Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય
૧૫
લાયક છે. એક દિવસ પણ રાખવા જેવું નથી જેમ સાપ ઘરમાં સંઘરવા જેવો નથી સંઘરીએ તો ડંખ દીધા વિના રહે નહીં. તેમ આ મૃષાવાદનું પાપસ્થાનક એક દિવસ અથવા એક કલાક પણ સંઘરવા જેવું નથી આજે જ છોડી દો અને તે ભવ્યજીવો ? અનંત ઉપકારી એવા શ્રી વીતરાગ પરમાત્માના ધર્મની સાથે પ્રીતડી (પ્રીતલડી-પ્રેમ) માંડો (આજથી જ શરૂ કરો) આ ધર્મ જ સંસાર સાગરથી તારનાર છે. માનવજીવન ધર્મની પ્રાપ્તિ માટે મળેલ છે. સંસારના વ્યવહારો તો બધા જ ભવોમાં કર્યા છે તેથી તે માટે મૃષાવાદનું સેવન કરવું તે ઉચિત નથી. માટે તે બધું ગૌણ કરીને ધર્મની સાથે જોડાઈ જાઓ + ૧ વૈરખેદ-અવિશ્વાસ, એહથી દોષ અભ્યાસ / આજ હો થાયે રે, નવિ જાએ વ્યાધિ અપથ્યથીજી || ૨ |
શબ્દાર્થ - વૈર - વેરઝેર, ખેદ - થાક, માનસિક પરિશ્રમ, અવિશ્વાસ - પરસ્પર વિશ્વાસ ન રહેવો, એહથી - આ મૃષાવાદથી, અભ્યાસ - વૃદ્ધિ નવિ જાઓ - જાય નહીં, વ્યાધિ - રોગ, અપધ્યથી - અહિતકારી ખાવાથી. | ૨
ગાથાર્થ - આ મૃષાવાદથી વેરઝેર, માનસિક થાક અને પરસ્પર અવિશ્વાસ આમ દોષોની જ વૃદ્ધિ થાય છે પણ અપથ્ય ખાવાથી જેમ રોગો ન જાય તેમ દોષો જતા નથી. (અર્થાત્ વધે જ છે.) ૨ I
વિવેચન = મૃષાવાદ નામનું આ બીજું પાપસ્થાનક કેટલું દુઃખદાયી છે. તે સમજાવે છે કે (૧) જૂઠું બોલવાથી જ્યારે તે જૂઠું બોલેલું વચન ખુલ્લું થાય અને સત્ય બહાર આવે ત્યારે જેની સામે જૂઠું વચન બોલ્યા હોઈએ તેની સાથે વેરઝેર-વૈમનસ્ય-મનદુઃખ અને પરસ્પર અપ્રીતિ ના દોષો થાય છે. (૨) તથા જૂઠું બોલેલું વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org