________________ वन्देवीरम् જૈનધર્મનો પ્રાચીન ઈતિહાસ તથા ગુરૂ નામાવલિ. નધર્મ ઉપર આપણા ભારતવર્ષમાં તથા અન્ય મુલકમાં આધુનિક સમયમાં જે ચર્ચા ચાલી રહી 53છે, તે સાહિત્ય—પ્રેમીઓની જાણ બહાર તો નહિ જ હોય. આ વિષય ઉપર વખતોવખત પ્રગટ થતા ગ્ર, લેખો તથા વ્યાખ્યાનોથી પુરતા પ્રકાશ પડેલો છે. વળી આ સામ્પ્રદાયિક પ્રશ્નને ધુરંધર સાહિત્ય વિશારોએ ભારે શોધખોળ કરી તટસ્થ બનાવ્યું છે. આ વિષય ઉપર મહાન કૃતિઓ આલેખાયી છે અને આલેખાય છે. આવી પરિસ્થિતિમાં મારા જેવો એક મંદમતિ આવા ગૂઢ વિષયમાં ચંચપાત કરવા જાય તે નરી ધૃષ્ટતા ગણાય. પરંતુ આ ચરિત્રમાં જૈનધર્મ ઉપર પણાકંઈ લખાવું જ જોઈએ, એવા પ્રકાશક મહાશયના આગ્રહને વશ થઈ જ્યારે મેં આ વિષયને ઉડે અભ્યાસ કર્યો તો તે એટલે બધા વિશાળ લાગે કે તે ઉપરથી એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય. તેથી તે બધાને બાજુએ રાખી વાંચકેની જાણ માટે આ સ્થળે ચેડા ઘણું વિચારે એકત્ર રૂપે રજુ કરું છું, જે વાંચકોને ઉપયોગી અને આકર્ષક લાગશે એવી આશા રાખું છું ,