Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય
અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય ચોરી વ્યસન નિવારીયે, પાપસ્થાનક હો ત્રીજું કશું ઘોર કે ઇહભવે પરભવે દુઃખ ઘણાં, એહ વ્યસને તો પામે જગ ચોર કો.
ચોરી વ્યસન નિવારીયે | ૧ | શબ્દાર્થ - ચોરી વ્યસન - ચોરી કરવાનું વ્યસન-ટેવ, નિવારીયે - રોકીએ, ઘોર • ભયંકર, ઈહભવે - આ ભવમાં, પરભવે - આવતા ભવમાં, એહ વ્યસને - આ વ્યસનથી, જગ - જગતમાં, ચોર - ચોરી કરનાર જીવ. || ૧ |
ગાથાર્થ “બીજાના ધનની ચોરી કરવાનું ત્રીજું પાપાનક સેવવાનું વ્યસન જીવનમાંથી દૂર કરવું જોઈએ, આ વ્યસન અતિશય ભયંકર છે. ચોરી કરનારો ચોરપુરુષ આ જગતમાં આ ચોરીના વ્યસનથી આ ભવમાં અને પરભવમાં ઘણાં ઘણાં દુ:ખ પામે છે શિll
વિવેચન - ચોરી એટલે અન્યની માલિકીની કોઈપણ વસ્તુ, તેને પૂછયા વિના, તેની સંમતિ વિના લેવી. આ એક મોટો દોષ છે. આ દોષની ટેવ પડ્યા પછી તે જીવ તે દોષમાં જ આગળ વધે છે અને મહાચોર બને છે. આ ચોરીનો દોષ એવો સહજ થઈ જાય છે કે તેને ભય રહેતો નથી. નિર્ભય બનીને ચોરી કરવામાં જ પોતાના જીવનની સફળતા માને છે. જેમ બીડી પીવાનું વ્યસન, દારૂ પીવાનું વ્યસન, જુગાર રમવાનું વ્યસન આ જીવમાં એકવાર પ્રવેશ્યા પછી કાઢવું તો મુશ્કેલ છે જ, પરંતુ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. તેથી આ સઘળાં વ્યસનો ઘોર છે. ભયંકર છે. જીવને નીચે જ ઉતારનારાં છે. તેમ ચોરીનું વ્યસન પણ અતિશય ભયંકર છે.
આ ચોરીના વ્યસનથી જ અપયશ, અવિશ્વાસ, મનદુઃખ, અર્થહાનિ, દયનીય દશા, તાડન-મારણ અને કારાવાસ, આવા પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org