમાં ચોરીનું વ્યસન જ પડી ગયું છે તે વાસ્તવિક ધંધે (સાચા ધંધે) લાગતો નથી, નોકરી વિગેરે સુયોગ્ય આજીવિકાના વ્યવહાર કરતો નથી. કાયમી આવક કરતો નથી. તેની બુદ્ધિ પારકાનું ધન છીનવી લેવામાં જ દોડતી હોય છે. તેનો લાગ કયારેક મળે ક્યારેક ન પણ મળે તથા વળી કદાચ ચોરી કરીને કેટલુંક ધન લાવે તો પણ ચોરી કરનારા ભાગીદારો અંદરોઅંદર લડી પડે, જેથી તે ધન કોઈના ભાગે બહુ ન આવે. આમ ચોરી કરનારો પુરુષ સદા દરિદ્રી જ રહે છે. નિર્ધન જ રહે છે. ભિખારી
www.jainelibrary.org