Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪
અઢાર પાપસ્થાનક
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય - બીજુ પાપનું સ્થાન, મૃષાવાદ દુર્થાન | આજ હો છંડો રે, ભાવિ મંડો ધર્મશું પ્રીતડીજી ૧/l.
શબ્દાર્થ - મૃષાવાદ - જૂઠું બોલવું તે, દુર્બાન - દુષ્ટ વિચારો, ખરાબ ધ્યાન, આજ હો જીંડો - આજે જ છોડી દો, ભવિ - હે ભવ્યજીવો, મંડો - માંડો, શરૂ કરો. | ૧ |
ગાથાર્થ - જૂઠું બોલવું” તે મૃષાવાદ નામનું બીજું પાપસ્થાનક છે. તે અત્યંત દુર્બાન સ્વરૂપ છે. તેને આજે જ છોડી દો, અને હે ભવ્ય જીવો! તમે ધર્મની સાથે પ્રીતિ શરૂ કરો II II
વિવેચન - જૂઠું બોલવું, કંઈક ઉમેરીને બોલવું, ખોટું ભાષણ કરવું, વાસ્તવિક્તા છુપાવીને બોલવું જેવા પ્રકારના સંજોગોમાં જે બન્યું હોય તેવા પ્રકારના તે સંજોગોને છુપાવીને વાત રજુ કરવી. ચંગ વચન બોલવાં આ બધું મૃષાવાદ જાણવું. આવા પ્રકારનું મૃષાવાદનું પાપ કરવાથી આ જીવ સદા કાલ ચિંતા વાળો રહે છે. મારૂં જૂઠું બોલેલું ઉઘાડું પડશે તો મારું શું થશે ? કોઈ સાચું જાણી જશે તો હું શું કરીશ ? આમ સદા કાલ આ જીવ ચિંતામાં જ ડુબેલો રહે છે.
આ ચિંતાના કારણે જ્યાંથી જ્યાંથી મૃષાવાદ ઉઘાડું થવાની સંભાવના હોય તેના તરફ આ જીવ સદા દુર્ગાન વાળો જ રહે છે. તેના તરફ કષાયોના આવેશથી જ ભરપૂર ભરેલો જ રહે છે. સતત ચિંતા, કષાયોના આવેશ, મનમાં ખોટી ખોટી કલ્પનાઓ, દિનપ્રતિદિન વધતી જ જાય છેઆવા પ્રકારનું દુર્થાન આ જીવને સદા વર્તે છે.
તે કારણે આ મૃષાવાદ નામનું પાપસ્થાનક આજે જ છોડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org