Book Title: Paramagama Sara
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi
Catalog link: https://jainqq.org/explore/005314/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ / પરમાગમ સાર | (સદ્ભુત દ્રવ્યાનુયોગ) Jain Educationa baremational Fon Personal and Private Use Only www.linelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ “એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રયોજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈને એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. બાકીના સર્વ ઘર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૂતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. પ્રિય ભવ્ય! જૈન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો એકે દેવ નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પરમાગમ સાર (સદ્ભુત દ્રવ્યાનુયોગ) દ્રવ્યાનુયોગનું પ્રાથમિક જ્ઞાન લેવા ઇચ્છનારા જીજ્ઞાસુ જીવો માટે * સંકલનકાર તથા પ્રકાશક * દિનેશચંદ્ર જોરાવરમલ મોદી એમ. એ. એલ. એલ. બી. રાષ્ટ્રભાષા રત્ન એડવોકેટ, સુપ્રીમ કોર્ટ આ પુસ્તક ધર્મનું છે, તેની અક્ષતના કરશો નહીં, નીચે જમીન ઉપર મૂકશો નહીં, તેનો ગેર ઉપયોગ કરશો નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાનશ્રીમતિ સરસ્વતિ જોરાવરમલ મોદી મેમોરિયલ ટ્રસ્ટ ૯૨૪, સ્ટોક એક્સેન્જ ટાવર, દલાલ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૨૩. નવેમ્બર ૧૯૮૮: પ્રથમ આવૃત્તિ: પ્રત ૩૦૦૦ “શ્વેતાંબર દિગંબરાદિ મટી જૈન બનો” ..... દિનેશ મોદી. “ધર્મ આત્મામાં છે, આત્માનો છે, આત્મા માટે છે, અને આત્માથી છે.” ... દિનેશ મોદી. મૂલ્ય: રૂ. ૨૦ અથવા અન્ય કોઈ રકમ ટ્રસ્ટમાં દાનરૂપે. મુદ્રક: જયંત પ્રિન્ટરી ૩પ૨/૫૪, ગીરગામ રોડ, મુરલીધર મંદીર કંપાઉન્ડ, મુંબઇ-૪૦૦ ૦૦૨. ફોન: ૨પ૨૯૮૨ ૨૯૯૧૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતિ સરસ્વતિબેન જોરાવરમલભાઈ મોદી. - * 900 ; \ ૨૫-૭-૧૯૧૩ ૧૧-૧-૧૯૮૮ Jain Educationa international For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only. Page #7 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિનું નિવેદન દિગંબર જૈન સમાજે આચાર્ય કુંદકુંદના બે હજાર વર્ષની ઉજવણી ઘણી ધામધૂમથી કરી. કુંદકુંદ આચાર્યને ફક્ત દિગંબર સમાજના જ આચાર્ય માનવા અને બતાવવા તે સાંપ્રદાયિક સંકુચિતતા અને તાત્ત્વિક દૃષ્ટિની ન્યુનતાનું સૂચન કરે છે. ધર્મ પ્રવર્તક ઉપકારી શ્રી કાનજી સ્વામી મહારાજ સાહેબ જેમ ફક્ત જૈન સ્થાનકવાસી સમાજના જ સાધુ નહોતા પણ આ ભરતક્ષેત્રના સમસ્ત જૈન સમાજના શિક્ષા ગુરૂ હતા. વળી જૈન સ્થાનકવાસી સમાજનાં અહોભાગ્ય છે અને તેના અતિ ગૌરવની વાત છે કે આવું અણમોલ વિરલ રત્ન તેના કુખે પેદા થયું અને કલ્યાણના અર્થે આખા જૈન સમાજને અર્પણ કર્યું અને તેનો અકલ્પનિય લાભ આખા જૈન સમાજને થયો. તેવી રીતે આચાર્ય કુંદકુંદ ભલે દિગંબર સંપ્રદાયની પરિપાટીએ રહ્યા હોય પણ તેઓ ભગવાન મહાવીર અને અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાથી જોડાયેલા છે તેમ તેઓએ પોતે ભારપૂર્વક કહ્યું હોઈ તેમના ઉપર ફક્ત કોઈ એક સંપ્રદાય જ હક જમાવવાનું દુષ્કૃત ન કરી શકે, અને કરે તો તે અણસમજ છે, અજ્ઞાન છે. આચાર્ય કુંદકુંદ ફક્ત દિગંબર સમાજના જ છે, અથવા શ્રી કાનજીસ્વામીના જ છે, આવી અજ્ઞાનભરી વાત અથવા ચર્ચા કરવી, સાંભળવી અથવા તેને અનુમોદન આપવું તે શીધ્ર નિજ મુક્તિ ઈચ્છતા મુમુક્ષુઓ માટે કલ્યાણકારી નથી પણ હાનિકારક છે. આચાર્ય કુંદકુંદ સમસ્ત જૈન સમાજના આચાર્ય હતા અને તેમનાં રચિત પંચ પરમાગમ પરમ વીતરાગના દિવ્યધ્વનિનો જ સાર છે, અન્યથા નહી અને તેથી સમસ્ત જૈન સમાજ માટે અને દરેક મુમુક્ષુ જીવ માટે પરમ આદરણીય અને પૂજનીય છે અને તેમાં લેશ માત્ર સ્વપ્નમાં પણ શંકા આણવી નહી. કુંદકુંદ આચાર્ય તો ભગવાનના આડતિયા હતા, તેમ કાનજી મહારાજ વારંવાર કહેતા હતા અને તેઓ પોતાને તો ભગવાનના દાસાનુદાસ કહેતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કુંદકુંદ આચાર્યનો પરમ ઉપકાર માનતાં તેમનાં રચેલાં પંચ પરમાગમને સત્શાસ્ત્ર ગણાવ્યાં છે અને કહ્યું છે કે “તે સદ્ભુત સેવવા યોગ્ય છે. એનું ફળ અલૌકિક છે. અમૃત છે. તે સૂક્ષ્મ અને પરમ ગંભીર છે, નિર્ગથ પ્રવચનનું રહસ્ય છે. શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. મહાભાગ્ય વડે તેની પ્રાપ્તિ થાય છે. સમાધિનું રહસ્ય એ જ છે. સર્વદુ:ખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ડો. હુકમચંદ ભારિલ્લનું “આચાર્ય કુન્દ કુન્દ અને તેમનાં પાંચ પરમાગમ” નામનું પુસ્તક થોડો સમય પહેલાં બહાર પડયું અને તે વાંચતાં મને આ પુસ્તકનું પ્રકાશન કરવાની પ્રેરણા મળી. ડો. ભારિલ્લની અનુમતિ લઈ તેમના પુસ્તકમાંથી અમુક ભાગનો અહીં ગુજરાતી અનુવાદ કરી સમાવેશ કર્યો છે અને બાકીની સામગ્રી અન્ય પુસ્તકોમાંથી સંકલન કરેલ છે. સમાન્ય બહોળા જન સમુદાયને સંસ્કૃત પદો અગ્રાહ્ય હોવાથી સંસ્કૃત મૂળ પદોનો સમાવેશ ન કરતાં મૂળ ગાથાઓનો ગુજરાતી પદ્યાનુવાદ જ સીધે સીધો મૂકી દીધો છે. અમુક ગાથાઓનો પદ્યાનુવાદ મારો કરેલો છે. અમુક વાચક ગણ અને મુમુક્ષુઓને લક્ષમાં રાખતાં ડો. ભારિલના પુસ્તકમાં પસંદગી પામેલ સો ગાથાઓનો અમુક ક્રમ બદલવા યોગ્ય લાગતાં તે પ્રમાણે કરેલ છે અને તેમ કરતાં અમુક વધારાની ગાથાઓની પસંદગી કરી આ પુસ્તકમાં ઉમેરી છે, તેથી તેમની એક સો ગાથાના બદલે ૨૪૨ ગાથાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. આથી વાચકગણને આ ગ્રંથાધિરાજોનું મહાત્મય, મહામૂલ્ય અને અહોભાવનું ઊંડું ભાસન થાય. આ પુસ્તકનું સંકલન કાર્ય મારા પોતાના સ્વાધ્યાયનું પરિણામ છે. તેમાં મારી કત બુધ્ધિ નથી, તેમજ તેમાં મારું પોતાનું કાંઈ પણ નથી. આ પુસ્તકમાં કુંદકુંદ આચાર્યનો સંક્ષિપ્ત પરિચય ઉપરાંત તેમની અણમોલ કૃતિઓ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અને અષ્ટપાહુડ એમ પાંચ પરમાગમોનો સંક્ષિપ્ત સાર આપ્યો છે. આ પાંચ પરમાગમ દ્રવ્યાનુયોગનો સાર છે. દ્રવ્યાનુયોગના આ પાંચ મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે સમય, રુચિ અને ક્ષયોપશમ નથી. તેમના માટે આ પુસ્તક ઘણું ઉપયોગી થશે. ધર્મની પ્રભાવના થશે. જીજ્ઞાસુ જીવોને કાંઈ ફાયદો થાય તો આ પુસ્તકનું ધ્યેય સફળ થયું કહેવાય. આ પુસ્તક તૈયાર કરવામાં ઘણા પુસ્તકોનો આધાર અને તેમાંથી અક્ષરશ: લખાણ લીધાં છે તે માટે ડો. ભારિત્સ, શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ, પં. મહેન્દ્રકુમારજી જૈન, અન્ય પુસ્તકોના લેખક, અનુવાદક, સંકલનકાર તથા પ્રકાશક આદિનો અત્યંત આભારી છું. સ્વાધીન સદન દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ ભાદરવા સુદ એકમ ૧૧-૯-૧૯૮૮ સંવત ૨૦૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. આચાર્ય કુન્દ કુન્દ ૨. સમયસાર ૩. પ્રવચન સાર ૪. પંચાસ્તિકાય સંગ્રહ ૫. નિયમસાર ૬. અષપ્રાભૃત ૭. ઉપસંહાર ૮. પરમાગના વિણેલાં મોતી - 2 8 8 8 8 8 8 Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમયસારજી-સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાતું જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂયે તને રસનિબંધ શિથિલ થાય, જાયે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય કુન્દ કુન્દ જૈન અધ્યાત્મના પ્રતિષ્ઠાપક આચાર્ય કુન્દકુન્દનું સ્થાન દિગંબર જૈન આચાર્ય પરંપરામાં સવોપરિ છે. મંગળાચરણ સ્વરૂપ છંદમાં પણ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સાથે સમગ્ર આચાર્ય પરંપરામાં એક માત્ર કુન્દ કુન્દ આચાર્યના જ નામનો ઉલ્લેખપૂર્વક સ્મરણ કરવામાં આવે છે, બાકી બધાનો “આદિ” શબ્દમાં જ સમાવેશ કરી લેવામાં આવે છે. જેમ હાથીના પગલામાં બધાં પગલાંઓ સમાઈ જાય છે તેમ કુન્દ કુન્દ આચાર્યમાં સમગ્ર આચાર્ય પરંપારા સમાઈ જાય છે. દિગંબર પરંપરાના પ્રવચનકારો દ્વારા પ્રવચનના આરંભમાં મંગળાચરણ સ્વરૂપ બોલાતો છંદ આ પ્રમાણે છે “મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ ગણી, મંગલ કુકુન્દાદ્યો, જૈનધર્મોસ્તુ મંગલ” દિગંબર પરંપરામાં આપનું સ્થાન અજોડ છે. આપની મહિમા દર્શાવતા શિલાલેખો પણ ઉપલબ્ધ છે. ચન્દ્રગિરિ અને વિધ્યગિરિ પર્વતો ઉપર તે શિલાલેખો મળી આવ્યા છે. વિંધ્યગિરિ શિલાલેખમાં લખાણ છે કે પૃથ્વીથી આપ ચાર આગળ અધ્ધર ગમન કરતા હતા. દિંગબર જૈન સમાજ કુન્દ કુન્દ આચાર્યદેવના નામ તથા કાર્યથી, મહિમાથી જેટલો પરિચિત છે, તેમના જીવનથી તેટલોજ અપરિચિત છે. લોક સંગ અને પ્રશંસાથી દૂર રહેનારા જૈન આચાયોંની આ એક વિશેષતા રહી છે કે મહાનથી મહાન ઐતિહાસિક કાર્ય કર્યા પછી પણ પોતાના વ્યક્તિગત જીવનના સંબંધમાં ક્યાંય કોઈ ઉલ્લેખ કરતા નથી. આચાર્ય કુન્દ કુન્દ પણ તેમાં અપવાદ નહોતા. તેમણે પોતાના વિશે ક્યાંય કંઈ પણ લખ્યું નથી. દ્વાદશાનુપ્રેક્ષા'ની ૯૦મી ગાથામાં માત્ર તેમના નામનો ઉલ્લેખ છે. તેમ બોધ પાહુડની ૬૧ અને ૬ર મી ગાથામાં પોતાને, બાર અંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વના વિપુલ પ્રસાર કરનાર શ્રુતકેવલી ભદ્રબાહુના શિષ્ય બતાવ્યા છે. તેથી તેમના જીવનના સંબંધમાં જાણકારી મેળવવા બાહ્ય પુરાવાઓ ઉપર જ આધાર રાખવો પડે છે. વળી બાહ્ય પુરાવા અને દસ્તાવેજોમાં પણ તેમના જીવન સંબંધી વિશેષ સામગ્રી મળતી નથી. બાહ્ય પુરાતનતત્વોમાં મળી આવતા ઐતિહાસિક લેખો, પ્રશસ્તિ પત્રો, મૂર્તિલેખો, પરંપરાગત જનશ્રુતિ અને અન્ય લેખકોના ઉલ્લેખોના આધાર પર જે કાંઈ માહિતી ઉપલબ્ધ છે તેનો સારાંશ નીચે મુજબ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં કૌન્ડકુન્દપુર (કર્ણાટક)માં જન્મ થયો હતો. આપના માતા-પિતા કોણ અને તેમણે જન્મ વખતે આપનું શું નામ રાખ્યું હતું? તે તો જાણવા મળતું નથી, પણ તન્દિસંઘમાં દીક્ષિત હોવાથી દીક્ષા સમયે તેમનું ના પદ્મનન્દી રાખવામાં આવ્યું હતું. નંદિસંઘની પટ્ટાવલી પ્રમાણે વિક્રમ સંવત ૪૯માં આપ નદિસંઘમાં આચાર્ય પદ નસીન થયા અને મુનિ પદ્મનંદીથી આચાર્ય પદ્મનંદી થયા. વળી આપ કન્ડકુન્દપુર ના રહેવાસી હોવાથી આપને પણ કન્ડકુન્દપુરના આચાર્યના અર્થમાં કૌન્ડકદાચાર્ય કહેવા લાગ્યા, જે કર્ણપ્રિયતાની દ્રષ્ટિથી કાલાન્તર જતાં કુન્દ કુન્દ્રાચાર્ય થઈ ગયું. જો કે “આચાર્ય તે પદ છે પણ આપના નામની સાથે તે એવી રીતે એકમેક થઈ ગયું છે કે જાણે તે નામનો જ એક ભાગ ન હોય! આના સંદર્ભમાં ચંદ્રગિરિ પર્વત ઉપરના શિલાલેખમાંનો નીચેનો છંદ ઉલ્લેખનીય છે. મુનીન્દ્રોમાં શ્રેષ્ઠ પ્રભાવશાળી મહર્ણિક ગૌતમાદિ રત્નોની આચાર્ય પરંપરામાં નન્દિગણમાં ચારિત્રના ધણી, ચારણ ઋધ્ધિધારી “પદ્મનન્દી નામના મુનિરાજ થયા, તેમનું બીજું નામ “આચાર્ય” શબ્દ છે, અંતમાં “કૌન્ડકુન્દ’ હતું અર્થાત ‘કુન્દકુન્દાચાર્ય” હતું. ઉપરનાં છંદોમાં ત્રણ વસ્તુઓ અત્યંત સ્પષ્ટ છે– ૧) ગૌતમ ગણધરની પછી કોઈ બીજાનો ઉલ્લેખ ન કરતાં કન્ટકન્ડનો જ ઉલ્લેખ છે, જે દિગંબર પરંપરામાં તેમના સ્થાનને સૂચિત કરે છે. ૨) તેમને ચારણ ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. ૩) તેમનું પ્રથમ નામ “પદ્મનન્દી' હતું અને બીજું નામ “કુન્દકુન્દ આચાર્ય હતું. આચાર્ય' શબ્દ નામો જ ભાગ બની ગયો હતો. ઉપરોક્ત નામો સિવાય આપનાં બીજાં નામો પણ હતાં, જેવાં કે એલાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, ગૃધ્ધપિચ્છાચાર્ય વિગેરે કુન્દકુન્દ જેવા સમર્થ આચાર્યના ભાગ્યશાળી ગુરૂ કોણ હતા? આ વિષે બોધપાહુડની ૬ ૧ અને ૬ ૨મી ગાથામાં ઉલ્લેખ મળી આવે છે. ૬ ૧મી ગાથામાં આ વાત અત્યંત સ્પષ્ટ છે કે બોધપાહુડના કર્તા આચાર્ય કુન્દ કુન્દ ભદ્રબાહુના શિષ્ય હતા. વળી ૬ ૨મી ગાથામાં કહ્યું છે કે ભદ્રબાહુ અગિયાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાતા પંચમ શ્રુતકેવળી હતા. ત્યાં એમ પણ કહ્યું છે કે તેઓ કુન્દકુન્દના ગમકગુરુ (પરંપરાગુરુ) હતા, સાક્ષાત ગુરુ નહીં આવો જ ભાવ સમયસારની પ્રથમ ગાથામાં આ પ્રમાણે પ્રગટ કર્યો છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પ્રાપ્ત સર્વસિધ્ધોને વંદન કરીને શ્રુતકેવળી દ્વારા કથિત સમયપ્રાભૂતને કહીશ.” આ પ્રમાણે તો તેમને ભગવાન મહાવીરના શિષ્ય પણ કહી શકાય કારણ કે તેઓ ભગવાન મહાવીરના શાસન પંરપરાના આચાર્ય હતા. આ સંદર્ભમાં દર્શનસારની નીચેની ગાથા ઉપર ધ્યાન આપવું જોઇએ. “જો સીમંધરસ્વામી (મહાવિદેહમાં વિદ્યમાન તીર્થંકર દેવ)થી પ્રાપ્ત થએલું દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનન્દીનાથ (શ્રી કુન્દકુન્દાચાર્ય) બોધ આપ્યો ન હોત તો મુનિજનો સાચો માર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકતા?” આ ગાથાના આધાર ઉપર તેમને સીમંધર ભગવાનના શિષ્ય પણ કહી શકાય? અહીં એ પ્રશ્ન નથી કે તેમને કયાં કયાંથી જ્ઞાન પ્રાપ્ત થયું. પણ પ્રશ્ન એ છે કે તેમના દીક્ષાગુરુ કોણ હતા અને તેમને આચાર્યપદ કોના થકી પ્રાપ્ત થયું? જયસેન આચાર્યદેવે તેમને કુમારનંદી સિધ્ધાંતદેવના શિષ્ય બતાવ્યા છે અને નન્દીસંઘની પટ્ટાવલીમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. એમ પણ બની શકે છે કે આચાર્ય કુન્દ કુન્દ ની માફક તેમના દીક્ષાગુરૂનાં પણ બે નામ હોય. પંચાસ્તિકાય સંગ્રહની તાત્પર્યવૃત્તિ નામક સંસ્કૃત ટીકાના આરંભમાં જયસેનાચાર્યો નીચે પ્રમાણે લખ્યું છે. “શ્રી કુમારનન્દ્રિસિધ્ધાંત દેવના શિષ્ય પૂર્વ વિદેહ થઈ વીતરાગ સર્વજ્ઞ શ્રી સીમંધર સ્વામી તીર્થંકર પરમદેવનાં દર્શન કરી તેમના શ્રીમુખકમળથી નીકળેલી દિવ્યધ્વનિ સાંભળીને શુધ્ધાત્માદિ તત્ત્વોની સાથે પદાર્થોને ગ્રહણ કરનાર શ્રી પહ્મનન્દ આદિ છે.” ઉપરના લખાણમાં પ્રસિધ્ધકથાન્યાયના આધાર પર કુન્દન્દિના વિદેહગમનની ચર્ચા પણ કરી છે. આ ઉપરથી એ નક્કી થાય છે કે આચાર્ય જયસેનના સમયે (વિક્રમની બારમી સદીમાં) આ વાત અત્યંત અધિક પ્રસિધ્ધ હતી. વિક્રમની દશમી સદીના આચાર્ય દેવસેનના દર્શનસારની ગાથામાં પણ કુન્દકુન્દ્રાચાર્યના વિદેહગમનની ચર્ચા કરી છે. દર્શનસારના અંતમાં લખ્યું છે કે તેમને દર્શનસાર ગ્રન્થ પૂર્વાયની ગાથાઓનું સંકલન કરીને બનાવ્યો છે. આથી એ વાત અત્યંત સ્પષ્ટ થાય છે કે કુન્દકુન્દના વિદેહગમનની ચર્ચા કરતી ગાથા પણ દસમી શતાબ્દિથી બહુ પહેલાની હોઈ શકે છે. આ વિષે મૃતસાગરસૂરિનું લખાણ ઉલ્લેખનીય છે. “શ્રી પદ્મનન્દી, કુન્દકુન્દાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ગુપ્પપિચ્છાચર્ય પંચનામધારી, Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જમીનથી ચાર આંગળ ઉપર આકાશમાં ચાલવાની ૠધ્ધિના ધારક, પૂર્વીવદેહની પુણ્ડરીકિણી નગરીમાં બિરાજમાન સીમન્ધર બીજું નામ સ્વયંપ્રભ તીર્થંકરથી પ્રાપ્ત જ્ઞાનથી ભરતક્ષેત્રના ભવ્યજીવોને સંબોધિત કરનાર, શ્રી જિનચન્દ્રસૂરિ ભટ્ટારકના પટ્ટના આભરણ, કળિકાળસર્વજ્ઞ (શ્રી કુન્દકુન્તાચાર્ય) દ્વારા રચિત ષટપ્રાભૂત ગ્રંથમાં..” ઉપરોક્ત કથનમાં કુકુન્દનાં પાંચ નામ, પૂર્વ વિદેહગમન, આકાશગમન અને જિનચંદ્રચાર્યના શિષ્યત્વના ઉપરાંત તેમને કળિકાળ સર્વજ્ઞ પણ કહ્યા છે. આચાર્ય કુન્દકુન્દના સંબંધમાં પ્રચલિત કથાઓનું અવલોકન પણ આવશ્યક છે. ‘જ્ઞાન પ્રબોધ’માં પ્રાપ્ત કથાનો સંક્ષિપ્તસાર આ પ્રમાણે છે. “માલવદેશના વારાપુર નગરમાં રાજા કુમુદચંદ્ર રાજ કરતો હતો. તેની રાણીનું નામ કુમુદચંદ્રકા હતું. તેમના રાજયમાં કુન્દશ્રેષ્ઠી નામનો એક વણિક રહેતો હતો. તેની પત્નીનુ નામ કુન્દલતા હતું. તેમને એક કુન્દકુન્દ નામનો પુત્ર પણ હતો. બાળકોની સાથે રમતાં રમતાં તે બાળકે એક દિવસ ઉદ્યાનમાં બિરાજમાન જિનચંદ્ર નામના મુનિરાજનાં દર્શન કર્યાં અને તેમના ઉપદેશને અનેક નર-નારીઓ સાથે ઘણા ધ્યાનથી સાંભળ્યો. અગિયાર વર્ષનો આ બાળક કુકુન્દ તેમના ઉપદેશથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેમની પાસે દીક્ષા અંગિકાર કરી. પ્રતિભાશાળી શિષ્ય કુન્દ કુન્દને જિનચંદ્રાચાર્યે ૩૩ વર્ષની ઉમ્મરમાં જ આચાર્યપદ પ્રદાન કર્યું. ઘણા ઊંડાણથી ચિંતન કરવા છતાં પણ આચાર્ય કુન્દકુન્દને કોઇ જ્ઞેય સ્પષ્ટ થતું નહોતું. તેના ચિંતનમાં મગ્ન કુકુન્દે વિદેહક્ષેત્રમાં વિદ્યમાન તીર્થંકર સીમંધર ભગવાનને નમસ્કાર કર્યા. ત્યાં સીમંધર ભગવાનના શ્રીમુખથી સહજ જ ‘સધ્ધર્મવૃધ્ધિરસ્તુ’ પ્રસ્ફુટિત થયું. સમવસરણમાં ઉપસ્થિત શ્રોતાઓને ઘણું આશ્ચર્ય થયું કે નમસ્કાર કરવાવાળા વગર કોને આશીર્વાદ આપવામાં આવી રહ્યો છે? આ પ્રશ્ન બધાના હૃદયમાં સહજ જ ઉપસ્થિતિ થઇ રહ્યો હતો. ભગવાનની વાણીમાં સમાધાન આવ્યું કે ભરતક્ષેત્રના આચાર્ય કુકુન્દને આ આર્શીવાદ આપવામાં આવ્યા હતા. ત્યાં કુન્દકુન્દના પૂર્વભવના બે મિત્રો ચારણૠધ્ધિધારી મુનિરાજ ઉપસ્થિત હતા. તેઓ આચાર્ય કુન્દકુન્દને ત્યાં લઇ ગયા. માર્ગમાં કુન્દકુન્દની મયુરપિછિ પડી ગઇ, ત્યારે તેમણે ગૃઘ્ધપિછિથી કામ ચલાવી લીધું. તેઓ ત્યાં સાત દિવસ ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રહ્યા. ભગવાનના દર્શન અને દિવ્યધ્વનિ-શ્રવણથી તેમની સમસ્ત શંકાઓનું સમાધાન થઈ ગયું. કહે છે કે, પાછા ફરતી વખતે તે કોઈ ગ્રંથ પણ સાથે લાવ્યા હતા, પણ તે માર્ગમાં જ પડી ગયો. તીર્થોની યાત્રા કરતાં કરતાં તે ભરતક્ષેત્રમાં પાછા આવી ગયા. તેમનો ધમપદેશ સાંભળીને સાતસો સ્ત્રી-પુરુષોએ દીક્ષા અંગિકાર કરી. થોડા સમય પછી ગિરનાર પર્વત ઉપર શ્વેતાંબરની સાથે તેમનો વિવાદ થયો, ત્યારે બાહ્મીદેવીએ સ્વીકાર કર્યો કે દિગંબર નિગ્રંથ માર્ગ જ સાચો છે. અંતમાં પોતાના શિષ્ય ઉમાસ્વામીને આચાર્ય પદ પ્રદાન કરીને સ્વર્ગવાસી થઈ ગયા. એક કથા “પુણ્યાસ્ત્રવ કથાકોષમાં આવે છે, જેનોસાર નીચે મુજબ છે“ભરતખંડના દક્ષિણદેશમાં “પિડથનાડૂ' નામનો પ્રદેશ છે. તે પ્રદેશના અંતર્ગત કુરુમરઈ નામના ગામમાં કરમંડુ નામનો ધનિક વણિક રહેતો હતો. તેની પત્નીનું નામ શ્રીમતી હતું. તેમના ત્યાં એક ગોવાળિયો રહેતો હતો, જે તેમનાં પશુઓ ચરાવ્યા કરતો હતો. તે ગોવાળિયાનું નામ મતિવરણ હતું. એક દિવસ જયારે તે પોતાનાં ઢોર જંગલમાં લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેણે ઘણા આશ્ચર્યથી જોયું કે આખું જંગલ દાવાનળ લાગવાથી બળીને ભસ્મ થઈ ગયું હતું, પરંતુ મધ્યમાં થોડાં વૃક્ષો લીલાછમ હતાં. તેનું કારણ જાણવાની તેને ઘણી ઉત્સુકતા થઈ. તે જયારે તે સ્થાન પાસે ગયો ત્યારે તેને ખબર પડી કે તે સ્થાન કોઈ મુનિરાજનું નિવાસસ્થાન હતું અને ત્યાં એક પેટીમાં આગમ ગ્રંથ રાખ્યા હતા. તે ભણેલો નહોતો. તેણે વિચાર કર્યો કે આ આગમના કારણે જ આ સ્થાન આગથી બચી ગયું છે. તેથી તે આગમોને ઘણા આદરભાવથી ઘરે લઈ આવ્યો, અને પોતાના શેઠના ઘરમાં એક પવિત્ર સ્થાન ઉપર બિરાજમાન કર્યા અને પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યો. કેટલાક દિવસો પછી એક મુનિ તેમના ઘરે પધાર્યા. શેઠ તેમને ઘણા ભક્તિભાવથી આહાર આપ્યો. તે વખતે તે ગોવાળિયાએ તે આગમ તે મુનિને પ્રદાન કર્યા. તે દાનથી મુનિ ઘણા પ્રસન્ન થયા અને તેમણે તે બન્ને ને આશીર્વાદ આપ્યા કે તે ગોવાળિયો શેઠના ઘરમાં પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં સુધી શેઠને કોઈ પુત્ર નહોતો. મુનિના આર્શીવાદ અનુસાર તે ગોવાળિયાએ શેઠના ઘરમાં પુત્રરૂપે જન્મ લીધો અને મોટો થતાં મહાન મુનિ અને તત્ત્વજ્ઞાની થયો. તેનું નામ કુન્દકુન્દ્રાચાર્ય હતું. ત્યાર પછી પૂર્વવિદેહ જવાની વાત ઉપર પ્રમાણે જ વર્ણવેલી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આવી જ મળતી આવતી કથા “આરાધના કથાકોશ'માં પ્રાપ્ત થાય છે. તેથી ઉપરોક્ત ઉલ્લેખો અને કથાઓના આધાર પર એટલું તો નિઃસંકોચ કહી શકાય કે આચાર્ય કુન્દકુન્દ દિગંબર આચાર્ય પરંપરાના ચૂડામણિ હતા. તે ગત બે હજાર વર્ષમાં થએલા દિગંબર આચાર્યો, સંતો, આત્માર્થી વિદ્વાનો અને આધ્યાત્મિક સાધકોના આદર્શ રહ્યા છે, માર્ગદર્શક રહ્યા છે, ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરના સમાન પ્રાતઃસ્મરણીય રહ્યા છે, કળિકાળ-સર્વજ્ઞના રૂપમાં સ્મરણ કરવામાં આવે છે. તેમણે આ જ ભવમાં સદેહે વિદેહક્ષેત્ર જઈ સીમંધર અરહંત પરમાત્માનાં દર્શન કર્યા. તેમની દિવ્યધ્વનિને સાક્ષાત સાંભળી, તેઓ ચારણઋધ્ધિના ધારક હતા. તેથી તો કવિવર વૃન્દાવનદાસને કહેવું પડ્યું કે હુએ હૈ ન હોકિંગે મુનિન્દ કુન્દકુન્દ સે” પાછળના બે હજાર વર્ષોમાં કુન્દકુન્દ જેવા પ્રતિભાશાળી, પ્રભાવશાળી, પેઢીઓ સુધી પ્રકાશ ફેલાવવા સમર્થ આચાર્ય ન તો થયા છે અને પંચમકાળના અંત સુધી થવાની સંભાવના પણ નથી. અહીં એક પ્રશ્ન સ્વાભાવિક ઉદ્ભવે કે જો આચાર્ય કુન્દકુન્દ સદેહે વિદેહ ગાયા હતા, તેમણે સીમન્વર પરમાત્માનો સાક્ષાત્ દર્શન કર્યા હતાં, તેમની દિવ્યધ્વનિ સાંભળી હતી, તો તેમણે આ ઘટનાનો સ્વયં ઉલ્લેખ કેમ કર્યો નહીં? આ કોઈ સાધારણ વાત નહોતી કે જેની કોઈ ઉપેક્ષા કરી શકાય. એટલું જ નહીં પણ પોતાના મંગળાચરણમાં પણ તેમણે અરહંત પદ પર બિરાજમાન સીમન્વર પરમેષ્ઠીનું વિશેષરૂપથી નામોલ્લેખપૂર્વક સ્મરણ પણ કર્યું નથી. બીજી પણ એક વાત એ છે કે તેમણે પોતાને ભગવાન મહાવીર અને અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાથી બુધ્ધિપૂર્વક જોયા છે. દાખલા તરીકેસમયસાર ગાથા-૧માં કહ્યું કે “શ્રુતકેવળીઓ દ્વારા કહેલ સમયસાર નામક પ્રાભૂત કહીશ” નિયમસાર ગાથા-૧ માં કહ્યું કે, “કેવળી તથા શ્રુતકેવળી દ્વારા કથિત નિયમસાર કહીશ.” અષ્ટપાહુડના દર્શને પાહુડની ગાથા-૧માં કહ્યું છે કે “ઋષભદેવ આદિ તીર્થકર અને વર્ધમાન અંતિમ તીર્થકરને નમસ્કાર કરી યથાક્રમ સંક્ષેપમાં દર્શનમાર્ગને કહીશ” પ્રવચનસાર ગાથા-૧માં કહ્યું કે, “ધર્મતીર્થના કર્તા ભગવાન વર્ધમાનને નમસ્કાર કરું છું.” ઉપરના મંગળાચરણોથી એક વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે આચાર્ય કુન્દકુન્દ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના તીર્થકરોનાં તો નામ લઈ સ્મરણ કર્યું છે પરંતુ જંબુદ્વીપના ભરતક્ષેત્રના સિવાય અન્ય ક્ષેત્રોના તીર્થકરોનાં નામ લઈ કયાંય પણ યાદ કર્યા નથી. માત્ર પ્રવચનસારમાં નામ લીધા વગર જ માત્ર એટલું કહ્યું કે, “મનુષ્યક્ષેત્ર અર્થાત અઢી દ્વીપમાં વિદ્યમાન અરહંતોને વંદના કરું Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આમ પ્રતિજ્ઞાવાક્યોમાં કેવળી અને શ્રુતકેવળીની વાણીના અનુસાર ગ્રંથ લખવાની વાત કહી છે. અહીં નિશ્ચિતરૂપથી કેવળીના રૂપમાં ભગવાન મહાવીરને યાદ કર્યા છે, કારણકે શ્રુતકેવળીની વાત કરી તેમણે સાફ કહી દીધું છે કે શ્રુતકેવળીઓના માધ્યમથી પ્રાપ્ત કેવળી ભગવાનની વાત હું કહીશ. તે જ કારણથી તેમણે ભદ્રબાહુ કેવળીને પોતાના ગમગુરુ સ્વીકાર કર્યા છે. તો પછી સીમંધર ભગવાનની વાણી સાંભળી સમયસાર ગ્રંથ લખ્યો છે તે વાત કેવી રીતે સિધ્ધ કરી શકાય?. આ શંકાનું સમાધાન કરવા માટે આપણે થોડા ઉડાણમાં જવું પડશે. આચાર્ય કુન્દકુન્દ બહુ જ ગંભીર પ્રકૃતિના નિરાભિમાની જવાબદાર આચાર્ય હતા. તેથી પોતાના થોડા યશ લાભ માટે તેઓ એવું કોઈ કામ કરવા માંગતા નહોતા કે જેથી સંપૂર્ણ આચાર્ય પંરપરા અને દિગંબર દર્શનને અસર પડે. જો તેઓ એમ કહેતા કે મારી વાત એટલા માટે પ્રમાણિક છે, કારણકે મેં સીમંધર પરમાત્માનાં દર્શન કર્યા હતા, તેમની દિવ્ય ધ્વનિનું સાક્ષાત શ્રવણ કર્યું હતું, તો તે આચાર્યોની પ્રમાણિકતાને હાનિ પહોંચતી જેમને સીમંધર ભગવાનના દર્શનનો લાભ મળ્યો નથી અથવા જેઓ એ સીમંધર પરમાત્મા પાસેથી સાક્ષાત તત્ત્વશ્રવણ કર્યું નથી, જે કોઈ પણ રીતે યોગ્ય નહોતું. બીજી વાત એ પણ હતી કે વિદેહક્ષેત્ર તો તેઓ મુનિ થયા પછી ગયા હતા. વસ્તુસ્વરૂપનું સાચું પરિજ્ઞાન તો તેમને પહેલેથી જ થઈ ચૂક્યું હતું. એ પણ શક્ય છે કે તેમને પોતાના અમુક ગ્રન્થોની રચના પહેલાં જ કરી લીધી હોય. પહેલાના નિમિત ગ્રન્થોમાં તો ઉલ્લેખનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી અને જો પછીના નિર્મિત ગ્રન્થોમાં ઉલ્લેખ કરતા તો પહેલાના ગ્રન્થોની પ્રમાણિકતા પર પ્રશ્નચિન્હ લાગી જતે. તેથી તેમણે જાણી જોઈને પોતાને મહાવીર અને ભદ્રબાહુ શ્રુતકેવળીની આચાર્ય પરંપરાથી જોડયા. આચાર્ય કુન્દકુન્દ પોતાને જો સીમન્વર પરમાત્માથી જોડતે તો દિગંબરો વિદેહક્ષેત્રની પરંપરાના જૈન કહેવાતા, કારણકે કુન્દકુન્દ દિગંબરોના સર્વમાન્ય આચાર્ય હતા. આમ ચોવીસ તીર્થકરોની પરંપરાના વારસાનો દાવો શ્વેતાંબર સમાજ કરવા લાગત. તેથી દિગંબર પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાવાળા આચાર્ય કુન્દન્દિને એ વારંવાર જાહેર કરવું પડયું કે તેઓ અને તેમના ગ્રંથો ભગવાન મહાવીર, ગૌતમ ગણધર અને શ્રુતકેવળી ભદ્રબાહુની પરંપરાના જ છે, આ અત્યંત જરૂરી હતું. કોઈ પણ રૂપમાં દિગંબરોનો સંબંધ ભરતક્ષેત્રથી તૂટી ને વિદેહક્ષેત્રથી જોડાઈ ન જાય, આ વાતને ધ્યાનમાં રાખીને જ કુન્દકુન્દ વિદેહક્ષેત્રના ગમનની ઘટના નો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં પણ ન કર્યો હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ન બીજું, આ તેમની વિશુધ્ધ વ્યક્તિગત ઉપલબ્ધિ હતી. વ્યક્તિગત ઉપલબ્ધિઓનો સામાજિક ઉપયોગ ન તો ઉચિત છે કે ન તો આવશ્યક છે. તેથી તેઓ તેનો ઉલ્લેખ કરીને તેને જાહેર ચર્ચાનો વિષય બનાવવા માંગતા ન હોતા. વિદેહગમનની ઘોષણાના આધાર પર તેઓ પોતાને મહાન પૂરવાર કરવા માંગતા નહોતા. તેમની મહાનતા તેમના જ્ઞાન, શ્રધ્ધાન અને આચારણના આધાર પર જ પ્રતિષ્ઠિત છે. આ પણ એક કારણ હતું કે તેમણે વિદેહગમનની ચર્ચા સુધ્ધાં કરી નથી. તે સમયે લોકમાં આ વાત તો પ્રસિધ્ધ હતી જ અને જો તેઓ પોતે તેનો જરા પણ ઉલ્લેખ કરતા તો આ વાતનો પ્રચાર પ્રસાર એટલો બધો વધી જાત કે તેનાથી જૈન શાસનને લાભ કરતાં હાનિ થવાનો પ્રસંગ બનતે. જો કોઇ આચાર્ય પાસે થી તેમની વાતનો પુરાવો માંગતે તો આચાર્ય શું પ્રમાણ રજુ કરતા ફરતા? આ સ્થિતિ કાંઇ સારી તો ન જ થાત. તેથી આચાર્યદેવે તેમની વિદેહગમનની ચર્ચા ન કરીને સારુંજ કર્યું છે. વળી વિદેહક્ષેત્ર જનારા આચાર્ય કુકુન્દ એકલા તો નહોતા જ. તેમના પછી પૂજયપાદ આચાર્ય પણ વિદેહક્ષેત્રે જઇ સીમન્ધર પરમાત્માનાં દર્શન કરી તેમની દિવ્યધ્વનિ સાંભળી પાછા આવ્યા હતા. કુન્દકુન્દ આચાર્યના વિદેહક્ષેત્ર ગમનની ઘટનાને અપ્રમાણિક કહેવું દેવસેના અને જયસેનાચાર્ય જેવા મહાન આચાર્યો ઉપર અવિશ્વાસ દર્શાવવા સિવાય બીજું શું કહેવાય? પ્રાપ્ત થએલા શિલાલેખો અને ઉપરોકત આચાર્યોના કથનો ના આધારે એટલું તો સહજ સિધ્ધ જ છે કે તે સદેહે વિદેહ ગયા હતા અને તેઓએ સીમન્ધર પરમાત્માનાં સાક્ષાત દર્શન કર્યાં હતાં, તેમની દિવ્યધ્વનિનું શ્રવણ કર્યું હતું. શ્રી વર્ધમાન સ્વામીના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, તેમાં અંતિમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી થયા. તેમની પરંપરામાં એક તો ધરસેન નામના મુનિ થયા. તેમને અગ્રાયણી પૂર્વના પાંચમાં વસ્તુ અધિકારમાં મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતનું જ્ઞાન હતું. તેમણે આ પ્રાભૂત ભૂતબલી અને પુષ્પદંત નામના મુનિઓને શીખડાવ્યું, આ બન્ને મુનિઓએ આગામી કાળ-દોષથી બુધ્ધિની મંદતા જાણી તે પ્રાભૂત અનુસાર ષટખંડસૂત્રની પુસ્તકરૂપે રચના કરી. તેમના પછી જે વીરસેન મુનિ થયા, તેમણે તે સૂત્રોને વાંચીને વિસ્તારથી ટીકા કરીને ધવલ, મહાધવલ, જયધવલ, આદિ સિધ્ધાંતોની રચના કરી. તેમના પછી તે ટીકાઓને વાંચીને શ્રી નેમિચંદ્ર આદિ આચાર્યોએ ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણસાર આદિ શાસ્ત્ર બનાવ્યાં. Jain Educationa International ८ For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આ પ્રથમ સિધ્ધાંતની ઉત્પત્તિ થઇ. તેમાં જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થએલી આત્માની સંસાર પર્યાયનું ગુણસ્થાન, માર્ગસ્થાન આદિ રૂપમાં સંક્ષેપથી વર્ણન છે. આ કથન તો પર્યાયાર્થિકનયને મુખ્ય કરીને છે. આ જ નયને અશુધ્ધ દ્રવ્યાર્થિક નય પણ કહે છે તથા તેને અધ્યાત્મ ભાષામાં અશુધ્ધ નિશ્ચયનય અથવા વ્યવહારનય પણ કહે છે. ભદ્રબાહુ સ્વામીની પરંપરામાં જ બીજા ગુણધર નામના મુનિ થયા. તેમને જ્ઞાનપ્રવાદ પૂર્વના દશમા વસ્તુ અધિકારના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તેમની પાસેથી તે પ્રાભૂતને નાગહસ્તિ નામના મુનિએ વાંચ્યું. તે બન્ને મુનિઓ પાસેથી યતિનાયક નામના મુનિએ વાંચીને તેની ચૂર્ણિકારૂપે છ હજાર સૂત્રોના શાસ્ત્રની રચના કરી, જેની ટીકા સમુધ્ધરણ નામના મુનિએ બાર હજાર સૂત્ર જેટલી કરી. આમ આચાર્યોની પરંપરાથી કુન્દકુન્દ મુનિ ઉપરોક્ત શાસ્ત્રોના જાણકાર થયા. આવી રીતે આ દ્વિતીય સિધ્ધાન્તની ઉત્પત્તિ થઇ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુધ્ધદ્રવ્યાર્થિકનયનું કથન છે. અધ્યાત્મભાષામાં આત્માનો જ અધિકાર હોવાથી તેને શુધ્ધનિશ્ચયનય તથા પરમાર્થ પણ કહે છે. તેમાં પર્યાયાર્થિકનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યો છે. આ જીવને જયાં સુધી પર્યાયબુધ્ધિ રહે છે ત્યાં સુધી સંસાર રહે છે. જયારે શુઘ્ધનયનો ઉપદેશ સાંભળી તેને દ્રવ્યબુધ્ધિ થાય છે તથા પોતાના આત્માને અનાદિ-અનંત, એક, સર્વ પરદ્રવ્યો અને પરભાવોના નિમિત્તથી ઉત્પન્ન થએલા પોતાના ભાવોથી ભિન્ન જાણે છે અને પોતાના શુધ્ધસ્વરૂપ નો અનુભવ કરીને શુધ્ધોપયોગમાં લીન થાય છે, ત્યારે આ જીવ કર્મોનો અભાવ ફરીને નિર્વાણ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આ દ્વિતીય સિધ્ધાન્તની પરંપરામાં શુધ્ધનયનો ઉપદેશ દેવા વાળાં પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, પરમાત્મ પ્રકાશ આદિ શાસ્ત્ર છે, તેમાં સમયપ્રાભૂત નામનું શાસ્ત્ર પ્રાકૃત ભાષામાં ગાથાબધ્ધ છે જેની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા શ્રી અમૃતચન્દ્રાચાર્યે કરી છે. જે ભવ્યજીવ તેનું વાંચન કરશે, અભ્યાસ કરશે, શ્રવણ ક૨શે તથા તેનું તાત્પર્ય હૃદયમાં ધારણ કરશે, તેને મિથ્યા ત્વનો અભાવ થઇ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. આચાર્ય કુન્દકુન્દની સમક્ષ સૌથી મહત્વપૂર્ણ બે જવાબદારી હતી. એક તો દ્વિતીય શ્રુતસ્કન્ધરુપ પરમાગમ (અધ્યાત્મ-શાસ્ત્ર)ને લિપિબધ્ધ કરી વ્યવસ્થિત કરવાં અને બીજું શિથિલાચારના વિરૂધ્ધ મજબૂત આંદોલન ઉઠાવી તેના સામે કઠોર પગલાં લેવાં. બન્ને જવાબદારીઓ તેમણે ઘણીજ સુંદર રીતે પાર પાડી. પ્રથમ શ્રુતસ્કન્ધરુપ આગમની રચના ધરસેનાચાર્યના શિષ્યો પુષ્પદંત અને ભૂતબલી દ્વારા થઇ, દ્વિતીય શ્રુતસ્કન્ધરૂપ પરમાગમનું ક્ષેત્ર ખાલી હતું. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મુક્તિમાર્ગનું મૂળ તો પરમાગમ જ છે. તેથી તેનું વ્યવસ્થિત થવું આવશ્યક જ નહી પણ અનિવાર્ય હતું, જે કુન્દકુન્દ જેવા પ્રખર વિદ્વાન આચાર્ય જ કરી શકે તેમ હતું. જિનાગમમાં બે પ્રકારના મૂળનય બનાવ્યા છે:- નિશ્ચય-વ્યવહાર અને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી અને પ્રવચનસાર તથા પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરીને તેમણે અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ-બન્નેને ઘણી જ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. તેમના આ મહાન ગ્રંથો ભવિષ્યના ગ્રંથકારો માટે આજ સુધી આદર્શરૂપ રહ્યા છે અને માર્ગદર્શક પુરવાર થયા છે. અષ્ટપાહુડમાં તેમના પ્રશાસકરૂપનું દર્શન થાય છે. તેમાં તેમણે શિથિલાચાર વિરૂધ્ધ કઠોર ભાષામાં તે પરમસત્યનું ઉદ્ઘાટન કર્યું કે જેના વિના સાધકોને ભટકી જવાના અધિક પ્રસંગો હતા. કુન્દકુન્દ આચાર્યોના ગ્રંથો ફક્ત દિગંબર સમાજમાંજ નહીં પણ શ્વેતાંબર અને સમસ્ત જૈન સમાજના પ્રત્યેક તત્ત્વચિવાન જીવોમાં અત્યંત અહોભાવથી વંચાય છે અને ઉડાણથી અભ્યાસ થાય છે. આ ગ્રંથોનું વાંચન, ચિંતવન અને નિદિધ્યાસન શ્વેતાંબર સમાજમાં પ્રચલિત અને લોકપ્રિય છે તેનો અર્થ એમ નથી કે તે ગ્રંથો વાંચનારા અધ્યાત્મર્થી ભાઇઓ અને બ્યુનો શ્વેતાંબર મટી દિગંબર થઇ ગયા. શ્વેતાંબર અથવા દિગંબર કૂળ તો જન્મ થી મળે છે પણ માન્યતા પોતાને આધિન છે. શ્વેતાંબર મૂળમાં રહી દિગંબર માન્યતા હોવી તે વિરોધાભાસ નથી. શ્વેતાંબર સમાજે જ પૂજય કાનજી સ્વામી જેવા સત્પુરૂષને આખા જૈન સમાજને આપ્યા. જો શ્રી કાનજી સ્વામી પેદા ન થયા હોત તો દિગંબર જૈન સમાજમાં પણ કુકુન્દના સાહિત્યનો પ્રચાર ન હોત. કુન્દકુન્તાચાર્ય ના ગ્રંથોનુ ઘેર ઘેર વાંચન, ચર્ચા આજે થતી હોય તો તેનું અખંડ શ્રેય પૂજય શ્રી કાનજી સ્વામીને જ જાય છે. આજે કુન્દકુન્દના ગ્રંથો ફક્ત દિગંબર સમાજનો જ વા૨સો ન રહેતાં આખા જૈન સમાજની પૂંજી બની ગઇ છે. તે ગ્રંથો વાંચનારા ફક્ત દિગંબર સમાજનાજ ભાઇઓ છે અથવા તેઓએ પરિવર્તન કરી દિગંબર સમાજમાં પ્રવેશ કર્યો છે તેમ માનવું યોગ્ય નથી; ભલે તે વાંચ્યા પછી તેમની માન્યતા, શ્રધ્ધા, રુચિ અને વર્તન તે ગ્રંથોના ઉપદેશ અનુરૂપ પલટી ગઇ હોય. કુન્દકુન્દચાર્ય વિષે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ઉદ્ગરો અહીં દ્દષ્ટવ્ય છે. “કુન્દકુન્દ્રાચાર્ય.. તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.” Jain Educationa International ને સિધ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુન્દકુન્તાચાર્યજી ૧૦ For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ “હે કુન્દકુન્દાદિ આચાયો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તા માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” આચાર્ય કુન્દકુન્દના આ મહા ઉપકારી ગ્રંથોને દિગંબર પરંપરાના ગણીને શ્વેતાંબર સમાજે કદી લેશ માત્ર પણ અવગણના કરવા યોગ્ય નથી. આચાર્ય કુન્દકુન્દદ્વારા રચિત અત્યારે ઉપલબ્ધ સાહિત્ય નીચે પ્રમાણે છે:૧) સમયસાર (સમયપાહુડી ૨) પ્રવચનસાર (પવયણસારો) ૩) નિયમસાર (ણિયમસારો) ૪) પંચાસ્તિકાય સંગ્રહ (પંચત્યિકાય સંગહો) ૫) અષ્ટપાહુડ (અઠ પાહુડ). આ ઉપચંત દ્વાદશાનુપ્રેક્ષા અને દેશભક્તિ પણ તેમની કૃતિઓ માનવામાં આવે છે. તેમજ રયણસાર અને મૂલાચાર પણ આપની રચનાઓ કહેવાય છે. કોઈ તો કુરલ કાવ્યને પણ આપની કૃતિ માને છે. ઉલ્લેખોના આધાર પર કહી શકાય કે તેમણે પટખંડાગમના પ્રથમ ત્રણ ખંડો ઉપર “પરિકર્મ' નામની ટીકા લખી હતી પણ તે આજે ઉપલબ્ધ નથી. અષ્ટપાહુડમાં નીચે લખેલા આઠ પાહુડનો સંગ્રહ છે:- ૧) દર્શન પાહુડ ૨) સૂત્રપાહુડ ૩) ચારિત્રપાહુડ ૪) બોધપાહુડ ૫) ભાવપાહુડ ૬) મોક્ષપાહુડી ૭)લિંગપાહુડ અને ૮) શીલ પાહુડ. સમયસાર જૈન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક અદ્વિતીય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયસંગ્રહ પણ જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાનું વિશેષ વિવેચન કરતા જિનાગમના મૂલ ગ્રંથરાજ છે. આ ત્રણે ગ્રંથરાજોને નાટકત્રયી, પ્રાભૂતત્રયી અથવા કુન્દકુન્દત્રયી પણ કહેવામાંઆવે છે. ઉક્ત ત્રણ ઝાંથરાજો ઉપર કુન્દકુન્દના લગભગ એક હજાર વર્ષ પછી એટલે આજથી એક હજાર વર્ષ પહેલાં આચાર્ય અમૃતચંદ્રદેવે સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાય સંગ્રહ ઉપર આચાર્ય અમૃચંદ્ર લખેલી ટીકાઓનાં સાર્થક નામો અનુક્રમે “આત્મખ્યાતિ, ‘તત્ત્વપ્રદીપિકા' અને “સમયવ્યાખ્યા' છે. આ ત્રણે ગ્રંથો ઉપર આચાર્ય અમૃતચંદ્ર પછી લગભગ ત્રણસો વર્ષ બાદ આચાર્ય જયસેને લખેલી તાત્પર્યવૃત્તિ નામની સરળ અને સુબોધ ટીકાઓ પણ ઉપલબ્ધ છે. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર ઉપર પરમવૈરાગી મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવે વિક્રમની બારમી સદીમાં સંસ્કૃત ભાષામાં ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા લખી. તે ટીકા વૈરાગ્યભાવ અને શાંતરસથી તરબોળ છે, જુદી જ જાતની અદ્ભૂત ટીકા છે. અષ્ટપાહુડના આરંભિક છ પાહુડો ઉપર વિક્રમની સોળમી સદીમાં લખેલી ભટ્ટારક શ્રુતસાગરની સંસ્કૃત ટીકા પ્રાપ્ત છે, જે ષટ્યાહુડના નામથી જાણીતિ છે. ષપાહુડ કોઇ સ્વતંત્ર કૃતિ નથી, પણ અષ્ટપાહુડના આરંભિક છ પાહુડો જ ષટ્યાહુડના નામથી ઓળખાય છે. સમયસારની આચાર્ય અમૃતચંદ્ર કૃત આત્મખ્યાતિમાં સમાવેલ કલશો (છંદો) ઉપર પાંડે રાજમલજીએ વિક્રમ સંવત ૧૬૫૩માં લોકભાષા ઢૂંઢારીમાં એક બાલબોધની ટીકા લખી, જે કળશોનું ગૂઢ રહસ્ય ખોલવામાં અદ્ભૂત છે. તેમાંથી પ્રેરણા મેળવી અને તેનો ઘણો આધાર લઇ કવિવર પંડિત બનારસીદાસજીએ વિક્રમ સંવત ૧૬૯૩માં સમયસાર નાટક નામના ગ્રંથની પદ્યમય રચના કરી છે જે આજે પણ અધ્યાત્મ પ્રેમિઓને કઠસ્થ છે. તેમના પછી પંડિતપ્રવર જયચંદજી છાબડાએ વિક્રમ સંવત ૧૮૬૪માં આત્મખ્યાતિ સહિત સમયસારની ભાષા ટીકા બનાવી, જે આજ પણ સર્વ થી અધિક વંચાય છે. અષ્ટપાહુડની પણ જયચંદજી છાબડા કૃત ભાષા ટીકા ઉપલબ્ધ છે. અષ્ટપાહુડનો સ્વાધ્યાય આજે પણ તેના આધારે કરવામાં આવે છે. આમ તત્ત્વપ્રદીપિકા સહિત પ્રવચનસાર ઉપર પાંડે હેમરાજજીની ભાષા ટીકા તથા કવિવર વૃન્દાવનદાસજી અને મહાકિવ ગોદી ભાવશા છન્દાનુવાદ પણ ઉપલબ્ધ છે. આચાર્ય કુન્દકુન્દનો સાચો પરિચય તો તેમના ગ્રંથોમાં પ્રતિપાદિત વિષયવસ્તુ છે જેને જાણીને જૈનદર્શનના મર્મને સારી રીતે સમજી શકાય છે. તેથી તેમનાં રચિત પંચ પરમાગમોમાં પ્રતિપાદિત વિષયવસ્તુનો સંક્ષિપ્તસાર આપવો અત્યંત આવશ્યક છે. Jain Educationa International ૧૨ For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયસાર જો આચાર્ય કુન્દકુન્દ દિગંબર જૈન આચાયોની પરંપરામાં શિરોમણી છે તો શુધ્ધાત્માનો પ્રતિપાદક તેમનો આ ગ્રન્થાધિરાજ સમયસાર સંપૂર્ણ જૈન કથનમાં અગ્રેસર છે. આચાર્ય અમૃતચંદ્ર તેના માટે આત્મખ્યાતિ-કળશ ૨૪૫માં કહ્યું કે તે જગતનું અદ્વિતીય અક્ષય ચક્ષુ છે, તથા તેની મહિમા માટે આત્મખ્યાતિ કળશ-૨૪૪માં કહ્યું કે સમયસાર થી મહાન આ જગતમાં કાંઈ પણ નથી. આચાર્ય કુન્દકુન્દ પોતે તેની છેલ્લી ગાથા ૪૧પમાં તેના અધ્યયનનું ફળ બતાવતાં કહે છે કે, , “આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને ઠરશે અરથમાં આત્મા છે, સૌખ્ય ઉત્તમ તે થશે.” જે જીવ આ સમયસાર ગ્રંથનો અભ્યાસ કરી, તેમાં પ્રતિપાદિત આત્મ વસ્તુનો અર્થ અને તત્ત્વ જાણી, તે આત્મવસ્તુમાં સ્થિરતા કરે છે, પોતાને તેમાં સ્થાપે છે, તે જીવ ઉત્તમ સુખ અર્થાત અતીન્દ્રિય અનંત આનંદને પ્રાપ્ત કરે છે. આચાર્ય જયસેન પ્રમાણે આચાર્ય કુન્દકુન્દ સંક્ષેપરુચિવાળા શિષ્યો માટે પંચાસ્તિકાય, મધ્યમરુચિવાળા શિષ્યો માટે પ્રવચનસાર અને વિશેષરુચિવાળા શિષ્યોમાટે આ ગ્રંથાધિરાજ સમયસારની રચના કરી છે. આ ગ્રંથાધિરાજ ઉપર પહેલેથી છેલ્લે સુધી સોળવાર સભામાં વ્યાખ્યાન આપી આ કાળમાં તેને ઘરઘર પહોંચાડનાર આધ્યાત્મિક સત્યરુષ શ્રી કાનજી સ્વામી કહેતા હતા કે, “આ સમયસાર શાસ્ત્ર આગમોનો આગમ છે, લાખો શાસ્ત્રોનો સાર તેમાં છે. આ જૈનશાસનનો સ્તંભ છે, સાધકોની કામધેનું છે, કલ્પવૃક્ષ છે. તેમાંની પ્રત્યેક ગાથા છકે સાતમે ગુણસ્થાને ઝૂલાતા મહામુનિના આત્મ અનુભવમાંથી નીકળેલી છે.” આ ગ્રંથાધિરાજના મૂળ વિષયમાં નવતત્ત્વોના નિરૂપણના માધ્યમથી નવતત્ત્વોમાં છૂપાયેલી પરમશુધ્ધનિશ્ચયનયની આત્મ જયોતિ છે કે જેના આશ્રયથી નિશ્રય સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આચાર્યદેવ પૂર્વાંગમાં જ કહે છે કે હું પોતાના સંપૂર્ણ વૈભવથી તે એકત્વવિભક્ત આત્માનું દિગ્દર્શન કરીશ, જે ન તો પ્રમત્ત છે, ન અપ્રમત્ત છે, ન જ્ઞાન છે, ન દર્શન છે, ન ચારિત્ર છે, માત્ર અભેદ-અખંડ એક જ્ઞાયકભાવરુપ છે, પરમશુધ્ધ છે. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પરમધ્યાનનું ધ્યેય, એકમાત્ર શ્રધ્યેય, તે ભગવાન આત્મા ન તો કર્મથી બંધાયેલો છે કે ન તો કોઈ પદાર્થ તેને સ્પર્શ કરી શકે છે. તે ધ્રુવતત્ત્વ પરથી સંપૂર્ણ અસંયુક્ત, પોતામાં જ પુર્ણ, પોતામાં અનન્ય અને સમસ્ત વિશેષોથી રહિત છે. પરથી ભિન્ન અને પોતાનામાં અભિન્ન એવા ભગવાન આત્મામાં પ્રદેશભેદ, ગુણભેદ અને પર્યાયભેદનો પણ અભાવ છે. ભગવાન આત્માના અભેદ-અખંડ પરમભાવને ગ્રહણ કરવાવાળો નય જ શુધ્ધનય છે અને તે જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, બાકી બીજા બધા વ્યવહારનય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જે વ્યક્તિ આ શુધ્ધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણે છે, તે સમસ્ત જીનશાસનનો જ્ઞાતા છે; કારણકે સમસ્ત જીનશાસનનો વિષય એક શુધ્ધાત્મા જ છે, તેના જ આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરુપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. મોક્ષના અભિલાષી દ્વારા એક માત્ર તે જ આરાધ્ય છે, તે જ ઉપાસવા યોગ્ય છે, તેની આરાધના-ઉપાસનાનું નામ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. આ ભગવાન આત્માના સિવાય બધા દેહાદિ પરપદાર્થો, રોગાદિ વિકારીભાવો અને ગુણભેદાદિના વિકલ્પોમાં પોતાપણું તે જ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. દેહાદિ પરપદાર્થો અને રાગાદિ વિકારી ભાવોને જિન આગમમાં વ્યવહારથી આત્મા કહ્યો છે, આત્માના કહ્યા છે, પણ તે વ્યવહાર પ્રયોજનવિશેષ પુરતો જ સત્યાર્થ છે. જે પ્રમાણે અનાર્યને સમજાવવા માટે અનાર્યભાષાનો ઉપયોગ ઉપયોગી જ છે પણ તેથી કરીને અનાર્ય થઈ જવું તે કદી પણ જરૂરી અથવા યથાર્થ નથી બનતું; તે પ્રમાણે પરમાર્થની સિધ્ધિ માટે પરમાર્થનો પ્રતિપાદક વ્યવહારનો ઉપયોગ બરાબર છે, પણ વ્યવહારમાં મુગ્ધ બની જવું તે બરાબર નથી. કહેવાનો મતલબ એ છે કે વ્યવહારના વિષયભૂત દેહાદિ અને રાગાદિને વાસ્તવમાં આત્મા સમજી માની લેવો, પોતાનો સમજી લેવો-માની લેવો, કદી પણ યોગ્ય કહી શકાય નહી. ભગવાન આત્મા તો દેહાદિમાં જણાતા રુપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત અરસ, અરુપ, અગંધ અને અસ્પર્શી સ્વભાવવાળું ચેતન તત્ત્વ છે, શબ્દાદિથી પાર, અવકતવ્ય તત્ત્વ છે, તેને બાહ્ય ચિન્હોથી ઓળખવો સંભવ નથી. વ્યવહારમાં તેને ભલે વદિમય અર્થાત્ ગોરો, કાળો કહે પણ કહેવા માત્રથી તે વર્ણાદિમય થઈ જતો નથી. આત્મખ્યાતિ-કળશ-૪૦માં કહ્યું છે કે જે પ્રકારે ‘ઘીનો ઘડો' તે પ્રકારનો વચન વ્યવહાર હોવા છતાં ઘડો ઘીમય થતો નથી, ઘડો માટીનો છે, ઘી ભિન્ન ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ છે, તે પ્રમાણે વર્ણાદિવાળો જીવ' એવો વચનવ્યવહાર કરવા માત્રથી જીવ વદિ વાળો થઈ જતો નથી. દેવનો જીવ, મનુષ્યનો જીવ, રાગીજીવ, દ્વેષીજીવ ઇત્યાદિ કહેવું વ્યવહારમાત્ર છે. આ સાર છે સમયસારના જીવ અજીવ અધિકારનો. સંપૂર્ણ વિશ્વને સ્વ અને પર, એમ બે ભાગોમાં વિભક્ત કરી, બીજાથી ભિન્ન અને પોતાથી અભિન્ન નિજ ભગવાન આત્માની ઓળખાણ કરાવવી તે આ અધિકારનું મૂળ પ્રયોજન છે. જીવ-અજીવ અધિકારના અધ્યયનથી સ્વ અને પરની ભિન્નતા અત્યંત સ્પષ્ટ થઈ જવા છતાં જયાં સુધી આ જીવ પોતાને કર્તા-ભોક્તા માનતો રહે છે ત્યાં સુધી વાસ્તવિક ભેદજ્ઞાન ઉદ્ભવતું નથી. તેથી જ આચાર્ય કુન્દકુન્દ જીવ-અજીવ અધિકાર પછી તરત જ કર્તા-કર્મ અધિકાર લખવો જરૂરી સમજયા. પરના કતૃત્ત્વના બોજાથી દબાએલો આત્મા ન તો સ્વતંત્ર થઈ શકે છે અથવા ન તો તેમાં સ્વાવલંબનના ભાવ જાગૃત થઈ શકે છે. જો એક દ્રવ્યને બીજા દ્રવ્યના કાર્યનો કર્તા ભોક્તા સ્વીકાર કરવામાં આવે તો પછી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો કોઈ અર્થ જ રહેતો નથી. આ વાતને કર્તા-કર્મ અધિકારમાં ઘણી જ સ્પષ્ટતાથી સમજાવી છે. સમયસાર ગાથા ૭૫માં કુન્દકુન્દ આચાર્ય તો સ્પષ્ટ કહે છે કે, “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્માશાની છે.” જે જીવ ક્રોધાદિ ભાવકમાં, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો અને શરીરાદિ નોકર્મોનો કર્તા થતો નથી, તેને માત્ર જાણે છે, તે જ વાસ્તવમાં જ્ઞાની છે. - જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનાં કાર્યો કરે. તેના સ્વતંત્ર પરિણામમાં હસ્તક્ષેપ કરે, તેને ભોગવે, તો પછી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો શું અર્થ બાકી રહી જાય છે? કર્તા કર્મ અધિકારની ઉપરોક્ત ગાથામાં તો એટલા સુધી કહ્યું છે કે પરના લક્ષથી આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનો કર્યા પણ જ્ઞાની થતો નથી, તે તો તેને ફક્ત જાણે જ છે. આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગ-દ્વેષના ભાવો આશ્રવભાવ છે. કર્તા-કર્મ-અધિકારનો આરંભ જ આત્મા અને આશ્રવોના વચ્ચેના ભેદવિજ્ઞાનથી થાય છે. જયારે આત્મા ભિન્ન છે અને આશ્રવ ભિન્ન છે તો પછી આત્સવભાવોનો કર્તા-ભોક્તા આત્મા કેવી રીતે બની શકે? જિન આગમમાં જયાં જયાં ઓત્માને પરનો અથવા વિકારનો કર્તા-ભોક્તા કહ્યો છે, તેને પ્રયોજન વિશેષથી કહેલું વ્યવહારનયનું કથન સમજવું જોઈએ. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિ કળશ ૬૨માં અમૃતચંદ્ર આચાર્યે કહ્યું છે કે “આત્મા જ્ઞાન સ્વયજ્ઞાન જ્ઞાના અન્ય કરોતિ કિમ; પરભાવસ્ય કત આત્મા મોહો અયં વ્યવહારિણા” એટલે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, સ્વયં જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય અન્ય શું કરે? આત્મા પરભવોનો કર્યા છે એમ માનવું કહેવું વ્યવ્હાર આસક્તજનોનો મોહ જ છે, અજ્ઞાન જ છે. જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે, તે કહેવું પણ જૂઠું છે. કત-કર્મની સ્થિતિ સ્પષ્ટ બતાવતાં સમયસાર નાટકના કર્તા-કર્મ અધિકારમાં ૧૭મી ગાથામાં કવિવર બનારસીદાસજી લખે છે કે “જ્ઞાન ભાવ જ્ઞાનિ કરે, અજ્ઞાની અજ્ઞાન દ્રવ્યકર્મ પુદગલ કરે, યહ નિહચ પરમાણ.” આત્મામાં ઉત્પન્ન થનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જ્ઞાનુભાવોનો કર્તા જ્ઞાની આત્મા છે, મોહ-રાગ-દ્વેષ આદિ અજ્ઞાનભાવોનો કર્તા અજ્ઞાની આત્મા છે અને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ, શરીરાદિ નોકમોનો કર્તા પુદગલ દ્રવ્ય જ છે. જો કે યુધ્ધ સૈનિકો લડે છે, પણ વ્યવહારમાં એમ જ કહેવાય છે કે યુધ્ધ રાજાએ કર્યું. જીવને જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા કહેવો તે જ પ્રમાણેનું વ્યવહાર કથન છે. જેમ પ્રજાના ગુણ દોષોનો ઉત્પાદક રાજા જ કહેવાય છે, તેમ યુગલ દ્રવ્યના પરિણમનનો કર્તા જીવ જ કહેવાય છે. આચાર્ય કુન્દકુન્દ સમયસારની ગાથા ૧૦૭માં લખે છે કે “ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુગલ દ્રવ્યને આતમા – વ્યવહારનય વક્તવ્ય છે.” આત્મા પુગલ દ્રવ્યનો કર્યા છે, ઉત્પન્ન કરે છે, બાંધે છે, પરિણમન કરાવે છે અને ગ્રહણ કરે છે - તે બધાં વ્યવહારનયનાં કથન છે. વાસ્તવમાં જોઈએ તો આત્માને પરદ્રવ્યની સાથે કોઈ પણ સંબંધ નથી. અજ્ઞાની આત્મા દેહાદિ પરપદાર્થો અને રાગાદિ વિકારોને નિજરૂપ જ માને છે અથવા તેને પોતાના માનીને તેમની સાથે સ્વ-સ્વામી સંબંધ સ્થાપિત કરે છે, તેનો સ્વામી બને છે. જો કદાચ તેમને પોતાના ન પણ માને તો પણ તેમનો કર્તા-ભોક્તા તો બને જ છે. આમ અજ્ઞાનીમાં પસાથે એકત્વ-મમત્વ અને કર્તુત્વ-ભોકતૃત્વ જોવામાં આવે છે. તે ચારે સ્થિતિઓને અધ્યાત્મની ભાષામાં પરથી અભેદ જ માનવામાં આવે છે, તેથી પરથી એકત્વ-મમત્વ અને કર્તુત્વ-ભોક્નત્વ ભાવ તોડવો તે જ १६ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભેદવિજ્ઞાન છે. જીવ અજીવ અધિકારમાં પરથી એકત્વ-મમત્વ અને કર્તા-કર્મ અધિકારમાં પરના કર્તુત્વ-ભોક્નત્વનો નિષેધ કરીને ભેદવિજ્ઞાન કરાવ્યું છે. આમ બન્ને અધિકાર ભેદવિજ્ઞાનના માટે સમર્પિત છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો અને રાગાદિ ભાવકને પુણ્ય-પાપના રૂપમાં પણ વિભાજીત કરી શકાય છે. શુભભાવ અને શુભકર્મોને પુણ્ય અને અશુભભાવ અને અશુભકર્મોને પાપ કહેવાય છે. શુભ અશુભરૂપ પુણ્ય અને પાપ બન્ને કર્મ છે, કર્મ બંધના કારણ છે, આત્માને બંધનમાં બાંધનારા છે. તેમ છતાં અજ્ઞાનીજીવ પુણ્યને સારું અને પાપને બૂરૂં માને છે. અજ્ઞાનમય આ માન્યતાનો નિષેધ કરવા માટે આચાર્ય કુન્દકુન્દ પુણ્ય-પાપ અધિકારની રચના કરી. તે અધિકારના આરંભમાં જ ગાથા ૧૪૫ થી ૧૪૭માં લખે છે કે “છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?” જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને.” “તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો.” આ સંદર્ભમાં નીચેની પ્રવચનસાર ગાથા ૯, ૧૫૬, ૧૫૯ જાઓ. “શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુધ્ધ પ્રણમતાં શુધ્ધ, પરિણામસ્વભાવી હોઈને.” “ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં, ને પાપસંચય અશુભથી, જયાં ઉભય નહિ, સંચય નહીં.” “મધ્યસ્થ પરદ્રવ્ય થતો, અશુભોપયોગ રહિતને શુભમાં આયુક્ત, હું ધ્યાઉ છું નિજ આત્મને જ્ઞાનાત્મને” વળી પંચાસ્તિકાયની ગાથા ૧૬૬માં કહ્યું છે કે જિન-સિધ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે.” અજ્ઞાની જીવોને સંબોધિત કરતાં આચાર્ય કહે છે કે તમે એમ માનો છો કે શુભકર્મ સુશીલ છે અને અશુભકર્મ કુશીલ છે, પણ એ શુભાશુભ કર્મ સંસારમાં રખડાવે તો તેમાંથી કોઈ પણ કર્મ સુશીલ કેવી રીતે હોઈ શકે ? જેમ લોખંડની બેડી પુરૂષને બાંધે છે તેમ સોનાની બેડી પણ બાંધે છે. તેવી રીતે જેમ અશુભ (પાપ) કર્મ જીવને બાંધે છે તેમ જ શુભ (પુણ્ય) કર્મ પણ જીવને બાંધે છે. બંધનમાં બાંધવાની અપેક્ષાએ પુણ્ય-પાપ બન્ને કર્મ એક સમાન જ છે. ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ચેતાવતાં આચાર્ય કહે છે કે પુણ્ય-પાપ બન્ને કશીલો સાથે રાગ ન કરો, સંસર્ગ પણ ન કરો, કારણકે કુશીલની સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે. આના સંદર્ભમાં સમયસારનાટકના પુણ્ય-પાપ અધિકારમાં અમુક મહત્વપૂર્ણ છંદો નીચે મુજબ છે. પાપ બંધ પુર્યાબંધ દુહું મૈ મુક્તિ નહિ કટુક મધુર સ્વાદ પુદ્ગલ કી પેખિએ.” “દોઉ મહા અંધકુપ, દોઉ કર્મબંધ રૂપ દુહૂ કો વિનાશ મોક્ષ માર્ગ મેં દેખિયે.” “શીલ તપ સંયમ વિરતિ દાન પૂજાદિક, અથવા અસંયમ કષાય વિષયભોગ હૈ; કોઉ શુભરૂપ કોઉ અશુભરૂપ મૂલ વસ્તુ કે વિચારત દુવિધ કર્મરોગ હૈ.” “કરમ શુભ અશુભ દોઈ, પુદગલપિંડ વિભાવ મલ, ઈન સૌ મુક્તિ ન હોઈ, નહિ કેવલ પદ પાઈએ” અર્થ: પાપબંધ અને પુણ્યબંધ - બન્ને મોક્ષમાર્ગમાં બાધક છે, તેથી બન્નેય સમાન છે, એના કડવા અને મીઠા સ્વાદ પુગલના છે તેથી બન્નેના રસ પણ સમાન છે. બન્ને આત્મસ્વરૂપને ભૂલાવનાર છે તેથી મહા અંધારા કુવા સમાન છે અને બન્નેય કર્મબંધરૂપ છે તેથી મોક્ષર્માગમાં એ બન્નેનો ત્યાગ કહ્યો છે. શુભ અને અશુભ એ બન્ને કર્મમળ છે, પુદ્ગલપિંડ છે, આત્માના વિકાર છે, એનાથી મોક્ષ નથી થતો અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાતું નથી.. શુભ અશુભ ભાવરૂપ પુણ્ય-પાપભાવ ભાવ આસ્ત્રવ છે અને તેમના નિમિત્તે પૌદગલિક કામણવર્ગણાઓનું પુણ્ય-પાપ પ્રકૃતિઓરૂપ પરિણમન થવું દ્રવ્ય આશ્રવ છે. આત્મા (જીવત્વ) આ બન્ને આસ્ત્રવોથી ભિન્ન છે. અજ્ઞાની જીવ પુણ્ય અને પાપમાં સારા નરસાનો ભેદ કરી પુણ્યને સ્વીકારવા માંગે છે, ઉપાદેય માને છે, મોક્ષમાર્ગ સમજે છે, જયારે આસ્રવ તત્વ હોવાથી પાપોની જેમ પુણ્યતત્ત્વ પણ હેય છે, ઉપાદેય નથી, સંસારમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી. પુણ્ય-પાપ અધિકારનું મુખ્ય પ્રયોજન આ ભેદજ્ઞાન કરાવવનો છે. જ્ઞાનાવરણાદિકમોનાબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આસ્રવ ને. આ મિથ્યાત્વાદિ આસ્ત્રવના ભાવાસ્ત્રવ અને દ્રવ્યાસ્ત્રવ એમ બે ભેદ છે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય તો મોહ-રાગ-દ્વેષ રૂપ જ છે; યોગ, મન-વચન-કાયાની ચંચળતા અને તેના નિમિત્તથી આત્મપ્રદેશોમાં થનારા કંપનને ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ કહે છે. આત્મપ્રદેશોમાં થનારા કંપન ભાવયોગ છે અને મન-વચન-કાયાની ચંચળતા દ્રવ્યયોગ છે. આમ પરપદાર્થોમાં એકત્વ-મમત્વ-કર્તુત્વ-ભોક્નત્વબુધ્ધિ ભાવમિથ્યાત્વ છે અને તેના નિમિત્તથી કામણવર્ગણાનું મિથ્યાત્વકર્મરૂપ પરિણમન થવું તે દ્રવ્યમિથ્યાત્વ છે. તેજ પ્રમાણે અવિરતિ અને કષાયનું પણ સમજવું. આસ્ત્રવભાવોથી આત્મા (જીવતત્ત્વો) તન્ન ભિન્ન છે. આસ્ત્રવભાવોથી ભિન્ન પોતાના આત્માને જ પોતાનો જાણનાર સમજનાર જ્ઞાનીઓને મિથ્યાત્વ સંબંધી આસ્રવ થતો નથી અને તેથી જ તેમને નિરાસ્ત્રવ કહેવાય છે. સમયસાર નાટકના આસ્ત્રદ્વાર છંદ ૪માં કહ્યું છે કે “જે દ્રવ્ય આસ્ત્રવરૂપ ન થાય, જહાં ભાવ આસ્રવ ભાવ ન કોઈ, જેની દશા જ્ઞાનમય લહિએ, તે જ્ઞાતા, નિરાસ્ત્રવ કહિએ.” આ અધિકારમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને નિરાસ્ત્રવ સાબિત કર્યા છે અને તે સંદર્ભમાં ઉઠતી શંકા-આશંકાઓનું નિરાકરણ પણ કર્યું છે. પ્રશ્ન: “જયીં જગમેં વિચરે મતિમંદ, સ્વછંદ સદા વરતે બુધ તૈયો, ચંચલ ચિત્ત, અસંજિત વૈણ, શરીર-સ્નેહ યથાવત્ જૈસો; ભોગ સંજોગ પરિગ્રહ સંગ્રહ, હ વિલાસ કરે જહાં ઐ, પૂછત શિષ્ય આચાર જેસૌ યહ, સમ્યફ્યુત નિરાસ્ત્રવ કેંસો?” અર્થ: શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે હે સ્વામી! સંસારમાં જેવી રીતે મિથ્યાદષ્ટિ જીવ સ્વતંત્રપણે વર્તે છે તેવી જ પ્રવૃતિ સમ્યગ્દષ્ટિ જીવની પણ હમેશાં રહે છે– બન્નેની ચિત્તની ચંચળતા, અસંયત વચન, શરીરનો સ્નેહ, ભોગનો સંયોગ, પરિગ્રહનો સંચય અને મોહનો વિલાસ એક સરખો હોય છે, તો પછી સમ્યગ્દષ્ટિ જીવ કયા કારણે આસ્ત્રવરહિત છે? ઉત્તર: “પૂર્વ અવસ્થા જે કર્મ-બંધ કીને, અબ, તેઉ ઉદય આઈ નાના ભાતિ રસ દેહ હૈ, કોઈ શુભ સાતા કોઈ અશુભ અસાતારૂપ; દુહૂસૌ ન રાગ ન વિરોધ સમચેત હૈ. યથા જોગ ક્રિયા કરે ફલકી ન ઈચ્છા ધરે, જીવન-મુક્તિકો બિરદ (યશ) ગહિ લેતે હૈ, વાતે જ્ઞાનવતકો ન આવ કહત કૌ મુઢતાસે ત્યારે ભએ શુધ્ધતા સમેત હૈ ૧૯ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અર્થ: પૂર્વકાળમાં અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યાં હતાં તે હવે ઉદયમાં આવીને ફળ આપે છે, તેમાં અનેક તો શુભ છે જે સુખદાયક અને અનેક અશુભ છે જે દુ:ખદાયક છે; ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ આ બન્ને પ્રકારના કર્મોદયમાં હર્ષવિષાદ કરતા નથી-સમતાભાવ રાખે છે. તેઓ પોતાના પદને યોગ્ય ક્રિયા કરે છે, પણ તેના ફળની આશા કરતા નથી. સંસારી હોવા છતાં પણ મુક્ત કહેવાય છે, કારણકે સિધ્ધોની જેમ દેહ આદિથી અલિપ્ત છે, તેઓ મિથ્યાત્વથી રહિત અનુભવ સહિત છે, તેથી જ્ઞાનીઓને કોઇ આસ્ત્રવ સહિત કહેતું નથી. ખરેખર વાત એમ છે કે શુનયના વિષયભૂત અર્થ (નિજ ભગવાન આત્મા)નો આશ્રય કરનાર જ્ઞાનીજનોને અનંત સંસારના કારણભૂત આસ્ત્રવબંધ થતો નથી. રાગ અંશ માત્ર શેષ રહી જવાથી થોડો ઘણો આસ્તવ બંધ થાય છે તેની ઉપેક્ષા કરી અહીં જ્ઞાનીને નિરાસ્ત્રવ અને નિબંધ કહ્યા છે. એમ તો એટલે સુધી સમયસાર નાટકના આસ્ત્રવદ્વાર છન્દ ૧૩માં કહ્યું છે કે “છે નિચોડ આ ગ્રંથનો, આ જ પરમરસ લક્ષ, તજે શુધ્ધનયને તો બંધ છે, ગ્રહે શુધ્ધનય તો મોક્ષ.” આસ્ત્રવનો નિરોધ સવર છે તેથી મિથ્યાત્વ આદિ આસ્ત્રવોનો નિરોધ થવાથી સંવરની ઉત્પત્તિ થાય છે. સંવરથી સંસારનો અભાવ અને મોક્ષમાર્ગનો આરંભ થાય છે તેથી સંવર સાક્ષાત્ ધર્મસ્વરૂપ જ છે. સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ માં કહ્યું છે કે “રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અવસાનને, મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમજ યોગને.” “હેતુ અભાવે જરૂર આસ્ત્રવરોધ જ્ઞાનીને બને, આસ્ત્રવભાવ વિના વળી નિરોધ કર્મતણો બને.” “કર્માંતણા ય અભાવથી નોકર્મનું રોધન અને નોકર્મના રોધન થકી સંસાર સરોધન બને.” સર્વદર્શી ભગવાને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ અધ્યવસાનોને આસ્ત્રવોનાં કારણ કહ્યાં છે. મિથ્યાત્વ આદિ કારણોના અભાવથી જ્ઞાનીઓને નિયમથી આસ્ત્રવોનો નિરોધ થાય છે અને આસ્ત્રવભાવ વગર કર્મનો નિરોધ થાય છે. તેમ કર્મના અભાવમાં નોકર્મનો અને નોકર્મના અભાવમાં સંસારનો જ નિરોધ થઇ જાય છે. સંવર અનંત દુ:ખ સંસારનો અભાવ* કરનાર ને અનંત સુખસ્વરૂપ મોક્ષનું કારણ છે. Jain Educationa International ૨૦ For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સંવરરૂપ ધર્મની ઉત્પત્તિનું મૂળકારણ ભેદવજ્ઞાન છે. તેટલા માટે આ ગ્રંથરાજમાં આરંભથી જ પર અને વિકારોથી ભેદવજ્ઞાન કરાવ્યું છે. ભેદવિજ્ઞાનની ભાવના નિરંતર ભાવવાની પ્રેરણા આપતાં આચાર્ય અમૃતચંદ્ર આત્મખ્યાતિ કળશ ૧૨૯ થી ૧૩૧ માં લખે છે કે, સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ સર્વથા ઉપાદેય છે. નિશ્ચયથી જીવના શુધ્ધસ્વરૂપની પ્રાપ્તિ. થવાથી નૂતનકર્મના આગમનરૂપ આસ્ત્રવનો નિરોધલક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે. આમ સંવરની પ્રાપ્તિ શુધ્ધાત્માના અનુભવથી થાય છે અને શુધ્ધાત્માની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી થાય છે. તેથી આ ભેદિવજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે. નિરંતર શુધ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. અને ભેદવિજ્ઞાન ત્યાં સુધી સતત્ ભાવતા રહેવું જોઇએ કે જયાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ સ્થિર ન થઇ જાય, કારણેક આજ સુધી જેટલા પણ સ્થિર થયા છે, તે બધા ભેદવજ્ઞાનથી જ થયા છે, અને જેટલા પણ જીવ કર્મબંધથી બંધાયા છે તે બધા ભેદવજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. મોક્ષનો માર્ગ શુધ્ધસ્વરૂપનો અનુભવ તેજ અનાદિ સિધ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે, અન્ય કોઇ માર્ગ નથી. ભેદવિજ્ઞાનની મહિમા અને ફળ બનાવતાં કવિવર પંડિત બનારસીદાસજી નાટકસમયસારના સંવરદ્વાર છંદ ૧૧માં લખે છે કે, “પ્રગટ ભેદ વિજ્ઞાન, આપગુણ પરગુણ જાણે, પર પરતિ પરિત્યાગે, શુધ્ધ અનુભવ સ્થિતિ આણે. કરી અનુભવ અભ્યાસ, સહજ સંવર પ્રકાશે, આસ્ત્રવદ્વાર નિરોધિ, કાર્યધન-તિમિર વિનાશે. ક્ષય કરી વિભાવ સમભાવ ભજી, નિર્વિકલ્પ નિજ પદ લે, નિર્મળ વિશુદ્ધ શાશ્વત સ્થિર, પરમ અદ્રિય સુખ લે.” અર્થ: ભેદવજ્ઞાન આત્માના અને પરદ્રવ્યનોના ગુણોને સ્પષ્ટ જાણે છે, પરદ્રવ્યોમાંથી પોતાપણું છોડીને શુધ્ધ અનુભવમાં સ્થિર થાય છે અને તેનો અભ્યાસ કરીને સંવરને પ્રગટ કરે છે, આસ્ત્રવદ્વારનો નિગ્રહ કરીને કર્મનિત મહા અંધકાર નષ્ટ કરે છે, રાગ-દ્વેષ આદિ વિભાવ છોડીને સમતાભાવ ગ્રહે છે અને વિકલ્પરહિત પોતાનું પદ પ્રાપ્ત કરે છે તથા નિર્મળ શુધ્ધ, અનંત, અંચળ અને પરમ અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે. સમ્યગદષ્ટિ જ્ઞાની ધર્માત્માને આસ્ત્રવનો અભાવ નિજ આત્માના ઉગ્ર આશ્રયરૂપ સવર થી થાય છે; તેના બળથી આત્મામાં ઉત્પન્ન થતી શુધ્ધિની થતી ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જતી વૃધ્ધિથી જે કર્મ ખરે છે, તેને નિર્જરા કહે છે. શુધ્ધિની વૃધ્ધિ ભાવનિર્જરા છે અને કર્મોનું ખરવું દ્રવ્યનિર્જરા છે. કવિવર બનારસદાસજીએ નિર્જરાને વંદન કરતાં તેના સ્વરૂપને સમયસાર નાટકના નિરોદ્વાર છંદ ૨ માં નીચે પ્રમાણે કહ્યું છે. “જો ‘સંવરપદ પાઈ અનંદૈ, સૌ પૂર્વકૃત કર્મ નિક‰, જો અફદ હૈ બહિર ન ફર્દૂ, સો નિર્જરા બનારસી વદૈ” અર્થ: જે સર્વરની અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે, જે પૂર્વે બાંધેલા કર્મોનો નાશ કરે છે, જે કર્મની જાળમાંથી છૂટીને ફરી ફસાતો નથી, તે નિર્જરાભાવને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. નિર્જરા અધિકારના આરંભમાં ગાથા ૧૯૩, ૧૯૫ અને ૧૯૬માં આચાર્ય કહે છે કે “ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ ઈંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને.” ૧૯૩ “જયમ ઝેરના ઉપભાગેથી પણ વૈઘજન મરતો નથી, ત્યમ કર્મ ઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી.” ૧૯૫ જયમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.” અર્થ: સમ્યગ્દષ્ટિજીવ ઇન્દ્રિયો વડે જે અચેતન અને ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે, તે સર્વે નિર્જરાના નિમિત્ત બને છે. અને તે જ ઉપભોગ અજ્ઞાની જીવને આસ્રવનાં નિમિત્ત બને છે. ૧૯૩. જેમ વૈદુ વિષ ખાય છતાં પણ મરણ પામતો નથી, તેમ જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવતો છતાં બંધાતો નથી. ૧૯૫. જેમ દારૂ અતિભાવથી પીનારો પુરૂષ છાકટો થતો નથી તેમ જ્ઞાની પુરૂષ પણ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ અરતિભાવ હોવાથી બંધાતો નથી. ૧૯૬. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને ક્રિયા કરતાં અને તેનું ફળ ભોગવતાં પણ જો કર્મબંધ થતો નથી અને નિર્જરા થાય છે તો તેનું કારણ તેમના અંદર વિદ્યમાન જ્ઞાન અને વૈરાગ્યનું બળ જ છે. આ વાત નિર્જરા અધિકારમાં ઘણાજ વિસ્તારથી સ્પષ્ટ કરી છે. આ સંબંધમાં કવિવર બનારસીદાસજીના સમયસાર નાટકના નિર્જરાદ્વાર છન્દ ૩, ૬, ૩૬ અને ૪૩માં કહ્યું છે Jain Educationa International ૨૨ For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ “મહિમા સમ્યકજ્ઞાનની અને વૈરાગ્યબળ હોય, ક્રિયા કરે ફળ ભોગવે, કર્મ બંધ ન કોય” (૩). “ઉદય પૂર્વ કર્મબંધ તણો, વિષય ભોગવે સમકિતી. કરે ન નૂતન બંધ તેથી, મહિમા જ્ઞાન વૈરાગ્યની” (૬) “જ્ઞાની જ્ઞાનમગન રહે રાગાદિક મળ ખોઈ, ચિત્ત ઉદાસ કરણી કરે કર્મબંધ નહીં કોઈ.” (૩૬) “મૂઢ કર્મનો કર્તા થાય, ફળ આશધરે ફળ ચાહે, જ્ઞાની ક્રિયા કરે ફળ-સૂની, લાગે ન લેપ, નિર્જરા કરે બમણી.” (૪૩) અર્થ : (૩) સમ્યજ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. (૬) સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કમોંના ઉદયથી વિષય આદિ ભોગવે છે પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. (૩૬) જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. (૪૩) મિથ્યાદષ્ટિ જીવ ક્રિયાના ફળની (ભાગોની) અભિલાષા કરે છે અને તેનું ફળ ચાહે છે તેથી તે કર્મબંધનો કર્તા છે. સમ્યજ્ઞાની જીવોની ભોગ આદિ શુભાશુભ ક્રિયા ઉદાસીનતાપૂર્વક હોય છે તેથી તેમને કર્મનો બંધ થતો નથી અને પ્રતિદિન અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. પર પદાર્થ અને રાગભાવમાં લેશમાત્ર પણ એકત્વબુધ્ધિ નહી રાખનાર અને પોતાના આત્માને માત્ર જ્ઞાયક સ્વભાવી જાણનાર આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ ધર્માત્માને સંબોધન કરતાં આચાર્યદેવ સમયસારની ગાથા ૨૦૬માં કહે છે “આમાં સદા પ્રીતિવંત બન આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.” અર્થ: હે આત્મા! તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મામાં જ નિત્યરત. અર્થાત પ્રીતિવાળો થા, તેમાં જ નિત્ય સંતુષ્ટ રહે, અને તેનાથી જ તૃપ્ત થા, આમ કરવાથી તને ઉત્તમ સુખ મળશે. | નિર્જરા અધિકાર સમાપ્ત કરી પછી બંધ અધિકારમાં કહે છે કે જેમ ધૂળવાળા સ્થાનમાં તેલ લગાવી જાદાં જુદાં શસ્ત્રોથી વ્યાયામ કરવાવાળો પુરૂષને સચિત-અચિત કેળ આદિ વૃક્ષોને છિન્ન ભિન્ન કરવાથી જે ધૂળ ચોંટે છે તેનું કારણ તેલની ચિકાશ જ છે, ધૂળ અને શારિરીક ચેષ્ટાઓ નથી. તેમ હિંસાદિ ૨ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પાપોમાં પ્રવર્તતા મિથ્યાદષ્ટિ જીવને થતા પાપબંધનું કારણ રાગાદિભાવ જ છે, અન્ય ચેષ્ટાઓ અથવા કર્મરજ આદિ નથી. બંધ અધિકારના આરંભમાં જ અભિવ્યક્ત કરેલ આ ભાવને પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકના બંધદ્વારના છંદ, ૪માં નીચે મુજબ વ્યક્ત કર્યા છે. (ગુજરાતી પદ્યાનુવાદ) “કર્મજાળ-વર્ગણાથી જગમાં બંધાય નહીં જીવ, બંધાય નહીં કદાપિ મન વચન કાયાના યોગથી; ચેતન-અચેતનની હિંસાથી બંધાય નહીં જીવ, તેમ ન બંધાય જીવ પંચ વિષયના રોગથી. કર્મ છતાં અબંધ સિધ્ધ યોગ છતાં અબંધ જિન, હિંસાથી અબંધ સાધુ શાતા માત્ર વિષય ભોગના; ઇત્યાદિક વસ્તુના મિલાપથી ન બંધાય જીવ, બંધાય ફક્ત એક રાગાદિ અશુધ્ધ ઉપયોગથી.” અર્થ: કાર્પણવર્ગણા, યોગ, હિંસા, ઇન્દ્રિય-વિષયભોગ- એ બંધના કારણ કહેવાય છે પરંતુ સિધ્ધાલયમાં અનંતાનંત કાર્માણ પુદ્ગલ વર્ગણાઓ ભરેલી છે, તે રાગાદિ વિના સિધ્ધ ભગવાન સાથે બંધાતી નથી, તેરમા ગુણસ્થાનવર્તી અરિહત ભગવાનને મન-વચન-કાયાના યોગ રહે છે પરંતુ રાગ-દ્વેષ આદિ થતા નથી તેથી તેમને કર્મબંધ થતો નથી, મહાવ્રતી સાધુઓથી અબુધ્ધિપૂર્વક હિંસા થયા કરે છે પરંતુ રાગ-દ્વેષ ન હોવાથી તેમને બંધ નથી, અવ્રતી સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિયના વિષયો ભોગવે છે પણ તલ્લીનતા (રસ) ન હોવાથી તેમને નિર્જરા જ થાય છે. તેથી સ્પષ્ટ છે કે કાર્પણવર્ગણાઓ, યોગ, હિંસા અને સાંસારિક વિષય બંધના કારણ નથી; કેવળ અશુદ્ધિ ઉપયોગથી જ બંધ થાય છે. સારાંશ એટલો કે બંધનું મૂળ કારણ રાગાદિ ભાવરૂપ અશુધ્ધ ઉપયોગ જ છે. પ્રશ્ન થાય કે ફક્ત અશુધ્ધ ઉપયોગ જ બંધનું કારણ કેમ? પરજીવોનો ઘાત કરવો, તેમને દુ:ખ પહોંચાડવું. તેમની સંપત્તિ આદિ હરી લેવી, જુઠ્ઠું બોલવું આદિને બંધનું કારણ કેમ કહ્યું નથી? તેના ઉત્તરમાં આચાર્ય દેવ કહે છે કે પ્રત્યેક જીવ પોતાના સુખ દુ:ખ અને જીવન મરણના જવાબદાર પોતે જ છે, કોઇ અન્ય જીવ બીજા જીવને સુખી દુ:ખી કરી શકતો નથી અથવા મારી, બાળી શકતો નથી. જો કોઇ વ્યકિત બીજા કોઇનું કાંઇ જ કરી શકતો નથી તો પછી કોઇ અન્યના જીવન મરણ અને સુખ દુઃખના કારણે બીજા અન્યને બંધ પણ કેમ થાય? બધા જીવો પોતાના આયુકર્મના ઉદયથી જીવે છે અને આયુકર્મના સમાપ્ત થવાથી મરી જાય છે. તેવી જ રીતે જીવ પોતાના કર્મોદયના અનુસાર સુખી દુ:ખી ૨૪ Jain Educationa International For Personal and Private Use Only. Page #35 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જયારે કોઇ વ્યકિત અન્ય કોઇ વ્યકિતને આયુકર્મ અથવા શાતા-અશાતા કર્મને આપી કે લઇ શકતી નથી તો પછી તે તેના જીવન મરણ અને સુખ દુ:ખનો જવાબદાર પણ કેવીરીતે બની શકે? હા, એક વાત ચોક્કસ છે કે પ્રત્યેક જીવ બીજા જીવોને મારવા બચાવવા અને સુખી દુ:ખી કરવાના ભાવ (અધ્યવસાન) અવશ્ય કરી શકે છે અથવા તેવા ભાવ તેને થાય છે, આવે છે, અને તેના તે ભાવોના કારણે કર્મબંધમાં બંધાય છે. તેવી રીતે જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, કુશીલ સેવવું, અને પરિગ્રહ ભેગો કરવો તેની બાબતમાં પણ તે પ્રમાણે જ સમજવું. આ બાબતમાં વિશેષ ચર્ચા કરવા ઉપરાંત આચાર્ય કુન્દકુન્દ સમયસાર ગાથા ૨૬૨ અને ૨૬૫ માં લખે છે મારો ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.” - - “જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ-આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ છે.” આ સંદર્ભમાં પ્રવચનસારની ગાથા ૨૧૭ અને ૨૧૯ નીચે મુજબ છે. “જીવો-મરો જીવ, યત્નહીન આચાર ત્યાં હિંસા નક્કી; સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રા થી. ૨૧૭. દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય-નથાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડયો યોગીએ.” ૨૧૯ તત્ત્વાર્થ સૂત્રમાં મૂર્છા (મોહભાવ)ને જ પરિગ્રહ કહ્યો છે. બંધના સંદર્ભમાં બે મહત્વની વાત છે કે. જીવોને મારો અથવા ન મારો, પણ કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે. અધ્યવસાન ભાવ વસ્તુના અવલંબન પૂર્વકજ થાય છે. અને બંધ વસ્તુથી નહીં, અધ્યવસાન ભાવોથી જ થાય છે. જો કે કર્મજાળ, યોગ, હિંસા અને ભોગક્રિયાથી બંધ થતો નથી તો પણ સમ્યગદ્દષ્ટિ જ્ઞાની ધર્માત્માને અનર્ગલ પ્રવૃત્તિ હોય નહીં અને હોવી પણ ન જોઇએ; કારણકે પુરૂષાર્થહીનતા અને ભોગોમાં લીનતા .મિથ્યાત્વની ભૂમિકામાં જ હોય છે. આ વાતને સમયસાર નાટકની બંધદ્વારના છંદ ૬ માં બહુ સુંદર રીતે વર્ણવી છે- (ગુજરાતી પદ્યાનુવાદ) Jain Educationa International ૨૫ For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ “કર્મજાળ-યોગ હિંસા ભોગથી બંધાય નહીં તે, છતાં શાતા જે ઉદ્યમી હોય વખાણ્યો જિન આગમમાં; જ્ઞાનક્રિયાવંત દેત વિષયભોગમાં હેત, બેઉ ક્રિયા એક સંગ તો બને નહીં જૈનમાં ઉદય-બળ પ્રમાણ ઉદ્યમ કરે પણ ન ફળની ઈચ્છા મનમાં, નિર્દય દશા ન હોય હૃદયના નયનમાં; આળસ નિરૂઘમની ભૂમિકા મિથ્યાત્વમાંહી, જયા ન સાંભરે નિજ જીવ મોહ નિંદ્રામાં હી. અર્થ: સ્વરૂપની સંભાળ અને ભોગોનો પ્રેમ એ બન્ને વાતો એક સાથે જ જૈનધર્મમાં હોઇ શકે નહિ, તેથી જો કે સમ્યજ્ઞાની વર્ગણા, યોગ, હિંસા અને ભોગોથી અબંધ છે તોપણ તેને પુરૂષાર્થ કરવાને માટે જિનરાજની આજ્ઞા છે. તેઓ શક્તિ પ્રમાણે પુરૂષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરૂષાર્થહીનતા તો મિથ્યાત્વ દશામાં જ હોય છે જયાં જીવ મોહનિંદ્રાથી અચેત રહે છે, સમ્યક્ત્વભાવમાં પુરૂષાર્થ હીનતા નથી. સંક્ષેપમાં બંધ અધિકારની વિષયવસ્તુ આ જ છે. પછી મોક્ષ અધિકારમાં કહે છે કે જેમ બંધનોમાં જકડાયેલો પુરુષ બંધનનો ફક્ત વિચાર કરવાથી બંધનથી મૂક્ત થતો નથી, પણ બંધનનોને છેદીને તેનાથી મુક્ત થાય છે; તેથી કર્મબંધનનો માત્ર વિચાર કરવાથી કોઇ આત્મા કર્મબંધનથી મુક્ત થતો નથી, પણ તે કર્મબંધનને છેદીને મુક્તિ પ્રાપ્ત કરે છે. જે આત્મા બંધ અને આત્માનો સ્વભાવ જાણી બંધથી વિરકત થાય છે તે જ કર્મબંધનોથી મુક્ત થાય છે. બંધ અને આત્માના વચ્ચે ભેદ કરવાનું કામ પ્રજ્ઞારૂપી છેણીથી થાય છે. સમયસાર નાટકના મોક્ષદ્વાર છંદ ૪ માં પંડિત બનારસીદાસજી એ લખ્યું છે કે “જેમ છીણી લોહની, કરે એકથી દોય, જડ ચેતનની ભિન્નતા, ત્યાં સુબુધ્ધિથી હોય.” અર્થ: જેવી રીતે લોઢાની છીણી કાષ્ટ આદિ વસ્તુના બે ટૂકડા કરી નાખે છે તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથક્કરણ ભેદ વિજ્ઞાનથી થાય છે. આત્મા અને બંધના વચ્ચે પ્રજ્ઞારૂપી છીણીને મારી જે જીવ તેમને ભિન્ન ભિન્ન ઓળખી લે છે, તે બંધને છેદીને શુધ્ધ આત્માને ગ્રહણ કરી લે છે જે પ્રજ્ઞાથી બંધથી ભિન્ન પોતાના આત્માને જાણે છે, તે જ પ્રજ્ઞાથી બંધથી ભિન્ન નિજ આત્માને ગ્રહણ પણ કરી લે છે. જ્ઞાની આત્માને બરાબર વ્યવસ્થિત જાણે Jain Educationa International ૨૬ For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ છે કે હું તો જ્ઞાન-દર્શન સ્વભાવી આત્મા જ છું, બાકીના બીજા બધા ભાવો મારાથી ભિન્ન ભાવો છે. જેમ લોકમાં અપરાધી વ્યકિત નિરંતર શંકાસ્પદ નજરે જોવાય છે અને નિરપરાધી વ્યકિતને પૂર્ણ નિઃશંકતા રહે છે, તેવી રીતે આત્માની આરાધના કરનાર નિરપરાધી આત્માને કર્મબંધની શંકા રહેતી.નથી. મોક્ષ અધિકારનો આ જ સાર છે. આત્મખ્યાતિ કળશ ૨૦૦ માં અમૃતચંદ્ર આચાર્યે જેમ કહ્યું કે, “નાસ્તિ સર્વોપ સંબંધ: પરદ્રવ્ય માત્મ તત્ત્વો: ” તેમ જયારે આત્માને પરદ્રવ્યની સાથે કોઇ પણ સંબંધ નથી તો પછી તે પરપદાર્થોનો કર્તા-ભોકતા કેવી રીતે બની શકે? એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા-ભોકતા કહેવું માત્ર વ્યવહારનું જ કથન છે, નિશ્ચયથી વિચાર કરીએ તો બે દ્રવ્યોની વચ્ચે કર્તા-કર્મભાવ જ નથી. આત્મખ્યાતિ કળશ ૨૧૦ માં અમૃતચંદ્ર આચાર્યે કહ્યુ છે કે કેવળ વ્યવહારિક દષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન જાણીએ છીએ, પણ જો નિશ્ચયથી વસ્તુનો વિચાર કરીએ તો કર્તા અને કર્મ સદા એક જ માનવમાં આવે છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ આદિરૂપ પરિણમિત પુદ્ગલ આત્માને એમ નથી કહેતાં કે ‘તમે અમને જાણો’ અને આત્મા પણ પોતાનું સ્થાન છોડીને તેમને જાણવા માટે જતો નથી, બન્ને પોત પોતાના સ્વભાવ અનુસાર સ્વતંત્રતાથી પરિણમે છે. આમ સ્વભાવથી આત્મા પરદ્રવ્યો પ્રતિ તદ્દન ઉદાસીન હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં તેમને સારા બુરા જાણી રાગદ્વેષ કરે છે. શાસ્ત્રમાં જ્ઞાન નથી, કારણકે શાસ્ત્ર કાંઇ જાણતા નથી, તેથી જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે, એમ જીનદેવ કહે છે. તેમ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળ, આકાશ અને અધ્યવસાનમાં પણ જ્ઞાન નથી, કારણકે આ કાંઇ બધું જ જાણતા નથી, તેથી જ્ઞાન અન્ય છે અને આ બધું અન્ય છે. આ પ્રમાણે બધા પર પદાર્થો અને અધ્યવસાન ભાવોથી ભેદવિજ્ઞાન કરાવ્યું છે. અંતમાં આચાર્યદેવ કહે છે કે ઘણા લોકો લિંગ (વેષ) ને જ મોક્ષમાર્ગ માને છે, પણ નિશ્ચયથી મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, એમ જિનદેવ કહે છે, તેથી હે ભવ્યજનો! પોતાના આત્માને આત્માના આરાધનારૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગમાં જોડો, પોતાના ચિત્તને અન્યત્ર ભટકાવો નહીં. Jain Educationa International ૨૭ For Personal and Private Use Only. Page #38 -------------------------------------------------------------------------- ________________ અત્યંત કરુણાભર્યા શબ્દોમાં આચાર્યદેવ સમયસારની ૪૧ ૨મી ગાથામાં કહે છે “તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.” અર્થ: હે ભવ્ય જીવ! તું પોતાને નિજ આત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં સ્થાપિત કર, નિજાત્માનું જ ધ્યાન ધર, નિજાત્મામાં જ ચેત. નિજાત્માનો જ અનુભવ કરે અને નિજાત્માના અનુભવરૂપ મોક્ષમાર્ગમાં જ નિત્ય વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર, ઉપોગને અન્યત્ર ભટકવા ન દે. સમયસાર શાસ્ત્રનો આ જ સાર છે, તે જ શાસ્ત્ર તાત્પર્ય છે. આમ ૪૧૫ ગાથાઓમાં કુન્દકુન્દ આચાર્યકૃત સમયસાર સમાપ્ત થાય છે. ઉપરાંત અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ ટીકાના પરિશિષ્ટના રૂપમાં અનેકાંતસ્યાદવાદ, ઉપાય-ઉપેયભાવ અને જ્ઞાનમાત્ર ભગવાન આત્માની ૪૭ શક્તિઓનું ઘણું જ માર્મિક વિવરણ કર્યું છે, જે મૂળ કૃતિ વાંચી જવા ભલામણ છે. પરિશિષ્ટ્રના આરંભમાં જ આચાર્ય અમૃતચંદ્ર કહે છે કે, સ્યાદ્વાદની શુધ્ધિ માટે વસ્તુતત્વની વ્યવસ્થા અને ઉપાય-ઉપેયભાવનો જરા ફરી વિચાર કરીએ છીએ. ગ્રંથાધિરાજ સમયસારમાં નવતત્વોના માધ્યમથી મૂળ પ્રયોજનભૂત શુધ્ધાત્મવસ્તુનું પ્રરૂપણ છે, કે જેના આશ્રયથી નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. તેથી પ્રત્યેક વ્યક્તિએ કોઈ પણ ભેદભાવ વગર તેનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. કોઈ એમ પણ કહેતા સાંભળવામાં આવે છે કે સમયસાર તો માત્ર મુનિરાજોના અધ્યયનની વસ્તુ છે, ગૃહસ્થો (શ્રાવકો)એ તેનું અધ્યયન ન કરવું જોઈએ. તેઓ આમ ફકત કહેતા જ નથી પણ તેના પઠન-પાઠનનના નિષેધમાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાવે છે. આ ગ્રંથાધિરાજ સમયસારનું સદીઓથી ગૃહસ્થ વિદ્વાનો વડે પઠન-પાઠન થતું આવ્યું છે અને આજે પણ તેનું નિરતર પઠન પાઠન થાય છે. વિક્રમની સોળમી સદીમાં પાંડે રાજમલજીએ સમયસાર કળશો ઉપર બાલબોધની ટીકા લખી હતી, જેના આધાર ઉપર ૧૭મી સદીમાં કવિવર પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકની રચના કરી. ૧૯મી સદીમાં પંડિત જયચંદજી છાબડાએ તેની ભાષાટીકા લખી. તે જ પ્રમાણે બ. શીતલપ્રસાદજીની પણ તેના ઉપર લખેલી ટીકા પ્રકાશિત થઈ છે. ક્ષુલ્લક મનોહરલાલજી વર્ણીની સપ્તદશાંગી ટીકા પણ પ્રકાશિત થઈ ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. બ. પંડિત જગતુ મોહનલાલજી શાસ્ત્રીના અધ્યાત્મ-અમૃત-કળશ પણ સમયસાર કળશોની જ ટીકા છે. આ બધા વિદ્વાનોએ ટીકા લખતાં પહેલાં સમયસારનો ઊંડાણથી અભ્યાસ જરૂર કર્યો હશે. ૧૩મી સદીના પંડિત આશાધરજી અને ૧૯મી સદીના પંડિત ટોડરમલજીના ગ્રંથોના અધ્યયનથી પણ જણાય છે કે તેઓએ સમયસારનું ફક્ત વાંચન જ નહોતું કર્યું પણ ઉડાણથી તેનું અધ્યયન કર્યું હતું. સુલ્લક ગણેશપ્રસાદજી વર્ણી તો રોજ સમયસારના પાઠ કરતા હતા અને તેમને સંપૂર્ણ આત્મખ્યાતિ કંઠસ્થ હતી. જૈનેન્દ્ર વર્ણોને પણ સમયસારનો ઉડો અભ્યાસ હતો. સત્પુરૂષ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રને આ પરમાગમ મળતાં તેને માથે મૂકી નાચી ઉઠયા હતા અને તે ગ્રંથાધિરાજ લાવનાર ભાઈનું પણ રૂપિયાના ભરેલા થાળથી વધાવી બહુમાન કર્યું હતું. આધ્યાત્મિક સત્યરુષ શ્રી કાનજી સ્વામીએ તો ભરી સભામાં ૧૯ વાર સમયસાર પર પ્રવચન આપ્યાં હતાં. જે પ્રવચનો “પ્રવચન રત્નાકર' ના નામે પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે. આ બધા આત્માર્થિયોમાં કોઈ પણ મુનિરાજ નહોતા, બધા શ્રાવક હતા. આચારની દષ્ટિથી ધર્મ બે પ્રકારના માન્યા છે, ૧) મુનિધર્મ અને ૨) ગૃહસ્થધર્મ. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ગૃહસ્થધર્મના જ ભેદ છે, અને ક્ષુલ્લકનો પણ ગૃહસ્થોમાં જ સમાવેશ થાય છે. આચાર્યદેવે આ ગ્રંથાધિરાજ અજ્ઞાની મિથ્યાદષ્ટિઓના અજ્ઞાન અને મિથ્યાત્વના નાશ કરવા માટે બનાવ્યો છે, જે તેના અંદરમાં રહેલા અનેક ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. સમયસારની ૩૮મી ગાથાની ટીકામાં તો સ્પષ્ટ લખ્યું છે કે અત્યંત અપ્રતિબુદ્ધિ આત્મ વિમૂઢતા માટે જ આ વાત છે. સમ્યગ્દર્શનની મુખ્યાતાથી લખાએલ આ પરમાગમને ખાસ કરીને તો મિથ્યાદષ્ટિઓએ વાંચવું જોઈએ, કારણકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો તેમણે જ કરવાની છે, મુનિરાજો તો સમ્યગ્દષ્ટિ જ હોય છે, કારણકે સમ્યગ્દર્શન થયા વગર તો મુનિ થવું સંભવ જ નથી. સમયસારની ચોથી ગાથામાં કહ્યું છે કે અજ્ઞાનીજનોએ કામ, ભોગ, અને બંધની કથા તો અનેક વાર સાંભળી છે, પણ હું તો તેમને એકત્વ-વિભક્ત આત્માની એવી કથા સંભળાવીશ કે જે તેમણે ન તો કદી સાંભળી છે, ન તો કદી તેના પરિચય થયો છે અને ન તો કદી તેનો અનુભવમાં તે આત્મા આવ્યો છે. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનના વિષયભૂત ભગવાન આત્માની વાત પણ જેઓએ નથી સાંભળી તેમના માટે જ સમયસાર લખ્યો છે, તે વાતને ભૂલાવવી કોઇ પણ રીતે યોગ્ય નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બહાનાં કાઢી પરમ્ અધ્યાત્મના પ્રતિપાદક આ શાસ્ત્રના અધ્યયનના નિષેધ કરવાવાળાએ પંડિત ટોડરમલજીના નીચેના કથન ઉપર ધ્યાન આપવું જોઇએ. “કોઈ જીવ કહે છે કે: દ્રવ્યાનુયોગમાં (સમયસાર ઇત્યાદિ ગ્રંથો) વ્રત-સંયમાદિ વ્યવહાર ધર્મનું હીનપણું પ્રગટ કર્યું છે, સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઈત્યાદિ કથન સાંભળી જીવ સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાંપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ છીએ કે: જેમ સાકર ખાઇને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, પણ કોઇ વિપરીત બુધ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઇ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે – જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઇ એકાદ વાત સાભળી કોઇ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો જ દોષ છે. વળી જો જૂઠી દોષકલ્પના વડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચન-શ્રવણનો નિષેધ કરવામાં આવે તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો, તેમ સભામાં અધ્યાત્મ ઉપદેશ સાંભળતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઇ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રનો તો નિષેધ ન કરવો. બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઇ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાદષ્ટિ હતો અને આજે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કે - તેને સુગતિ ન થતાં કુતિ થાય. પરંતુ અધ્યાત્મ ઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મ ઉપદેશનો નિષેધ કરવો નહી.” Jain Educationa International ૩૦ ܕ For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન સાર જિનેન્દ્ર ભગવગાનના પ્રવચન (દિવ્યધ્વનિ)નો સાર આ “પ્રવચનસાર” પરમાગમ આચાર્ય કુન્દકુન્દની સૌથી વધારે પ્રચલિત અભૂત સશક્ત રચના છે. સમસ્ત જગતને જ્ઞાનતત્વ અને શેયતત્વ (સ્વ. - પર)ના રૂપમાં પ્રસ્તુત કરનારી આ અમર કૃતિ ગત બે હજાર વર્ષોથી નિરંતર પઠન-પાઠનમાં રહી છે. આજે પણ આ ગ્રંથને વિશ્વ વિદ્યાલયોના પાઠયક્રમોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આચાયોમાં કુન્દકુન્દ અને તેમની કૃતિઓમાં સમયસાર સર્વોપરિ છે, તેમ છતાં સમયસારને પોતાની વિશુધ્ધ આધ્યાત્મિક વિષયવસ્તુના કારણે વિશ્વવિદ્યાલયના પાઠયક્રમોમાં સ્થાન મળ્યું નથી, પણ તેની વિશિષ્ટ શૈલીમાં વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરનાર પ્રવચનસારને સર્વત્ર પ્રવેશ મળ્યો છે. પ્રમાણ અને પ્રમેય વ્યવસ્થાનો પ્રતિપાદક આ ગ્રંથરાજ આચાર્ય કન્ટકન્ડની એક એવી સૌથી ગંભીર અને વિલક્ષણ કૃતિ છે કે જેમાં તેઓ સંતના રૂપ ઉપરાંત ગંભીર દાર્શનિક ગુરૂના સ્વરૂપમાં પણ બહાર તરી આવ્યા અને સ્થાપિત થયા છે. આચાર્ય જયસેનના પ્રમાણે જો પંચાસ્તિકાય સંગ્રહની રચના સંક્ષેપરુચિવાળા શિષ્યો માટે થઈ હતી, તો આ ગ્રંથરાજની રચના મધ્યમ રુચિવાળા શિષ્યો માટે થઈ હતી. આ ગ્રંથરાજના વિષયવસ્તુને ત્રણ મહા-અધિકારોમાં વહેંચી નાખ્યો છે. ‘તત્ત્વદીપિકા” ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર તેને જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન, શેયતત્ત્વપ્રજ્ઞાપન અને ચરણાનુયોગ સૂચક ચૂલિકા નામથી ઓળખાવે છે; જયારે ‘તાત્પર્યવૃતિ’ ટીકામાં આચાર્ય જયસેન સમ્યજ્ઞાન અધિકાર, સમ્યગ્દર્શન અધિકાર અને સમ્મચારિત્ર કહે છે. આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ જયસેન આચાર્ય ટીકાના આરંભમાં જ કરી દે છે. તેઓ પોતાના વર્ગીકરણનો ઉલ્લેખ કરતાં આચાર્ય. અમૃતચંદ્રના વર્ગીકરણનો પણ ઉલ્લેખ કરે છે. આચાર્ય જયસેને પોતાના વર્ગીકરણને તાત્પર્યવૃતિ'માં પાતનિકાના રૂપમાં યોગ્ય જગ્યાએ સર્વત્ર સ્પષ્ટ કર્યું છે. અહીં આચાર્ય અમૃતચંદ્રના વર્ગીકરણ પ્રમાણે જ પ્રવચનસાર ના અધિકારોનું વિહંગાવલોકન યોગ્ય છે. ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧) જ્ઞાનતત્વપ્રજ્ઞાપન અધિકાર જ્ઞાનતત્વપ્રજ્ઞાપન અથવા સમ્યજ્ઞાન અધિકાર નામના પ્રથમ શ્રુતસ્કંધને ચાર પેટા અધિકારમાં વિભાજીત કર્યો છે, જે નીચે પ્રમાણે છે. ૧) સુધ્ધોપયોગ - અધિકાર ર) જ્ઞાન - અધિકાર ૩) સુખ - અધિકાર ૪) શુભપરિણામ – અધિકાર જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પ્રારંભિક બાર ગાથાઓ મંગળાચરણ, પ્રતિજ્ઞાવાક્ય અને વિષય-પ્રવેશના રૂપમાં છે, જેમ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાને પ્રધાન ચારિત્ર જ ધર્મ છે અને સામ્યભાવરૂપ વીતરાગ ચારિત્ર થી પરિણત આત્મા જ ધર્માત્મા છે. આ ગ્રંથના આરંભમાં જ ચારિત્રને ધર્મ જાહેર કરતાં આચાર્ય કુન્દકુન્દ ચારિત્રની પરિભાષા પ્રવચનસારની ગાથા-૭માં આ પ્રમાણે કરે છે: - “ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સાધ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે.” અર્થ : મોહ (દર્શનમોહ-મિથ્યાત્વ) અને ક્ષોભ (ચારિત્રમોહ - રાગ- દ્રષ) થી રહિત આત્મનાં પરિણામને સામ્ય કહે છે. આ સામ્યભાવ જ ધર્મ છે, ચારિત્ર છે. આમ ચારિત્ર જ ધર્મ છે. (ચારિત્ર ખલુ ધમ્મો). નિશ્ચયથી તો શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવ જ ચારિત્ર છે, પણ વ્યવહારથી શુભાંગ્યાંગરૂપ સરાગભાવને પણ ચારિત્ર કહે છે. શુધ્ધપયોગરૂપ વીતરાગ ચારિત્રથી પરિણત આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે અને શુભોપયોગરૂપ સરાગ ચારિત્રથી પરિણત જીવ સ્વગદિને પ્રાપ્ત કરી સંસારમાં જ રહે છે. જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન મહાઅધિકારમાં સર્વપ્રથમ ધર્મ અને ધર્મના ફળનું સામાન્ય સ્વરૂપ સ્પષ્ટ કરી પછી શુધ્ધોપયોગ-અધિકાર આરંભ કરે છે. આ અધિકારમાં શુદ્ધોપયોગરૂપ વીતરાગ ચારિત્રનું સ્વરૂપ અને ફળ બતાવ્યું છે. આત્મરણતારૂપ શુધ્ધોપયોગનું ફળ અતીન્દ્રિય જ્ઞાન (અનન્તજ્ઞાન-કેવળજ્ઞાન-સર્વજ્ઞતા) અને અતીન્દ્રિય આનંદ (અનંત સુખ) ની પ્રાપ્તિ છે. ૧૩મી ગાથા થી ૨૦મી ગાથા સુધી શુધ્ધોપયોગનું સ્વરૂપ અને ફળ બતાવ્યા પછી શુધ્ધોપયોગના ફળસ્વરૂપ પ્રાપ્ત થતી સર્વજ્ઞતા અને અનંત અતીન્દ્રિય આનંદનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ક્રમશ: જ્ઞાન અધિકાર અને સુખ અધિકાર લખ્યા છે. ૩ર Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય જયસેને જ્ઞાન અધિકારને “સર્વજ્ઞસિધ્ધિ-અધિકાર' નામ આપ્યું છે. તેથી જ પ્રતીત થાય છે કે જ્ઞાન અધિકારમાં સર્વજ્ઞતાના સ્વરૂપ ઉપર જ વિસ્તારથી વિચાર કર્યો છે. ૩ર ગાથાઓમાં ફેલાએલા આ અધિકારમાં પ્રસ્તુત સર્વજ્ઞતાનું નિરૂપણ પોતાની રીતે અનુપમ છે, અદ્વિતીય છે, તેનો મૂળ પાઠ વાંચવા યોગ્ય છે. અનુત્પન્ન (ભાવિ) અને વિનષ્ટ (ભૂતકાલીન) પર્યાયોને જાણવાની સંભાવનાને ઈન્કાર કરનારાઓએ આચાર્ય કુન્દકુન્દના પ્રવચનસારની ૩૯મી ગાથાના નીચેના કથન ઉપર ધ્યાન આપવું જોઈએ:- (ગુજરાતી પદ્યાનુવાદ). “જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય” કોણ કહે ભલા?” જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને દિવ્ય' કોણ કહે? પ૩ થી ૬૮ ગાથા સુધીના સુખ અધિકારમાં કહ્યું છે કે જેવી રીતે ઈન્દ્રિયજ્ઞાન હેય અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે, તેવી રીતે ઈન્દ્રિયસુખ હેય અને અતીન્દ્રિયસુખ ઉપાદેય છે, કારણકે અતીન્દ્રિયસુખ જ પરમાર્થિક સુખ છે. ઈન્દ્રિયસુખ તો સુખાભાસ છે, નામ માત્રનું સુખ છે. ઈન્દ્ર આદિ પણ સુખી નથી. જો તેઓ સુખી હોત તો પંચેન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરતા નહીં. જેને વિષયોમાં રતિ છે તેને દુ:ખી જ જાણો. આ અધિકારમાં શુદ્ધોપયોગથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખને ઉપાદેય અને ઈન્દ્રિયસુખને હેય બતાવ્યું છે. ત્યાર પછી ઈન્દ્રિયસુખના કારણરૂપમાં શુભ પરિણામ અધિકાર આવે છે, કારણકે અતીન્દ્રિયસુખના કારણભૂત શુદ્ધોપયોગનું વર્ણન તો પહેલાં જ કરી દીધું છે. આ અધિકાર ૬૯ ગાથા થી ૯રમી ગાથા સુધી છે. આ અધિકારમાં જોર આપીને બતાવ્યું છે કે પાપભાવોથી પ્રાપ્ત થનારી પ્રતિકૂળતાઓમાં તો દુ:ખ જ છે, પણ પુણ્યભાવો શુભપરિણામોથી પ્રાપ્ત થનારી લૌકિક અનુકૂળતાઓ અને ભોગસામગ્રી નો ઉપભોગ પણ દુ:ખ જ છે. શુભપરિણામો થી પ્રાપ્ત થનારા લૌકિક સુખનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્યદિવ પ્રવચનસાર ગાથા ૭૬ માં લખે છે: ૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ “પરયુક્ત, બાધાસહિત, ખડિત, બધકારણ, વિષમ છે; જે ઈન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુ:ખ જ ખરે.” અર્થ:- જે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના ઉપર આધાર રાખનાર હોઇ અને પરના સંબધવાળું હોઇ પરાધીન છે બાધાસહિત છે, વિચ્છિન્ન છે, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુ:ખ જ છે. વળી પ્રવચનસાર ગાથા ૭૭માં આચાર્યદેવ તો એટલે સુધી કહે છે કે: “નહી માનતો - એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે છે.” અર્થ:- એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી, અર્થાત્ તેમના ફળના ઉપભોગમાં સમાનતા સમજતો નથી, તેમને સમાનરૂપથી હેય માનતો નથી, તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. મોહની સેનાને જીતવાનો ઉપાય બતાવનારી બહુચર્ચિત ૮૦મો ગાથા પણ આજ અધિકારમાં આવે છે, તે નીચે પ્રસ્તુત છે: “જે જાણતો અર્હતને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.” અર્થ:- જે અરિહંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ત્યાર બાદ મોહ-રાગ-દ્વેષનું સ્વરૂપ સ્પષ્ટ કરીને તેના નાશનો ઉપાય બતાવ્યો છે, અને તેનો નાશ કરવાની પાવન પ્રેરણા આપી છે. સન્માર્ગદર્શક પુરૂષાર્થપ્રેરક જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન મહાધિકારની ટીકા લખતાં આચાર્ય અમૃતચંદ્રનો આત્મોન્મુખી પુરૂષાર્થ અનેક સ્થળે અતિ તીવ્રતાથી બહાર તરી`આવે છે. તેમની ટીકાની અમુક પંક્તિઓ આ પ્રમાણે છે: “તેથી મેં મોહરૂપી સેનાને જીતવાની કમર કસી છે.” “જો એમ છે તો મેં મોહરૂપી સેનાને જીતવાનો ઉપાય પ્રાપ્ત કરી લીધો છે.” “જેના પ્રસાદથી મારો આત્મા સ્વયં ધર્મ થઇ ગયો છે, ધર્મમય થઇ ગયો છે, તે પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધોપયોગ સદા જયવંત વર્તે.” જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન મહાધિકારમાં અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો એક માત્ર હેતુ શુદ્ધોપયોગ અને તેનાથી ઉત્પન્ન અતીન્દ્રિયજ્ઞાન (સર્વજ્ઞતા) અને અતીન્દ્રિય આનંદનો તથા સાંસારિક સુખ તથા તેના કારણરૂપ Jain Educationa International ૩૪ For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શુભપરિણામોનું સમ્યક્ વિવેચન પ્રસ્તુત કરતાં અશુદ્ધોપયોગરૂપ શુભાશુભ પરિણામોને ત્યાગી સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક શુદ્ધપયોગરૂપ વીતરાગ-ચારિત્ર ગ્રહણ કરવાની પાવન પ્રેરણા આપે છે. (૨) શેયતત્ત્વપ્રજ્ઞાપન મહાધિકાર ત્યાર બાદ ૯૩મી ગાથા થી ૨૦૦મી ગાથા સુધી શેયતત્ત્વપ્રજ્ઞાપન મહા અધિકાર ચાલે છે. વસ્તુસ્વરૂપના પ્રતિપાદક હોવાથી આ મહાધિકારમાં મૂલરૂપથી બે પેટા અધિકાર જ હોવા જોઇએ:- દ્રવ્ય સામાન્ય અધિકાર અને દ્રવ્યવિશેષ અધિકાર; વળી સમસ્ત જિન આગમનું મૂળ પ્રયોજન તો જ્ઞાન અને શેય (સ્વ-પર)ના વચ્ચે ભેદવજ્ઞાન કરવાનું છે; તેથી તેમાં એક જ્ઞાન-શેય વિભાગ અધિકાર નામનો ત્રીજો અધિકાર પણ છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અને શેયતત્ત્વપ્રજ્ઞાપનના ઉપસંહારરૂપ આ અંશને જ્ઞેયતત્ત્વપ્રજ્ઞાપનમાં જ સમાવેશ કરી લીધો છે. આમ આ મહા અધિકારના ત્રણ પેટા અધિકાર છે: દ્રવ્યસામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર, અને જ્ઞાન-શેય વિભાગ અધિકાર. ૯૩મી થી ૧૨૬મી ગાથા સુધીના દ્રવ્યસામાન્ય અધિકારમાં સમસ્ત દ્રવ્યોના સામાન્ય સ્વરૂપ ઉપર વિચાર કર્યો છે. ગુણ પર્યાય વાળા દ્રવ્યોનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય હોય છે; તેથી આ અધિકારમાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુનું ઊંડાણથી ચિંતન કરવામાં આવ્યું છે. સત્, સત્તા, અસ્તિત્વ-બધા એકાર્થવાચી છે. વસ્તુની સત્તા અથવા અસ્તિત્વ સિદ્ધ થયા વગર તેનું વિસ્તૃત વિવેચન સંભવ નથી. તેથી તેમાં સર્વ પ્રથમ સત્તાના સ્વરૂપ ઉપર સતર્ક વિસ્તૃત વિવેચન કર્યું છે જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. મહાસત્તા (સાદ્દશ્ય-અસ્તિત્વ) અને પેટા સત્તા (સ્વરૂપ અસ્તિત્વ)ના ભેદથી, સત્તા (અસ્તિત્વ) બે પ્રકારની હોય છે. બધાં દ્રવ્યો સરૂપ જ છે, અસ્તિત્વમય છે, સત્તા સ્વરૂપ છે; અને પ્રત્યેક દ્રવ્યની સત્તા સ્વતંત્ર છે. તેથી સત્ સામાન્યની દૃષ્ટિથી મહાસત્તાની અપેક્ષાએ બધા એક હોવા છતાં બધાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવાથી બધાનું અસ્તિત્વ સ્વતંત્ર છે. બધા દ્રવ્યોની એકતા સાદ્દશ્ય અસ્તિત્વ ઉપર આધારિત હોવાથી સમાનતાના રૂપમાં જ છે, અભિન્નતાના અર્થ માં નહીં. આ અધિકાર જૈન દર્શનનું મૂળ છે, કારણકે તેમાં પ્રતિપાદિત વિષય-વસ્તુ જૈનદર્શનનું હાર્દ છે. તેથી સંપૂર્ણ અધિકાર ઉડાણમાં અનેક વાર મૂળ પુસ્તકમાંથી Jain Educationa International ૩૫ For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વાંચવા યોગ્ય છે. તેમ છતાં તેમાં રહેલી અમુક મહત્વપૂર્ણ વાતો તરફ વાંચકગણનું ધ્યાન અહીં આકર્ષવાનું યોગ્ય અને જરૂરી લાગે છે. બે દ્રવ્યોના વચ્ચેની ભિન્નતાને પૃથકતા અને એક જ દ્રવ્યના ગુણ પર્યાયોના વચ્ચેની ભિન્નતાને અન્યતાના રૂપમાં આ અધિકારમાં જે પ્રમાણે પરિભાષિત કરી છે તે પોતાની રીતે અદ્દભૂત છે. વિભક્ત પ્રદેશત્વ પૃથકત્વનું લક્ષણ છે અને અતભાવ અન્યત્વનું લક્ષણ છે. જે પદાર્થોના પ્રદેશ ભિન્ન-ભિન્ન છે, તેને પથક-પૃથક કહેવાય છે, પણ જેના પ્રદેશ અભિન્ન છે, એવા દ્રવ્ય, ગુણ, પર્યાય પરસ્પર અન્ય-અન્ય તો છે, પણ પૃથક-પૃથક નથી. જીવ અને પુદગલ પૃથક પૃથક છે, અથવા બે જીવ પણ અભિન્ન નથી, પૃથક-પૂથક જ છે, પણ જ્ઞાન અને દર્શન પૃથક-પૃથક નથી, અન્ય અન્ય છે અથવા રૂપ અને રસ પણ પૃથક પૃથક નથી, અન્ય અન્ય છે. જયાં રૂપ છે ત્યાં રસ છે, જયાં રસ છે ત્યાં રૂપ છે, તેમ જયાં જ્ઞાન છે ત્યા દર્શને છે, જયાં દર્શન છે ત્યાં જ્ઞાન છે તેથી રૂપ અને રસ, તથા જ્ઞાન અને દર્શન અન્ય અન્ય તો છે પણ પૃથક પૃથક નથી. ભિન્ન શબ્દનો પ્રયોગ અન્યતાના અર્થમાં પણ થાય છે અને પૃથકતાના અર્થમાં પણ. તેથી ભિન્ન શબ્દનો અર્થ કરતી વખતે આ વાતની સાવધાની અત્યંત આવશ્યક છે કે ભિન્ન શબ્દ સંદર્ભ અનુસાર કયા અર્થમાં વપરાયો છે તે જોવું જોઇએ. ગુણ અને ગુણી (દ્રવ્ય)ના વચ્ચે પણ અન્યતા હોય જ છે પૃથકતા નથી, તેથી સત્તા (ગુણ) અને દ્રવ્ય (ગુણી)માં કથંચિત અન્યપણું છે પણ પૃથકપણું નથી. સત્તા દ્રવ્યથી અન્ય પણ છે અને અનન્ય પણ; છતાં પૃથક નથી. જો કે આ અધિકારમાં વસ્તુના સામાન્ય રૂપનું જ પ્રતિપાદન છે. તો પણ પ્રયોજનભૂત આધ્યાત્મિક પ્રેરણા સર્વત્ર વિદ્યમાન છે. અધિકારના આરંભમાં પર્યાયમૂઢ જીવ પરસમય છે', “જે જીવ પર્યાયોમાં લીન છે તેને પરસમય કહ્યો છે.” આમ પર્યાયો ઉપરથી દૃષ્ટિ હટાવવાની પ્રેરણા આપનારી અનેક પંક્તિઓ આપી છે. વરતુના સામાન્ય સ્વરૂપનો પ્રતિપાદક આ અધિકારને સમાપન કરતાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારની તત્વદીપિકાની ટીકાના કળશ ૭માં લખે છે કે “તીવ્ર મોહની લક્ષ્મીને લૂંટનાર, ઉત્કૃષ્ટ વિવેકથી આત્મતત્વને પ્રકાશિત કરનાર શુધ્ધનયે આત્માને અન્ય દ્રવ્યોથી પૃથક કયો છે તથા સમસ્ત વિશેષોને સામાન્ચમાં લીન કર્યા છે.” ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ આ છન્દમાં પરથી પૃથક અને સામાન્યમાં લીન, વિશેષોથી ભરેલા આત્માને વ્યક્ત કરનાર જ્ઞાનના અંશને શુધ્ધનય કહી, આત્માની આરાધનાની પાવન પ્રેરણા આપી છે. ત્યાર પછી ૧૨૭મી ગાથાથી ૧૪૪મી ગાથા સુધી દ્રવ્યવિશેષ અધિકારમાં જીવ, પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ છ દ્રવ્યોને જીવ-અજીવ, મૂર્ત-અમૂર્ત, લોક-અલોક, ક્રિયાવાન-ભાવવાન, સપ્રદેશી-અમદેશી આદિ દ્વન્દોમાં વિભાજીત કરી સમજાવ્યું છે. પછી ૧૪પમી ગાથાથી જ્ઞાન-શેય વિભાગ અધિકાર આરંભ થાય છે, જે ૨૦૦મી ગાથાએ પુરો થાય છે. આ અધિકાર શરૂ કરતાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસાર ગાથા ૧૪પની ઉત્થાનિકામાં લખે છે કે:- “શેયતત્ત્વ કહીને, હવે જ્ઞાન અને શેય દ્વવારા આત્માને નિશ્ચિત કરીને, આત્માને અત્યન્ત વિભક્ત કરવા માટે વ્યવહાર જીવતત્ત્વના હેતુનો વિચાર કરીએ.” ઉપરની પંક્તિમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે “શેયતત્ત્વ કહીને તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે શેય અધિકાર અહીં સમાપ્ત થાય છે. તે છતાં જ્ઞાન અને શેયના વચ્ચે ભેદ વિજ્ઞાન કરાવનાર આ અધિકાર શેયતત્ત્વ પ્રજ્ઞાપનમાં સમાવી લેવાનું આચાર્ય અમૃતચંદ્રને યોગ્ય લાગ્યું. ૨૦૦મી ગાથા પછીના છંદો અને અત્તિમ પક્તિથી આ વાત એકદમ સ્પષ્ટ થાય છે. ભેદજ્ઞાનની મુખ્યતાથી લખાએલ હોવાથી આ અધ્યાત્મનો અધિકાર છે. તેમાં જ્ઞાનતત્ત્વ અને શેયતત્ત્વનું નિરૂપણ એ પ્રકારે કર્યું છે કે જેથી ભેદવિજ્ઞાનની ઉત્પત્તિ થાય. દેહ શું છે, આત્મા શું છે, તે બન્નેનો સંબંધ ક્યારથી છે અને કેવો છે? આ બધી વાતોને વિસ્તારથી સમજાવતાં અંતમાં પ્રવચનસારની ગાથા ૧૬૦ થી ૧૬૨માં કહે છે કે જ્ઞાની તો આમ વિચારે છે: “હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. (૧૬) અર્થ:- હું દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી, તેમનું કારણ નથી, કર્તા નથી, કારયિતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી. “મન, વાણી તેમ જ દેહ પુગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે.” (૧૬૧) અર્થ- દેહ, મન, અને વાણી પુદ્ગલ દ્રવ્યાત્મક (વીતરાગદેવે) કહ્યાં છે, અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુદ્રવ્યોનો પિંડ છે. ૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ “હું પૈદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યો નથી, તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી.” (૧૬૨) અર્થ- હું પુદ્ગલમય નથી અને તે પુદ્ગલો મેં પિંડરૂપ કર્યા નથી; તેથી હું દેહ નથી તેમ જ તે દેહનો કર્યા નથી. આ અધિકારમાં તે મહત્ત્વપૂર્ણ ગાથા પણ છે, જે આચાર્ય કુન્દકુન્દના બધા ગ્રંથરાજોમાં જોવા મળે છે અને પરથી ભિન્ન આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરનારી છે. તે ગાથા ૧૭૨મી છે અને તે નીચે પ્રમાણે છે: “છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને.” અર્થ:- જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (આકાર) નથી એવો જાણ. (જાઓ સમયસાર ગાથા-૪૯, પંચાસ્તિકાય ગાથા-૧૨૭, નિયમસાર ગાથા-૪૬, ભાવપાહુડગાથા-૬૪ પ્રવચનસાર ગાથા-૧૯૨ અને નિયમસાર ગાથા ૪૪-૪૫-૪૮ અલિંગ ગ્રહણના આચાર્ય અમૃતચંદ્ર વીશ અર્થ કર્યા છે તે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. ભેદવિજ્ઞાનના અભાવમાં ભાવકર્મ (મોહ-રાગ-દ્વેષ) દ્રવ્યકર્મ (જ્ઞાનાવરણાદિ) અને નોકર્મ (શરીરાદિ) થી બંધાયેલ આત્માને બંધન અને બંધનથી મુક્તિનો માર્ગ બતાવતાં સારાંશના રૂપમાં આચાર્યદેવ ૧૭૯મી ગાથામાં કહે છે કે: “જીવ રક્ત બાંધે કર્મરાગ રહિત જીવ મુકાય છે; -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે.” અર્થ:- રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે. આ જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી જાણ. નિશ્ચયથી બંધની પ્રક્રિયાનો સાર આટલો જ છે. આવો જ ભાવાર્થ સમયસારની ૧૫૦મી ગથામાં પણ આચાર્યદેવે કહ્યો છે: જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે, એ જિન તણો ઉપદેશ, તેથી ન રાચ તું કમ વિષે.” અર્થ:- રાગી જીવ કર્મ બાંધે છે અને વૈરાગ્યને પામેલો જીવ કર્મથી છૂટે છે - આ જિનભગવાનનો ઉપદેશ છે, માટે (હે ભવ્ય જીવ!) તું કમોંમાં પ્રીતિ-રાગ ન કર. ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ છેવટે અધિકારના અંતમાં ગાથા ૨૦૦મી માં કહે છે: “એ રીત તેથી આત્માને શાયકસ્વભાવી જાણીને નિર્મમપણે રહી સ્થિત આ પરિવજું હું મમત્વને.” અર્થ:- તેથી (અર્થાત શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું. (૩) ચરણાનુયોગ સૂચક ચૂલિકા - પ્રવચનસારની મૂળ વિષયવસ્તુ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અને શેયતત્ત્વપ્રજ્ઞાપન મહા અધિકારોમાં જ સમાપ્ત થઈ જાય છે. આ સંબંધમાં આચાર્ય જયસેને તાત્પર્યવૃત્તિ ટીકાના ચારિત્ર અધિકારની પાતનિકામાં નીચે મુજબ લખ્યું છે: કાર્યના અનુસાર ગ્રંથ તો અહીં જ સમાપ્ત થઈ જાય છે કારણ કે હું સામ્યને પ્રાપ્ત કરું છું તે પ્રતિજ્ઞાની સમાપ્તિ અહીં જ થઈ જાય છે.” આ અધિકારની ટીકા આરંભ કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે: હવે બીજાઓ માટે ચરણાનુયોગ સૂચક ચૂલિકા લખીએ છીએ તેથી તેને ગ્રંથનો મૂળ અંશ માનતા નથી અને તેને ચૂલિકા માને છે. ચૂલિકા શબ્દનો અર્થ આચાર્ય જયસેન સમયસારની ૩૨ ૧મી ગાથા ની તાત્પર્યવૃત્તિની ટીકામાં આ પ્રમાણે લખે છે: “વિશેષનું વ્યાખ્યાન, ઉક્ત અથવા અનુક્ત વ્યાખ્યાન અથવા ઉક્તાનુક્ત અર્થનું સંક્ષિપ્ત વ્યાખ્યાન - આમ “ચૂલિકા” શબ્દનો અર્થ ઉપરના ત્રણ પ્રકારે જાણવો.” ચારિત્રના ધણી આચાર્યદવ સમ્યગ્દર્શન-જ્ઞાનના નિમિત્તભૂત વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કરી શિષ્યોને ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપવા માટે આ અધિકારની રચના કરે છે. આ વાતની પુષ્ટિ આ અધિકારના મંગળાચરણની ગાથાથી પણ થાય છે. મંગળાચરણ ગાથા ૨૦૧ માં આ પ્રમાણે છે : “એ રીત પ્રણમી સિધ્ધ, જિનવર વૃષભ, મુનિને ફરી ફરી, શ્રમણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુ:ખ મુક્તિની.” અર્થ:- જો દુ:ખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો, પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિધ્ધોને, જિનવર વૃષભોને (અહંતોને) તથા શ્રમણોને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને (મુનિપણાને) અંગીકાર કરો. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ તરતજ તેઓ ગ્રામપ્ય અંગીકાર કરવાની વિધિ ઉપર વ્યાખ્યાન આપે છે. તેથી સિદ્ધ થાય છે કે તેઓ ગૃહસ્થ શિષ્યોને ગ્રામપ્ય અંગીકાર કરવાના ઉદ્દેશ્યથી જ આ અધિકારની રચના કરી છે. આ ચરણાનુયોગ સૂચક ચૂલિકામાં ચાર અધિકાર છે:૧) આચરણ પ્રજ્ઞાપન ૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન ૩) શુભ ઉપયોગ પ્રજ્ઞાપન ૪) પંચરત્ન પ્રજ્ઞાપન ગાથા ૨૦૧ થી ૨૩૧ સુધીનો આચરણ પ્રજ્ઞાપન અધિકારમાં સર્વ પ્રથમ શ્રામ મુનિધર્મ અંગીકાર કરવાની વિધિનો ઉલ્લેખ છે, જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. ત્યાર પછી શ્રમણોના અઠ્ઠાવીસ મૂળ ગુણોનું સ્વરૂપ બતાવતાં શ્રામણ્યના છેદ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે. છેદ બે પ્રકારના હોય છે :- અતરંગ છેદ અને બહિરંગ છે. શુધ્ધોપયોગનો ક્ષય થવો તે અંતરંગ છેદ છે અને પોતાના નિમિત્તથી બીજાના પ્રાણોનો છેદ થવો તે બહિરંગ છેદ છે. આ સંદર્ભમાં પ્રવચનસારની ર ૧૭ મી ગાથા ધ્યાન ખેંચે છે : “જીવો - મરો જીવ, નહીન આચાર ત્યાં હિંસા નક્કી; સમિતિ - પ્રયત્ન સહિતને નહિ બંધ હિંસામાત્રથી.” અર્થ:- જીવ મરો કે જીવો, અસંયમી, અસાવધાન આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; સાવધાન સંયમીને, સમિતિવંતને, (શુધ્ધાત્મ સ્વરૂપમાં લીન મુનિને) બહિરંગ હિંસામાત્રથી બંધ નથી. વળી પ્રવચનસાર ગાથા ૨૧૯ માં કહે છે કે : “દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય - ન થાય છે, પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડ્યો યોગીએ.” અર્થ - હવે (ઉપાધિ વિષે એમ કહે છે કે, કાયાચેષાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપાધિથી પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંત દેવોએ) સર્વ પરિગ્રહને છોડયો છે. તે પ્રમાણે સમયસારની ૨૬ ૨ મી ગાથામાં કહ્યું છે કે; “મારો-ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી.” અર્થ- જીવોને મારો અથવા ન મારો કર્મબંધ તો માત્ર અધ્યવસાન (મોહ-રાગદ્વેષ-ભાવ) થી જ થાય છે. નિશ્ચયનયે જીવોના બંધનું સ્વરૂપ સંક્ષેપમાં આ છે. બંધનો સંબંધ પર જીવોના જીવન મરણથી નથી પણ જીવના સ્વયં મોહ-રાગ-દ્વેષ પરિણામોથી છે. તેથી પરિણામોની સંભાળ રાખવી અધિક આવશ્યક છે. ४० Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ આ પછી ઊપાધિ ત્યાગના સંદર્ભમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાં યોગ્ય આહાર, વિહાર અને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પણ ચર્ચા છે. આ સંપૂર્ણ પ્રકરણ મૂળ પાઠમાંથી વાંચવા ભલામણ છે. અંતમાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની મૈત્રી બતાવતાં પ્રવચનસાર ગાથા ૨૩૦ માં આચાર્યદેવ લખે છે: “વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે, ચર્ચા ચરો નિજયોગ્ય, જે રીતે મૂળ છેદ ન થાય છે.” અર્થ:- બાળ, વૃધ્ધ, શ્રાંત (શ્રમિત, થાકેલો), કે ગ્લાન (વ્યાધિગ્રસ્ત, રોગી, દુર્બળ) શ્રમણ મૂળનો છેદ જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ આચરે. આ વાતનો ધ્યાન રાખીને ઉત્સર્ગ અથવા અપવાદ જે પણ માર્ગ ઉપર ચાલવું સંભવ હોય, સહજ હોય, તે ઉપર ચાલો. તાત્પર્ય એ છે કે ઉત્સર્ગ માર્ગની હઠ ન કરે. ક્ષેત્ર, કાળ અને પોતાના દેહાદિકની સ્થિતિ જોઈને આચરણ કરે, પણ એ વાતનો અવશ્ય ખ્યાલ રાખે કે શુધ્ધોપયોગરૂપ મૂળધર્મનો ઉચ્છેદ ન થઈ જાય. આમ આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં જયાં એક બાજુ શિથિલાચારના વિરૂધ્ધ ચેતવણી આપી છે, ત્યાંજ અનાવશ્યક કઠોર આચરણના વિરૂધ્ધ પણ સાવધાન કર્યા છે. ત્યાર બાદ ૨૩૨ થી ૨૪૪ ગાથામાં મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકારમાં સર્વ અધિક બળ આગમ અભ્યાસ ઉપર આપવામાં આવ્યું છે. અધિકારનો આરંભ જ “આગમ ચેટ્ટા તદો જેટ્ટા”ની પંક્તિથી થાય છે. આચાર્યદેવ કહે છે કે એકાગ્રતા વગર શામયે હોતું નથી અને એકાગ્રતા તેને જ હોય છે જેને આગમનો અભ્યાસ દ્વારા પદાર્થોનો નિશ્ચય કર્યો છે, તેથી આગમનો અભ્યાસ જ સર્વપ્રથમ કર્તવ્ય છે. - સાધુને આગમચક્ષુ કહ્યા છે. આગમરૂપી ચક્ષુના ઉપયોગ વગર સ્વ-પરભેદવિજ્ઞાન સંભવ નથી. ગુણ-પર્યાય સહિત સંપૂર્ણ પદાર્થ આગમથી જાણવામાં આવી શકે છે. આગમ અનુસાર દષ્ટિથી સંપન્ન પુરૂષ જ સંયમી હોય છે. આ અધિકારમાં જ એક મહત્વપૂર્ણ ગાથા ૨૩૮ આવે છે, તે નીચે મુજબ “અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ (દશ ખવ) ભવો વડે, તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છવાસમાત્રથી ક્ષય કરે”. અર્થ- જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે. ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આ જ ગાથાનો ભાવા અનુવાદ પંડિત દૌલતરામજીએ છ ઢાળામાં ચતુર્થ ઢાળના છેદ ૫ માં નીચે મુજબ કર્યો છે. “કોટિ જન્મ તપ તપે જ્ઞાન વિન કર્મ ખરે જે જ્ઞાનીનાં ક્ષણ માહિ ત્રિગુતિથી સહજ ટળે તે. જેમ આ અધિકારમાં આગમજ્ઞાનની અદ્દભૂત મહિમા ગાઈ છે તેમ આત્મજ્ઞાન શુન્ય આગમ જ્ઞાનને નિરર્થક પણ બતાવ્યું છે. જે નીચે પ્રમાણે પ્રવચનસાર ગાથા ૨૩૯ માં કહ્યું છે: “અણુમાત્ર પણ મૂચ્છ તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વ આગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને” અર્થ :- જો દેહાદિક પ્રત્યે પરમાણું જેટલી પણ મૂચ્છ વર્તતી હોંય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. આમ આ અધિકારમાં આત્મજ્ઞાન સહિત આગમજ્ઞાનનાં જ ગીત ગાયાં છે. અંતમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન શ્રમણોના સ્વરૂપ ઉપર પ્રકાશ નાખતાં પ્રવચનસાર ગાથા ૨૪૧ માં કહે છે કે “નિંદા-પ્રશંસા, દુ:ખ-સુખ, અરિ-બંધુમાં જયાં સામ્ય છે. વળી લોષ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. અર્થ- શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે પ્રસંશા અને નિંદા પ્રત્યે જેને સમતા છે. પોષ (માટીનું ઢેફ) અને કાંચન (સોનું) જેને સમાન છે તેમજ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. તાત્પર્ય એ છે કે અનુકૂળ-પ્રતિકૂળ બધા પ્રસંગોમાં સમતાભાવ રાખવો તે સાધુપણું છે. આ ગાથાના આધાર ઉપર પંડિત દૌલતરામજી છઢાળાની છઠ્ઠી ઢાલનાં છંદ ૬ માં લખે છે : “અરિ-મિત્ર, મહેલ-મસાણ, કંચન-કાંચ, નિંદા-સ્તુતિકર, અર્થ અવતારન અસિપ્રહારનમાં સદા સમતા ધારન.” ગાથા ૨૪૫ થી શુભોપયોગ પ્રજ્ઞાપન આરંભ થાય છે, જે ૨૭૦ મી ગાથા સુધી ચાલે છે. જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં આ વિષયથી સંબંધિત શુભ પરિણામ અધિકાર આવી ગયો છે, પણ અહીં ભાવલિંગી મુનિ ભગવંતોને રહેતા શુભ ઉપયોગની દષ્ટિથી નિરૂપણ છે. જો કે આ શુભ ઉપયોગ પણ આસ્ત્રવનું જ કારણ છે, તો પણ તે ભાવલિંગી સંતોમાં પણ જોવામાં આવે છે. ૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ આ અધિકારમાં મુખ્યત્વે એમ બતાવ્યું છે કે છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝુલતા સાચા ભાલિંગી મુનિરાજોની ભૂમિકામાં કેવા પ્રકારનાં શુભ પરિણામ સંભવે છે અને કેવાં શુભ પરિણામ સંભવતાં નથી. મુનિધર્મનું સાચું સ્વરૂપ સમજવાના ઇચ્છુક મહાનુભાવોએ આ પ્રકરણનું અધ્યયન ઉડાણમાં કરવું જોઇએ. આત્મા અનુભવી વીતરાગી સંતોના પણ શુભ ઉપયોગના સંદર્ભમાં આચાર્ય કુન્દ કુન્દના દષ્ટિકોણને સ્પષ્ટ કરતી પ્રવચનસારની ગાથાઓ ૨૪૭ અને ૨૫૩ એક ઉદાહરણરૂપે નીચે આપી છે: “શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને વળી શ્રમનિવારણ છે ન નિદિત રાયુત ચર્ચા વિષે.” (૨૪૭) અર્થ:- શ્રમણો પ્રત્યે વંદન નમસ્કાર સહિત અભ્યુત્થાન (માનાર્થે ઊભા થઇ જવું તે) અને અનુગમનરૂપ (પાછળ ચાલવું તે) વિનીત (વિનયયુક્ત, સન્માનયુક્ત, વિવેકી, સભ્ય) વર્તન કરવું તથા તેમનો શ્રમ દુર કરવો તે રાગચર્યામાં નિદિત નથી. “સેવા નિમિત્તે રોગી-બાળક-વૃધ્ધ-ગુરૂ શ્રમણો તણી, લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુત નિદત નથી.” (૨૫૩) અર્થ : વળી રોગી, ગુરૂ (પૂજય, વડેરા), બાળ અને વૃધ્ધ શ્રમણોના સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત નિશ્ચિંત નથી. ઉપરની બન્ને ગાથાઓમાં એક વાત જોર આપીને કહી છે કે આપણાથી મોટા શુદ્ધોપયોગી સંતોનો યથા યોગ્ય વિનય સંબંધી શુભરાગ અથવા તેમની વૈયાવૃત્તિ આદિ માટે લૌકિકજનો સાથે ચર્ચા પણ નિદિત નથી. આ કાર્ય શુદ્દોપયોગરૂપ ધર્મ સમાન અભિનંદનીય અર્થાત ઉપાદેય તો નથી પણ નિંદનીય પણ નથી, ક્ષમાના યોગ્ય અપરાધ છે. વાસ્તવિક ધર્મ તો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ જ છે, આ તો શુદ્ધોપયોગનો સહચારી હોવાથી વ્યવહાર ધર્મ કહેવાય છે. તે સંવર નિર્જરારૂપ નથી, આસ્ત્રવ જ છે. આ સિવાય ગૃહસ્થને યોગ્ય શુભરાગ તો મુનિઓને સર્વથા હેય જ છે. લૌકિકજનોના સંપર્કમાં રહેનારા શ્રમણો માટે આચાર્ય કુન્દ કુન્દનો પ્રવચનસારની ૨૬૮ મી ગાથામાં આપેલો ઉપદેશ ધ્યાનમાં લેવા જેવો છે. “સૂત્રાર્થપદ નિશ્ચય, કષાય પ્રશāત, તપ-અધિકત્વ છે, તે પણ અસયત થાય, જો છોડે ન લૌકિક સંગને.” અર્થ :- સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિર્ણીત) કરેલ ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ છે( અર્થાત જે જિનસૂત્રોના મર્મને જાણે છે). કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી.તો તે સયત રહેતો નથી (અર્થાત અસયત થઈ જાય છે) લૌકિકજનની પરિભાષા પ્રવચનસારની ગાથા ૨૬૯ માં નીચે પ્રમાણે આપી છે : નિરૂપ દીક્ય વડે સાયમતપે સંયુક્ત જે લૌકિક કહો તેને ય જો છોડે ન ઐહિક કર્મને.” અર્થ :- જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમ-તપ સંયુક્ત હોય તે પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, “લૌકિક' કહ્યો છે, આ અધિકારમાં ભાવલિંગી સંતોના શુભ ઉપયોગની શું મર્યાદાઓ છે તેના ઉપર સર્વાગરૂપે પ્રકાશ પાડયો છે. ૨૭૧ થી ૨૭પ ગાથા સુધીની અંતિમ પાંચ ગાથાઓ પંચરત્નના નામથી પ્રસિધ્ધ છે. તેમાં મુનિરાજોને જ સંસારતત્ત્વ અને મુનિરાજોને જ મોક્ષતત્ત્વ અને મોક્ષના સાધન તત્ત્વ કહ્યા છે. વસ્તુના અયથાર્થરૂપને ગ્રહણ કરનાર અંનત સંસારી શ્રમણાભાષ જ સંસારતત્ત્વ છે તથા વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાતા આત્માનુભવી શુદ્ધોપયોગી શ્રમણ જ મોક્ષતત્ત્વ છે, મોક્ષના સાધનતત્ત્વ છે. છેવટે મંગળ આર્શીર્વાદ આપતાં આચાર્ય કહે છે કે જે વ્યક્તિ જિનેન્દ્ર ભગવાનના પ્રવચનોનો સાર આ પ્રવચનસાર” ગ્રંથને સારી રીતે અધ્યયન કરશે, તે પ્રવચનના સારરૂપ શુદ્ધાત્માને અવશ્ય પ્રાપ્ત કરશે. આચાર્ય અમૃતચંદ્ર પ્રમાણે આચાર્ય કુન્દ કુન્દ કૃત પ્રવચનસાર ર૭૫ ગાથાઓમાં અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ આચાર્ય અમૃતચંદ્ર પોતાની તત્ત્વદીપિકા ટીકાના પરિશિષના રૂપમાં ૪૭ નયોની ચર્ચા કરે છે, જે મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. આચાર્ય અમૃતચંદ્રકૃત સમયસારની આત્મખ્યાતિ નામની ટીકાના અંતમાં સમાવેશ કરેલી શક્તિઓ અને પ્રવચન સારની તત્ત્વદીપિકા ટીકાના અંતમાં સમાવેશ કરેલ ૪૭ નયોનું નિરૂપણ આચાર્ય અમૃતચંદ્રની પોતાની વિશેષતા છે. અભૂતપૂર્વ વિષયવસ્તુ અને પ્રૌઢ પ્રતિપાદન – શૈલીના કારણે આ પ્રવચનસાર પરમાગમ આજ પણ અદ્વિતિય છે. મોહ અને ક્ષોભથી રહિત સામ્યભાવરૂપ આત્મપરિણામોની પ્રાપ્તિના માર્ગદર્શક આ પ્રવચનસાર ગ્રંથ માત્ર વિદ્વાનોના અધ્યયનની જ વસ્તુ નથી પણ તેનું ઉડાણથી અધ્યયન કરવું પ્રત્યેક આત્માર્થીનું પ્રથમ કર્તવ્ય છે. જૈન દર્શનમાં પ્રતિપાદિત વસ્તુવ્યવસ્થાના સભ્યસ્વરૂપને જાણવા માટે આચાર્ય કુન્દકુન્દની આ કૃતિ સર્વ અધિક મહત્વપૂર્ણ અને અત્યંત ઉપયોગી છે. ४४ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાય સંગ્રહ પંચાસ્તિકાય સંગ્રહમાં જિન સિધ્ધાંત અને જિન અધ્યાત્મનું પ્રવેશ દ્વાર છે. તેમાં જિન આગમમાં પ્રતિપાદિત દ્રવ્ય વ્યવસ્થા અને પદાર્થ વ્યવસ્થાનો સંક્ષેપમાં પ્રાથમિક પરિચય આપ્યો છે. જિન આગમમાં પ્રતિપાદિત દ્રવ્ય અને પદાર્થ વ્યવસ્થાની સમ્યક માહિતી વગર જિન આગમ અને જિન અધ્યાત્મમાં પ્રવેશ મેળવવો સંભવ નથી, તેથી પંચાસ્તિકાય સંગ્રહ' ગ્રંથ સર્વ પ્રથમ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. તેની રચના પણ શિવકુમાર મહારાજ આદિ સંક્ષેપ રુચિવાળા પ્રાથમિક શિષ્યો માટે જ કરી હતી. મહાશ્રમણ તીર્થંકરદેવની વાણી દિવ્યધ્વનિ અથવા પ્રવચનનો સાર જ આ ગ્રંથમાં સંક્ષેપમાં ભરી દીધો છે. પોતાનું તેમાં કાંઈ પણ કહ્યું નથી. આ વિષે આચાર્ય કુન્દકુન્દ પંચાસ્તિકાય સંગ્રહની ગાથા ૧૭૩ અને ૧૦૩ માં નીચે મુજબ લખે છે: - મેં માર્ગ-ઉદ્યોતાર્થ પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વ પ્રવચન-સારભૂત “પંચાસ્તિ સંગ્રહ’ સૂત્રને.” (૧૭૩) અર્થ: પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત “પંચાસ્તિકાય સંગ્રહ’ સૂત્ર કહ્યું. એ રીતે પ્રવચનસારરૂપ “પંચાસ્તિકાય સંગ્રહ’ જાણીને “જે જીવ છોડે રાગદ્વેષ લહે સકળ દુ:ખ મોક્ષને' (૧૦૩) અર્થ: એ પ્રમાણે પ્રવચનના સારભૂત “પંચાસ્તિકાય સંગ્રહ"ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તે દુ:ખથી પરિમુક્ત થાય છે. ઉપરની ૧૭૩મી ગાથાની ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર આ વાત અધિક સ્પષ્ટ કરતાં કહ્યું છે કે “પરમાગમના અનુરાગના વેગથી ચલાયમાન મારા મનને કુન્દકુન્દ ભગવાન સર્વશે કહેલ અને સમસ્ત વસ્તુતત્ત્વના સૂચક હોવાથી અત્યંત વિસ્તૃત જિનપ્રવચનના સારભૂત આ “પંચાસ્તિકાય સંગ્રહ' નામનો સૂત્રગ્રંથ સંક્ષેપમાં કહ્યો. આ ગ્રંથના દેખીતી રીતે બે ખંડ છે, જેને “સમય વ્યાખ્યા” નામની ટીકામાં ૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય અમૃતચંદ્ર “શ્રત સ્કન્ધ' નામથી ઓળખાવે છે, જે આ બંને ખંડની ઉપસંહારરૂપ છેલ્લી પંક્તિઓ ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રથમ ખંડ (શ્રુતસ્કન્ધ)માં છ દ્રવ્ય - પંચાસ્તિકાયનું વર્ણન છે. અને દ્વિતિય ખંડમાં નવ પદાર્થરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ છે. પ્રથમ અને દ્વિતીય ખંડની સંધિ સ્પષ્ટ કરતાં આચાર્ય અમૃતચંદ્ર પ્રથમ ખંડના અંતમાં અને બીજા ખંડના આરંભમાં એક છંદ આપ્યો છે, જે આ પ્રમાણે છે.– પ્રથમ ખંડમાં દ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદનથી બુધ્ધિમાન પુરૂષોને ઉપદેશ આપ્યો, હવે પદાર્થભેદથી આરંભ કરી છેક શુધ્ધાત્મ તત્ત્વની પ્રાપ્તિ સુધીનો માર્ગ બતાવવામાં આવશે.” ઉપરના નાના છંદમાં બન્ને ખંડોના વિષયોને તો સ્પષ્ટ કર્યા છે પણ સાથે સાથે બન્નેના મૂળ પ્રયોજનને પણ સ્પષ્ટ કર્યા છે. પ્રથમ ખંડના સ્મસ્ત પ્રતિપાદનનો ઉદેશ્ય શુધ્ધાત્મા તત્ત્વનું સભ્ય જ્ઞાન કરાવવાનો છે અને બીજા ખંડનો ઉદ્દેશ્ય પદાર્થવિજ્ઞાન પૂર્વક મૂકિતનો માર્ગ અર્થાત્ શુધ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવવાનો છે. બન્ને ખંડોમાં એટલો બધો ભેદ છે કે બે સ્વતંત્ર ગ્રંથ જેવા લાગે છે. બન્નેના એક જેવા સ્વતંત્ર મંગળાચરણ કર્યા છે. પ્રથમ ખંડ સમાપ્ત કરીને ઉપસંહાર પણ એવી રીતે કર્યો છે કે જેમ ગ્રંથ સમાપ્ત થઈ ગયો હોય. પ્રથમ ખંડની સમાપ્તિ થતાં ગ્રંથના અધ્યયનનું ફળ પણ બતાવી દીધું છે. બીજો ખંડ એવી રીતે આરંભ કર્યો છે કે જેમ અન્ય ગ્રંથનો જ આરંભ હોય. આચાર્ય અમૃતચંદ્ર “સમયવ્યાખ્યા' નામની ટીકાના મંગળાચરણની સાથે જ ત્રણ શ્લોકોથી પંચાસ્તિકાયસંગ્રહના વિષયવસ્તુને સ્પષ્ટ કરી છે, તે નીચે મુજબ છે. (ગુજરાતી અનુવાદ) “અહીં સૌથી પહેલાં સૂત્રકર્તા આચાર્ય કુન્દકુન્દદેવે મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને છ દ્રવ્યના રૂપમાં નિરૂપણ કર્યું છે. ત્યારબાદ બીજા ખંડમાં જીવ અને અંજીવ – આ બન્નેની પર્યાયોરૂપ નવ પદાર્થોના વિભિન્ન પ્રકારની વ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું છે. પછી બીજા ખંડના અંતમાં ચૂલિકાના રૂપમાં તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, છ દ્રવ્ય અને નવ પદાર્થોના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા) થી કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાપ્તિ કહી છે.” તાત્પર્યવૃત્તિકાર આચાર્ય જયસેને આ ગ્રંથને ત્રણ મહા અધિકારોમાં વિભક્ત કર્યો છે. આચાર્ય જયસેને વિભાજિત કરેલ પ્રથમ મહાઅધિકાર તો આચાર્ય અમૃતચંદ્ર વિભાજિત કરેલ પ્રથમ શ્રુતસ્કન્ધ પ્રમાણે જ છે. અમૃતચંદ્ર આચાર્યના દ્વિતીય શ્રુતસ્કંધને જયસેન આચાર્યે દ્વિતીય અને તૃતિય એમ બે મહા અધિકારોમાં વિભક્ત કર્યો છે. અમતૃચંદ્ર આચાર્ય જેને “મોક્ષમાર્ગ પ્રપંચ લિકા” કહે છે તેને જ જયસેન આચાર્ય તૃતિય મહા અધિકાર કહે છે. પ્રથમ શ્રુતસ્કન્ધ (પ્રથમ ખંડ) અથવા પ્રથમ અધિકારમાં સર્વ પ્રથમ છવ્વીસ ગાથાઓમાં મંગળાચરણ અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા ઉપરાંત છ દ્રવ્ય અને , પંચાસ્તિકાયના સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા આપી છે. આ પીઠિકામાં જીવ આદિ પાંચ અસ્તિકાયોનું અસ્તિત્ત્વ અને કાયત્વ જે સુંદરતાથી બતાવ્યું છે તે મુળપાઠમાંથી વાંચવા યોગ્ય છે. ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યત્વ અથવા ગુણ-પર્યાયત્વના કારણે અસ્તિત્ત્વ અને બહુપ્રદેશત્વના કારણે કારત્વ સિધ્ધ કર્યું છે. અસ્તિકાય' શબ્દ અસ્તિત્વ અને કાયત્વનો સૂચક છે. અસ્તિત્ત્વ + કાયત્વ = અસ્તિકાય. આમ અસ્તિકાય શબ્દ અસ્તિત્વ અને કાયત્વનો સૂચક છે. અસ્તિત્ત્વને સત્તા અથવા સત્ પણ કહે છે. આ “સહુને દ્રવ્યનું લક્ષણ પણ કહેવામાં આવે છે, જે ઉત્પાદ, વ્યય, અને ધૃવત્વથી યુક્ત અથવા અભિન્ન હોય છે. આ સત્ અથવા સત્તાની માર્મિક વ્યાખ્યા આપી છે. આ સતું - સત્તા અથવા અસ્તિત્ત્વને દ્રવ્યનું લક્ષણ માનવામાં આવે છે, કાયત્વને નહીં. દ્રવ્યના લક્ષણમાં કાયત્વને સમાવેશ કરવાથી કાળદ્રવ્ય દ્રવ્ય જ રહેતું નથી. કારણકે તેમાં કાયવ (બહુપ્રદેશપણું) નથી. ત્યારબાદ ૧૨મી અને ૧૩મી ગાથામાં ગુણો અને પર્યાયોનો દ્રવ્યની સાથે ભેદભેદ બતાવ્યો છે અને ૧૪મી ગાથામાં તેના સંબંધમાં સપ્તભંગી સ્પષ્ટ કરી છે. વળી સત્નો નાશ અને અસતુનો ઉત્પાદ સંબંધી સ્પષ્ટીકરણની સાથે ૨૦મી ગાથા સુધી પંચાસ્તિકાય દ્રવ્યોનું સામાન્ય નિરૂપણ કરીને ૨૬મી ગાથા સુધી કાળદ્રવ્યનું નિરૂપણ કર્યું છે. ત્યાર બાદ છ દ્રવ્યો અને પંચાસ્તિકાયોનું વિશેષ વ્યાખ્યાન શરૂ થાય છે. સૌથી પહેલાં જીવ દ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે, જે અતિ અધિક મહત્વપૂર્ણ હોવાથી સર્વ અધિક જગ્યા લીધી છે, અને ૭૩મી ગાથા સુધી ચાલે છે. ૪૭ ४७ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથાઓમાં ફેલાએલા આ પ્રકરણમાં આત્માના સ્વરૂપને જીવત્વ, ચેતયિત્વ, ઉપયોગત્વ, પ્રભુત્વ, કતૃત્વ, ભોકતૃત્વ, દેહપ્રમાણત્વ, અમૂર્તત્વ અને કર્મસંયુક્તત્વના રૂપમાં સ્પષ્ટ કર્યું છે. ઉપરનાં બધાં વિશેષણોથી વિશિષ્ટ આત્માને સંસાર અને મુક્ત એમ બન્ને અવસ્થાઓ લઈને સમજાવ્યો છે. ત્યાર બાદ ૯ ગાથાઓમાં પૂગલ દ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે અને ૭ ગાથાઓમાં ધર્મ-અર્ધમ બન્ને દ્રવ્યાસ્તિકાયનું વર્ણન છે તથા ૭ ગાથાઓમાં આકાશ દ્રવ્યાસિકાયનું નિરૂપણ કર્યું છે. પછી ૩ ગાથાઓની ચૂલિકા છે, જેમાં ઉપરના પંચાસ્તિકાયોના મૂર્તત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ-અચેતનત્વ અને સક્રિયત્વ-નિષ્ક્રિયત્ન રૂપ બતાવ્યું છે. પછી ૩ ગાથાઓમાં કાળદ્રવ્યનું વર્ણન કરી અંતિમ ર ગાથાઓમાં પ્રથમ શ્રુતસ્કંધ અથવા પ્રથમ મહા-અધિકારનો ઉપસંહાર કરીને તેના અધ્યયનનું ફળ બતાવ્યું છે. આ પ્રમાણે ૧૦૪ ગાથાઓનો પ્રથમ શ્રુતસ્કન્ધ સમાપ્ત થાય છે. ૧૦પમી ગાથાથી દ્વિતીય શ્રુતસ્ક શરૂ થાય છે. પ્રથમ ગાથા ૧૦૫માં મંગળાચરણ ઉપરાંત બીજી અને ત્રીજી ગાથા (૧૦૬ અને ૧૦૭) માં મોક્ષના માર્ગરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ કર્યું છે. આગળ સમ્યગ્દર્શન-જ્ઞાનના વિષયભૂત નવપદાર્થોનું વર્ણન શરૂ થાય છે, જે આ ખંડનો મૂળ વિષય છે. મોક્ષમાર્ગનું કથન તો નવ પદાર્થોના ઉપાદ્યાત માટે કર્યું છે. આ વાતનો ઉલ્લેખ આચાર્ય અમચંદ્ર ૧૦૭મી ગાથાની ટીકાના અંતમાં પોતે કર્યો છે. આનો પ્રારંભ ઉમાસ્વામીના તત્ત્વાર્થસૂત્ર જેવો જ છે. તેમાં પણ સમ્યગ્દર્શન-જ્ઞાનની વાત લઈને તેના વિષયભૂત જીવાદિ તત્ત્વાર્થોનું નિરૂપણ કર્યું છે. પ્રારંભ તત્ત્વાર્થસૂત્ર જેવો હોવા છતાં પણ તત્ત્વાથનો ક્રમ સમયસારના ક્રમ અનુસાર જ આપ્યો છે. તત્ત્વાર્થોનાં નામ-ક્રમ બતાવતી મૂળ ગાથા ૧૦૮ (ગુજરાતી અનુવાદ) નીચે પ્રમાણે છે. “બે ભાવ-જીવ અજીવ, તગત પુણ્ય તેમ જ પાપ ને આસ્રવ સવર, નિર્જર, વળી બંધ મોક્ષ પદાર્થ છે.” અર્થ: જીવ અને અજીવ - બે ભાવો (અર્થાત મૂળ પદાથી તથા તે બેનાં વિશે પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થો છે. ४८ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ તેનું નિરૂપણ આગળ આ જ ક્રમ અનુસાર છે. આચાર્ય કુન્દકુન્દને આ ક્રમજ યોગ્ય લાગે છે. ૧૦૯મી ગાથામાં જીવ પદાર્થનું નિરૂપણ આરંભ થાય છે અને ૧૨૩મી ગાથા સુધી ચાલે છે. તેમાં સર્વ પ્રથમ જીવના ભેદ સંસારી અને મુક્ત એમ કર્યા છે. પછી સંસારીઓના એકેન્દ્રિય આદિ ભેદોનું વર્ણન કર્યું છે. એકેન્દ્રિયના વર્ણનમાં વિશેષ જાણવા યોગ્ય વાત એ છે કે તેમાં વાયુકાય અને અગ્નિકાય જીવોને ત્રસ જીવ કહ્યા છે. આ કથન તેમની હલન-ચલન ક્રિયા જોઈને “સર્જાતા ત્રસા:” જે ચાલે ફરે છે તે ત્રસ' તે કથનના અનુસાર કર્યો છે. તીન્દ્રિયદિય: ત્રસા:” આ તત્વાર્થસૂત્રની પરિભાષાને અહીં બેસતી ન કરવી. અંતમાં સિધ્ધોની ચર્ચા છે. સાથે સાથે તે પણ સ્પષ્ટ કર્યું છે કે આ બધાં કથન વ્યવહારનાં છે, નિશ્ચયથી આ બધા જીવ નથી. ઉપરનું કથન કરતી ગાથા ૧૨૧ (ગુજરાતી અનુવાદ) આ પ્રમાણે છે. “રે! ઈદ્રિયો નહિ જીવ ષવિધ કાય પણ નહિ જીવ છે;” છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ છે.” અર્થ: (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયાદિ ‘જીવો’માં) ઈદ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયાઓ પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. (આ સંદર્ભમાં પ્રવચનસારની ગાથા - ૧૪૬, ૧૪૭ અને પંચાસ્તિકાય સંગ્રહની ગાથા ૩૦ દવ્ય છે.) ૧૨૪મી ગાથાથી ૧ર૭મી ગાથા સુધી અજીવ પદાર્થનું વર્ણન છે, જેમાં બતાવ્યું છે કે સુખ-દુ:ખના જ્ઞાન તથા હિતના ઉદ્યમ અને અહિતના ભયથી રહિત પુગ,ળ અને આકાશ આદિ દ્રવ્ય અજીવ છે. સંસ્થાન, સંઘાત, સ્પર્શ, રસ, ગંધ, વણદિ ગુણ અને પર્યાયો પુદ્ગળના છે; આત્માતો તેનાથી ભિન્ન અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અવ્યક્ત, ઈન્દ્રિયો વડે અગ્રાહ્ય અને અનિર્દિષ્ટ સંસ્થાનવાળો છે. દર 9મી ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય લખે છે કે આ પ્રમાણે અહીં જીવ અને અજીવન શાસ્તવે ક ભેદ રાણાયો. માર્ગની પ્રસધ્ધિt હંસર જીવ અને અજીવ ખૂળ પદાથોના વ્યાપાર પછી તેમના સંયોગથી નિખાન રોજ સાત પદાર્થોના ઉપોદઘાત માટે ત્રણ ગાથાઓમાં જીવકમે ભાવકર્મ) અને Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પુદગલકર્મ (દ્રવ્ય કમ)ના દુષ્ટ ચક્રનું વર્ણન કર્યું છે. અને પછી ચાર ગાથાઓમાં પુણ્ય પાપ પદાર્થનું વ્યાખ્યાન કર્યું છે. ત્યાર બાદ ૧૩૫ થી ૧૪૦ સુધીની છ ગાથાઓમાં આસ્રવ પદાર્થનું નિરૂપણ છે. વિશેષ ઉલ્લેખનીય વાત તો એ છે કે આસ્ત્રવના કારણોમાં અરિહંતાદિની ભક્તિને પણ ગણાવ્યા છે. આ સંદર્ભમાં પંચાસ્તિકાયસંગ્રહની ૧૩૬મી ગાથાની સમયવ્યાખ્યા ટીકામાં અમૃતચંદ્ર આચાર્યો નીચે પ્રમાણે લખ્યું છે - “આવો રાગ મુખે માત્ર ભક્તિની પ્રધાનતાવાળા અને સ્થૂળ લક્ષવાળા અજ્ઞાનીઓને થાય છે. ઉચ્ચભૂમિકામાં સ્થિરતા ન થાય ત્યારે અસ્થાને (અશુભ) રાગ રોકવા અથવા તીવ્ર રાગ જવર મટાડવાના હેતુથી કદાચિત જ્ઞાનીઓને પણ થાય છે.” તેમજ ૧૩૭મી ગાથાની ‘સમયવ્યાખ્યા” નામની ટીકામાં અનુકમ્માનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે: - “આ અનુકંપાના સ્વરૂપનું કથન છે. કોઈ ભૂખ તરસ આદિ દુ:ખથી પીડિત પ્રાણીને જોઈ કરૂણાથી તેને દૂર કરવાની ઈચ્છાથી ચિત્તમાં આકુળતા થવી અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકામાં વિચરતાં, પોતાને સ્વયં વિકલ્પના કાળમાં જન્મ મરણમાં નિમગ્ન જગતને જોઈને મનમાં કિંચિત ખેદ થાય તે છે.” પછી ૧૪૧મી ગાથાથી ત્રણ ગાથાઓમાં સંવર અને ત્રણ ગાથાઓમાં નિર્જરા પદાર્થનું નિરૂપણ છે. નિર્જરા પદાર્થના વ્યાખ્યાનમાં ધ્યાન ઉપર વિશેષ બળ આપ્યું છે, કારણકે સૌથી વધારે નિર્જરા ધ્યાનમાં જ થાય છે. પછી ત્રણ ગાથાઓમાં બંધ અને ચાર ગાથાઓમાં મોક્ષ પદાર્થનું વર્ણન છે. જયસેન આચાર્ય પ્રમાણે અહીં દ્વિતીય મહા અધિકાર સમાપ્ત થાય છે અને તૃતીય મહા અધિકારનો આરંભ થાય છે, પણ આચાર્ય અમચંદ્ર પ્રમાણે દ્વિતીય શ્રુતસ્કન્ધના અંદર જ “મોક્ષમાર્ગ પ્રપંચ સૂચક ચૂલિકા’નો આરંભ થાય છે. જે વીશ ગાથાઓમાં સમાપ્ત થાય છે, અને તેની સાથે જ ગ્રંથ પણ સમાપ્ત થાય છે. - પરમ અધ્યાત્મ રસથી ભરેલી આ ચૂલિકા જ પંચાસ્તિાકયસંગ્રહનો પ્રયોજનભૂત સાર છે. વસ્તુવ્યવસ્થાનો પ્રતિપાદક આ સિધ્ધાંતિકગ્રંથને આધ્યાત્મિકતા પ્રદાન કરનારી આ ચૂલિકા જ છે. તેમાં સ્વચારિત્ર અને પરચારિત્ર - એમ ચારિત્રના બે ભેદ કર્યા છે, તેને ૫૦. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વસમય અને પરસમય પણ કહ્યા છે. સ્વચારિત્ર અને પરચારિત્રની પરિભાષા આચાર્ય અમૃતચંદ્ર ૧પ૬મી ગાથાની ટીકામાં આ પ્રમાણે આપે છે. - “સ્વદ્રવ્યમાં શુધ્ધઉપયોગરૂપ પરિણતિ સ્વચારિત્ર છે અને પર દ્રવ્યમાં સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ પરચારિત્ર છે.” સ્વચારિત્ર મોક્ષ માર્ગ છે અને પરચારિત્ર બંધમાર્ગ છે. આ વાત ૧પ૭ અને ૧૫૮ની ગાથામાં સ્પષ્ટરૂપથી કહ્યી છે. ત્યારબાદ સાધન-સાધ્યના રૂપમાં વ્યવહાર અને નિશ્ચય - એમ બન્ને પ્રકારે મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે, જે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી મૂળ પાઠમાંથી વાંચી જવું. તે ફક્ત વાંચવા યોગ્ય જ નહીં પણ અનુકરણીય અને અનુચરણીય પણ છે. વ્યવહારમોક્ષમાર્ગને સાધનરૂપ બતાવતા છતા તેના પ્રત્યે વારંવાર ચેતવણી આપી છે. જેવી રીતે ગાથા ૧૬૬, ૧૬૭ અને ૧૭૦ માં કહ્યું છે કે “જિન-સિધ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુયબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે.”(૧૬૬). અર્થ: અતિ, સિધ્ધ, ચૈત્ય (અરહિંતાદિની પ્રતિમા), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી. (જાઓ સમયસાર ગાથા ૧૪૬, પ્રવચનસાર ગાથા ૯, ૧પ૬, ૧૫૯) - “અમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે, હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને” (૧૬૭) અર્થ: જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વ આગમધર હોય તો પણ, સ્વકીય સમયને (આત્માને અનુભવતો) નથી. સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિવણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રૂચિ જો રહે.” (૧૭૦). અર્થ: સંયમ તપ, સંયુક્ત હોવા છતાં, નવ પદાથોં તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરકર (વિશેષ દૂર) છે. અંતમાં આચાર્યદેવ ઉપદેશ આપે છે, આદેશ દે છે, સલાહ આપે છે અને પ્રેરણા આપતાં ૧૭૨ મી ગાથામાં કહે છે કે : “તેથી ન કરવો રાગ જરીએ કયાંય પણ મોક્ષેચ્છાએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.” ૫૧ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ આચાર્યદેવ તો એટલે સુધી ૧૭૦મી ગાથમાં કહે છે કે: “સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિવણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે.” અર્થ:- સંયમ તપ સંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. અંતમાં આચાર્યદેવ ઉપદેશ આપે છે, આદેશ દે છે. સલાહ આપે છે અને પ્રેરણા આપતાં ૧૭૨મી ગાથામાં કહે છે કે: તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.” અર્થ :તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિચિત પણ રાગ ન કરો; રાગ ન કરવાથી ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. તેજ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે અધિક વિસ્તાર કરવાથી શું લાભ છે ? તે વીતરાગતા જયવંત વત, જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી આ શાસ્ત્રનું મૂળ તાત્પર્ય છે. આ જ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યો વ્યવહારભાસી અને નિશ્ચયભાસીનું જે માર્મિક ચિત્રણ રજુ કર્યું છે તથા જેના આધારે જ પંડિતપ્રવર ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં તેના સ્વરૂપ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે. તે આજ મુમુક્ષુ સમાજનો અત્યંત અધિક પ્રિય વિષય છે અને અનેક વાર મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે. છેવટે પરમ આધ્યાત્મિક સંત અમૃતચંદ્ર આચાર્યના અકર્તૃત્વ સૂચક સમયવ્યાખ્યા” ના છંદ ૮ માં કહ્યું છે કે, પોતાની શક્તિથી જેમણે વસ્તુ સ્વરૂપનું તત્ત્વ બરાબર કહ્યું છે, તેમ તે શબ્દોએ આ સમયવ્યાખ્યા નામની ટીકા બનાવી છે, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર આચાર્યનું આમાં કિંચિત્ માત્ર પણ કાર્ય (કર્તવ્ય) નથી.” આચાર્ય કુંદકુંદનું અનુસરણ સમસ્ત ઉત્તરકાલીન આચાર્ય પરંપરાએ કર્યું. પંચાસ્તિકાયને આધાર બનાવી લખાયેલા પરવર્તી સાહિત્યમાં આચાર્ય નેમિચંદ્ર સિધ્ધાન્ત ચક્રવતીએ લખેલ દ્વવ્યસંગ્રહ સૌથી વધુ પ્રચલિત ગ્રંથ છે. દ્રવ્ય સંગ્રહનું આધક ચિલિત હોવાનું કારણ પણ પાસ્તિકાયસંગ્રહની સંપૂર્ણ વિષયવસ્તુને તેજ રૂપમાં અતિ સંક્ષેપમાં પ્રસ્તુત કરવામાં સમાઈ જાય છે. વિધ્ય ગ્રહમાં પણ પંચાસ્તિકાય સંગ્રહ પ્રમાણે જ અધિકારોનું વિભાજન કર્યું છે. અધિકારોનાં નામ પણ તેવાજ છે. બન્નેના નામના આગળ અંગ્રહ’ શબ્દનો Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ છે. જેમ એકનું નામ દ્રવ્ય સંગ્રહ અને બીજાનું નામ પંચાસ્તિકાય સંગ્રહ છે, તેમ બનેના પ્રથમ અધિકારમાં પંચાસ્તિકાયો અને દ્રવ્યોનું એક એવું વર્ણન જીવાસ્તિકાય અને અજીવાસ્તિકાય દ્રવ્યનું વર્ણન જેવા સ્વરૂપમાં પંચાસ્તિકાય સંગ્રહમાં છે તેવું જ દ્રવ્ય સંગ્રહમાં પણ છે. તફાવત એટલો છે કે પંચાસ્તિકાય સંગ્રહમાં બીજા અધિકારમાં જયાં નવ પદાર્થોનું વર્ણન છે, ત્યાં દ્રવ્યસંગ્રહમાં તે છોડી દીધું છે અને સીધા આસ્ત્રવ પદાર્થનું વર્ણન શરૂ કરી દીધું છે. જીવઅજીવનું વર્ણન દ્રવ્યોના સંદર્ભમાં થઈ ગયું છે, તેમ માનીને સંક્ષિપ્ત બનાવવાના લોભમાં તેને છેડી દીધું છે. એક વાત અવશ્ય ઉલ્લેખનીય છે કે નવ પદાર્થોનો ક્રમ દ્રવ્યસંગ્રહમાં પંચાસ્તિકાય સંગ્રહના અનુસાર ન રાખી તત્ત્વાર્થ સૂત્રના અનુસાર રાખ્યો છે. આચાર્ય કુંદકુંદ દવે રચેલો પંચાસ્તિકાય સંગ્રહ એક એવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જેના અધ્યયન વગર સમયસાર, પ્રવચનસાર જેવા મહાન ગ્રંથોનો મર્મ સમજવો સહજ સંભવ નથી, તેમજ તેમની અપેક્ષા આ ઓછો પ્રચલિત હોવાનું કારણ દ્રવ્યસંગ્રહથી તેની વિષય વસ્તુ સંબંધી માહિતી મળી જાય છે. સમયસારની જેમ જ નિરંતર તેના પઠન-પાઠનની આવશ્યકતા છે. આચાર્ય અમૃતચંદ્રની “સમયવ્યાખ્યા' ટીકાથી અલંકૃત આ પંચાસ્તિકાય સંગ્રહ ગ્રંથના અધ્યયન મનનમાં વસ્તુ વ્યવસ્થાના સભ્યજ્ઞાનની સાથે સાથે જે આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થશે, તે અન્યત્ર અસંભવ નહી તો દુર્લભ તો અવશ્ય હશે, આત્માર્થી ભાઈઓને હાર્દિક અનુરોધ છે કે તેઓ આ ગ્રંથનો સ્વાધ્યાય અવશ્ય કરે, એક વાર નહીં પણ ફરી ફરીને કરે. આ જ કારણથી પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કુંદકુંદ આચાર્યના બધા ગ્રંથોમાંથી ફક્ત આ જ ગ્રંથનું સંક્ષિપ્ત સ્વરૂપ અમુક મુમુક્ષુઓના લાભાર્થે લખ્યું હતું જે અહી નીચે આપ્યું છે. દ્રવ્યાનુયોગનો આ ગ્રંથ એક અપ્રતિમ ગ્રંથ તરીકે તેમણે માન્યો હતો. અને તે ગ્રંથ વિષે તેમણે પત્રાંક ૮૬ ૬ માં લખ્યું છે કે “કોઈ મહતુ પુરૂષના મનન અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું. ૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૐ સર્વજ્ઞાય નમ: નમ: સદ્દગુરવે પંચાસ્તિકાય. ૧ સો ઈન્કોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. ૨ સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિવણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો. ૩ પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો “અલોક' છે. ૪-૫ ‘જીવ, “પુદ્ગલસમૂહ', “ધર્મ, અધર્મ, તેમ જ “આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે અસ્તિકાય'. તેનાથી રૈલોક્ય ઉત્પન્ન થાય છે. ૬ તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે, અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે દ્રવ્યસંજ્ઞા'ને પામે છે. ૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી. ૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્ય ધૃવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. ૯ પોતાના સભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે. ૧૦ દ્રવ્યનું લક્ષણ સતું છે, જે ઉત્પાદયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે. ૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ' સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે. ૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પયયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે. ૧૩ દ્રવ્ય વિના ગુણ ન હોય અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેનો-દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી છે. ૧૪ “ચાત્ ૧ અસ્તિ’, ‘સ્યાત્ ૨ નાસ્તિ', “સ્યાત્ ૩ અતિ નાસ્તિ', “સ્માત ૪ અવક્તવ્ય”, “ચાતું ૫ અસ્તિ અવક્તવ્ય', “સ્માત ૬ નાસ્તિ અવલ્ય', “સ્યાત્ ૭ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય” એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. ૧૫ ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. ૧૬ જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે. ૧૭ મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. ૧૮ જે જીવ જમ્યો હતો; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે. ૧૯ એમ સહુનો વિનાશ, અને અસતુ જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. ૨૦ જ્ઞાનાવરણીય આદિ કર્મભાવો જીવે સુદઢ (અવગાઢ) પણે બાંધ્યા છે; તેનો અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલો એવો તે ‘સિદ્ધ ભગવાન” થાય. ૨૧ એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૨૨ જીવ, પુદ્ગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કાઇના કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળા છે. અને લોકના કારણભૂત છે. ર૩ સંભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્ચયકાળ કહ્યો છે. ૨૪ તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનાલક્ષણવાળો છે. ૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. ૨૬ કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. ૨૭ જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્માવસ્થમાં મૂર્ત એવો જીવ છે. ૨૮ કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્ધ્વ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદશ ઈદ્રિયથી પર એવું અનંતસુખ પામે છે. ૨૯ પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. ૩૦ બળ, ઈન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળ જીવતો હતો, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે જીવ’. ૩૧ અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. કોઈક જીવો લોકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. ૩ર કોઈક જીવો તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને યોગસહિત અનંત એવા સંસારી જીવો છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. ૩૩ જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે, તેમ દેહને વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક-છે. ૩૪ એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર-અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. ૩૫ જેમને પ્રાણધારણપણું નથી, તેનો જેમને સર્વથા અભાવ થયો છે, તેદેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા-‘સિદ્ધ' છે. ૩૬ વસ્તુષ્ટિથી જોઈએ તો સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી. તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. ૩૭ શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય. શૂન્ય, અશુન્ય. વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય? ૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કોઈ એક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈ એક જીવો કર્મબંધકર્તુત્વ વેદ છે, અને કોઈ એક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે, એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે. ૩૯ સ્થાવરકાયના જીવો પોતપોતનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. ૪૦ ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. ૪૧ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે. ૪૨ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. ૪૩ આત્માને જ્ઞાનગુણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. ૪૪ જો દ્રવ્ય જાદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય. ૪૫ દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવયનો નાશ થાય એવું એકપણું છે. ૪૬ વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે, પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ ૪૭ પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ મેદ અમેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞ જાણે છે. ૪૮ આમાં અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન. ઘાય. એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. ૯ જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનતાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો એજ્યભાવ થવાનો પ્રસંગ આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમવર્તિત્વ સમવાય અપૃથભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. ૫૧ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પ૨ તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. ૫૩ આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે. ૫૪ એમ સત્ (જીવ પર્યાય) નો વિનાશ અને અસત જીવનો ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૫૫ નારકે, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સત્નો નાશ અને અસદ્ભાવનો ઉત્પાદ કરે છે. ૫૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. ૫૭, ૫૮, ૫૯. (ઉદય,ઉપક્ષમ, જ્ઞાયિક, ક્ષયોપમિક ભાવોનો કર્તા જીવ છે. કે તે કર્મકૃત છે?) ૬૦ દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઇ કોઇના ભાવના કર્તા નથી; તેમ કર્તા વિના થયાં નથી. ૬૧ સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદ્ગલકર્મનો આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે. ૬૨ કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. ૬૩ કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે? અને તે ફળ કર્મ કોને આપે? ૬૪ સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધોથી. Jain Educationa International ૫૮ For Personal and Private Use Only. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૫ આત્મા જયારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે. ૬૬ કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. ૬૭ જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુ:ખરૂપ ફળ વેદે છે. ૬૮ તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. ૬૯ એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૭૦ ( મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિવણપુર પ્રત્યે જાય ૭૧-૭૨ એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગ પણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે. ૭૩ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઉર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્માવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. ૭૪ સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો. ૭૫ સકળ સમસ્ત તે “સ્કંધ', તેનું અર્ધ તે ‘દેશ, તેનું વળી અર્ધ તે “પ્રદેશ” અને અવિભાગી તે “પરમાણુ'. ૭૬ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાનો), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો) સ્વભાવ જેનો છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી ગૈલોક્ય ઉત્પન્ન થાય છે. ૭૭ સર્વ અંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ત હોય છે. ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વિવલાએ કરીને મૂર્ત, (પૃથવી, પાણી, અગ્નિ, વાયુ) ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે. ૭૯ સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ'. તે સ્કંધો પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે. ૮૦ તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે - સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણના)નો હેતુ છે, ૮૧ એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો. ૮૨ ઈન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્વ પદાથોં છે તે સર્વ પુદ્ગલદ્રવ્ય જાણવું. ૮૩ ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પર્શ છે, સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય છે. ૮૪ અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત્ કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી. ૮૫ જેમ મલ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે “ધમસ્તિકાય” જાણવો. ૮૬ જેમ ઘમસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. ૮૭ ઘમસ્ત ડાય અને ખપસ્તાવને લીધે લોક અલોનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતા દેશથી ફરીને જજુદાં જાદા છે. પોત હલનચલન ક્રિયાથી રહિત છે, અને લોકપ્રિમાણે છે. ૯૮ ઘમસ્તકાય જીવ, યુગલને થલાવે છેએમ (થી, જીવ દૂગલ ગતિ કરે છે તેને સહાયક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૮૯ (ગત સ્થિતિમાન પદાર્થો તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે.) ૯૦ સર્વ જીવોને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને લોકાકાશ' કહીએ છીએ. ૯૧ જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે, અર્થાત્ લોકમાં છે, લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને “અલોક' કહીએ છીએ. ૯૨ જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. ૯૩ જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વલોકાતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. ૯૪ જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. ૯૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૯૬ ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૂથભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક્ ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. ૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. ૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયાનાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. ૯૯ જીવને જે ઈન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે. ૧00 કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વાભાવ છે. “ નિશ્ચયકાળથી “ક્ષણભંગુરકાળ' હોય છે. ૧૦૧ કાળ એવો શબ્દ સદ્દભાવનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પવ્યયવાળો છે, અને દીર્ધાતર સ્થાયી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. ૧૦૩ એમ નિગ્રન્થનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. ૧૦૪ આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઈતિ પંચાસ્કિાય પ્રથમ અધ્યાય. ૧૦૫ મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થ પ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું. ૧૦૬ સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. ૧૦૭ તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર'. ૧૦૮ “જીવ', “અજીવ', 'પુણ્ય', “પાપ”, “આશ્રવ’, ‘સંવર’, ‘નિર્જરા', 'બંધ', અને “મોક્ષ” એ ભાવો તે “તત્ત્વ” છે. ૧૦૯ “સંસારસ્થ” અને “સંસારરહિત’ એમ બે પ્રકારના જીવો છે. બન્ને ચૈતન્યોપયોગ લક્ષણવાળા) છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. ૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. ૧૧૬ તેમાં ત્રણ સ્થાવાર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત “એકઈન્દ્રિય જીવો' જાણવા. ૧૧૨ એ પાંચ પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેદ્રિય છે. એમ સર્વશે કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઈડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ “એકેદ્રિય જીવો” પણ જાણવા. ૧૧૪ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે “બે ઈન્દ્રિય જીવો' જાણવા. ૧૧૫ જુ માંકડ કીડી વછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઇન્દ્રિય જીવો' જાણવા. ૧૧૬ ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઈન્દ્રિય જીવો' જાણવા. ૧૧૭ દેવ, મનુષ્ય, નારક, તિર્યચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન “પાંચ ઇન્દ્રિયવાળા જીવો' છે. ૧૧૮ દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે, તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. ૧૧૯ પર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને વેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે. ૧૨૦ દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો. તેના ભવ્ય અને “અભવ્ય' એવા બે ભેદ છે. દેહરહિત એવા “સિદ્ધભગવંતો’ છે. ૧૨ ૧ ઇન્દ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. (વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ.) ૧૨૨ જે સર્વ જાણે છે, દેખે છે, દુ:ખ ભેદીને સુખ ઈચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે “જીવ' છે. ૧૨૩ (જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં (જડ) લિંગો વડે અજીવને જાણો.) ૧૨૪ આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. ૧૨૫ સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃત્તિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ “અજીવ' કહે છે. ૧૨૬ સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયો ઘણા છે. ૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે “જીવ' છે. ૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે. ૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઈન્દ્રિયો અને ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. ૧૩) સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઈ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઈનો અનાદિ અનંત છે. એમ ભગવાન સર્વશે કહ્યું છે. ૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. ૧૩ર જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ ૧૩૭ તૃષાતુરને, સુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુ:ખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ અનુકંપા'. ૧૩૮ ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇનિદ્રયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુ:ખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ પાપ-આસ્ત્રવ’ કરે છે. ૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા ઈન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ “ભાવ પાપ-આસ્ત્રવ' છે. ૧૪૧ ઈન્દ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસ્રવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું. ૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુ:ખને વિષે સમાનદ્દષ્ટિના ધણી નિગ્રન્થ મહાત્માને શુભાશુભ આસ્રવ નથી. ६४ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જે સંયમીને જયારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃત્તિ નથી ત્યારે તેને શુભાશુભકર્મકતૃત્વનો ‘સંવર’ છે, “નિરોધ' છે. ૧૪૪ યોગનો નિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિરા' કરે છે. ૧૪૫ જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કમરજને ખંખેરી નાંખે છે. ૧૪૬ જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫, ૧૫૧ ૧૫ર દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરા હેતૂથી ધ્યાવે છે તે મહાત્મા “સ્વભાવસહિત” છે. ૧૫૩ જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે જ ભવે “મોક્ષ' પામે. ૧૫૪ જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે, તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવો સ્થિર સ્વભાવ) તે નિર્મલ ચારિત્ર' સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. ૧૫૫ વસ્તપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરિચારિત્ર’ આચરે છે એમ જાણવું. ૧પ૭ જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસ્રવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વજ્ઞ કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઈ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે “સ્વચારિત્ર' આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રચરણ છે. ૧૬૦ ધમસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. ૬૫ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જયાં અન્ય કિંચિત માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં ‘ નિશ્ચય-મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬ ૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. ૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ “મોક્ષમાર્ગ છે, તેની સેવનાથી “મોક્ષ” પ્રાપ્ત થાય છે, અને અમુક હેતુથી) “બંધ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. ૧૬૫ (ભક્તિથી ક્રમે મોક્ષ થવો અજ્ઞાનને લીધે માને તો તે પરસમયરત જીવ છે.) ૧૬૬ અહસિદ્ધ, ચૈત્ય, પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાનભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. - ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનારે હોય તો પણ “સ્વસમય’ નથી જાણતો એમ જાણવું. ૧૬૮ (જે ચિત્તના ભ્રમણ વિનાનો પોતાને રાખી શકતો નથી તેને શુભાશુભ કર્મનો વિરોધ નથી.) ૧૬૯ તે માટે સર્વ ઇચ્છાથી નિવત નિઃસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિવાર્ણને પ્રાપ્ત થાય. ૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્ત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિગ્રંથપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઈ દૂર નથી. - ૧૭૧ અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. ૧૭૨ તેથી ઈચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત્માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. ૧૭૩ માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત “પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્ત.... Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નિયમસાર આચાર્ય ભગવંતોથી શાસ્ત્રોની રચના આત્માર્થીજનોના હિતાર્થે થતી આવે છે. વ્યક્તિ વિશેષને સંબોધીને પણ અનેક મહત્વપૂર્ણ ગ્રંથોની રચના થઈ છે. ભક્તિવશ પણ મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખાયા છે. નિયમસાર નામનો પરમાગમ કોઈ વ્યક્તિ વિશેષ માટે અથવા સંબોધનાર્થે લખાયો નથી તેમજ તેની રચના સામાન્યરૂપથી આત્માથજનોના હિત માટે થઈ નથી વળી ભક્તિ પણ તેનો હેતું નથી. આ ગ્રંથાધિરાજની રચના આચાર્ય કુંદકુંદે પોતાના દૈનિક પાઠ માટે કરી હતી. તેમાં એક બાજુ પરમ વીતરાગી વિરક્ત સંતની અંતરોન્મુખી પવિત્ર ભાવનાનો સતતુ પ્રવાહ છે તો બીજી બાજુ અંતરોખી પુરૂષાર્થના ઉદ્યમનો વેગ પણ છે. તે પોતાના પ્રકારની અનુપમ અજોડ કૃતિ છે. આ ગ્રંથાધિરાજ તત્ત્વ ઉપદેશક અને પ્રશાસક આચાર્ય કુંદકુંદની રચના નથી, પણ આ તો એ બધાથી પૂર્ણ, વિરક્ત, પરમ પારિણામિક ભાવમાં જ મગ્ન, વીતરાગી સંત, અંતરોન્મુખી કુંદકુંદની કૃતિ છે. તેમાં કુંદકુંદનું અંતરંગ વ્યક્ત થયું છે. ઉપદેશ, આદેશ, અનુશાસન પ્રશાસન કુંદકુંદની મજબુરી હતી, જીવન નહોતું. તેમનું હાર્દ નિયમસાર છે. “સંતોનું કાંઈ પણ છાનું હોતું નથી, તે કારણથી અને મહાભાગ્યથી આ ગ્રંથ આત્માર્થીજનોને ઉપલબ્ધ થઈ ગયો છે. તેની પ્રતિપાદન શૈલી અંતરોન્મુખી ભાવના પ્રધાન છે. સદ્ભાગ્યથી તેને પદ્મપ્રભમલધારિદેવ જેવા અંતરોન્મુખી, ભાવના પ્રધાન, પરમવૈરાગી, ટીકાકાર પણ મળી ગયા, જેમણે તેના ઉપર સમરસી ટીકા અને વચ્ચે વચ્ચે વૈરાગ્યરસથી ઓતપ્રોત છંદ લખી આત્મોન્મુખી આત્માર્થીજનો ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. - તેમાં સંદેહ નથી કે નિયમસાર નામના પરમાગમ (નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે અનેક સ્થાનો ઉપર નિયમસારને પરમાગમ કહ્યો છે. જેમ કે છંદ ૫, ૬ અને ગાથા ૧ ની ટીકામાં) ની રચના દિગમ્બર પરંપરાના સર્વશ્રેષ્ઠ આચાર્ય કુંદકુંદે સંપૂર્ણ રીતે પોતાના લાભ માટે જ કરી છે. આ વાત નિયમસારની છેલ્લી ગાથા ૧૮૭ માં નીચે મુજબ સ્પષ્ટ થાય છે. નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર સુશાસ્ત્રને, સૌ દોષ પુર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને.” અર્થ: પુર્વાપર દોષ રહિત જિનોપદેશને જાણીને મેં નિજ ભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર રચ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે નિયમસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં ગાથા ૧૮૭ ઉપર ટીકા લખતાં આ ગ્રંથને ભાગવત શાસ્ત્ર કહ્યું છે તથા તેના અધ્યયનનું ફળ શાશ્વતસુખની પ્રાપ્તિ બતાવ્યું છે. અને કહ્યું છે કે, “આ નિયમસાર નામનું ભાગવત શાસ્ત્ર નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન, પરમ વીતરાગાત્મક, નિરાબાધ, અનંગ પરમ આનંદને નિરંતર આપનારૂં છે; નિરતિશય, નિત્ય, શુદ્ધ, નિરંજન, નિજ કારણ પરમાત્માની ભાવનાનું કારણ છે; સમસ્ત નયોના સમૂહથી શોભિત છે; પંચમતિનો હેતુ છે તથા જેને દેહ માત્ર પરિગ્રહરૂપ છે એવા પંચેન્દ્રિય વિજયી નિગ્રંથ મુનિરાજ શ્રી કુન્દકુન્દ આચાર્યદેવે રચ્યું છે. આમ આ ભાગવત શાસ્ત્ર નિયમસારને જે નિશ્ચય અને વ્યવહારનયથી અવિરોધરૂપે જાણે છે, તે મહાપુરૂષ સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રોના હૃદયને જાણવાવાળા, પરમ આનંદરૂપ વીતરાગ સુખના અભિલાષી, બાહ્ય અત્યંતર ચોવીસ પ્રકારના પ્રરિગ્રહ અને પ્રપંચના ત્યાગી ત્રિકાળ નિરૂપાધિસ્વરૂપમાં મગ્ન, નિજ કારણ પરમાત્માના સ્વરૂપના શ્રધ્ધાન આચરણાત્મક ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ શબ્દ બ્રહ્મના ફળરૂપ શાશ્ર્વત સુખના ભોક્તા થાય છે.” નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન, શ્રધ્ધાન અને ધ્યાન વગર ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓનાં અનંત દુ:ખોથી મુક્તિ માટે નિજ આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન જ એક માત્ર નિયમથી કરવા યોગ્ય કાર્ય છે. નિજ આત્માનું શ્રધ્ધાન, જ્ઞાન અને ધ્યાનરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ નિયમ હોવાથી નિયમસારનો વિષય છે. નિયમની સાથે “સાર” શબ્દનો પ્રયોગ વિપરીત અભિનિવેશનો નિષેધ કરવા માટે કર્યો છે. જેવી રીતે નિયમસારની ગાથા ૩ માં આચાર્યદેવ પોતેજ લખે છે કે: - જ્ઞાન Jain Educationa International - “જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે.” અર્થ:- નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય તે કાર્ય અર્થાત્ જ્ઞાન દર્શન ચારિત્ર જ કરવા યોગ્ય કાર્ય છે, તેથી તેજ નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે (જ્ઞાન દર્શન ચારિત્રથી વિરૂદ્ધ ભાવોના ત્યાગ માટે અર્થાત્ મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રના પરિહાર અર્થાત્ ત્યાગ માટે) ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જ નિયમસાર છે. જો કે નિયમસારનો વિષય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિયમ જ છે, તો પણ તેમાં તે સંબંધિત બીજા પણ અનેક વિષયો આવી ગયા છે, જેનો ઉલ્લેખ તાત્પર્યવૃત્તિમાં નીચે પ્રમાણે કર્યો છે. For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ “આ નિયમસાર શાસ્ત્ર સમસ્ત આગમના અર્થ સમૂહને પ્રતિપાદન કરવામાં સમર્થ છે, તેમાં ‘નિયમ” શબ્દથી સૂચિત વિશુદ્ધ મોક્ષમાર્ગનું પ્રતિપાદન છે, તે પંચાસ્તિકાયના નિરુપણથી શોભિત છે, તેમાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ આચારોનું વિસ્તૃત વિવેચન છે, તેમાં છ દ્રવ્યોનું વિવિધ વિવેચન તથા સાત તત્ત્વ અને નવ પદાર્થ પણ સમાઈ ગયા છે, તથા તેમાં પાંચ ભાવોનું પ્રતિપાદન પણ બહુ જ પ્રવિણતાથી કર્યું છે. નિશ્ચય - પ્રતિક્રમણ, નિશ્ચય - પ્રત્યાખ્યાન, નિશ્ચય - પ્રાયશ્ચિત, પરમ-આલોચના, નિયમ, વ્યુત્સર્ગ આદિ સંપૂર્ણ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી આ નિયમસાર નામનો પરમેશ્વરી શાસ્ત્ર સમૃધ્ધ છે તથા ત્રણ ઉપયોગોથી સુસમ્પન્ન છે.” ૧૮૭ ગાથામાં કહેલી સંપૂર્ણ વિષય વસ્તુને નિયમસારમાં નીચેના બાર અધિકારોમાં વિભાજીત કરવામાં આવી છે. ૧) જીવ અધિકાર ૨) અજીવ અધિકાર ૩) શુધ્ધભાવ અધિકાર ૪) વ્યવહાર ચારિત્ર અધિકાર ૫) પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર ૬) નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર ૭) પરમ આલોચના અધિકાર ૮) શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર ૯)પરમ સમાધિ અધિકાર ૧૦) પરમ ભક્તિ અધિકાર ૧૧) નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ૧૨) શુદ્ધ ઉપયોગ અધિકાર. જીવ અધિકારમાં ઓગણીસ ગાથાઓ છે. જેમાં મંગળાચરણ અને ગ્રંથ પ્રતિજ્ઞા પછી મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરી છે તથા વિષય વસ્તુના આધારે નિયમસાર નામની સાર્થકતા બતાવી છે. ત્યાર પછી રત્નત્રયરૂપ નિયમનું નિરુપણ આરંભ થાય છે. સર્વ પ્રથમ વ્યવહાર સમ્યગ્દર્શનના પ્રતિપાદનમાં આપ્ત અને આગમના સ્વરૂપનું પ્રતિપાદન ત્યારબાદ આઠ ગાથાઓ તો આરંભિક ભૂમિકારૂપ જ છે. નવમી ગાથામાં છ દ્રવ્યોનાં નામ બતાવી દશમી ગાથાથી જીવ દ્રવ્યની ચર્ચા શરૂ થાય છે, જે દશ ગાથાઓમાં સમાપ્ત થાય છે. પછીની અઢાર ગાથાઓમાં અજીવ અધિકાર છે, જેમાં પુગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એમ પાંચ અચેતન દ્રવ્યોનું સામાન્ય વર્ણન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આ બન્ને અધિકાર તો સામાન્ય જ. છે. નિયમસારની વિશેષતા તો ત્રીજા શુદ્ધ ભાવ અધિકારની પ્રથમ ગાથાથી શરૂ થાય છે, જેમાં જીવાદિ બાહ્ય તત્ત્વોને હેય બતાવ્યાં છે તથા કર્મ ઉપાધિ જાનિત ગુણ પર્યાયોથી ભિન્ન આત્માને ઉપાદેય કહ્યો છે. પછીની ૪૯ મી ગાથા સુધી બધા પ્રકારના પરભાવો તથા વિભાવ ભાવોથી આત્માને ભિન્ન બતાવતાં ૫૦ મી ગાથામાં આચાર્યદવ કહે છે કે : પૂવક્ત ભાવો પર દ્રવ્ય, પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદેય અંતઃ તત્તરૂપ નિજદ્રવ્ય જે.” અર્થ : પૂર્વોક્ત કહેલા સર્વ ભાવો પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હેય છે; અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય આત્મા જ ઉપાદેય છે. ત્યારપછી સમ્યગ્દર્શન જ્ઞાનનું સ્વરૂપ બતાવી ચારિત્રનું સ્વરૂપ બતાવવાની પ્રતિજ્ઞા કરે છે અને સર્વ પ્રથમ વ્યવહાર ચારિત્ર અધિકાર નામના ચોથા અધિકારમાં વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે, જેમાં પાંચ વ્રતો, પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓનું વર્ણન છે. ત્યાર પછી પંચ પરમેષ્ઠીના સ્વરૂપનું નિરુપણ છે. આમ ૭૬ મી ગાથા સુધી વ્યવહાર ચારિત્ર અધિકાર સમાપ્ત થઈ જાય છે. હવે નિશ્ચય ચારિત્રના અંતર્ગત પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર પ્રારંભ થાય છે. આ અધિકારની આરંભિક પાંચ ગાથાઓને ટીકાકાર પહ્મપ્રભમલધારિદેવ પંચરત્ન કહે છે, તેમાં નારકાદિ, ગુણસ્થાનાદિ, બાલકાદિ, રાગાદિ અને ક્રોધાદિ ભાવોનો નિશ્ચયથી આત્મા કર્તા, કારયિતા, અનુમતા અથવા કારણ નથી, એમ બતાવ્યું છે. ત્યારબાદ એક ગાથામાં એમ સ્પષ્ટ કર્યું છે કે ઉપરોક્ત ભાવનાથી જે માધ્યસ્થ ભાવની ઉત્પત્તિ થાય છે, તેને નિશ્ચય ચારિત્ર કહે છે. પછી પ્રતિક્રમણની ચર્ચા આરંભ થાય છે. આ અધિકાર ૯૪ મી ગાથા સુધી ચાલે છે. આ અધિકારના સંપૂર્ણ પ્રતિપાદનનો સાર એ છે કે આત્માની આરધના જ ખરેખર પરમાર્થ પ્રતિક્રમણ છે. સારાંશના રૂપમાં નિયમસારની ૯૩મી ગાથા રજુ કરી શકાય, જે નીચે મુજબ છે. “રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને, તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે.” અર્થ :- ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે, તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૫ મી ગાથાથી નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર આરંભ થાય છે, જે ૧૦૬ઠ્ઠી ગાથા સુધી ચાલે છે. ત્યાર પછી ૧૧૨ મી ગાથા સુધી પરમ આલોચના અધિકાર પરમાર્થ પ્રત્યાખ્યાન અને પરમ આલોચના અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ જેમ . ૭) Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનરૂપ જ છે. પ્રતિક્રમણમાં ધ્યાનથી ભૂતકાળના દોષોનું નિરાકરણ થાય છે, તો આલોચના અને પ્રત્યાખ્યાનમાં વર્તમાન અને ભવિષ્યના, – માત્ર આટલુંજ અંતર છે. આ વાત ગાથા ૯૫ મી ઉપર ધ્યાન આપવાથી સ્પષ્ટ થઈ જાય છે. પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાને આત્મને પચખાણ છે તે જીવને” અર્થ :- સમસ્ત જલ્પને (વચન વિસ્તારને) છોડીને અને અનાગત શુભ અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. આમાં “અનાગત’ શબ્દ ધ્યાન આપવા યોગ્ય છે. આથી સિદ્ધ થાય છે કે પ્રત્યાખ્યાન ભવિષ્ય સંબંધી દોષોના ત્યાગથી સંકળાયેલ છે. ત્યાર પછી આઠમો શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર આરંભ થાય છે, જે એકસો એકવીસમી ગાથા સુધી ચાલે છે. આમાં પણ આત્મધ્યાનને જ શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૧૭ મી ગાથામાં ચોકખે ચોકખું લખ્યું છે કે : “બહુ કથન શું કરવું ? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત તું, નાના કર્મક્ષય હેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું.” અર્થ :- બહુ કહેવાથી શું? અનેક કમોંના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત જાણ. આમાં તપશ્ચરણને શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે, પણ ધ્યાન જ સર્વોત્કૃષ્ટ તપ છે, તેથી ધ્યાન જ શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત થયું. આગળ ચાલતાં ધ્યાનને જ સ્પષ્ટરૂપથી શુધ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત કહ્યું છે. આ પછી પરમ સમાધિ અધિકાર આરંભ થાય છે, જેની પહેલી ગાથા (નિયમસાર ગાથા-૧૨૨) માં જ કહ્યું છે કે “વચન ઉચ્ચારણ ક્રિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજ આત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી.” અર્થ :- વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. ત્યાર બાદ એક સો તેત્રીસમી ગાથા સુધી સતત આ જ વાતને અનેક પ્રકારથી દઢ કરી છે. પહ્મપ્રભમલધારિદેવનો તે કળશ, કે જેના આધારે તેમને ભાવિ તીર્થકર કહેવાય છે, પરમ સમાધિ અધિકારમાં જ આવે છે. તે બસો બારમો કળશ નીચે મુજબ છે. જો શુદ્ધ દષ્ટિવંત જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સતું ચારિત્રમાં સદા આત્મા જ ઉર્ધ્વ રહે છે તો રાગના નાશના કારણથી તે, ભવભયહર અભિરામ ભાવિતીર્થનાથને, આ સાક્ષાત્ સહજ સમતા નિશ્ચિત છે.” ૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પછી એકસા ચોત્રીસમી ગાથાથી દશમો પરમભક્તિ અધિકાર આરંભ થાય છે, જે એકસો ચાળીસમી ગાથા સુધી ચાલે છે. પરમ ભક્તિનું સ્વરૂપ પ્રગટ કરવા આ અધિકાર ઉપર પહ્મપ્રભમલધારિદેવની તાત્પર્યવૃત્તિ ટીકાનો છંદ ૨૨૮ અહીં પ્રસ્તુત કરવો ઉચિત છે કે તેમાં સમસ્ત પરમ ભકિત અધિકારનો સારાંશ સમાયેલો છે. “જે જીવ આત્માને આત્માની સાથે નિરંતર જોડે છે, તે નિશ્ચયથી યોગભક્તિવાળા મુનીશ્વર છે.” તાત્પર્યવૃત્તિ ટીકાનો છંદ ૨૨૦ નીચે મુજબ છે: “જે ભવભયને હરનાર એવા સમ્યકત્વ, શુધ્ધજ્ઞાન અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામ ક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળા જીવ - ભલે શ્રાવક હોય અથવા સંયમી હોય - નિરંતર ભક્ત છે, ભક્ત છે.” - ત્યાર બાદ એક સો એકતાળીસમી ગાથાથી નિશ્ચય પરમ આવશ્યક અધિકાર આરંભ થાય છે જે એકસો અઠ્ઠાવનમી ગાથા સુધી ચાલે છે. એકસો બેતાળીસમી ગાથામાં આચાર્ય આવશ્યકનો જે વ્યુતપત્તિ અર્થ બતાવ્યો છે, તે પોતાની રીતે અદ્ભુત અને શ્રૃવ્ય છે: “જે અન્યને વશ નથી, તે ‘અવશ' છે અને અવશનું કર્મ ‘આવશ્યક’ છે, એમ જાણવુ જોઇએ.” અન્યવશનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આગળની અનેક ગાથાઓમાં કર્યું છે જેમાં બતાવ્યું છે કે શુભાશુભ ભાવોમાં રહેનારા અને દ્રવ્ય-ગુણ-પર્યાયના ચિંતનમાં મગ્ન આત્મા અન્યવશ છે, આત્મસ્વરૂપમાં સંલગ્ન આત્માજ સ્વવશ છે. આ સંદર્ભમાં તાત્પર્યવૃત્તિનો ૨૪૩મો છંદ દશ્રૃવ્ય છે: “જો જીવ અન્યવશ છે, તે ભલે મુનિવેષધારી હોય પણ સંસારી છે, નિત્ય દુ:ખ ભોગવનારો છે. જે જીવ સ્વવશ છે; તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી વંચિત જ ન્યૂન છે.” ત્યાર બાદ એકસો ઓગણ સિત્તેરમી ગાથાથી શુધ્ધ ઉપયોગ અધિકાર આરંભ થાય છે, જે અંતિમ અધિકાર છે અને અંત સુધી અર્થાત એક સો સત્યાસીમી ગાથા સુધી ચાલે છે. તે પ્રસિધ્ધ ગાથા છે, જેમાં કેવળી ભગવાન પરને વ્યવહારથી જાણે છે અને નિશ્ચયથી સ્વને જાણે છે, તેમ બતાવ્યું છે અને આ ગાથા આ અધિકારની પહેલીજ ગાથા છે. આગળ ઉપર આત્માના સ્વ-પર પ્રકાશક સ્વરૂપનું યુક્તિ સંગત વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે Jain Educationa International ૭૨ For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ છેવટે નિર્વાણ અર્થાત સિદ્ધદશાનું વર્ણન કર્યું છે. બીજી ગાથામાં માર્ગ અને માર્ગફળની જે વાત આરંભ કરી હતી, તે એક સો પંચ્યાસીમી ગાથામાં તે વાતનો ફરીથી ઉલ્લેખ કરતાં ઉપસંહાર આપ્યો છે. અંતમાં એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે, જે નિયમસારની ગાથા ૧૮૬ માં છે તે નીચે મુજબ છે : “પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે, તેનાં સૂણી વચનો કરો ન આભક્તિ જિન મારગ વિષે.” અર્થ :- પરંતુ ઈર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે છે તો તેમનાં વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરશો. આમ આપણે જોઈએ છીએ કે સંપૂર્ણ નિયમસારમાં એકજ ધ્વનિ છે કે પરમપરિણામિક ભાવરુપ નિજ શુધ્ધાત્માની આરાધનામાં જ સમસ્ત ધર્મ સમાયેલો છે. તેના સિવાયના જે કાંઈ પણ શુભાશુભ વિકલ્પ અને શુભાશુભ ક્રિયાઓ છે, તેને ધર્મ કહેવો માત્ર ઉપચાર છે. તેથી પ્રત્યેક આત્માર્થીનું એક માત્ર કર્તવ્ય આ ઉપચાતિ ધર્મોથી વિરત થઈ એક માત્ર નિજ શુધ્ધ આત્મ તત્ત્વની આરાધનામાં નિરત થવું તે જ છે. નિજ શુધ્ધ આત્મ તત્ત્વનું જ્ઞાન, શ્રધ્ધાન અને આચરણ (લીનતા) જ નિશ્ચય રત્નત્રય છે, નિયમ છે. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અલોચના, પ્રાયશ્ચિત, પરમ સમાધિ, પરમભક્તિ, પરમ આવશ્યક આદિ આના જ વિશેષ છે, તેથી તેમાં જ સમાયેલા છે. આચાર્યદેવ સ્વયં કહે છે કે વચનરૂપ પ્રતિક્રમણાદિ તો સ્વાધ્યાય છે, ધ્યાન નથી, તેથી ગ્રહણ કરવા યોગ્ય નથી. ધ્યાનરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિ જ કરવા યોગ્ય છે. જો અશક્તિના કારણે ધ્યાનરુપ નિશ્ચય પ્રતિક્રમણાદિ સંભવ ન હોય તો શ્રદ્ધાનરુપે પ્રતિક્રમણાદિ કરવું. તાત્પર્ય એ છે કે શ્રધ્ધામાં એવો સ્વીકાર કરવો કે વાસ્તવિક પ્રતિક્રમણાદિ તો આત્માના ધ્યાનરૂપ જ છે, વચનાદિરૂપ નથી, અર્થાત્ શ્રધ્યેય, ધ્યેય, આરાધ્ય તો એક આત્મા જ છે. તે સંદર્ભમાં નિયમસારની ગાથા ૧૫૩ અને ૧૫૪ નીચે મુજબ છે. ર, વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ જે, જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે.” ૧૫૩ અર્થ:- વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન, (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ. ૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ કરી જો શકે. પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રધ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪” અર્થ :- અહો ! જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રધ્ધાન જ કર્તવ્ય છે. મોહમાં ફસાયેલા દુ:ખી જગતને જોઈ કરુણાવંત આચાર્ય ભગવંત શ્રી કુન્દકુન્દ્રાચાર્ય સમયસાર જેવા ગ્રંથાધિરાજોની રચના કરે છે, કરુણાથી ગગ થઈને ઉપદેશ આપે છે, આદેશ આપે છે, વિવિધ યુક્તિઓ અને ઉદાહરણોથી વસ્તુસ્વરૂપ સમજાવે છે, પણ અંતરમાં સારી રીતે જાણે છે કે આવા વિકલ્પોમાં ફસાવું આત્મહિતની દષ્ટિથી હિતકારક નથી, ઉચિત નથી. તેથી પોતાને સંબોધન કરતાં અને બીજાને સમજાવવાના વિકલ્પમાં ફસાએલા નિકટવર્તી શિષ્યોને સમજાવતાં નિયમસારની ગાથા ૧૫ ૬ અને ૧૫૭ માં નીચે મુજબ કહે છે: છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધ વિધ અરે ! તે કારણે નિજ પરસમય સહ વાદ પરિહર્તવ્ય છે” ૧૫૬ અર્થ :- નાના (જુદા જુદા ઘણા) પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવા યોગ્ય છે. કોઈથી વિવાદ કરવો તે આત્માર્થીનું કાર્ય નથી. “નિધિ પામીને જન કોઇ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.” ૧પ૭ અર્થ:- જેમ કોઈ એક (દરિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. નિયમસાર પરમાગમ મુખ્યત: મોક્ષમાર્ગના નિરૂપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથાધિરાજ છે. તે માત્ર વિદ્વાનોના અધ્યયનની વસ્તુ નથી, પણ પ્રત્યેક આત્માને દૈનિક પાઠ કરવાની ચીજ છે. શ્રી કાનજીસ્વામી નિયમસાર ઉપર પ્રવચન કરતાં આનંદવિભોર થઈને કહેતા હતા: પરમપરિણામિક ભાવને પ્રકાશિત કરનારા શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છકે-સાતમે ગુણસ્થાને ઝુલતા મહાસમર્થ મુનિવરોથી દ્રવ્યની સાથે પર્યાયની એકતા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેમ શાસ્ત્ર અને ટીકાની રચના થઈ છે, તે પ્રમાણેજ સ્વસંવેદન તેઓ પોતે કરી રહ્યા હતા. પરમપરિણામિક ભાવના અંતરંગ અનુભવને જ તેઓએ શાસ્ત્રમાં ઉતાર્યા છે. પ્રત્યેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમસત્ય, નિરપેક્ષ, કારણશુધ્ધ પર્યાય, સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યક્ષ, સહજજ્ઞાન આદિ વિષયોનું નિરૂપણ કરીને તે મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંતમાં અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં સ્પષ્ટ કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ આ વિષયોનું એટલું સ્પષ્ટ નિરુપણ નથી. અહો ! જેમ કોઇ પરાક્રમી કહેવાતો પુરુષ વનમાં જઇ સિંહણનું દૂધ દોહી લાવે છે, તે પ્રમાણે આત્મપરાક્રમી મહા મુનિવરોએ વનમાં બેઠાં બેઠાં અંતરનું અમૃત દોહ્યું છે. સર્વસંગ પરિત્યાગી નિગ્રંથોએ વનમાં રહીને સિધ્ધ ભગવતો સાંથે વાત કરી છે અને અનંત સિધ્ધ ભગવન્તો કેવી રીતે સિધ્ધિને પ્રાપ્ત થયા, તેનો ઇતિહાસ આ માં ભર્યો છે.” પરમ પારિણામિકભાવરૂપ નિજ શુદ્ધાત્મ તત્ત્વ જ એકમાત્ર આરાધ્ય છે, ઉપાસ્ય છે, શ્રદ્ધેય છે, પરમજ્ઞેય છે. તેના શ્રધ્ધાન, જ્ઞાન અને ધ્યાનરૂપ પાવન પરિણતિઓ જ સાધન છે, માર્ગ છે, રત્નત્રય છે, નિયમ છે તથા આ જ પરિણતિઓની પરિપૂર્ણતાજ સાધ્ય છે, માર્ગફળ છે, નિર્વાણ છે. આ પરમાર્થ સત્યનો પ્રતિપાદક જ આ નિયમસાર પરમાગમ છે. અષ્ટ પાહુડ પાંચસોત્રણ ગાથાઓમાં ગુંથાઅલે અને આઠ પાહુડોમા વહેંચાએલ આ અષ્ટપાહુડ ગ્રંથ મૂળસધના પટ્ટાચાર્ય કઠોર પ્રશાસ આચાર્ય કુંદકુંદની એક એવી અમર કૃતિ છે, જે બેહજાર વર્ષોથી લાગ લગાટ શિથિલાચારની વિરૂધ્ધ સશકત અવાજ ઉઠાવતી ચાલી આવે છે અને તેની ઉપયોગિતા પંચમ કાળના અંત સુધી રહેશે, કારણકે આ અવસર્પિણી કાળમાં શિથિલાચાર તો ઉત્તરોત્તર વધવાનો જ છે. તેથી તેની ઉપયોગિતા પણ નિરંતર વધતી જ રહેશે આજે સમૃધ્ધિ અને સુખ સગવડોના મોહથી ઘેરાયેલ શિથિલાચારી શ્રાવકો અને સમન્વયના નામે બધી જગ્યાએ નમન કરનારો નેતાઓથી પોતાની સ્વાર્થીસધ્ધિ માટે સાધુવર્ગમાં વ્યાપ્ત અપરિમિત શિથિલાચારને ભરપુર સંરક્ષણ આપવામાં આવે છે, પાળી પોષી પુષ્ટ કરવામાં આવે છે, તેથી આજ ના સંદર્ભમાં તેની ઉપયોગિતા અવર્ણનીય છે. શિથિલાચારની વિરૂધ્ધ જયારે જયારે પણ અવાજ ઉઠયો છે, ત્યારે ત્યારે આચાર્ય કુન્દકુન્દની આ અમર કૃતિને યાદ કરવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરીને શિથિલાચારની વિરૂધ્ધ સમાજને સાવધાન કરવામા આવે છે. આ ગ્રંથના અવતરણોનો સમાજ ઉપર અપેક્ષિત પ્રભાવ પણ પડે છે, તેના. પરિણામે સમાજમાં શિથિલાચાર ના વિરૂધ્ધ એક વાતાવરણ ઉત્પન્ન થાય છે. છેલ્લા બે Jain Educationa International ૭૫ For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ હજાર વર્ષમાં ઉત્તરોત્તર હદબહાર શિથિલાચાર વધ્યો છે. છતાં આજે જે કાંઈ મર્યાદા દેખાય છે તેમાં અષ્ટપાહુડનું સર્વાધિક યોગદાન છે. આષ્ટપાહુડ એક એવો અંકુશ છે કે જે શિથિલાચાર રૂપી મદોન્મત હાથીને ઘણો બધો કાબુમાં રાખે છે, સર્વ વિનાશ થવા દેતો નથી. જો અષ્ટપાહુડ ન હોત તો આજે આપણે કયાં પહોંચી ગયા હોત તેની કલ્પના કરવી પણ કષ્ટકારક લાગેછે. તેથી એમ કહેતાં જરા પણ સંકોચ ન થાય કે અષ્ટપાહુડની ઉપયોગિતા નિરતર રહી છે અને પંચમ કાળમાં છેવટ સુધી રહેશે. વીતરાગી જિનધર્મની નિર્મળ ધારાના અવિરલ પ્રવાહના અભિલાષી આત્માર્થી જીવોએ સ્વયં તો આ કૃતિનો ઉડાણથી અધ્યયન કરવું જ જોઈએ, પણ તેનો યોગ્ય પ્રચાર પણ કરવો જોઈએ, જેથી સામાન્ય જનતા પણ શિથિલાચારના વિરૂધ્ધ સાવધાન બની શકે. આમાં પ્રતિપાદિત વિષય-વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. ૧) દર્શન પાહુડ છત્રીસ ગાથાઓમાં ગુંથાએલ આ પાહુડમાં આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદેવ લખે છે કે જિનવરદેવે કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, તેથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદનીય નથી. ભલે તે અનેક શાસ્ત્રોનો અભ્યાસી હોય, ઊગ્ર તપ કરતો હોય, કરોડો વર્ષ સુધી તપ કરતા રહે, પણ જો સમ્યગ્દર્શનથી રહિત છે તેને આત્મા ઉપલબ્ધ થતો નથી, નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, આરાધનાથી રહિત હોવાને કારણે તે સંસારમાં જ ભટકતો રહે છે, પરંતુ જેના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો હોય તેને કર્મરૂપી રજનાં આવરણ લાગતાં નથી, તેમના પૂર્વબધ્ધ કર્મોનો પણ નાશ થઈ જાય છે. જે જીવ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેથી ભ્રષ્ટ છે, તે તો ભ્રષ્ટોથી પણ ભ્રષ્ટ છે, તે સ્વયં તો નાશને પ્રાપ્ત થાય જ છે પણ પોતાના અનુયાયિઓને પણ નષ્ટ કરે છે. આવા લોકો પોતાના દોષોને છૂપાવવા માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે. જેમ મૂળનો નાશ થવાથી તેનો પરિવાર - અંધ, શાખા, પત્ર, પુષ્પ, ફળવિગેરેની વૃધ્ધિ થતી નથી, તે પ્રમાણે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ આદિની વૃધ્ધિ થતી નથી. તેથી જ જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે. જે જીવ પોતે તો સમ્યકદર્શનથી ભ્રષ્ટ છે, પણ પોતાને સંયમી માનીને સમ્યગ્દષ્ટિઓથી પોતાના પગ પૂજાય તેવી ઈચ્છા કરે છે, તેઓ લૂલા અને ગૂંગા Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ થાય છે, અર્થાત તેઓ નિગોદમાં જાય છે, જયાં તેઓ ન તો હાલી ચાલી શકે અથવા ન તો બોલી શકે, તેમને બોધિલાભ અત્યંત દુર્લભ છે. આ પ્રમાણે જે જીવ લજજા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનથી રહિત લોકોના પગ પૂજે છે, તે પણ તેમના અનુમોદક હોવાને લીધે બોધિને પ્રાપ્ત કરતા નથી. જેમ સમ્યગ્દર્શન રહિત વ્યક્તિ વંદનીય નથી, તેમ અસંયમી પણ વંદનીય ! નથી. બાહ્યમાં ભલે વસ્ત્ર આદિનો ત્યાગ કર્યો હોય, પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ નથી તો તે વંદનીય નથી, કારણ કે ન તો દેહ વંદનીય છે, ન કુલ વંદનીય છે, ન જાતિ વંદનીય છે; વંદનીય તો એક માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; તેથી રત્નત્રય વિહીનને વંદન જિનમાર્ગમાં ઉચિત નથી. જેમ ગુણ વિહીન વ્યક્તિઓની વંદના ઉચિત નથી, તેમ ગુણવાનોની ઉપેક્ષા પણ અનુચિત છે. તેથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવત મુનિરાજોની પણ મત્સરભાવથી વંદના કરતાં નથી તે પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી. અરે ભાઈ ! જો શક્ય હોય તે કરો, જે શકય ન હોય તે ન કરો, પણ શ્રધ્ધાન તો કરવું જ જોઈએ; કારણ કે કેવળી ભગવાને શ્રધ્ધાનને જ સમ્યગ્દર્શન કહ્યું છે. સમ્યગ્દર્શન રત્નત્રયમાં સાર છે, મોક્ષ મહેલની સાડીનું પ્રથમ પગથિયું છે. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ થાય છે. આમ સંપૂર્ણ દર્શને પાહુડ સમ્યક્ત્વની મહિમાથી જ ભરપૂર છે. (૨) સૂત્ર પાહુડ સત્તાવીશ ગાથાઓમાં ગુંથાએલ આ પાહુડમાં અરિહંતોએ કહેલ, ગણધરદેવોએ ગુંથેલ, વીતરાગી નગ્ન દિગંબર સંતોની પરંપરામાં સચવાએલ સુવ્યવસ્થિત જિનાગમનાં સૂત્રો કહીને સાધુઓને તેમાં બતાવેલ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી છે, કારણ કે જેમ (સૂત્ર) દોરામાં પરોવાએલી સોય ખોવાતી નથી, તેમ સૂત્રો) આગમના આધારે ચાલનાર સાધુ ભ્રમિત થતા નથી, ભટકતા નથી. સૂત્રમાં કહેલ જીવાદિ તત્ત્વાર્થ અને તે સંબંધી હેય ઉપાદેય જ્ઞાન અને શ્રધ્ધાન જ સમ્યગ્દર્શન છે. અને તેથી જ સૂત્ર અનુસાર ચાલનાર શ્રમણ કર્મોનો નાશ કરે છે. સૂત્રાનુશાસનથી ભ્રષ્ટ સાધુ સંઘપતિ હોય, સિંહવૃત્તિ હોય, અરે, હરિહર તુલ્ય કેમ ન હોય, પણ સિધ્ધિને પ્રાપ્ત કરતા નથી, સંસારમાં જ ભટકે છે. તેથી શ્રમણોએ સુત્રાનુસાર જ પ્રવર્તન કરવું જોઈએ. જિનસૂત્રોમાં ત્રણ લિંગ (વેષ) બતાવ્યા છે, તેમાં સર્વશ્રેષ્ઠ નગ્ન દિગંબર 99 Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુઓનો છે, બીજો ઉત્કૃષ્ટ શ્રાવકોનો છે અને ત્રીજો આર્થિકાઓનો છે, તેના સિવાય કોઇ વેષ નથી કે જે ધર્મની દૃષ્ટિથી પૂજય હોય. સાધુના લિંગ (વેષ) વિષે સ્પષ્ટતા કરતાં આચાર્ય સૂત્ર પાહુડની ૧૮મી ગાથામાં નીચે મુજબ લખે છે. “જન્મ્યા પ્રમાણે રૂપ, તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડુ ઘણુ પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને” અર્થ:- જેવું બાળક જન્મે છે, તેવું સાધુનુ નગ્નરૂપ હોય છે તેને તલના ફોતરા જેટલો પણ પગ્રિહ હોતો નથી. જો કોઇ સાધુ થોડો ઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે તો તે નિશ્ચયથી નિગોદમાં જાય છે. વસ્ત્ર રાખીને તો તીર્થંકરોનો પણ મોક્ષ થયો નથી, તો પછી બીજાની તો વાત જ.શું કરવી? નગ્નદશા જ એક માત્ર માર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. સ્ત્રીઓને નગ્નદશા સંભવતી નથી, તેથી તેમને મુક્તિ પણ સંભવતી નથી. તેમની યોનિ, સ્તન, નાભિ અને કાંખમાં સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્ત્પત્તિ નિરંતર થતી હોય છે. માસિકધર્મની આશંકાથી તે નિરંતર ત્રસ્ત રહે છે તથા સ્વભાવથી પણ શિથિલ ભાવવાળી હોય છે, તેથી તેમને ઉત્કૃષ્ટ સાધુતા સંભવે નહી; તેમ છતાં તેઓ પાપયુક્ત નથી, કારણ કે તેમને સમ્યગ્દર્શન, જ્ઞાન અને એકદેશ ચારિત્ર હોઇ શકે છે. આમ સંપૂર્ણ સૂત્રપાહુડમાં સૂત્રોમાં પ્રતિપાદિત સાચા માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપી છે. (૩) ચારિત્ર પાહુડ પીસ્તાળીસ ગાથાઓમાં નિબધ્ધ આ ચારિત્ર પાહુડમાં સમ્યક્ આચરણ ચારિત્ર અને સંયમ આચરણ ચારિત્રના ભેદથી ચારિત્રના બે ભેદ કર્યા છે અને કહ્યું છે કે જિનેન્દ્રે કહેલ જ્ઞાન-દર્શન શુધ્ધ સમ્યકત્વાચરણ ચારિત્ર છે, અને શુધ્ધ આચરણરુપ ચારિત્ર સંયમાચરણ છે. શંકાદિ આઠ દોષોથી રહિત, નિઃશંકાદિ આઠ ગુણો (અંગો)થી સહિત, તત્ત્વાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શ્રધ્ધાન અને આચરણ કરવું તે જ સમ્યક્ત્વાચરણ ચારિત્ર છે. સંયમાચરણ ચારિત્ર સાગાર અને અનગારના ભેદથી બે પ્રકારે હોય છે. અગિયાર પ્રતિમાઓમાં વિભક્ત શ્રાવકના સંયમને સાગાર સંયમાચરણ ચારિત્ર કહે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિનો ઉત્કૃષ્ટ સંયમ નિગ્રંથ મુનિરાજોને હોય છે, તે અનગાર સંયમાચરણ ચારિત્ર છે. ७८ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિ સમ્યકત્વાચરણ ચારિત્રને ધારણ કર્યા વગર સંયમાચરણ ચારિત્રને ધારણ કરે છે, તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી, સમ્યકત્વાચરણ સહિત સંયમાચરણને ધારણ કરનારને જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. ઉપર કહેલ સમ્યકત્વાચરણ ચારિત્ર નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાનના સિવાય બીજું કાંઈ જ નથી. તેથી અહીં પ્રકારના ભેદથી એમ જ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન વગર માત્ર બાહ્ય ક્રિયાકાંડરૂપ ચારિત્ર ધારણ કરવાથી કાઈ પણ થતું નથી. આમ આ અધિકારમાં સમ્યગ્દર્શન-શાન સહિત નિર્મળ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપી છે. (૪) બોધ પાહુડ બાસઠ ગાથાઓમાં વણી લીધેલ અને આયતન, ચૈત્યગૃહ, જિનપ્રતિમા આદિ અગિયાર સ્થાનોમાં વિભક્ત આ પાહુડમાં અગિયાર સ્થાનોના માધ્યમથી એક પ્રકારથી દિગંબર ધર્મ અને નિર્ગધ સાધુનું સ્વરૂપ જ સ્પષ્ટ કર્યું છે. તે અગિયાર સ્થાનોને નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક સમજાવ્યા છે. તે બધાના વ્યવહારિક સ્વરૂપને સ્પષ્ટ કરતાં કહ્યું કે નિશ્ચયથી નિર્દોષ નિગ્રંથ સાધુ જ આયતન છે, ચૈત્યગૃહ છે, જિન પ્રતિમા છે, દર્શન છે, જિનબિંબ છે, જિનમુદ્રા છે, જ્ઞાન છે, દેવ છે, તીર્થ છે, અરહંત છે અને પ્રવજયા છે. (પ) ભાવ પાહુડી ભાવશુધ્ધિ ઉપર વિશેષ ભાર આપનાર એક સો પાંસઠ ગાથાઓના વિસ્તારમાં ફેલાયેલ આ ભાવપાહુડનો સાર નીચે પ્રમાણે છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ, ભાવોની શુધ્ધિ માટે જ કરવામાં આવે છે, પરંતુ રાગાદિ અંતરંગ પરિગ્રહના ત્યાગ વગર બાહ્ય ત્યાગ નિષ્ફળ જ છે, કારણ કે અંતરંગ ભાવશુધ્ધિ વગર કરોડો વર્ષ સુધી પણ બાહ્ય ત્યાગ કરે, તો પ સિદ્ધિ થતી નથી. તેથી મુક્તિમાર્ગના પથિકોએ સર્વપ્રથમ ભાવને જ જાણવો જોઈએ. હે આત્મા ભાવરહિત નિગ્રંથરૂપ તો અનેક વાર ગ્રહણ કર્યું. પણ ભાવલિંગ વગર શુધ્ધાત્મતત્ત્વની ભાવના વગર ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં નત દુ:ખ ઊઠાવ્યાં છે. નરકગતિમાં શરદી, ગરમી, આવાસ આદિના, તિર્યંચગોમાં ખનન, જવલન, વેદના, લુચ્છેદન, નિરોધન આદિનાં, મનુષ્યગતિમાં આગ કે ૭૯ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ માનસિક, શારીરિક આદિ અને દેવગતિમાં વિયોગ, હીન ભાવના આદિનાં દુઃખો ભોગવ્યાં છે. બીજું શું કહીએ, આત્મભાવના વગર તું માના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તે એટલી માતાનું દૂધ પીધું છે કે જો તે એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય. તારા જન્મ મરણથી દુ:ખી માતાઓનાં આંસુઓથીજ સાગર ભરાઈ જાય. આમ તે આ અનંત સંસારમાં એટલા જન્મ લીધા છે કે તેના વાળ, નખ, અને હાડકાંઓ જો એકઠાં કરે તો મેરૂ પર્વતથી પણ મોટો ટેકરો થઈ જાય. હે આત્મન ! તે આત્મભાવ રહિત થઈ ત્રણ લોકમાં જળ, થળ, અગ્નિ, પવન, પહાડ, નદી, વૃક્ષ, વન આદિ સ્થાનોમાં સર્વત્ર સર્વ દુ:ખ સહિત નિવાસ કર્યો; સર્વ પુદગલોનું વારંવાર ભક્ષણ કર્યું તે છતાં તૃપ્તિ થઈ નહીં. આમ તૃષાથી પીડિત થઈ ત્રણ લોકનું સમસ્ત જળ પીધું છતાં પણ તૃષા શાંત ન થઈ. તેથી. હવે સમસ્ત વાતોનો વિચાર કર, ભવને સમાપ્ત કરનાર રત્નત્રયનું ચિંતન કર, હે જીવ! તે અનંત ભવસાગરમાં અનેક વાર ઉત્પન્ન થઈ અપરિમિત શરીર ધારણ કર્યા અને છોડયાં છે, જેમાં મનુષ્યગતિમાં વિષ ભક્ષણ આદિ અને તિર્યંચગતિમાં હિમપાત આદિથી કમરણને પ્રાપ્ત થઈ મહા દુઃખ ભોગવ્યાં છે. નિગોદમાં તો એક અત્તમુહૂર્તમાં છાસઠ હજાર ત્રણસો છત્રીસ વાર જન્મ મરણ કર્યા છે. હે જીવ! તે રત્નત્રયના અભાવમાં દુઃખમય સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કર્યા છે, હવે તું આત્માના શ્રધ્ધાન, જ્ઞાન, આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર, જેથી તારૂં મરણ કુમરણ ન થાય અને સુમરણ બને અને શીધ્ર જ શાશ્વત સુખને પ્રાપ્ત કરે. હવે આચાર્ય ભાવરહિત માત્ર દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પડેલાં દુ:ખોનું વર્ણન કરે છે. હે મુનિવર! ત્રણ લોકમાં કોઈ એવું સ્થળ બાકી નથી કે જયાં તે દ્રવ્યલિંગ ધારણ કરીને જન્મ-મરણ ધારણ ન કર્યા હોય; તેમ જ એવું એક પુદગલ. બાકી નથી કે જેને તે ગ્રહણ કરી છોડયા ન હોય, તો પણ તારી મુક્તિ ન થઈ, અને ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી પીડિત થઈ દુઃખોને જ ભોગવ્યાં છે. વધુ શું કહિએ, આ મનુષ્યના શરીરમાં એક-એક અંગુલ પ્રદેશમાં ૯૬-૯૬ રોગ હોય છે, તો પછી આખા શરીરમાં કેટલા રોગો હશે છે, તેનું શું કહેવું? પૂર્વભવોમાં આ સમસ્ત રોગોને તે સહન કર્યા છે અને ભવિષ્યમાં પણ સહન કરશે. ૮૦ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ હે મુનિ ! તું માતાના અપવિત્ર ગર્ભમાં રહ્યો. ત્યાં માતાના એઠા અને ચાવેલા ભોજનથી બનેલો રસરૂપી આહાર ગ્રહણ કર્યો. પછી બાલ્ય અવસ્થામાં અજ્ઞાનવશ અપવિત્ર સ્થાનમાં, અપવિત્ર વસ્તુમાં સૂતો અને અપવિત્ર વસ્તુ પણ ખાધી. હે મુનિ ! આ દેહરૂપી ઘર માંસ, હાડકાં, વીર્ય, લોહી, પિત્ત, આંતરડાં, અપરિપકવ મળ, પરૂ, મળ, લાળ, આ બધી મલિન વસ્તુઓથી પુરું ભર્યું છે જેમાં તું આસક્ત થઈ અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. - જે ફક્ત કુટુંબાદિથી મુક્ત થયો, તે મુકત નથી પણ જે અત્યંતરની વાસના છોડીને ભાવોથી મુક્ત થાય છે, તેને મુક્ત કહીએ છીએ, એમ જાણી અંદરની વાસના છોડ. ભૂતકાળમાં અનેક એવા મુનિ થયા છે કે જેઓએ દેહાદિ પરિગ્રહ છોડી નિગ્રંથરૂપ ધારણ કર્યું પરંતુ માનાદિક છોડયા નહીં તેથી સિધ્ધિ થઈ નહીં. જયારે નિમન થયા ત્યારે જ મુક્તિ થઈ. દ્રવ્યલિંગી મુનિ ઉગ્ર તપ કરે છે, અનેક ઋધ્ધિઓ પ્રાપ્ત કરે છે, પરંતુ ક્રોધાદિ ઉત્પન્ન થવાથી તેમની તે ઋધ્ધિઓ સ્વ - પર વિનાશના કારણરૂપ જ થાય છે, જેમકે, બાહુ અને દ્વીપાયન મુનિ. ભાવશુધ્ધિવગર અગિયાર અંગનું જ્ઞાન પણ વ્યર્થ છે, પણ જો શાસ્ત્રોનું જ્ઞાન ન હોય અને ભાવોની શુધ્ધતા હોય તો આત્માનુભવ થવાથી મૂક્તિ પ્રાપ્ત થઈ છે. જેમકે, શિવભૂતિ મુનિ. ઉપરના ઉદાહરણોથી એટલું સ્પષ્ટ છે કે ભાવ રહિત નગ્નત્વ અકાર્યકારી છે. ભાવ સહિત દ્રવ્યલિંગમાં જ કર્મપ્રકૃતિના સમૂહનો નાશ થાય છે. હે મુનિ! આમ જાણીને તારે ફક્ત આત્માની જ ભાવના ભાવવી જોઈએ. જે મુનિ દેહાદિક પરિગ્રહ અને માનકષાયથી રહિત થઈને આત્મામાં લીન થાય છે, તે ભાવલિંગી છે. ભાવલિંગી મુનિ વિચાર કરે છે કે હું પરદ્રવ્ય અને પરભાવોનું મમત્વ છોડું છું. મારો સ્વભાવ મમત્વ રહિત છે, તેથી હું અન્ય બધા આલંબનોને છોડી આત્માનું આલંબન લઉ છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંવર, યોગ, એ બધા ભાવો અનેક હોવા છતાં પણ એક આત્મામાં જ છે. સંજ્ઞા, સંખ્યાદિના ભેદથી જ તેમને ભિન્ન-ભિન્ન કહેવામાં આવૅ છે. હું તો જ્ઞાન-દર્શન સ્વરૂપ શાશ્વત આત્મા જ છું. શેષ બધા સંયોગી પદાર્થ પરદ્રવ્ય છે, મારાથી ભિન્ન છે. માટે હે આત્મન ! તું જો ચાર ગતિથી છૂટી શાશ્વત સુખ મેળવવા ઈચ્છતો હોય તો ભાવોથી શુદ્ધ થઈ અતિનિર્મળ આત્માનું ચિંતન કરો. જે જીવ આમ કરે છે તે નિર્વાણને પ્રાપ્ત કરે છે. જીવ, અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ અનિર્દિષ્ટ સંસ્થાન અને ચેતના ગુણવાળો છે. ચૈતન્યમય જ્ઞાનસ્વભાવી જીવની ભાવના કર્મક્ષયનું કારણ હોય છે. ૮૧ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભાવની મહિમા બતાવતાં આચાર્ય કહે છે કે શ્રાવકત્વ અને મુનિત્વના કારણભૂત વસ્તુ તે ભાવ જ છે. ભાવસહિત દ્રવ્યલિંગથી જ કર્મોનો નાશ થાય છે. જો ફક્ત નગ્નત્વથી જ કાર્યોસદ્ધિ થતી હોય તો નારકી, પશુ આદિ બધા જીવસમૂહને નગ્નત્વના કારણે મુક્તિ પ્રાપ્ત થવી જોઇએ, પરંતુ એમ તો થતું નથી, તેથી તેઓ મહાદુ:ખી જ છે. માટે આ વાત સ્પષ્ટ છે કે ભાવ રહિત નગ્નત્વથી દુ:ખોની જ પ્રાપ્તિ થાય છે, સંસારમાં જ ભ્રમણ થાય છે. બાહ્યમાં નગ્ન મુનિ વૈશૂન્ય, હાસ્ય, ભાષા આદિ કાર્યોથી મલિન થઇ સ્વયં અપયશને પ્રાપ્ત કરે છે અને વ્યવહારધર્મની પણ હાંસી કરાવે છે, તેથી અત્યંતર ભાવદોષોથી અત્યંત શુદ્ધ થયા પછી જ નિગ્રંથ બાહ્યલિંગ ગ્રહણ કરવો જોઇએ. ભાવરહિત દ્રવ્યલિંગની નિરર્થકતા બતાવતાં આચાર્ય કહે છે કે જે મુનિમાં ધર્મનો વાસ નથી પણ દોષોનો આવાસ છે, તે તો ઇક્ષુફળના સમાન છે, જેમાં મુક્તિફળ લગતાં નથી અને રત્નત્રયરૂપ ગંધાદિક ગુણ પણ મળતા નથી. અધિક શું કહીએ, તેઓ તો નગ્ન થઇને નાચવાવાળા ભાંડ જેવા છે, તેમ ભાવપાહુડ ગાથા ૭૧ માં આચાર્યદેવે કહ્યું છે. તેથી હે આત્મન! પહેલાં મિથ્યાત્વાદિ અત્યંતર દોષોને છોડી, ભાવદોષોથી અત્યંત શુદ્ધ થઇ, પછી બાહ્ય નિગ્રંથ લિંગ ધારણ કરવો જોઇએ. શુદ્ધાત્માની ભાવનાથી રહિત મુનિયોએ કહેલો બાહ્ય પરિગ્રહનો ત્યાગ, પર્વત જંગલમાં કરેલો આવાસ, ધ્યાન, અધ્યયન આદિ બધી ક્રિયાઓ નિરર્થક છે. તેથી હે મુનિ! લોકોનું મનોરંજન કરવાવાળો માત્ર બાહ્ય વેષ જ ધારણ ન કરતા, ઈંદ્રિયોની સેનાનો નાશ કર, વિષયોમાં રત ન રહે, મનરૂપી બંદરને વશ કર, મિથ્યાત્વ, કષાય અને નવ નોકષાયો ને ભાવશુદ્ધિપૂર્વક છોડ, દેવ-શાસ્ત્ર-ગુરૂનો વિનય કર, જિનશાસ્ત્રોને સારી રીતે સમજી શુદ્ધ ભાવોની ભાવના કર, જેનાથી તને ભૂખ-તરસની વેદનાથી રહિત ત્રણ ભુવન ચુડામણિ સિદ્ધત્વની પ્રાપ્તિ થશે. હે મુનિ! તું બાવીસ પરીષહોને સહન કર, બાર અનુપ્રેક્ષાઓ (ભાવનોઓ)ની ભાવના કર, ભાવશુદ્ધિ માટે નવ પદાર્થ, સાત તત્વ, ચૌદ જીવ સમાસ, ચૌદ ગુણસ્થાન આદિની નામ-લક્ષણ આદિ પૂર્વક ભાવના કર, દશ પ્રકારના અબ્રહ્મચર્યને છોડી નવ પ્રકારના બ્રહ્મચર્યને પગટ કર. આમ ભાવપૂર્વક દ્રવ્યલિંગી મુનિ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપને પ્રાપ્ત કરે છે, ભાવરહિત દ્રવ્યલિંગી તો ચારે ગતિઓમાં અનંત દુ:ખો ભોગવે છે. હે મુનિ! તું સંસારને અસાર જાણી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે નિર્મળ સમ્યગ્દર્શન સહિત દીક્ષા ગ્રહણ કરવાની ભાવના કર, ભાવોથી શુદ્ધ થઇ ૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ બાહ્યલિંગ (સાધુનો વેષ) ધારણ કર, અને ઉત્તમ ગુણોનું પાલન કર. જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ અને સંવર તત્ત્વનું ચિંતન કર, મન, વચન, કાયાથી શુદ્ધ થઈ આત્માનો વિચાર કર, કારણકે જયાં સુધી વિચારવા યોગ્ય જીવાદિ તત્ત્વોનો વિચાર નહીં કરે ત્યાં સુધી અવિનાશી પદની પ્રાપ્તિ થશે નહીં. હે મુનિવર! પાપ-પુણ્ય બંધાદિનું કારણ પરિણામ જ છે. મિથ્યાત્વ, કષાય, અસંયમ અને યોગરૂપ ભાવોથી પાપનો બંધ થાય છે. મિથ્યાત્ય રહિત સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યને બાંધે છે તેથી તમે એવી ભાવના કરો કે હું જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી આચ્છાદિત છું અને હું તેનો નાશ કરી નિજ સ્વરૂપને પ્રગટ કરું. વધારે કહેવાથી શું? તું તો પ્રતિદિન શીલ અને ઉત્તર ગુણોના ભેદ-પ્રભેદો સહિત ચિત્તન કર. હે મુનિ, ધ્યાનથી મોક્ષ થાય છે. તેથી તમે આર્ત-રૌદ્ર ધ્યાનને છોડી ધર્મ અને શુક્લ ધ્યાનને ધારણ કરો. દ્રવ્યલિંગી સાધુને ધર્મ અને શુક્લ ધ્યાન થતું નથી, તેથી તે સંસારરૂપ વૃક્ષને કાપવામાં સમર્થ નથી. જે મુનિના મનમાં રાગરૂપી પવનથી રહિત ધર્મરૂપી દીપક બળે છે તે જ આત્માને પ્રકાશિત કરે છે, તે જ સંસારરૂપી વૃક્ષને ધ્યાનરૂપી કુહાડીથી કાપે છે. જ્ઞાનનું એકાગ્ર થવું જ ધ્યાન છે. ધ્યાનથી કર્મરૂપી વૃક્ષ બળી જાય છે, જેથી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી, તેથી ભાવ લિંગી સાધુ તો સુખોને પ્રાપ્ત કરી તીર્થકર અથવા ગણધર આદિ પદોને પ્રાપ્ત કરે છે, પણ દ્રવ્ય લિંગી સાધુ દુ:ખોને જ ભોગવે છે. તેથી ગુણ-દોષોને જાણી તમે ભાવ સહિત સંયમી બનો. ભાવશ્રમણ (ભાવલિંગી સાધુ) વિદ્યાધર આદિની ઋદ્ધિયોને ઇચ્છતા નથી, તેમજ તેઓ મનુષ્ય-દેવાદિના સુખોની પણ વાંછા કરતા નથી. તેઓ માત્ર એટલું જ ઈચ્છતા હોય છે કે શીધ્રાતિશઘ આત્મહિત સાધી લઉ. હે ધીર! સાકર (ગોળ)વાળું દૂધ પીવાથી પણ જેમ સર્પ વિષ રહિત થતો નથી, તેમ અભવ્ય જીવ જિનધર્મ સાંભળવાથી પણ પોતા ન દુર્મતિથી આચ્છાદિત બુદ્ધિને છોડતો નથી. તે મિથ્યા ધર્મથી જોડાએલો હોઈ મિથ્યાધર્મનું પાલન કરે છે, અજ્ઞાન તપ કરે છે, જેથી દુર્ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં ભ્રમણ કરે છે, માટે તારે ૩૬૩ પાખંડીઓના માર્ગને છોડી જિનધર્મમાં મન લગાડવું જોઈએ. સમ્યગ્દર્શનની મહિમાનું વર્ણન કરતાં આચાર્ય કહે છે કે જેમ લોકમાં જીવ રહિત શરીરને શબ કહે છે, તેમ સમ્યગ્દર્શન રહિત પુરૂષ હાલતું ચાલતું શબ છે. શબ લોકમાં અપૂજય હોય છે અને સમ્યગ્દર્શન રહિત પુરૂષ લોકોત્તર (અધ્યાત્મ માર્ગમાં અપૂજય છે. મુનિ અને શ્રાવક ધર્મોમાં સમ્યકત્વની જ વિશેષતા છે. જેમ તારાઓના સમૂહમાં ચંદ્રમા સુશોભિત છે, પશુઓમાં મૃગરાજ ૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (સિંહ) શોભે છે, તે પ્રમાણે જિનમાર્ગમાં નિર્મળ સમ્યગદર્શનથી યુક્ત તપ-વ્રતાદિથી નિર્મળ જિનલિંગ (શ્રાવક અથવા મુનિ) સુશોભિત છે. આમ સમ્યકત્વના ગુણ અને મિથ્યાત્વના દોષોને જાણી ગુણરૂપી રત્નોના સાર એવા મોક્ષ મહલની પ્રથમ સીડી સમ્યગ્દર્શનને ભાવપૂર્વક ધારણ કરવું જોઈએ. જેમ કમળ સ્વભાવથી જ જલથી અલિપ્ત રહે છે તેમ સમ્યગદ્દષ્ટિ જીવ પણ સ્વભાવથી જ વિષય કષાયોથી અલિપ્ત રહે છે. આચાર્ય દેવ કહે છે કે જે ભાવસહિત સંપૂર્ણ શીલ સંયમાદિ ગુણોથી યુક્ત છે, તેને જ અમે મુનિ કહીએ છીએ. મિથ્યાત્વથી મલિન ચિત્તવાળા ઘણા દોષોથી સહિત હોઈ અનિવેષ ધારે તો તે જીવ શ્રાવકના સમાન પણ નથી. જે ઈન્દ્રિઓના દમન અને ક્ષમારૂપી તલવારથી કષાયરૂપી પ્રબળ શત્રુને જીતે છે, ચારિત્રરૂપી ખગથી પાપરૂપી સ્થંભને કાપે છે, વિષયરૂપી વિષનાં ફળોથી ભરપૂર મોહરૂપી વૃક્ષ ઉપર ચઢી માયારૂપી વેલને જ્ઞાનરૂપી શસ્ત્રથી સંપૂર્ણ રીતે કાપે છે, મોહ, મદ, ગારવથી રહિત અને કરૂણા સહિત છે, તે મુનિ જ વાસ્તવમાં ધીર-વીર છે. તે મુનિ જ ચક્રવર્તી, નારાયણ, આધચક્રી, દેવ, ગણધર આદિના સુખોને અને ચારણ ઋદ્ધિઓને પ્રાપ્ત કરે છે તથા સંપૂર્ણ શુદ્ધતા થતાં અજર, અમર, અનુપમ, ઉત્તમ, અતુલ, સિદ્ધ સુખને પણ પ્રાપ્ત કરે છે. ભાવપાહુડનો સારાંશ તરીકે આચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞદેવ કથિત આ ભાવપાહુડને જે ભવ્ય જીવ સારી રીતે વાંચે છે, સાંભળે છે, ચિંતન કરે છે, તે અવિનાશી સુખનું સ્થાન મોક્ષને પ્રાપ્ત કરે છે. આમ ભાવપાહુડમાં ભાવલિંગી મુનિ સહિત દ્રવ્યલિંગ (વેષ) ધારણ કરનારને પ્રેરણા આપી છે. પ્રકારાન્તરથી સમ્યગ્દર્શન સહિત વ્રત ધારણ કરવાનો ઉપદેશ આપ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ (૬) મોક્ષ પાહુડ એક સો છ ગાથાઓમાં બાંધેલા આ પાહુડમાં આત્માની અનંત સુખસ્વરૂપ દશા મોક્ષ અને તેની પ્રાપ્તિના ઉપાયોનું નિરૂપણ છે તેના આરંભમાં જ આત્માના બહિરાત્મા, અત્તરાત્મા, અને પરમાત્મા – એમ ત્રણે ભેદોનું નિરૂપણ કરતાં બતાવ્યું છે કે બહિરાત્માપણું હેય છે, અંતરાત્માપણું ઉપાદેય છે અને પરમાત્માપણું પરમ-ઉપાદેય છે. આગળ બંધ અને મોક્ષના કારણોની ચર્ચા કરતાં કહ્યું છે કે પરપદાર્થોમાં મગ્ન આત્મા બંધનને પ્રાપ્ત થાય છે અને પરપદાથોથી વિરક્ત આત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ સ્વદ્રવ્યથી સુગતિ અને પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે, એમ જાણી હે આત્મન! સ્વદ્રવ્યમાં રતિ અને પરદ્રવ્યમાં વિરતિ કરો. આત્મસ્વભાવથી ભિન્ન સ્ત્રી-પુત્રાદિ, ધન-ધાન્યાદિ બધા ચેતન-અચેનત પદાર્થો પરદ્રવ્ય છે અને તેમનાથી ભિન્ન જ્ઞાન શરીરી અવિનાશી નિજ ભગવાન આત્મા “સ્વદ્રવ્ય' છે. જે મુનિ પરદ્રવ્યોથી ખસી સ્વદ્રવ્યનું ધ્યાન કરે છે, તે નિવણને પ્રાપ્ત કરે છે. તેથી જે વ્યક્તિ સંસારરૂપી મહા જંગલમાંથી પાર થવા ઈચ્છતો હોય તેણે પોતાના શુદ્ધાત્માનું ધ્યાન કરવું જોઈએ. - આત્માર્થી મુનિરાજ વિચારે છે કે હું કોનાથી શું વાત કરું, કારણકે જે પણ આ આંખોથી દેખાય છે તે તો શરીરાદિ જડ છે, મૂર્તિક છે, અચેતન છે, કાંઈ સમજતા નથી અને ચેતન તો સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. જે યોગી વ્યવહારમાં સૂએ છે, તે પોતાના આત્માના હિતના કાર્યમાં જાગૃત છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે, એમ જાણી યોગિજન સમસ્ત વ્યવહારને ત્યાગી આત્માનું ધ્યાન કરે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પરિભાષા બતાવતાં આચાર્યદેવ કે છે કે જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે અને પાપ અને પુણ્યનો ત્યાગ તે ચારિત્ર છે. અથવા તત્ત્વરુચિ તે સમ્યગ્દર્શન, તત્ત્વનું ગ્રહણ તે સમ્યજ્ઞાન અને પુણ્ય-પાપનો ત્યાગ તે સમ્મચારિત્ર છે. તપ રહિત જ્ઞાન અને જ્ઞાન રહિત તપ-તે બન્ને અકાર્યકર છે, કાંઈ પણ કામના નથી, કારણકે મુક્તિ તો જ્ઞાનપૂર્વક તપથી જ થાય છે. ધ્યાન જ સર્વોત્કૃષ્ટ તપ છે, પણ જ્ઞાન-ધ્યાનથી ભ્રષ્ટ અમુક સાધુઓ કહે છે કે આ કાળમાં ધ્યાન હોતું નથી, પણ આ વાત બરાબર નથી કારણકે આજ પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ૮૫ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રના ધારણ કરનાર મુનિઓ આત્માનું ધ્યાન ધરી લૌકાંતિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચ્યવીને આગામી ભવમાં નિર્વાણને પ્રાપ્ત કરે છે. પણ જેની બુદ્ધિ પાપકર્મથી મોહિત છે, તે જિનેન્દ્રદેવ તીર્થંકરનો વેષ ધારણ કરીને પણ પાપ કરે છે. તે પાપી મોક્ષમાર્ગથી દૂર છે. નિશ્ચયનયનો અભિપ્રાય એમ છે કે જે યોગી પોતાના આત્મામાં સારી રીતે લીન થઇ જાય છે, તે નિર્મળ ચારિત્રધારી યોગી અવશ્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે. આમ મુનિધર્મનું વિસ્તૃત વર્ણન કરી શ્રાવકધર્મની ચર્ચા કરતાં સૌથી પ્રથમ નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કરવાની પ્રેરણા આપે છે. કહે છે કે વધુ કહેવાથી શું લાભ? માત્ર એટલું જાણી લો કે આજ સુધી ભૂતકાળમાં જેટલા સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં પણ જેટલા સિદ્ધ થશે, તે સર્વ સમ્યગ્દર્શનને જ આભારી છે. આગળ કહે છે કે જેમણે સર્વીસદ્ધિ કરનાર સમ્યક્ત્વને સ્વપ્નમાં પણ મલિન નથી કર્યું, તે જ ધન્ય છે, તે જે કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે. અંતમાં આચાર્ય કહે છે કે બધાથી ઉત્તમ પદાર્થ નિજ શુદ્ધાત્મા જ છે જે આ દેહમાં રહે છે. અરહંત આદિ પંચપરમેષ્ઠી પણ નિજ આત્મામાં જ રત છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આ જ આત્માની અવસ્થાઓ છે, તેથી મને તો એક આત્મા જ શરણ છે. આમ આ અધિકારમાં મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરતાં સ્વદ્રવ્યમાં રતિ કરવાનો ઉપદેશ આપ્યો છે તથા તસ્વરૂચિને સમ્યગ્દર્શન, તત્ત્વગ્રહણને સમ્યજ્ઞાન અને પુણ્ય-પાપના પરિહારને સમ્યારિત્ર કહ્યુ છે. અંતમાં એક માત્ર નિજ આત્માના જ શરણમાં જવાની પ્રેરણા આપી છે. Jain Educationa International ૮૬ For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ (૭) લિંગ પાહુડ બાવીસ ગાથાઓના આ લિંગપાહુડમાં જિન લિંગનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જિનલિંગ ધારણ કરનારાઓને પોતાના આચરણ અને ભાવોની સંભાળ રાખવા માટે સાવચેત કર્યા છે. આરંભમાં જ આચાર્ય કહે છે કે ધર્માત્માનું લિંગ (વેષ) નગ્ન દશા તો હોય જ છે પણ લિંગ (નગ્ન અવસ્થા) ધારણ કરી લેવા માત્રથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી હે ભવ્ય જીવો! ભાવરૂપ ધર્મ ને ઓળખો, એકલા લિંગ વિષ)થી કાંઈ થતું નથી. આગળ ઉપર અનેક ગાથાઓમાં ઘણા કઠોર શબ્દોમાં કહ્યું છે કે જેની બુદ્ધિ પાપથી મોહિત છે, એવા અમુક લોકો જિનલિંગને (સાધુ વેષ) ધારણ કરીને તેની હાંસી કરાવે છે. નિગ્રંથ લિંગ ધારણ કરીને પણ જે સાધુ પરિગ્રહનો સંગ્રહ કરે છે, તેની રક્ષા કરે છે, તેનું ચિંતવન કરે છે, તે નગ્ન (સાધુ) હોવા છતાં પણ સાચા શ્રમણ નથી, તે અજ્ઞાની છે, પશુ છે. નગ્ન (સાધુ) વેષ ધારણ કરીને પણ જે ભોજનમા ગૃદ્ધતા રાખે છે, આહાર માટે દોડે છે, કલહ કરે છે, ઈર્ષા કરે છે, મન ફાવે સૂએ છે, દોડતા જતા ચાલે છે, ઉછળે કૂદે છે, વિગેરે અસત્ ક્રિયાઓમાં પ્રવૃત્ત રહે છે, તે મુનિ તો છે જ નહીં પણ મનુષ્ય પણ નથી, પશુ છે. વળી લખે છે કે જે મુનિ દીક્ષા રહિત ગૃહસ્થોમાં અને દિક્ષિત શિષ્યોમાં ઘણો સ્નેહ રાખે છે, મુનિઓને યોગ્ય ક્રિયા અને ગુરૂઓના વિનયથી રહિત હોય છે, તે પણ શ્રમણ નથી, પશુ છે. જે સાધુઓ મહિલાઓનો વિશ્વાસ કરીને અને તેમનો વિશ્વાસ સંપાદન કરીને તેઓમાં પ્રવર્તે છે, તેમને ભણાવે છે, પ્રવૃત્તિ શીખવાડે છે, એવા વેષધારી તો પાર્શ્વસ્થથી પણ નિકૃષ્ટ છે, વિનિષ્ટ છે, શ્રમણ નથી. આવી પ્રવૃત્તિઓમાં પડેલા વેષધારી મુનિઓ ઘણા વિદ્વાન હોવા છતાં, શાસ્ત્રોના જાણકાર હોવા છતાં સાચા સાધુનથી. અંતમાં આચાર્ય કહે છે કે આ લિંગપાહુડમાં કહેલા ભાવોને જાણી જે મુનિ દોષોથી બચી સાચા લિંગને ધારણ કરે છે, તે મુક્તિ પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ (૮) શીલ પાહુડ શીલ પાહુડના વિષય વસ્તુને સ્પષ્ટ કરતાં પંડિત જયચંદજી છાબડા લખે છે કે: “શીલ નામ સ્વભાવનું છે. આત્માનો સ્વભાવ શુદ્ધ, જ્ઞાન દર્શનમયી ચેતના સ્વરૂપ છે, તે અનાદિ કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે. તેનાં વિશેષરૂપ મિથ્યાત્વ-કપાય આદિ અનેક છે, તેને રાગ-દ્વેષ-મોહ પણ કહે છે. તેના ભેદ સંક્ષેપમાં ચોરાસી લાખ કર્યો છે, વિસ્તારથી અસંખ્યાત અનંત થાય છે, તેને કુશીલ કહે છે. તેના અભાવરૂપ સંક્ષેપમાં ચોરાસી લાખ ઉત્તર ગુણ છે તેને શીલ કહે છે. આ તો સામાન્ય પરદ્રવ્યના સંબંધની અપેક્ષાથી શીલ-કુશીલનો અર્થ છે અને પ્રસિદ્ધ વ્યવહારની અપેક્ષાએ સ્ત્રીનો સંગ તે છે અને તેના અઢાર હજાર ભેદ છે અને તેના અભાવરૂપ શીલના અઢાર હજાર ભેદ છે. વાસ્તવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ શીલ છે, તેની એકતા તે જ મોક્ષમાર્ગ છે. શીલને સ્પષ્ટ કરતાં શીલ પાહુડની ગાથા ૫ અને ૬માં નીચે મુજબ કહેછેઃ “જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્રગહીન છે, તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થક છે.” “જે જ્ઞાન ચરણ વિશુદ્ધ, ધારણ લિંગનું દગશુદ્ધ જે, તપ જે સમયમાં તે ભલે થોડું મહાફળ યુક્ત છે.” અર્થ- જ્ઞાન જે ચારિત્ર રહિત છે તે નિરર્થક છે અને લિંગનું ગ્રહણ (સાધુપણું) જો દર્શન રહિત છે તો તે પણ નિરર્થક છે તથા સંયમ રહિત તપ પણ નિરર્થક છે આમ જે આચરણ કરે તો બધું નિરર્થક છે. જ્ઞાન સાથે શુદ્ધ ચારિત્ર અને લિંગનું ગ્રહણ શુદ્ધ દર્શન સાથે તથા સંયમ સહિત તપ આમ જો થોડું પણ આચરણ કરે તો મહાફળરૂપ નિવડે છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાન, ચારિત્ર, તપનું આચરણ કરનાર મુનિરાજ નિશ્ચિત રૂપથી નિવણને પ્રાપ્ત કરે છે. જીવદયા, ઈન્દ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ – આ બધા શીલના જ પરિવારમાં છે. વિશ્વના ભક્ષણથી તો જીવ એક જ વાર મરણ પામે છે, પરંતુ વિષયરૂપ વિષ (કુશીલ)ના સેવનથી અનંતવાર જન્મ મરણ ધારણ કરવા પડે છે. ८८ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શીલ રહિત (વિષયોમાં લોલુપ્ત) અને માત્ર જ્ઞાન (શાસ્ત્રજ્ઞાન)થી જો મોક્ષ થતો હોય તો દશ પૂર્વનું જ્ઞાન જેને હતું તે રૂદ્ર નરકમાં કેમ ગયો? વધુ શું કહીએ, એટલું સમજી લેવું કે જ્ઞાન સહિત શીલ જ મુક્તિનું કારણ છે. અંતમાં આચાર્યદેવ શીલપાહુડની ગાથા ૩૮માં લખે છે કે - “જિન વચનનો ગ્રહી સાર, વિષય વિરક્ત ધીર તપોધનો. કરી સ્નાન શીલ સલિલથી, સુખ સિદ્ધનું પામે અહો!” અર્થ:- જેણે જિનવચનોના સારને ગ્રહણ કર્યો છે અને જે વિષયોથી વિરક્ત થયા છે, જેમનું તપ જ ધન છે અને જે વીર છે, તથા જે શીલરૂપી જલ થી સ્નાન કરીને શુદ્ધ થયા છે, તે મુનિરાજ સિદ્ધાલયના સુખોને પ્રાપ્ત કરે છે. આમ આ અધિકારમાં સમ્યગ્દર્શન જ્ઞાન સહિત શીલની મહિમા બતાવી છે અને તેને જ મોક્ષનું કારણ કહ્યું છે. સંપૂર્ણ અકૃપાહુડ શ્રમણો (સાધુઓ)માં સમાયેલા અથવા સંભવે તેવા શિથિલાચારના વિરૂદ્ધ એક સમર્થ આચાર્યનો સશક્ત અધ્યાત્મ આદેશ છે, જેમાં સમ્યગ્દર્શન ઉપર તો સર્વથી અધિક બળ આપ્યું છે અને સાથે સાથે શ્રમણોના સંયમ આચરણના નિરાતિચાર પાલન ઉપર પણ પૂર્ણ પ્રકાશ પાડ્યો છે. શ્રમણોને ડગલે ને પગલે સાવચેત કર્યા છે. સમ્યગ્દર્શન રહિત સંયમ ધારણ કરવાથી સંયમાચરણમાં શિથિલતા અનિવાર્ય છે. સમ્યગ્દર્શન રહિત શિથિલ શ્રમણ સ્વયં તો સંસાર સાગરમાં ડૂબે છે પણ સાથે સાથે અનુયાયીઓને પણ ડૂબાડે છે તથા નિર્મળ જૈન ધર્મને પણ કલંકિત કરે છે અને અપમાનજનિત કરે છે. તે લોકો આત્મદ્રોહી હોવા ઉપરાત ધર્મદ્રોહી પણ છે. આ વિષે આચાર્ય કુંદકુંદને ઊંડાણથી સંપૂર્ણ ખ્યાલ હતો અને તેથી જ તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અકૃપાહુડમાં ઘણી કઠોરતાથી નિષેધ કર્યો છે. આમ અત્યત સ્પષ્ટ છે કે અષ્ટપાહુડ શિથિલ આચારની વિરૂદ્ધમાં એક સશકત દસ્તાવેજ છે. ૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર આચાર્ય કુંદકુંદ દિગંબર જૈન આચાર્યની પરંપરાના પ્રતિષ્ઠાપક સર્વમાન્ય આચાર્ય છે. તેમના પંચ પરમાગમ એવો પ્રકાશ સ્તંભ છે કે જે ગત બે હજાર વર્ષથી અધ્યાત્મના રુચિવાન લોકોને નિરંતર પ્રકાશ આપ્યા કરે છે. આધ્યાત્મિક શાંતિ અને સામાજિક ક્રાંતિનો અદ્ભૂત સંગમ આ અપરાજેય વ્યક્તિત્વમાં જેવો જોવા મળે છે તેવો અન્યત્ર અસંભવ નહીં તો જરૂર દુર્લભ છે. આત્મા પ્રતિ અત્યંત સજાગતા, આત્મ સન્મુખ વૃત્તિ અને શિથિલ આચારના વિરૂદ્ધ આટલો ઊગ્ર સંઘર્ષ આચાર્ય કુંદકુંદ જેવા સમર્થ આચાર્યના જ વશની વાત હતી. આત્મોન્મુખી વૃત્તિના નામ ઉપર વિકૃતિઓ તરફ આંખ બંધ કરનારા પલાયનવાદી અને વિકૃતિઓની વિરૂદ્ધમાં અવાજ ઉઠવવાના બહાને જગતપ્રપંચોમાં ફસાઈ જનારા પરમ અધ્યાત્મથી વિમુખ થયેલા પુરૂષો તો ડગલે અને પગલે મળી આવશે; પણ આત્મ આરાધના અને લોક કલ્યાણમાં સમુચિત સમન્વય સ્થાપિત કરનાર, સુવિચારિત સન્માર્ગ ઉપર સ્વયં ચાલનારા અને જગતને લઈ જાનારા સમર્થ પુરૂષ વિરલાજ હોય છે. આચાર્ય કુંદકુંદ એવા જ સમર્થ આચાર્ય હતા, જે પોતે તો સન્માર્ગ ઉપર વિચર્યા પણ સાથે લોકોને પણ મંગળમય માર્ગ ઉપર દોરી લઈ ગયા. તેમને બતાવેલ આધ્યાત્મિક સન્માર્ગ આજ પણ અધ્યાત્મ પ્રેમિયોનો આધાર છે. આચાર્ય કુંદકુંદના અધ્યાત્મ અને આચરણ સંબંધી આદેશોની આવશ્યકતા જેટલી આજે છે તેટલી તેમના સમયમાં પણ નહી હોય, કારણકે અધ્યાત્મ વિમુખતા અને શિથિલાચાર જેટલો આજે દેખવામાં આવે છે, તેટલો કુંદકુંદના સમયમાં તો નિશ્ચિત જ નહીં હતો અને કોઈ યુગમાં પણ નહીં હશે. આધ્યાત્મિક જાગૃતિ અને સાધુ અને શ્રાવકોનું નિર્મળ આચરણ માટે કુંદકુંદના ગ્રંથોનું અધ્યયન ઊંડાણથી કરવું તે ફક્ત ઉપયોગી જ નહીં પણ અત્યંત આવશ્યક છે. આચાર્ય કુંદકુંદના ગ્રંથોનો નિયંતિમ સ્વાધ્યાય અને વિધિસર વાંચન ન તો ફિક્ત આત્મહિત માટે આવશ્યક છે પણ સામાજિક શાંતિ અને શ્રમણ સંસ્કૃતિની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે, નહિતર શ્રાવકોના અસદાચાર અને સાધુઓનો શિથિલ આચાર સામાજિક શાંતિને તો ભંગ કરી રહ્યા છે, પણ તેથી શ્રમણ સંસ્કૃતિની દિગંબર ધારા પણ છિન્નભિન્ન થઈ રહી છે. શ્રદ્ધા અને ચારિત્રના આ સંકટ કાળમાં કુંદકુંદના પાંચ પરમાગમોમાં પ્રવાહિત જ્ઞાન ગંગામાં ડુબકી મારવી તે પરમ શરણ છે. co Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પરમાગમનાં વિણેલાં મોતી સમયસાર શ્રુત-પરિચિત-અનુભૂત સર્વને કામ ભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવેબ સુલભ ના. ૪ ગાથા ૪:- સર્વ લોકને કાભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી એક તે સુલભ નથી. ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથા ૭:- જ્ઞાનીને ચારિત્ર, દર્શન, શાન-એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮ ગાથા ૮:- જેમ અનાર્ય (સ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧. ગાથા ૧૧:- વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો અર્થાત શુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત નિજ આત્માનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ૯૧ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. ગાથા ૧૨:- જે શુદ્ધનય સુધી પહોચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્ર્યવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા) નો ઉપદેશ (આશા) કરનાર શુદ્ધનય જાણવાયોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ-સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે. દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં; પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયષ્ટિમાં. ૧૬. ગાથા ૧૬:- સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવાયોગ્ય છે; વળી તે ત્રણેને નિશ્ચયનયથી એક આત્મા જ જાણો. જયમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭ જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી માક્ષાર્થીએ. ૧૮. ગાથા ૧૮:- જેમ કાઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે, ત્યાર બાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે અર્થાત્ તેની સુંદર રીતે સેવા કરે છે, એવી જ રીતે મોક્ષની ઈચ્છાવાળાએ જીવરૂપી રાજાને જાણવો, પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું અને ત્યાર બાદ તેનું જ અનુચરણ કરવું અર્થાત્ અનુભવ વડે તન્મય થઈ જવું. તાત્પર્ય એ છે કે આત્માર્થીઓએ સર્વપ્રથમ નિજ આત્માને જાણવો જોઈએ. પછી એમ શ્રધ્ધા કરવી જોઈએ કે આ ભગવાન આત્મા હું છું. ત્યારબાદ તેમાં લીન થઈ જવું જોઈએ, કારણકે પોતાના આત્માનું જ્ઞાન, શ્રધ્ધાન અને ધ્યાન જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ નોકર્મ-કર્મ હું, માં વળી “કર્મ ને નોકર્મ છે, -એ બુદ્ધિ જયાં લગી જીવની, આજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯. ગાથા ૧૯- જયાં સુધી આ આત્માને જ્ઞાનાવરણાદિ દ્રવયકર્મ, મોહ-રાગ-દ્વેષાદિ ભાવકર્મ અને શરીર આદિ નોકર્મ માં આત્મબુદ્ધિ રહેશે, અર્થાત “આ હું છું” અને હુ માં (આત્મામા) મારામાં ‘આ કર્મ-નોકર્મ છે' – એવી બુદ્ધિ છે, એવી માન્યતા છે, ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધિ (આજ્ઞાની) છે. તાત્પર્ય એ છે કે શરીરાદિ પરપદાર્થો અને મોહાદિ વિકારી પર્યાયોમાં પોતાપણું તેજ અજ્ઞાન છે. જીવ-દેહ બન્ને એક છે–વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ર૭. ગાથા ૨૭:- વ્યવહારનય તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, પણ નિશ્ચનરનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી, તે બન્ને ભિન્ન ભિન્ન છે. ૧૦ જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨. ગાથા ૩૨ - જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે. ૧૧ આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે, ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫. ગાથા ૩૫:- જેમ લોકમાં કોઈ પુરુષ પરવસ્તુને “આ પરવસ્તુ છે' એમ જાણે ત્યારે એવું જાણીને પરવસ્તુને ત્યાગે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને “આ પરભાવ છે' એમ જાણીને છોડે છે. ૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧ર હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮. ગાથા ૩૮:- દર્શનશાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે: નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શનજ્ઞાનમય છું, સદા અરૂપી છું; કાંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ પણ મારું નથી એ નિશ્ચય છે. હું સમસ્ત પદાર્થોથી ભિન્ન, જ્ઞાન-દર્શન સ્વરૂપી, અરૂપી, એક પરમ શુદ્ધ તત્ત્વ છું. અન્ય પર દ્રવ્યો સાથે મારે કોઈ સંબંધ નથી. ૧૩ પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે તે નવ કરે છે માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫. ગાથા ૭૫:- જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. પરકતૃત્વનો ભાવ અજ્ઞાન છે, કારણકે આત્માનો ગુણ, સ્વભાવ તે જ્ઞાનભાવ તો માત્ર જ્ઞાતારૂપ જ હોય છે. ૧૪ જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે; એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦. જીવ કર્મ ગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. ગાથા ૮૦, ૮૧, ૮૨:- પુગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૫ છે મોહયુત ઉપયોગના પરિણામ ત્રણ અાદિના, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ એ ત્રણ જાણવા. ૮૯. ગાથા ૮૯:- અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે; તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ (એ ત્રણ) જાણવા. ૧૬ એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦. ગાથા ૯૦:- અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી, આત્માનો ઉપયોગ—જોકે (શુદ્ઘનયથી) તે શુદ્ધ, નિરંજન (એક) ભાવ છે તોપણ—ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે (વિકારી) ભાવને પોતે કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. ૧૭ જે ભાવે જીવ કરે અરે! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧. ગાથા ૯૧:- આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. ૧૮ પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. ૯૨. ગાથા:- જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે. ૧૯ જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કર્તા ખરે, તેનું બને તે કર્મ, આત્મા તેહનો વેદક બને. ૧૦૨. ગાથા ૧૦૨:- આત્મા જે શુભ કે અશુભ (પોતાના) ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કર્તા થાય છે, તે (ભાવ) તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો (તે ભાવરૂપ કર્મનો) ભોક્તા થાય છે. Jain Educationa International ૯૫ For Personal and Private Use Only. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫. ગાથા ૧૦૫:- જીવ નિમિત્તભૂત બનતાં કર્મબંધનું પરિણામ થતું દેખીને, “જીવે કર્મ કર્યું એમ ઉપચારમાત્રથી કહેવાય છે. ૨૧ યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૂપકર્યું લોકો કહે, એમ જ કર્યા વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬. ગાથા ૧૦૬:- યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, “રાજાએ યુદ્ધ કર્યું એમ લોક (વ્યવહારથી) કહે છે તેવી રીતે “જ્ઞાનાવારણાદિ કર્મ જીવે કર્યું એમ વ્યવહારથી કહેવાય છે. ૨ ૨ ઉપજાવતો, પ્રણમાવતો ગ્રહતો, અને બાંધે કરે. ૫ગલદરવને આતમા–વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭. ગાથા ૧૦૭:- આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાધે છે, પરિણાવે છે અને ગ્રહણ કરે છે–એ વ્યવારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્માને પરદ્રવ્યની સાથે કોઈ પણ સંબંધ નથી. ૨ ૩ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧ર ૬. ગાથા ૧૨૬:- આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કર્તા થાય છે, જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. - ૨૪ અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને; પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મન. ૧૨૭. ગાથા ૧૨૭:- અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતો નથી. ૯૬ For Personal and Private Use Only Jain Educationa International Page #107 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર તથા છ પદના પત્રના ત્રીજા પદમાં કપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અથક્રિયા સંપન્ન છે. કઈને કંઈ પરિણામ ક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાપન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ૨૫. છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને! તે કેમ હોયે સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. ગાથા ૧૪પ- અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે (-સારું છે) એમ તમે જાણો છો! તે સુશીલ કેમ હોય કે જે (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે? તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. ગાથા ૧૪૭ - માટે એ બન્ને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે.) ર ૭ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧પર. ગાથા ૧૫ર:- પરમાર્થમાં અસ્થિત અર્થાત પોતાના આત્માના અનુભવથી રહિત જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેનાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતા અને બાળવ્રત કહે છે. સમ્યગ્દર્શન તથા સમ્યગ જ્ઞાન વગરના, આત્માનુભવ રહિત કરેલા તપ અને વ્રત નિરર્થક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથા ૧૫૩:- વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિવાર્ણને પામતા નથી. નિર્વાણની પ્રાપ્તિ આત્માનુભવિઓને જ થાય છે. ૨૯ વિદ્વજજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. ગાથા ૧૫૬:- નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પડિતોને કર્મક્ષય થતો નથી.) ૩૦ મિથ્યાત્વને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે, એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. વળી તેહ જ્ઞાનાવારણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. ગાથા ૧૬૪,૧૬૫:- મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ–એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસશ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ— જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય છે. ૩૧ સુદ્દષ્ટિને આસ્ત્રવ નિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વીનબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. ગાથા ૧૬૬:- સમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી, (કારણ કે) આસવનો (ભાવાસ્ત્રવનો) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતો તે, સત્તા રહેલાં પૂર્વે બંધાયેલા કર્મોને જાણે જ છે. Jain Educationa International ૯૮ For Personal and Private Use Only. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસવ નથી સુષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭ હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યાં, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. ગાથા ૧૭૭, ૧૭૮:- રાગ, દ્વેષ અને મોહ–એ આસવો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્યયો કર્મબંધના કારણે થતા નથી. (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યાં છે, અને તેમને પણ (જીવના) રાગદિ ભાવો કારણ છે, તેથી રાગાદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતાં નથી. માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણકે આસવભાવના અભાવમાં પ્રત્યયોને (કર્મના) બંધક કહ્યા નથી. જ્ઞાની શુદ્ધ નયથી ટ્યુત થાય તો તેને કર્મ બંધાય છે. ૩૩ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઈચ્છા પરિહરી, ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,–નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. ગાથા ૧૮૭, ૧૪૮, ૧૮૯- આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનશાનમાં સ્થિત થયો થકો અને અન્ય(વસ્તુ)ની ઈચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે-કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) *ચેતયિતા હોવાથી) એકત્વને જ ચિંતવે છે–ચેતે છે–અનુભવે છે, તે (આત્મા), આત્માને ધ્યાતો, દર્શનશાનમય અને “અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. ૩૪ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઈદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ગાથા ૧૯૩:- સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩પ જયમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫. ગાથા ૧૯૫:- જેમ વૈદ્ય પુરુષ વિષને ભોગવે અર્થાત્ ખાતો છતો મરણ પામતો નથી. જ્ઞાની પુદ્ગલકર્મના ઉદયને ભોગવે છે તોપણ બંધાતો નથી. સેવે છતાં નહિ સેવતો, આણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જયમ નહિ કરે. ૧૯૭ ગાથા ૧૯૭:- કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કોઈ નહિ સેવતો છતાં સેવનારો છે–જેમ કોઈ પુરુષને * પ્રકારની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે તોથણ તે "પ્રાકરણિક નથી. * પ્રકરણ=કાર્ય ૧. પ્રાકરણિક = કાર્ય કરનારો ૩૭ અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જયાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. ગાથા ૨૦૧, ૨૦૨:- ખરેખર જે જીવને પરમાણુમાત્ર–લેશમાત્ર–પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ આત્માને નથી જાણતો; અને આત્માને નહિ જાણતો થકો તે અનાત્માને (પરને) પણ નથી જાણતો; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે? ૩૮ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬. ગાથા ૨૦૬:- (હે ભવ્ય પ્રાણી !) તું આમાં (આત્મામા) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ થશે. ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય' એવું કોણ જ્ઞાની કહે અરે! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. ગાથા ૨૦૭:- પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે? ४० પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનેં ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮. ગાથા ૨૦૮:- જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. કારણ કે હું તો શાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી. ૪૧ અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦. ગાથા ૨૧૦:- અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની ધર્મને (પુણ્યને) ઇચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી. (ધર્મનો) શાયક જ છે. ૪૨ જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭ એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજનબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્દષ્ટિ જે, ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧. ગાથા ૨૩૭, ૨૪૦, ૨૪૧:- જેવી રીતે-કોઈ પુરુષ (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, તે પુરૂષને રજનો બંધ (ધૂળનું ચોટવુ) ખરેખર કયા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારો, તે પુરુષમાં જે તેલ આદિનો ચીકાશભાવ છે તેનાથી તેને રજનો બંધ થાય છે એમ નિશ્ચયથી જાણવું. શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. એવી રીતે—બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વર્તતો મિથ્યાદ્દષ્ટિ (પોતાના) ઉપયોગમાં રાગાદિ ભાવોને કરતો કો કર્મરૂપી રજથી લેપાય છે—બંધાય છે. ૧૦૧ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જે માનતો-હું જિવાડું ને પર જીવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ર૫૦. ગાથા ૨૫૦:- જે જીવ એમ માને છે કે હું પર જીવોને જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે, તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે). તે જ્ઞાની છે. એક જીવ બીજા જીવનાં જીવન-મરણ અને સુખ દુઃખનો કર્તા-ધર્તા નથી, અજ્ઞાની જીવ વ્યર્થ જ પરનો કર્તા-ધર્તા. બની દુઃખી થાય છે. ૪૪ છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વજ્ઞ કહ્યું, તું આયુ તો દેતો નથી, તે જીવન કયમ તેનું કર્યું? ૨૫ ૧. છે આયુ-ઉદય જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તે આયુ તુજ દેતા નથી, તો જીવન કયમ તારું કર્યું? ૨પર. જે માનતો-ભુજથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. રપ૩. ગાથા ૨૫૧, ૨૫૨, ૨૫૩:- જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે; તું પર જીવોને આયુકર્મ તો દેતો નથી તો (હે ભાઈ!) તે તેમનું જીવિત (જીવતર) કઈ રીતે કર્યું? જીવ આયુકર્મના ઉદયથી જીવે છે એમ સર્વજ્ઞદેવો કહે છે, પર જીવો તને આયુકર્મ તો દેતા નથી તો (હે ભાઈ!) તેમણે તારું જીવિત કઈ રીતે કર્યું? જે એમ માને છે કે મારા પોતાથી હું (પર) જીવોને દુઃખી-સુખી કરું છું તે મૂઢ (-મોહી) છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત તે જ્ઞાની છે. જ્ઞાની જાણે છે કે લૌકિક સુખ અને દુઃખ તો જીવોને પોતાના પુણ્ય પાપના અનુસાર હોય છે, તે તો તેઓના પોતાના કર્મોનું ફળ છે. તેમાં બીજા જીવનું રચંમાત્ર પણ કર્તુત્વ નથી. કરતો તું અધ્યવસાન–દુખિત-સુખી કરું છું જીવન, તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨ ૬૦. કરતો તું અધ્યવસાન–“મારું જિવાડું છું પર જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨ ૬૧. ૧૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૬૦, ૨૬૧- હું જીવોને દુઃખી-સુખી કરું છું આવું જે તારું અધ્યવસાન, (મિથ્યા અભિપ્રાય સહિત પરિણમન) તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. “હું જીવોને મારું છું અને જિવાડું છું” આવું જે તારું અધ્યવસાન, તે જ પાપનું બંધક અથવા પુણ્યનું બંધક થાય છે. મારો–ન મારો જીવને, છે બંધ અધ્યવસાનથી, –આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ર૬ર. ગાથા ૨ ૬ ૨:- જીવોને મારો અથવા ન મારો-કર્મ બંધ તો માત્ર અધ્યવસાનથી (મોહ-રાગ-દ્વેષ) થી જ થાય છે. નિશ્ચયનયે, જીવોના બંધનું સ્વરૂપ સંક્ષેપ માં આ છે. બંધ નો સંબંધ પર જીવોના જીવન મરણથી નથી પણ જીવના સ્વયં મોહ-રાગ-દ્વેષ પરિણામોથી છે. તેથી પરિણામોની સંભાળ રાખવી અધિક આવશ્યક છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૨૧૭-૨૧૯). ૪૭ - બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ–શબ્દો સર્વ આ એકાઈ છે. ર૭૧. ગાથા. ૨૭૧:- બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ-એ બધા એકાર્થ જ છે (-નામ જાદાં છે, અર્થ જુદા નથી). ૪૮ જયમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮. ત્યમ જ્ઞાની” પણ છે શુદ્ધ રાગરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯. ગાથા ૨૭૮, ૨૭૯- જેમ સ્ફટિકમણિ શુદ્ધ હોવાથી રાગાદિરૂપે (રતાશઆદિરૂપે) પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (-રાતો) આદિ કરાય છે, તેમ જ્ઞાની અર્થાત આત્મા શુદ્ધ હોવાથી રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી પરંતુ અન્ય રાગાદિ દોષો વડે તે રાગી વડે તે રાગી આદિ કરાય છે. ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ - ' ૪૯ પણ રાગ-દ્વેષ-કષાયકર્મ નિમિત્ત થાયે ભાવ જે, તે-રપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. ગાથા ૨૮૧:- રાગ, દ્વેષ અને કષાયકમોં હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતા) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. જુઓ પ્રવચનસાર ગાથા-૧૭૫, ૧૮૦, ૧૮૩, ૧૮૪, ૧૮૮, ૧૯૧, પંચાસ્તિકાય સંગ્રહ ગાથ-૧૪૯ નિયમસાર ગાથા-૧૭૨, ૧૭૪, ૧૭૫) ૫૦ જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે; પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જાદા પડી જાય છે. ૨૯૪. ગાથા ૨૯૪:- જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે. ૫૧ એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જામ જાદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. ગાથા ૨૯૬:- (શિષ્ય પૂછે છે કે-) (શુદ્ધ) આત્મા કઈ રીતે ગ્રહણ કરાય? (આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે-) પ્રજ્ઞા (બુદ્ધિ) વડે તે (શુદ્ધ) આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. પર પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૭. ગાથા ૨૯૭:- પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો (જાણ નારો) છે તે નિશ્ચયથી હું છું બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. ૫૩ પણ જીવ પ્રકૃતિના નિમત્તે ઊપજે વિણસે અરે! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧ર. અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને –આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩. ૧૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩૧૨, ૩૧૩:- ચેતક અર્થાત્ આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે, અને પ્રકૃતિ પણ ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે ઊપજે છે તથા વિણસે છે. એ રીતે પરસ્પર નિમિત્તથી બન્નેનો—આત્માનો ને પ્રકૃતિનો—બંધ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. કર્મથી રાગ થાય છે અને રાગથી કર્મ બંધાય છે. ૫૪ અજ્ઞાની વેઠે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. ગાથા ૩૧૬:- અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદે (ભોગવે) છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદતો નથી. ૫૫ જયમ નેત્ર, તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. ગાથા ૩૨૦:- જેમ નેત્ર (દૃષ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે, અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. ૫૬ તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. ગાથા ૪૧૨:- (હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. ઉપયોગને અન્યત્ર ભટકવા ન દેતા, એક આત્માનું જ ધ્યાન ધર. Jain Educationa International ૧૦૫ For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર ૫૭ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭. ગાથા ૭:- ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મ છે તે સામ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. સામ્ય તે મોહક્ષોભ રહિત એવા આત્માના પરિણામ (ભાવ) છે. મોહ એટલે દર્શન મોહ અથવા મિથ્યાત્વ અને ક્ષોભ એટલે ચારિત્રમોહ અથવા રાગદ્વેષ થી રહિત આત્માનાં પરિણામને સામ્ય કહે છે. આ સામ્યભાવ જ ધર્મ છે, ચારિત્ર છે. આ પ્રકારનું ચારિત્ર તે ધર્મ છે. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ અર્થાત પોતાના સ્વભાવમાં પ્રવર્તવું એવો તેનો અર્થ છે, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ૫૮ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધ પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯. ગાથા ૯:- જીવ, પરિણામ સ્વભાવી હોવાથી, જયારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પોતેજ) થાય છે અને જયારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. આત્મા સર્વથા કૂટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે; તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં લાલ કે કાળા ફૂલના સંયોગથી લાલ કે કાળો પોતે જ થાય છે, તેમ દાન પૂજાદિના શુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે અને મિથ્યાત્વ, વિષય, કષાય આદિ અશુભ ઉપયોગે પરિણમે ત્યારે તે પોતેજ અશુભ થાય છે અને સ્ફટિકમણિની માફક આત્મા સંયોગોથી રહિત અને અલિપ્ત થતાં નિર્મળ ભાસે છે. ત્યારે તે પોતે જ શુદ્ધ થાય છે.(જાઓ પ્રવચનસાર ગાથા-૧૫૬, ૨૪૫ અને સમયસાર ગાથા-૧૪૬). Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે, - ગુણ-દ્રવ્ય-પર્યસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦. ગાથા ૧૦:- આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી, પદાર્થ વિના પરિણામ નથી, પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલો અને ઉત્પાદ વ્યય ધ્રોવ્યમય) અસ્તિત્વથી બનેલો છે. જયાં જયાં વસ્તુ જોવામાં આવે છે ત્યાં ત્યાં પરિણામ જોવામાં આવે છે. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતાં નથી; કારણ કે વસ્તુપ આશ્રય વિના પરિણામ કોના આધારે રહે? દૂધના આશ્રય વિના દહીં, છાશ, ઘી વગેરે પરિણામ કોના આધારે થાય? વળી વસ્તુ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. પ્રવાહ સામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. ૬૦ સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને સુખદુ:ખ સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪ ગાથા ૧૪:- જેમણે (નિજ શુદ્ધ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત રાગરહિત છે અને જેમને સુખદુ:ખ સમાન છે, એવા શ્રમણને (મુનિવરને) “શુદ્ધોપયોગી” કહેવામાં આવ્યા છે. જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું જ્ઞાન શેયપ્રમાણ છે; ને શેય લોકાલોક તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩ ગાથા ૨૩- આત્મા જ્ઞાન પ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે. શેય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત સર્વ વ્યાપક) છે. આત્મા જ્ઞાનથી હીન-અધિક નહીં હોવાથી જ્ઞાન જેવડો જ છે; અને જેમ દાહ્યને (બાળવા યોગ્ય પદાર્થને) અવલંબનાર દહન દાસ્યની બરાબર જ છે તેમ શેયને અવલંબનાર જ્ઞાન શેયની બરાબર જ છે; જેવી રીતે અગ્નિ બળતા ઈધનના આકાર રૂપ પરિણમે છે. ૧૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ છે “જ્ઞાની' જ્ઞાનસ્વભાવ. અથો શેયરૂપ છે “જ્ઞાની'ના, જયમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. ગાથા ૨૮:- આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાથ આત્માના શેયસ્વરૂપ છે. જેમ રૂપ (રૂપી પદાથો) નેત્રોનાં જોય છે તેમ. તેઓ એકબીજામાં વર્તતા નથી. આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી અને પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી તો પણ આત્મા પદાર્થોના સમસ્ત શેયાકારોને ગ્રહણ કરવાના-જાણવાના-સ્વભાવવાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત શેયાકારોને અર્પવાના-જણાવવાના-સ્વભાવવાળા છે. ૬૩ જે જાણતો તે જ્ઞાન, નહિ જીવ જ્ઞાનથી જ્ઞાયક બને; પોતે પ્રણમતો જ્ઞાનરૂપ, ને જ્ઞાનસ્થિત સૌ અર્થ છે. ૩૫. ગાથા ૩૫:- જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાનસ્થિત છે. જે સ્વયંમેવ જાણે છે, અર્થાત્ જ્ઞાયક છે તે જ જ્ઞાન છે. સાકર અને તેની મીઠાશ અથવા ગળપણ તે એક જ છે ભિન્ન નથી. તે બન્ને અભિન્ન છે. આત્મા અને જ્ઞાન પૃથક નથી. ६४ તે દ્રવ્યના સભૂત-અસભૂત પર્યયો સૌ વર્તતા, તત્કાળના પયાર્ય જેમ, વિશષપૂર્વક જ્ઞાનમાં. ૩૭. ગાથા ૩૭:- દરેક દ્રવ્યના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો, વર્તમાન પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખેલા આકારો સાક્ષાત એક ક્ષેત્રે જ ભાસે છે તેમ જ્ઞાન પટમાં પણ અતીત, અનાગત અને વર્તમાન પયયોના શેયકારો સાક્ષાત એક ક્ષેત્રે જ ભાસે છે. આત્માની અદ્દભૂત જ્ઞાનશક્તિ અને દ્રવ્યોની અભૂત mયત્વશક્તિને લીધે કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું થાય છે. ૧૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જે પર્યાયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદ્ભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮. ગાથા ૩૮:- જે પર્ણયો ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે ર્યાયો ખરેખર ઉત્પન્ન થઇને નાશ પામી ગયા છે, તે અવિધમાન પર્યાયો જ્ઞાન પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે તેમાં ભૂતકાળની વિલય પામેલી અને ભવિષ્યકાળની (અનુત્પન્ન) હજુ ઉત્પન્ન થઇ નથી તેવી પર્યાયો અવિધમાન હોવા છતાં જ્ઞાનમાં સ્પષ્ટ ઝલકે છે. ૬૬ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા નવ હોય જો, તો જ્ઞાનને એ દિવ્ય” કોણ કહે ભલા? ૩૯. ગાથા ૩૯:- જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને (કેવળજ્ઞાનને) પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને દિવ્ય કોણ પ્રરૂપે? અનંત મહિમાવંત કેવળજ્ઞાનની દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને (અતીત ને અનાગત પર્યાયોને પણ) સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે. ૬૭ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને, પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અહીંદ્રિય જ્ઞાન તે. ૪૧. ગાથા ૪૧:- જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તને અને અમૂર્તને તથા અનુત્પન્ન તેમજ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતિન્દ્રિય કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયજ્ઞાન સપ્રદેશને જ જાણે છે કારણકે સ્કૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી); મૂર્તને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણક અમૂર્તિક વિષય સાથે ઈન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી); વર્તમાનને જ જાણે છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું. પરંતુ જે અનાવરણ અતીન્દ્રિય જ્ઞાન છે તેને તો અપ્રદેશ, સપ્રદેશ, મૂર્તન અમૂર્ત (પદાર્થમાત્ર) તથા અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાયમાત્ર (શેયપણાને નહિ અતિક્રમતા હોવાથી) જ્ઞેય જ છે. Jain Educationa International ૧૦૯ For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ६८ જો શેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે, તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨. ગાથા ૪૨:- જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિક જ્ઞાન નથી જ. જિનેન્દ્રોએ તેને કર્મને જ અનુભવનાર કહ્યો છે. દરેક પદાર્થરૂપે પરિણતિ દ્વારા મુગતુષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના માનસવાળો તે (આત્મા) દુસહ કર્મભારને જ ભોગવે છે. ૬૯ જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯ ગાથા ૪૯- જો અનંત પર્યાયવાળા એક આત્મદ્રવ્યને તથા અનંત દ્રવ્યસમૂહને યુગપ જાણતો નથી તે પુરૂષ સર્વને (અનત દ્રવ્યસમૂહને) કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે. જેને એક આત્માને જાણયો તેણે સર્વ જાણ્યું. જે આત્માને જાણતો નથી તે સર્વેને જાણતો નથી. ૭). તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે, સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર. ગાથા પર: (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે. કેવળીભગવાન જ્ઞાનને જ રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે, અને જ્ઞાનરૂપે જ ઉપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે અને જ્ઞપ્તિ (જાણવું) જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળીભગવાનને બંધ થતો નથી. કારણ શતિક્રિયા (જાણવાની ક્રિયા) બંધનું કારણ નથી પરંતુ શેય પદાર્થરૂપ પરિણમન અર્થાત શેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (3ય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે. ૭૧ ઈદ્રિયસમાશ્રિત ઈષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫. ૧૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૬૫:- સ્પર્શનાદિક ઈદ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતો થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઈદ્રિયસુખરૂપ) થાય છે, દેહ સુખરૂપ થતો નથી. ઈદ્રિયસુખનું પણ વાસ્તિવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. અશુદ્ધ સ્વભાવે પરિણમતો આત્મા જ સ્વયમેવ ઈદ્રિયસુખરૂપ થાય છે. તેમાં દેહ કારણ નથી; કારણ કે સુખરૂપ પરિણતિ અને દેહ તન્ન ભિન્ન હોવાને લીધે સુખને અને દેહને નિશ્ચયથી કાર્ય કારણપણું બિલકુલ નથી. એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહિ સુખ દેહીને, પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુખ થાય છે. ૬૬. ગાથા ૬૬:- એકાંતે અર્થાત નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી, પરંતુ વિષયોના વશે સુખ અથવા દુ:ખરૂપ સ્વયં આત્મા થાય છે. શરીર સુખદુ:ખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. આત્મા પોતેજ ઈષ્ટ અનિષ્ટ વિષયોને વશ થઈ સુખદુ:ખની કલ્પનારૂપે પરિણમે છે. ૭૩ જો દ્રષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી; જયાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭. ગાથા ૬૭- જો પ્રાણીની દ્રષ્ટિ તિમિરનાશક હોય તો દીવાથી કોઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી, તેમ જયાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે? સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે, તેમાં વિષયો અકિંચકર છે અર્થાત કાઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે. ૭૪ : પરયુક્ત, બધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઈદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુ:ખ જ ખરે. ૭૬. ગાથા ૭૬:- જે ઈદ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું (પરાધીન), બાધાસહિત (તણાની પ્રગટતાઓથી આકુળ), વિચ્છિન્ન (શાતા અશાતા વેદનીયના ઉદયને આધીન), બંધનું કારણ અને વિષમ (અત્યંત અસ્થિર) છે; માટે તે ઈદ્રિય સુખ દુ:ખ જ છે. ૬૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૫ નહિ માનતો–એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે ૭૭. ગાથા ૭૭:- એ રીતે પડ્યું અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ૭૬ જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉદ્યત ભલે, જો નવ તજે મોહદિને તો નવ લહે શુદ્ધાત્મને ૭૯. ગાથા ૭૯:- પાપારંભ છોડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જો જીવ મોહાદિકને છોડતો નથી, તો તે શુદ્ધ આત્માને પામતો નથી. જે જાણતો અહંત ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. ગાથા ૮૦- જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. તાત્પર્ય એ છે કે મોહના નાશનો ઉપાય પોતાના આત્માને જાણવો, ઓળખવો છે. અને પોતાનો આત્મા અરિહંત ભગવાનના સમાન છે, તેથી અરિહંત ભગવાનનું સ્વરૂપે જાણવું તે મોહના નાશનો ઉપાય છે. ૭૮ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬. ગાથા ૮૬:- જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહાપચય (મોહનો સંચય; ઢગલો) ક્ષય પામે છે, તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. તેથી યદિ જીવ ઈચ્છતો નિર્મોહતા નિજ આત્મને, જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦. ૧ ૧ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૦:- માટે (સ્વ-પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) જો આત્મા પોતાને નિમોહપણું ઈચ્છતો હોય તો જિનમાર્ગ દ્વારા ગુણો વડે દ્રવ્યોમાં સ્વ અને પરને જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રવ્યોમાંથી આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરો). ૮૦ છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. ગાથા ૯૩:- પદાર્થ દ્રવ્યસ્વરૂપ છેદ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે. અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયમૂઢ જીવો પરસમય (અર્થાત્ મિથ્યાષ્ટિ) છે. ૮૧ છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પયર્ય સહિત જે દ્રવ્ય ભાખ્યું તેહને. ૯૫. ગાથા ૯૫:- સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-શેવ્ય સંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને દ્રવ્ય' કહે છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા. ૯, ૧૦). ૮ર ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬. ગાથા ૯૬:- સર્વ કાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે. (જાઓ પંચાસ્તિકાય સંગ્રહ ગાથા ૧૧.). ૮૩ દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સ” સૌ દ્રવ્ય છે, ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯. ગાથા ૯૯:- સ્વભાવમાં અવસ્થિત (ટકેલું હોવાથી) દ્રવ્ય “સ” છે; દ્રવ્યનો જે ઉત્પાદવ્યયધ્રોવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે. ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં; ઉત્પાદ તેમ જ ભંગ, ઘૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહી. ૧00. ગાથા ૧૦૦:- ઉત્પાદ ભંગ (વ્યય) વિનાનો હોતો નથી અને ભંગ (વ્યય) ઉત્પાદ વિનાનો હોતો નથી; ઉત્પાદ તેમ જ ભંગ (વ્યય) ધ્રૌવ્ય પદાર્થ વિના હોતા નથી. ૧. અવસ્થિત=રહેલું ટકેલું ૨. ભંગ વ્યય; નાશ. ૮૫ ઉત્પાદ તેમ જ ઘૌવ્ય ને સંહાર વર્તે પર્યયે, ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. ગાથા ૧૦૧:- ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુય દ્રવ્ય છે. ८६ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંશિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. ગાથા ૧૦૨:- દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો (પદાથો) સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ત્રણઘે સમુદાય ખરેખર દ્રવ્ય છે. ૧. અર્થા=પદાર્થો. (પર્યાય પણ અર્થ છે.). ૨. સમવેત=સમવાયવાળું તાદાભ્યપૂર્વક જોડાયેલું એકમેક. ૩. ત્રિક==ણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને લવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.) ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી, પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહી. ૧૦૩. ગાથા ૧૦૩ :- દ્રવ્યનો અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી, ઉત્પન્ન પણ નથી (-ધ્રુવ છે). ૮૮ અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪. ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૦૪: - સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણામે છે (અર્થાત દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણામે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ-અભિન-એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાયો દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે. ૮૯ પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્લે દીસે; દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦. ગાથા ૧૧૦:- આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ, દ્રવ્ય વિના (દ્રવ્યથી જુદુઈ હોતું નથી, અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); તેથી દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે. (૯૦ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં; સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦. ગાથા ૧૨૦:- તેથી સંસારમાં સ્વભાવથી અવસ્થિત એવું કોઈ નથી (અર્થાત સંસારમાં કોઈનો સ્વભાવ કેવળ એકરૂપ રહેવાનો નથી); સંસાર તો સંસરણ (પલટાયા) કરતા દ્રવ્યની ક્રિયા છે. ૧ કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિજયે જયાં લગી છોડે નહી. ૧૫૦ ગાથા ૧૫૦:- જયાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. કરી ઈદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને, તે કર્મથી રજિત નહિ; કયમ પ્રાણ તેને અનુસરે ? ૧૫૧ ગાથા ૧૫૧ - જે ઈદ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કમ વડે રજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.) ૯૩ છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨. ૧૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ z ગાથા ૧૭૨ :- જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (આકાર) કહ્યું. નથી એવો જાણ. અલિંગગ્રહણ શબ્દના આચાર્ય અમૃતચંદ્રે વીશ અર્થ કર્યા છે. તે મૂળ પુસ્તકમાંથી વાંચવા યોગ્ય છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૧૯૨, નિયમસાર ગાથા ૪૪, ૪૫, ૪૮). ૯૪ વિધવિધ વિષયો પામીને ઉપયોગ-આત્મક જીવ જે પ્રેદ્વેષ-રાગ-વિમોહભાવે પરિણમે, તે બંધ છે. ૧૭૫ ગાથા ૧૭૫ :- જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ કરે છે, તે જીવ તેમના વડે (-મોહ રાગ દ્વેષ વડે) બંધરૂપ છે. (જુઓ સમયસાર ગાથા-૨૮૧). ૯૫ જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે; આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯. ગાથા ૧૭૯:- રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે; આ, જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી જાણ. નિશ્ચયથી બંધની પ્રક્રિયાનો સાર આટલોજ છે. ૯૬ પરિણામથી છે બંધ, રાગ-વિમોહ-દ્વેષથી યુક્ત જે; છે મોહ-દ્વેષ અશુભ, રાગ અશુભ વા શુભ હોય છે. ૧૮૦ ગાથા ૧૮૦ :- પિરણામથી બંધ છે, (જે) પિરણામ રાગ-દ્વેષ-મોહયુકત છે. (તેમા) મોહ અને દ્વેષ અશુભ છે, રાગ શુભ અથવા અશુભ હોય છે. ૭ નિજ ભાવ કરતો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો; પણ્ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનનો. ગાથા ૧૮૪ :- પોતાના ભાવને કરતો થકો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે; પરંતુ પુદ્ગલદ્રવ્યમય સર્વ ભાવોનો કર્તા નથી. ૧૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧ ગાથા ૧૯૧ :- “પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું” એમ જે ધ્યાવે છે, તે ધ્યાતા ધ્યાનકાળે આત્મા અર્થાત્ શુદ્ધાત્મા થાય છે. જે મોહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને, આત્મસ્વભાવે સ્થિર છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬ ગાથા ૧૯૬ :- જે મોહમળનો ક્ષય કરી, વિષયથી વિરક્ત થઈ, મનનો નિરોધ કરી, સ્વભાવમાં સમવસ્થિત છે, તે આત્મા આત્માને ધ્યાનાર છે. ૧૦) જીવા-મરો જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી: સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ર ૧૭ ગાથા ૨ ૧૭ :- જીવ મરો કે જીવો, અપ્રયત (અસંયમી, અસાવધાન) આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને (સાવધાન, સંયમીને) સમિતિવતને શુધ્ધાત્મ સ્વરૂપમાં લીન મુનિને (બહિરંગ) હિંસામાત્રથી બંધ નથી. (જુઓ સમયસાર ગાથા ૨ ૬ ૨.) શુદ્ધાત્મસ્વરૂપમાં (મુનિત્વોચિત) સમ્યક “ઈતિ' અર્થાત્ પરિણતિ તે નિશ્ચય સમિતિ છે. અને તે દિશામાં વર્તતી જે (હઠ વગરની) ઈર્યા-ભાષાદિ સંબંધી શુભ પરિણતિ તે વ્યવહાર સમિતિ છે. (શુદ્ધાત્મસ્વરૂપમાં સમ્યક પરિણતિરૂપ દશા ન હોય ત્યાં શુભ પરિણતિ હઠ સહિત હોય છે, તે શુભ પરિણતિ વ્યવહાર-સમિતિ પણ નથી.) ૧૦૧ દૈહિક ક્રિયા થકી જીવ મરતા બંધ થાય-ન થાય છે. પરિગ્રહ થકી ધ્રુવ બંધ, તેથી સમસ્ત છોડયો યોગીએ. ર ૧૯ ગાથા ર ૧૯ :- હવે (ઉપધિ વિષે એમ છે કે), કાયચેષ્ઠાપૂર્વક જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; (પણ) ઉપધિથી-પરિગ્રહથી નક્કી બંધ થાય છે, તેથી શ્રમણોએ (અહંતદેવોએ) સર્વ પરિગ્રહને છોડ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આરંભ, અણસંયમ અને મૂછ ન ત્યાં - એ કયમ બને? પદ્રવ્યરત જે હોય તે કઈ રીત સાથે આત્મને? ૨૨ ૧. ગાથા ર ૨૧ :- ઉપધિના સભાવમાં તેને ભિક્ષુને) મૂછ, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? ( જે બને) તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે ? ૧૦૩ કયમ અન્ય પરિગ્રહ હોય જયાં કહી દેહને પરિગ્રહ અહો? મોક્ષેચ્છને દેહેય નિપ્રતિકર્મ ઉપદેશે જિનો? ર ૨૪ ગાથા ૨૨૪ :- જો જિનવરેદ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ પરિગ્રહ છે” એમ કહીને, દેહમાં પણ અપ્રતિકમપણું (સંસ્કાર રહિતપણુ) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? ૧૦૪ શ્રામણ્ય જયાં એકાયને ઐકાય વસ્તુનિશ્ચયે, નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ર૩ર. ગાથા ૨૩ર :- શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવતને હોય છે; (પદાર્થોનો) નિશ્ચય આગમ દ્વારા થાય છે, તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. તાત્પર્ય એ છે કે આગમનો અભ્યાસ આવશ્યક, અનિવાર્ય અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. ૧૦૫ આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને; ભિક્ષુ પદાર્થ અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ર૩૩ ગાથા ૨૩૩ :- આગમહીને શ્રમણ આત્માને પોતાને) અને પરને જાણતો નથી જ; પદાર્થોને નહિ જાણતો ભિક્ષુ કર્મોને કઈ રીતે ક્ષય કરે? ૧૦૬ અજ્ઞાની જે કમાં ખપાવે લક્ષ કોટિ ભવો વડે, તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉછુવાશમાત્રથી ક્ષય કરે. ૨૩૮ ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૩૮:- જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન-વચન-કાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે. ૧૦૭ અણુમાત્ર પણ મૂછ તણો સભાવ જો દેહાદિકે, તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯ ગાથા ૨૩૯ :- અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વઆગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. ૧૦૮ નિંદા-પ્રશંસા, દુ:ખ-સુખ, અરિ-બંધુમાં જયાં સામ્ય છે, વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧ ગાથા ૨૪૧ :- શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, સુખ અને દુઃખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે. લોષ્ટ (માટીનું ઢેફ) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે. તાત્પર્ય એ છે કે અનુકુળ-પ્રતિકૂળ બધા પ્રસંગોમાં સમતાભાવ રાખવો તે સાધુપણું છે. ૧૦૯ અશુભોપયોગરહિત શ્રમણો શુદ્ધ વા શુભયુક્ત જે તે લોકને તારે; અને તભક્ત પામે પુણ્યને. ૨ ૬૦ ગાથા ૨૬૦ :- જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે; (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (પુણ્યને) પામે છે. ૧૧૦ ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યત્થાનને અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહી ઉપદિષ્ટ છે. ૨૬૨. ગાથા ૨૬ર : - ગણાધિક (ગણે અધિક શ્રમણો) પ્રત્યે અભ્યસ્થાન ગ્રહણ (આદરથી સ્વીકાર), ઉપાસન, પોષણ (તમના આસન, શયન વગેરેની ચિંતા), સત્કાર ગુણપ્રશંસા), અંજાલિકરણ (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું અહી કહ્યું છે. ११८ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ સૂત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે, તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક સંગને. ૨૬૮ ગાથા ૨૬૮ :- સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત (નિણતિ) કરેલ છે, (અર્થાત જે જિનસુત્રોના મર્મને જાણે છે), કષાયોને જેણે શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે-એવો જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી, તો તે સયત રહેતો નથી (અર્થાત્ અસંત થઈ જાય છે). ૧૧૨ નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત છે, લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કમને. ૨૬૯ ગાથા ૨૬૯ :- જે (જીવ) નિગ્રંથપણે દીક્ષિત હોવાથી સંયમ તપસંયુક્ત હોય તેને પણ, જો તે ઐહિક કાર્યો સહિત વર્તતો હોય તો, “લૌકિક' કહ્યો છે. ૧૧૩ તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. ૨૭૦ ગાથા ૨૭૦ :- (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ પંચાસ્તિકાય સંગ્રહ ૧૧૪ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મને આકાશ એ અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪. ગાથા ૪:- જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમજ આકાશ અસ્તિત્વમાં નિયત, (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મોટા અર્થત અનેક પ્રદેશી છે) ૧૧૫ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. ગાથા ૭ :- તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે, તો પણ સદા પોતપોતાના સ્વભાવને છોડતાં નથી. ૧૧૬ તે તે વિવિધ સર્ભાવપર્યયને દ્રવે-વ્યાપે-લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. ગાથા ૯ :- તે તે સભાવપર્યાયોને જે દ્રવે છે - પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે – કે જે સત્તાથી અનન્યભૂત છે. (જાઓ પ્રવચનસાર ગાથા-૯૫). ૧૧૭ છે સત્ત્વ લક્ષણ જેહનું ઉત્પાદવ્યયધુવયુક્ત જે, ગુણપયયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦. ગાથા ૧૦ :- જે સત્' (નિત્ય) લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સંયુક્ત છે અથવા જેમાં ગુણપર્યાયો હોય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ-વ્યય અને ઘીવ્યથી સંયુક્ત છે. અથવા ગુણ અને પર્યાયવાળી વસ્તુને દ્રવ્ય કહે છે. ૧ ૨ ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે; તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય ધ્રુવતા કરે. ૧૧. ગાથા ૧૧ - દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે. ૧૧૯ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે, પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨. ગાથા ૧૨ :- પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતાં નથી, કારણ કે બન્નેનો અનન્યભાવ -અનન્યપણું) છે તેમ શ્રમણો પ્રરૂપે છે. ૧ ૨૦ નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે, તેથી ગુણોને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩. ગાથા ૧૩ :- દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણ) છે. જેમ જ્ઞાની (આત્મા) અને જ્ઞાન તે ભિન્ન નથી. સાકર અને મીઠાશ ભિન્ન નથી. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તેથી દ્રવ્ય અને ગુણોનું ભિન્ન ભિન્ન હોવું સંભવતું નથી. ૧ર૧ નહિ “ભાવ” કેરો નાશ હોય, “અભાવ'નો ઉત્પાદના; ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫. ગાથા ૧૫ ભાવનો (સતનો અર્થાત જે પદાર્થ છે તેનો નાશ નથી તેમ જ અભાવનો (અસત્ના) અર્થાત જે પદાર્થ નથી તેનો ઉત્પાદ નથી; ભાવો (સત્ દ્રવ્યો) અર્થાત બધા પદાર્થો પોતાના ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે. તાત્પર્ય એ છે કે સતનો કદી નાશ થતો નથી અને અસતુનો ઉત્પાદ થતો નથી. બધા પદાર્થોમાં પ્રતિસમય પરિણમન અવશ્ય થયા કરે છે. ૧ર ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ર ર છે જીવ, ચેતયિતા, પ્રભુ ઉપયોગચિલ, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રણામ, કર્મે યુક્ત છે. ૨૭. ગાથા ૨૭ :- (સંસારસ્થિત) આત્મા જીવ છે, ચેતાતા (ચેતનારો) છે, ઉપયોગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રણામ છે, અમૂર્ત છે અને કર્મસયુક્ત છે. ૧૨૩ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪). ગાથા ૪૦ જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો. ૧૨૪ રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે, - અન્યોન્ય નહિ કર્તા ખરેક કર્યા વિના નહિ થાય છે. ૬૦. ગાથા ૬૦ જીવભાવનું કર્મ નિમિત્ત છે. અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પસ્તુ ખરેખર એકબીજાનાં કર્તા નથી; કર્યા વિના થાય છે એમ પણ નથી. ૧૨૫ નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો, કર્તા ન પુગલકર્મનો; – ઉપદેશ જિનનો જાણવો. ૬૧. ગાથા ૬૧ - પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કત છે, પુદ્ગલકમોનો નહિ; આમ જિનવચન જાણવું. ૧ર૬ આત્મા કરે નિજ ભાવ જયાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મવરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫. ગાથા ૬૫ :- આત્મા (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદ્ગલો પોતાના ભાવોથી જીવને વિષે વિશિષ્ટ પ્રકારે) અન્યોન્યઅવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે. ૧ ૨ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ તેથી કરમ, જીવભાવથી સંયુક્ત, કર્તા જાણવું; ભોક્તાપણું તો જીવને ચેતકપણે તફળ તણું. ૬૮. ગાથા ૬૮ :- તેથી જીવના ભાવથી સંયુક્ત એવું કર્મ (દ્રવ્યકમ) કર્તા છે (-નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા; પરંતુ તે ભોક્તા નથી). ભોક્તા તો (માત્ર) જીવ છે ચેતકભાવને લીધે કર્મફળનો. ૧૨૮ બે ભાવ-જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમજ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ - પદાર્થ છે. ૧૦૮. ગાથા ૧૦૮ :- જીવ અને અજીવ-બે ભાવો (અર્થાત્ મૂળ પદાર્થો) તથા તે બેના પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ-એ (ઉત્તર સાત) પદાર્થો છે. ૧૨૯ રે! ઈંદ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે; છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. ગાથા ૧૨૧ :- (વ્યવહારથી કહેવામાં આવતા એકેદ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવો’માં) ઈંદ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. (જુઓ પ્રવચનસાર ગાથા ૧૪૬, ૧૪૭ અને પંચાસ્તિકાય સંગ્રહ ગાથા ૩૦). ૧૩૦ જાણે અને દેખે બધું, સુખ અભિલષે; દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. ગાથા ૧૨૨ :- જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુ:ખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. ૧૩૧ સુખદુઃખ સંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે, ૧૨૫. ગાથા ૧૨૫ :- સુખદુ:ખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય-એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો અજીવ કહે છે. ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કમ, કરમથી ગમન ગતિમાં થાય છે, ૧૨૮. ગતિ પ્રાપ્તને તન થાય, તનથી ઈદ્રિયો વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે સંસારચક્ર વિષે જીવોને–એમ જિનદેવો કહે. ૧૩૦. છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧. ગાથા ૧૨૮, ૧ ૨૯ ૧૩૦, ૧૩૧: જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાપ્તને દેહ થાય છે, દેહથી ઈદ્રિયો થાય છે, ઈદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે. એ પ્રમાણે ભાવ, સંસારચક્રમાં જીવને અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત થયા કરે છે–એમ જિનવરોએ કહ્યું છે. જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્ત પ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. ૧૩૩ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને જાણી, સુનિશ્વળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજર. ૧૪પ. ગાથા ૧૪૫ :- સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને ૮-અનુભવીને) જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, તે કર્મરજને ખેરવી નાખે છે. ૧૩૪ નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવક જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬. ગાથા ૧૪૬ :- જેને મોહ અને રાગદ્વેષ નથી તથા યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. ૧૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ હેતુ-અભાવે નિયમથી આસ્ત્રવનિરોધન જ્ઞાનીને, આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને; ૧૫૦. કમો અભાવે સર્વ જ્ઞાની સર્વદર્શી થાય છે, ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧. ગાથા ૧૫૧ :- (મોહ રાગદ્વેષરૂ૫) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આવભાવના અભાવમાં કર્મનો વિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સર્વલોકદર્શ થયો થકો ઈદ્રિયરહિત, અવ્યાબાધ અનંત સુખને પામે છે. ૧૩૬ દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે, તે નિર્જરાનો હેતું થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫ર. ગાથા ૧૫ર :- સ્વભાવસહિત સાધુને -સ્વભાવપરિણત કેવળી ભગવાનને) દર્શનશાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય છે. (પચાસ્તિકાય સગ્રહ ગાથા-૧૪૬, નિયમસાર ગાથાઓ :- ૯૨, ૯૩, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩.). ૧૩૭ જાણે, જાએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. ગાથા ૧૬૦ :- જે (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે (આત્મા જ) ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે–એમ નિશ્ચિત છે. ૧૩૮ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬. ગાથા ૧૬૭ :- અહત, સિદ્ધ, ચૈત્ય (-અહંતાદિની પ્રતિમાં), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી. (જાઓ સમયસાર ગાથા-૧૪૬, પ્રવચનસાર ગાથાઓ ૯, ૧૬, ભૂપ. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે, હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭. ગાથા ૧૬૭ :- જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તોપણ, સ્વકીય સમયને જાણતો (-. અનુભવતો) નથી. ૧૪૦ સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રૂચિ જો રહે. ૧૭૦. ગાથા ૧૭૦ :- સંયમતપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રૂચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. નિયમસાર ૧૪૧ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩. ગાથા ૩ :- નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરાવા યોગ્ય હોય તે કાર્ય અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર જ કરવા યોગ્ય કાર્ય છે તેથી તેજ નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન દર્શનચારિત્રથી વિરૂદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર ‘સાર’ એવું વચન કહ્યું છે. તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નિયમસાર છે. ૧૪૨ આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મનિત વિભાવનો કÉદ છે નિશ્ચય થકી. ૧૮. ગાથા ૧૮ :- આત્મા પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા વ્યવહારથી છે અને આત્મા કર્મ જ નિત ભાવનો કર્તા-ભોક્તા (અશુદ્ધ)નિશ્ચયથી છે. Jain Educationa International ૧૨૭ For Personal and Private Use Only. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે; ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯, ગાથા ૧૯ :- દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયથી વ્યતિરિક્ત (ભિન) છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે જીવો બને નયોથી સંયુક્ત છે. ૧ ૪૪ નિર્દડ ને નિર્દક, નિર્મમ, નિ:શરીર, નીરાગ છે, નિદોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. | નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાડું ન દેહને. ૪૬. ગાથા ૪૩, ૪૪, ૪૬ :- આત્મા નિર્દડ, નિર્વત, નિર્મમ, નિ:શરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. અર્થાત આત્મા હિંસા આદિ પાપરૂપ દંડથી રહિત છે, માનસિક તંદ્વોથી રહિત છે, મમત્વ પરિણામથી રહિત છે, શરીરથી રહિત છે, રાગથી રહિત છે, દાષોથી રહિત છે. મૂઢતા અને ભયથી પણ રહિત છે નિંગ્રથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષ વિમુક્ત, નિષ્કામ, નિ:ક્રોધ, નિર્માન અને નિર્મદ છે. (જુઓ સમયસાર ગાથા ૪૯, પ્રવચન સાર ગાથા ૧૭૨ અને ૧૯૨) અર્થાત પરિગ્રહથી રહિત, રાગથી રહિત, માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યોથી રહિત, સર્વદોષોથી મુક્ત, કામ ક્રોધથી રહિત અને મદ-માનથી પણ રહિત છે. જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (શરીર) કહ્યુ નથી એવો જાણ. નિઈડ= દંડ રહિત (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.) ૧ ૪૫. આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કમ હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨. ૧ ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૯૨ :- ઉત્તમાર્થ (ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. (જુઓ પંચાસ્તિકાય સંગ્રહ ગાથા-૧૫૨) ૧૪૬ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩. ગાથા ૯૩ :- ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે. ૧.૪૭ પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫. ગાથા ૯૫ :- સમસ્ત જલ્પને (વચનવિસ્તારને) છોડીને અને અનાગત શુભઅશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે. ૧૪૮ પરિવ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહરૂં ૯૯. ગાથા ૯૯ :- હું મમત્વને પરિવ છું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું; આત્મા મારૂં આલંબન છે અને બાકીનું હું તદું છું. ૧૪૯ મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા. પચખાણમાં આત્મા જ, સંવર-યોગમાં પણ આતમા. ૧૦૦. ગાથા ૧૦૦ :- ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે. Jain Educationa International ૧૨૯ For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને, તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯. ગાથા ૧૦૯:- જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને નિજ) આત્મને દેખે છે, તે આલોચના છે એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ જાણ. ૧ ૫૧ ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪ ગાથા ૧૧૪ :- ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (પોતાના વિભાવ ભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૫ ૨ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. ગાથા ૧૨૦ :- શુભાશુભ વચનરચનાનું અને રાગાદિભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે. તાત્પર્ય એ છે કે શુભાશુભ ભાવનો અભાવ કરી પોતાના આત્માનું ધ્યાન કરવું તેજ ધર્મ છે, નિયમ છે. ૧૫૩ કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧ર૧. ગાથા ૧૨૧:- કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે નિર્વિકલ્પપણે વિષે આત્માને ધ્યાવે છે, તેને કાયોત્સર્ગ છે. ૧૫૪ વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨ ૨. સંયમ નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૨ ૨, ૧૨૩, :- વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. સંયમ નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુકલધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે. ૧૫૫ નહિ રાગ અથવા ટ્રેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮. જે નિત્ય વર્જી આર્ત તેમ જ રૌદ્ર બને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯. જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુકલ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. ગાથા ૧૨૮, ૧૨૯, ૧૩૩. : જેને રાગ કે દ્વેષ (નહિ ઉપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, (જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જે છે), જે ધર્મધ્યાન અને શુકલધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે. ૧૫૬ વળી મોક્ષગત પુરૂષો તણો ગુણભેદ જાણી તેમની, જે પમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી ૧૩૫ ગાથા ૧૩૫ :- જે જીવ મોક્ષગત પુરૂષોનો ગુણભેદ જાણીને તેમની પરમ ભક્તિ કરે છે, તે જીવને વ્યવહારનયે ભક્તિ કહી છે. મુક્તિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો ભગવંતોનો ગુણાનુવાદ જ વ્યવહાર ભક્તિ છે. ૧૫૭ શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વર. ૧૩૬ ગાથા ૧૩૬ :- મોક્ષમાર્ગમાં (પોતાના) આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને નિવૃત્તિની (નિર્વાણની) ભક્તિ કરે છે, તેથી જીવ અસહાય ગુણવાળા નિજ આત્માને પ્રાપ્ત કરે છે. સહાયગુણવાળો એટલે જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો (આત્મા સ્વત:સિધ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી સહાયગુણવાળો છે.) જે પોતાના આત્માની ભક્તિ કરે છે, તે પોતાના આત્મામાંજ પોતાપણું ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરે છે, તેને જ પોતાનો જાણે છે, માને છે, તેનું જ ધ્યાન કરે છે, તે નિશ્ચયથી પોતાના આત્માને પ્રાપ્ત કરે છે. ૧૫૮ વશ જે નહીં તે “અવશ', “આવશ્યક' અવશનું કર્મ છે, તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪ર ગાથા ૧૪ર :- જે જીવ (અન્યને) વશ નથી તે “અવશ” છે અને અવશનું કર્મ તે “આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે. ૧પ૯ પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬ ગાથા ૧૪૬. :- જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાને છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે. ૧૬૦ આવશ્યકાર્યે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭ ગાથા ૧૪૭ :- જો તું આવશ્યકને ઈચ્છે છે તો તું આત્મ સ્વભાવોમાં સ્થિરભાવ કર; તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે. ૧૬૧ રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ છે, જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩ ગાથા ૧૫૩ :- વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ. ૧૬ ૨ કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪ ૧૩ર Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૪ :- અહો! જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધાન જ કર્તવ્ય છે. (જુઓ દર્શનપ્રાભૂત ગાથા-૨૨) ૧૬૩ છે જીવ વિધવિધ, કર્મ વિવિધ, લબ્ધિ છે વિવિધ અરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬ ગાથા ૧૫૬ :- નાના પ્રકારના જીવો છે, નાના પ્રકારનું કર્મ છે, નાના પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વસમયો અને રસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) વચનવિવાદ વર્જવાયોગ્ય છે. કોઇથી વાદ વિવાદ કરવો તે આત્માર્થીનું કાર્ય નથી. ૧૬૪ નિધિ પામીને જન કોઇ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭ ગાથા ૧૫૭ :- જેમ કોઈ એક (રિદ્ર માણસ) નિધિને પામીને પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી તેના ફળને ભોગવે છે. તેમ જ્ઞાની પર જનોના સમૂહને છોડીને જ્ઞાનનિધિને ભોગવે છે. ૧૬૫ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯ ગાથા ૧૫૯ :- વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે. નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પોતાને) જાણે છે અને દેખે છે. ૧૬૬ જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦ ગાથા ૧૬૦ :- કેવળજ્ઞાનીને જ્ઞાન તેમજ દર્શન યુગપ ્ વર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (યુગપદ્‚ એક સાથે) વર્તે છે તેવી રીતે જાણવું. Jain Educationa International ૧૩૩ For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬ ગાથા ૧૬૬ :- (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ—એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે ? (અર્થાત્ કાંઈ દોષ નથી.) ૧૬૮ છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જાદુ ઠરે! ૧૭૦ ગાથા ૧૭૦ :- જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો શાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (ાઈ ઠરે! ૧૬૯ રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજારપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧ ગાથા ૧૭૧ :- આત્માને શાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ–આમાં સદેહ નથી. તેથી ાન તેમજ દર્શન પર પ્રકાશક છે. ૧૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રાભૂત ૧. દર્શનપ્રાભૂત દ્દભષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. ૩ ૧. દુષ્ટ સમ્યગ્દર્શનરહિત. ગાથા ૩. જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, તેને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આ પ્રસિધ્ધ છે કે જેઓ ચારિત્રથી ભ્રષ્ટ છે તેઓ તો ક્રમે કરી સિધ્ધિને મેળવે છે પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, તેઓ કદી સિધ્ધિ મેળવી શકતા નથી. જે ચારિત્રથી ભ્રષ્ટ થાય છે પણ જેનું શ્રધ્ધાન દઢ રહે અર્થાત જે સમ્યગ્દર્શનથી સ્ખલિત થાય નહીં વહી તે તો અલ્પ કાળમાં જ ફરીથી ચારિત્રને ગ્રહણ કરી લે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે પણ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય છે તેને ફરી ચારિત્રનું ગ્રહણ કરવું કઠણ છે અને તેથી તેને માટે નિર્વાણની પ્રાપ્તિ દુર્લભ થઇ જાય છે. જેમ ઝાડની ડાળીઓ વિગેરે કપાઇ જાય તો તે શીઘ્ર ફરીથી ઊગી જશે અને ફળ લાગશે પણ જો તે મૂળથી ઉખડી જાય તો ડાળીઓ આદિ કયાંથી રહે ? તે જ પ્રમાણે ધર્મનુ મૂળ સમ્યગ્દર્શન જાણવું. તેથી સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થએલ મુનિ અથવા સમ્યગ્દર્શન રહિત સાધુ મૂળથી જ નષ્ટ પામેલ છે. તેથી તેને મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી. તાત્પર્ય એ છે કે ચારિત્રની સરખામણીમાં શ્રધ્ધા (સમ્યગ્દર્શન) નો દોષ મોટો ગણવામાં આવ્યો છે. - ૧૭૧ સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. ૫. સુષ્ઠુ=સારી રીતે. ગાથા—૫ જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે, તે અબજો વર્ષ સુધી સારી રીતે ઉગ્ર તપ કરે, તો પણ તેને રત્નત્રય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. Jain Educationa International ૧૩૫ For Personal and Private Use Only. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર દભ્રષ્ટ , શાને ભ્રષ્ટને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટને નાશ અન્ય તણો કરે. ૮. ગાથા-૮ જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ છે અને સમ્યફચારિત્રથી ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટોમાં ભ્રષ્ટ છે. આવા લોકો પોતે તો નાશ પામેલા જ છે, પણ અન્ય લોકોનો પણ નાશ કરે છે, તેથી આવા લોકોથી સદા દૂર રહેવું જોઈએ. ૧૭૩ વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે, તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩. ગારવ = (રસ-ઋદ્ધિ-શાતા સંબંધી) ગર્વ ; મસ્તાઈ. ગાથા–૧૩ “આ સાધુને સમ્યગ્દર્શન નથી અને મિથ્યાત્વમાં છે” એમ જાણતાં છતાં જે જીવો લજજા, ગારવ અથવા ભયથી તેમના પગે પડે છે, તે પાપની અનુમોદના કરનારા હોઈ તેમને પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થતું નથી. કારણ કે તેઓ મિથ્યાત્વનું અનુમોદન કરે છે, કરવું, કરાવવું અને અનુમોદન કરવું સમાન કહ્યાં છે. ૧૭૪ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે, શ્રદ્ધ સ્વરૂપો તેમનાં, જાણો સુદષ્ટિ તેહને. ૧૯ ગાથા-૧૯. છ દ્રવ્ય–જીવ, પુદગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ-નવ પદાર્થ:- જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ; પંચાસ્તિકાય કાળ સિવાયનાં બાકીના પાંચ દ્રવ્યો પાંચ અસ્તિકાય છે;–સાત તત્ત્વ; – પુણ્ય પાપ સિવાયના નવ પદાર્થો સાત તત્ત્વ છે, જે જીનવાણીમાં કહ્યાં છે; તેના સ્વરૂપનું જે શ્રધ્ધાન કરે તેને સમ્યગ્દષ્ટિ જાણવો. ૧૭૫ જીવાદિના શ્રધ્ધાનને સમ્યકત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦ ગાથા-૨૦. જીનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવાદિ તત્વોનું શ્રધ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે અને પોતાના આત્માનું શ્રધ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૧ ૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ થઇ જે શકે કરવું અને નવ થઇ શકે તે શ્રદ્ધવું; સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨. ગાથા—૨૨. જે જીવ (અંતરંગ પુરૂષાર્થ) કરવાને સમર્થ છે તે તો કરે અને જે તેમ કરવામાં અસમર્થ છે તે શ્રધ્ધાન કરે કારણ કે કેવળી ભગવાને શ્રધ્ધાન કરવાવાળાને સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. (જુઓ નિયમસાર ગાથા-૧૫૪.) ૧૭૭ વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વઘ તે; બંને સમાનપણું ધરે, એક્કે ન સંયમવંત છે. ૨૬ ગાથા—૨ ૬. જે ગૃહસ્થના વેશમાં છે તે તો અસંયમી છે જ, પરંતુ જેને બહારથી સાધુવેષ ધારણ કર્યો છે પણ અંતરંગમાં ભાવસંયમ નથી તો તે પણ અસંયમી જ છે, આમ તેઓ બન્ને અસંયમી હોવાથી વંદનને યોગ્ય નથી. અત્યંતર ભાવ સંયમ વગર બાહ્ય સાધુવેષ ગ્રહણ કરવાથી તો કાઇ સંયમી થતા નથી એમ જાણવું. કોઈ પ્રશ્ન કરે કે, બાહ્ય વેષ શુધ્ધ હોય, નિર્દોષ આચાર પાલન કરતો હોય તેને અત્યંતર ભાવ સંયમ છે કે નહીં તેનો નિશ્ચય કેવી રીતે થાય ? સૂક્ષ્મભાવ નો કેવળી ગમ્ય છે. બાહ્ય વેષ અને આચાર સાધુનો અને અંતરગ ભાવ અસંયમીના, એવા કપટનો જયાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી આચાર શુધ્ધ જોઈ વંદણા કરે તો તેમાં દોષ નથી, પણ આ કપટનો કોઇ પણ કારણથી નિશ્ચય થઈ જાય ત્યારે વદણા ન કરવી. Jain Educationa International ૧૩૭ For Personal and Private Use Only. Page #148 -------------------------------------------------------------------------- ________________ સૂત્રપ્રાભુત : ૧૭૮ સૂત્રે સુદર્શિત જેહ, તે સૂરિગણપરપર માર્ગથી જાણી દ્વિધા, શિવપંથ વર્તે જીવ જે તે ભવ્ય છે. ૨. સુદર્શિત=સારી રીતે દર્શાવવામાં-કહેવામાં આવેલું સૂરિગણપરંપર માર્ગ=આચાર્યોની પરંપરામય માર્ગ. દ્વિધા(શબ્દથી અને અર્થથી-એમ) બે પ્રકારે. સૂત્રજ્ઞ જીવ કરે વિનષ્ટ ભવો તણા ઉત્પાદને; ખોવાય સોય અસૂત્ર, સોય સસૂત્ર નહિ ખોવાય છે; ૩. સૂત્રજ્ઞ—શાસ્ત્રનો જાણનાર. અસૂત્ર=દોરા વિનાની. ગાથા ૨ અને ૩ :- જેવી રીતે સૂત્ર અર્થાત દોરા સહિત સોય ગુમાઈ જતી નથી અને સૂત્ર રહિત ગુમાઈ જાય છે, તેવી રીતે સૂત્ર (શાસ્ત્ર) સહિત જીવ નાશ પામતો નથી. સૂત્રોનો જાણનાર સંસારનો નાશ કરે છે કારણ કે સંસારનો નાશ કરવાનો અને મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય સૂત્રો (શાસ્ત્રો)માં જ બતાવ્યો છે. અરિહંત દ્વારા પ્રરૂપેલ અને ગણધર દેવોએ ગૂંથેલા સૂત્રો તો દ્વાદશાંગરૂપ છે પણ તે તો આ કાળમાં અસ્તિત્વમાં દેખાતાં નથી તો પણ તેમાં જે ઉપદેશ છે તેને આચાર્યોની પરંપરાથી જાણીએ છીએ, અને તેને શબ્દ અને અર્થથી જાણીને મોક્ષમાર્ગ સાધી શકાય છે અને જે તે માર્ગ સાથે છે તે ભવ્ય જીવો છે. આચાર્યોની પરંપરા નીચે મુજબ છે. શ્રી સર્વજ્ઞદેવ ભગવાન મહાવીર પછી ત્રણ કેવળજ્ઞાની થયા. ૧) ગૌતમ, ૨) સુધર્મ, ૩) જંબુ તેમાના પછી પાંચ શ્રુતકેવળી થયા, કે જેમને દ્વાદશાંગ સુત્રનું જ્ઞાન હતું. તેઓ ૧) વિષ્ણુ, ૨) દિમિત્ર, ૩) અપરાજીત, ૪) ગૌવર્ધન, ૫) ભદ્રબાહુ તેમના પછી દશ પૂર્વના જાણનારા અગિયાર થયા. તેમના પછી પાંચ જ્ઞાનીઓ અગિયાર અંગના ધારક હતા. તેમના પછી એક અંગના પૂર્ણજ્ઞાનીનો અભાવ થયો અને અંગના એકદેશ અર્થના જાણનાર આચાર્ય થયા. તે આચાર્યોમાંથી અમુક નામો નીચે મુજબ છે. અર્હદબલિ, માઘૌદ, ધરસેન, પુષ્પદંત, ભૂતબલિ, જિનચંદ્ર, કુંદકુંદ, ઉમાસ્વામી, સમતભદ્ર, શિવકોટિ, શિવાયન, પૂજયપાદ, વીરસેન, જિનસેન, નેમિચંદ્ર, વિગેરે. Jain Educationa International ૧૩૮ For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે; અદષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪. સસૂત્ર–શાસ્ત્રનો જાણનાર. અદષ્ટ પણ–દેખાતો નહિ હોવા છતાં (અર્થાત ઈદ્રિયોથી નહિ જણાતો હોવા છતા). ગાથા-૪. જેમ સૂત્ર (દોરા) સહિત સોય દષ્ટિમાં આવી જાય છે અને ગુમ થતી નથી તેમ સંસારી જીવને આત્મા ઇન્દ્રિયગોચર ન હોવા છતાં જો તે સૂત્ર સહિત અર્થાત્ સૂત્રનો જાણકાર હોય તો તેને સ્વસવેદનથી ચૈતન્ય ચમત્કારી આત્મા પ્રત્યક્ષ જણાય છે, અનુભવમાં આવે છે. ૧૮૦ પણ આત્મને ઈચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે. તો પણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે–આગમ કહે. ૧૫. ગાથા૧૫. શ્રાવકનો મુખ્ય ધ્યેય અને લક્ષ્ય પોતાના આત્માની ઈચ્છા કરવી અને પોતાના સ્વરૂપમાં રુચિ કરવાની છે અને જે તેને ઈષ્ટ ગણતો નથી અને ધર્મનાં અન્ય સમસ્ત આચરણ કરે તો પણ સિધ્ધિ અર્થાત મોક્ષ મેળવતો નથી અને તેને અનંત સંસારી કહ્યો છે. ૧૮૧ રે! હોય નહિ બાલાઝની અણીમાત્ર પરિગ્રહ સાધુને; કરપાત્રમાં પરદત્ત ભોજન એક સ્થાન વિષે કરે. ૧૭ બાલાગ્ર–વાળની ટોચ ગાથા-૧૭ વાળના અગ્રભાગ જેટલો અર્થાત અણી માત્ર પણ પરિગ્રહ સાધુને હોતો નથી. પોતાના હાથમાં બીજાનો દીધેલ પ્રાસુક આહાર દિવસમાં માત્ર એકવાર લે છે, વારંવાર લેતા નથી અને તે પણ એક જ સ્થાન ઉપર ઊભા ઊભા લે છે, અને તેજ દિવસે અન્ય સ્થાને પણ લેતા નથી. ૧૮૨ જમ્યા પ્રમાણે રૂ૫, તલતુષમાત્ર કરમાં નવ ગ્રહે, થોડું ઘણું પણ જો ગ્રહે તો પ્રાપ્ત થાય નિગોદને. ૧૮ ૧૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ તલતુષમાત્રનાલના ફોતરા જેટલું પણ ગાથા–૧૮. નવા જન્મેલા બાળકનું જેવું રૂપ હોય છે તેવું સાધુનું નગ્ન સ્વરૂપ હોય છે. તેને તલનુષ માત્રનો પરિગ્રહ હોતો નથી. જો કોઈ સાધુ થોડો ઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તો તે નિગોદમાં જાય છે. મિથ્યાત્વ સહિત રાગભાવથી અપનાવી મમત્વપૂર્વક પોતાના વિષય કષાય પુષ્ટ, દઢ કરવા માટે રાખે તેને પરિગ્રહ કહ્યો છે. ૧૮૩ રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિઘ છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯ ગાથા–૧૯. જેના મતમાં સાધુને બહુ અથવા અલ્પ પરિગ્રહ ગ્રહણ કરવાની છૂટ છે, તે મત તથા તેના શ્રધ્ધાવાન જીવો નિંદાયોગ્ય છે. કારણ કે જિનવચનમાં પરિગ્રહ રહિત જ નિર્દોષ મુનિ હોય છે. ૧૮૪ નહિ વસ્ત્રધર સિદ્ધિ લહે, તે હોય તીર્થકર ભલે, બસ નગ્ન મુક્તિમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. ૨૩ ગાથા-૨૩. જયાં સુધી તીર્થકર પણ વસ્ત્ર પરિધાન કરે, ધારણ કરે ત્યાં સુધી તેમને પણ સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. સાધુનું છેવટે તો અચેલકપણું-નગ્ન પણું જ મોક્ષ માર્ગ છે, બાકી બધા સાધુના વેષ ઉન્માર્ગ છે. ૧૮૫ સ્ત્રીને સ્તનોની પાસ, કશે. યોનિમાં, નાભિ વિષે, બહુ સૂક્ષ્મ જીવ કહેલ છે. કયમ હોય દીક્ષા તેમને ? ૨૪ ગાથા૨ ૪. સ્ત્રીને બન્ને સ્તનોની વચ્ચે, કક્ષમાં અથત બને કાંખોમાં યોનિમાં નાભિમાં આંખથી જોઈ ન શકાય તેવા અતિસૂક્ષ્મ જીવો કહ્યા છે, તો પછી તેમને પ્રધ્વજયા અર્થાત દીક્ષા કેવી રીતે હોઈ શકે ? ન જ હોય. ૧૮૬ મનશુદિ પૂરી ન નારીને. પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી. ૨૬ ગાથા–૨૬. સ્ત્રીને ચિત્તની શુદ્ધતા નથી, વળી સ્વભાવથી જ તેના પરિણામ શિથિલ હોય છે, ભાવી ઢીલા હોય છે, અને તેને પ્રત્યેક મહિને માસિક ધર્મરૂપ રૂધિરનો સ્ત્રાવ વિદમાન છે તેની શંકા રહે છે તેથી સ્ત્રીને નિ:શંક ધ્યાન હોતું નથી. ૧ ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩ ચારિત્રપ્રાભૃત : ૧૮૭ સમ્યક્ત્વચરણ છે પ્રથમ, જિનજ્ઞાનદર્શનશુદ્ધ જે; બીજું ચિરત સંયમચરણ, જિનજ્ઞાનભાષિત તેય છે. ૫ ગાથા—૫. ચારિત્રના બે પ્રકાર છે. પહેલું તો સમ્યક્ત્વનું આચરણસ્વરૂપ ચારિત્ર છે. તત્ત્વાર્થનું યથાર્થ શ્રધ્ધાન કરવું અને તેના નિ:ક્તિાદિ ગુણો પ્રગટ કરવા તે સમ્યક્ત્વચરણ ચારિત્ર છે. બીજું સંયમ આચરણસ્વરૂપ ચારિત્ર છે. જે મહાવ્રતાદિ અંગીકાર કરી સર્વશે આગમમાં જેમ કહ્યું છે તેવુ સંયમ આચરણ કરવું, તે સંયમચરણ ચારિત્ર છે. ૧૮૮ સમ્યક્ત્વચરણવિહીન છો સંયમચરણ જન આચરે, તો પણ લહે નહિ મુક્તિને અજ્ઞાનજ્ઞાનવિમૂઢ એ ૧૦. અજ્ઞાનજ્ઞાનવિમૂઢ—અજ્ઞાનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વનો ભેદ નહિ જાણનારા ગાથા—૧૦. જે જીવ સમ્યક્ત્વચરણ ચારિત્રથી ભ્રષ્ટ છે અને સંયમનું આચરણ કરે છે તો પણ તે અજ્ઞાની મૂઢદૃષ્ટિ છે અને તેને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જેમ સમ્યગજ્ઞાન વગર તો જ્ઞાન મિથ્યા કહેવાય છે તેવીજ રીતે સમ્યગ્દર્શન વગર ચારિત્ર પણ મિથ્યાત્વના દોષને પામે છે. ૧૮૯ અજ્ઞાનમોહપથે કુમતમાં ભાવના, ઉત્સાહ ને શ્રધ્ધા, સ્તવન, સેવા, કરે જે, તે તજે સમ્યક્ત્વને. ૧૩ ગાથા—૧૩. કુદર્શન અર્થાત નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, મીમાંસા, વેદાન્ત, બૌધ્ધ, ચાર્વાક, શૂન્ય ઇત્યાદિ મત તથા તેના વેષ અને તેના કહેલા પદાર્થ અને જૈનાભાસ પંથમાં શ્રધ્ધા, ઉત્સાહ, ભાવના, પ્રશંસા અને તેની ઉપાસના તથા સેવા જે જીવ કરે છે તે જિનમતની શ્રધ્ધારૂપ સમકિતને છોડે છે, તે કુદર્શન અને મિથ્યાત્ત્વનો માર્ગ છે. કારણ કે જિનમતના સિવાય અન્ય મતોમાં છદ્મસ્થ અજ્ઞાનિઓ દ્વારા પ્રેરુપિત મિથ્યા પદાર્થ તથા મિથ્યા પ્રવૃત્તિરૂપ માર્ગ છે, અને જયારે તેની શ્રધ્ધા આવે છે ત્યારે જિનમતની શ્રધ્ધા જતી રહે છે, તેથી મિથ્યાદષ્ટિઓનો સંસર્ગ જ ન કરવો જોઈએ. Jain Educationa International ૧૪૧ For Personal and Private Use Only. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪) બોધપ્રાભૃત : ૧૯૦ નિગ્રંથ ને નિ:સંગ, નિર્માનાશ, નિરહંકાર છે, નિર્મમ, અરાગ, અદ્વેષ છે,—દીક્ષા કહી આવી જિને. ૪૯. નિર્માનાશ=માન ને આશા રહિત. નિ:સ્નેહ, નિર્ભય, નિર્વિકાર, અકલુષ ને નિર્મોહ છે, આશારહિત, નિર્લોભ છે,—દીક્ષા કહી આવી જિને. ૫૦. જન્મ્યા પ્રમાણે રૂપ, લંબિતભુજ, નિરાયુધ, શાંત છે, પરકૃત નિલયમાં વાસ છે,દીક્ષા કહી આવી જિને. ૫૧, ૧. લૌબતભુજ=નીચે લટકતા હાથવાળી. ૨. નિરાયુધ=શસ્ત્રરહિત. ૩. નિલય=રહેઠાણ ઉપશમ-ક્ષમા-દમયુક્ત, તનસંસ્કારવર્જિત વૃક્ષ છે, મદ-રાગ-દ્વેષવિહીન છે,—દીક્ષા કહી આવી જિને. ૫૨. રૂક્ષ=તેલમર્દન રહિત. દમઇન્દ્રિયનિગ્રહ. ગાથા ૪૯, ૫૦, ૫૧, ૫૨.: જૈન દીક્ષા કેવા પ્રકારે હોય છે. તે અહીં કહે છે. નિગ્રંથસ્વરૂપ, પરિગ્રહથી રહિત, નિઃસંગ, કષાય રહિત, રાગ દ્વેષ રહિત, ભય, મદ, માન રહિત, સંસારના ભોગોની આશા રહિત, પરદ્રવ્યમાં મોહ અથવા આત્મબુદ્ધિરહિત, કામક્રોધાદિ વિકાર રહિત, મોહ કર્મના અભાવરૂપ, શાંતરિણામ સહિત, ક્રોધના અભાવરૂપ ઉત્તમક્ષમા સહિત; મૂઢભાવ અને અજ્ઞાનભાવ રહિત, બાળકનું જેવુ નગ્નરૂપ હોય છે તેવા નગ્નરૂપ, કાયોત્સર્ગમાં ઊભા રહેલા, આયુધોથી રહિત, અંગ–ઉપાંગના વિકાર રહિત, સ્નાનાદિ રહિત, કર્તૃત્વભાવ રહિત, પોતાના સ્વરૂપને જ સાધન કરી, સ્વસંવેદનથી પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવતા થકા આત્મામાં રમણતા કરે તે જિનદીક્ષાનું નામ પામે છે. વેષ ધારણ કરવાથી દીક્ષા માને તે દીક્ષા નથી. સ્વ પરના ભેદજ્ઞાન વગર ફક્ત વેષ ગ્રહણ કરવાથી દીક્ષા કેવી રીતે સંભવી શકે ? ન જ સંભવી શકે. Jain Educationa International ૧૪૨ For Personal and Private Use Only. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૫ ભાવપ્રાભૂત :૫ રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩. વિફળ નિષ્ફળ. આંતર-ગ્રંથ અત્યંતર પરિગ્રહ. ગાથા—૩. બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુધ્ધિ માટે કરવામાં આવે છે પણ અભ્યન્તર પરિગ્રહ તો રાગ આદિ છે અને સકળ રાગાદિનો નાશ પામ્યા સિવાય અભ્યન્તર પરિગ્રહનો ત્યાગ સંભવતો નથી. અભ્યન્તર પરિગ્રહના અસ્તિત્ત્વમાં બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. ૧૯૨ છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪. બિતકર–નીચે લટકાવેલા હાથવાળા. ગાથા—૪. વસ્ત્રાદિ ત્યાગ કરી, જન્મજન્માંતરો સુધી કોટિ-કોટિ વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવ રહિતને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તાત્પર્ય એ છે કે અંતરંગમાં ભાવોની શુદ્ધિ વગર બાહ્યમાં કેટલીએ તપશ્ચર્યા કરે તો પણ કોઇ લાભ પ્રાપ્ત થતો નથી. ૧૯૩ પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને ? ૫. ગાથા—૫. જો બાહ્ય પરિગ્રહને છોડી સાધુ બની જાય, પણ અભ્યન્તર પરિગ્રહ ન છૂટે અને પરિણામ પરિગ્રહરૂપ અશુધ્ધ રહે તો બાહ્ય ત્યાગ કાઈં પણ કલ્યાણરૂપ ફળ આપી શકતો નથી. સમ્યગ્દર્શનાદિ ભાવ વગર કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી. ૧૯૪ સત્પુરૂષ! કાળ અનાદિથી નિ:સીમ આ સંસારમાં બહુ વાર ભાવ વિના બહિર્નિઍંધ રૂપ ગ્રહ્યાં-તજયાં. ૭ ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૭. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગર બાહ્ય નિગ્રંથરૂપ દ્રવ્યલિંગ અર્થાત્ સાધુપણું સંસારમાં અનંતકાળમાં ઘણીવાર ધારણ કર્યું અને છોડયું તો પણ કાંઇ સિધ્ધિ ન થઇ. ચારે ગતિમાં જીવ ભ્રમણ જ કરતો રહ્યો. ૧૯૫ જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું સ્તન દૂધ તે પીધું મહાયશ! ઉદધિજળથી અતિ ઘણું. ૧૮. ઉદધિજળ=સમુદ્રનું પાણી ગાથા-૧૮હે જીવ! જન્મ -જન્મમાં અન્ય અન્ય માતાના સ્તનનાં દૂધ એટલાં પીધાં છે કે તેને એકઠું કરવામાં આવે તો સમુદ્રના જળથી પણ અનંતગણું વધી જાય. ૧૯૬ તુજ મરણથી દુ:ખાતે બહુ જનની અનેરી અનેરીનાં નયનો થકી જુળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯ ગાથા–૧૯. હે મુનિ! તારા મરણના દુ:ખથી પ્રાપ્ત થએલી અન્ય અન્ય જન્મની અન્ય અન્ય માતાઓનાં રુદનનાં આંસુઓ એકત્ર કરે તો સમુદ્રના જળથી પણ અનંતગણું અધિક થઈ જાય. જેનાથી પોતાના સંસારનો અભાવ થાય તેવું ચિંતન કરવું અર્થાત નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરવું સેવવું તે ઉપદેશ છે. ૧૯૭ ત્રણ લોકમાં પરમાણું સરખું સ્થાન કોઈ રહ્યું નથી, જયાં દ્રવ્યશ્રમણ થયેલ જીવ મર્યો નથી, જમ્યો નથી. ૩૩. ગાથા–૩૩. દ્રવ્યલિંગી સાધુપણું ધારણ કર્યા પછી પણ આ જીવે સર્વ લોકમાં અનંતવાર જન્મ અને મરણ કર્યા અને એવો કોઈ પ્રદેશ બાકી ન રહ્યો કે જયાં જન્મ અથવા મરણ ન કર્યા હોય. આ પ્રમાણે ભાવલિંગ ગ્રહણ કર્યા વગર ફક્ત દ્રલિંગથી મોક્ષની (નજ પરમાત્મદશાની) પ્રાપ્તિ થતી નથી એમ જાણવું. ૧૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રત્યેક અંગુલ છનું જાણો રોગ માનવદેહમા; તો કેટલા રોગો, કહો, આ અખિલ દેહ વિષે, ભલા! ૩૭ ગાથા-૩૭. આ મનુષ્યનાં શરીરમાં આંગળીના ટેરવા જેટલા ભાગમાં છનું છનું રોગ છે. તો પછી આખા શરીરમાં કેટલા હશે તેની શું વાત કરવી! ૧૯૯ જનની તણું ચાવેલ ને ખાધેલ એઠું ખાઈને, તું જનની કેરા જઠરમાં વમનાદિમધ્ય વસ્યો અરે! ૪૦ ગાથા૪૦. હે જીવા તું માતાના પેટમાં રહ્યો ત્યાં તે માતાનું ચાવેલું ખાધેલું એઠું અન્ન ખાઈને અને તેની ઉલટી, લોહીથી ખરડાએલા અપકવ મળ ઈત્યાદિ અશુચિ વચ્ચે રહ્યો. ૨૦૦ પલ-પિત્ત-શોણિત-આંત્રથી દુર્ગધ શબ સમ જયાં સવે, ચિંતવ તું પીપ-વસાદિ- અશુચિભરેલ કાયાકુંભને. ૪૨ પલ–માંસ. પીપ-વસાદિ–પરૂ, ચરબી વગેરે. ગાથા–૪૨. હે મુનિ! તું દેહરૂપિ ઘટને આ રીતે વિચાર. માંસ, હાડકાં, વીર્ય, લોહી, પિત્ત, આંતરડાં, મેદ, પરૂ, રાધ એ બધી મલિન વસ્તુઓથી પુરો ભરેલો છે. આત્મા તો પવિત્ર છે, શુધ્ધજ્ઞાનમયી છે અને દેહ તો આ પ્રકારે છે, તેથી તેમાં રહેવું અયોગ્ય છે. ૨૦૧ છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે, તેથી ધરો રે! ભાવને, દ્રવલિંગથી શું સાધ્ય છે ? ૪૮. ગાથા–૪૮. સાધુનું લિંગ અર્થાત ચિહ્ન, લક્ષણ ભાવ લિંગ (પરિણામ) છે, ફક્ત દ્રવ્યલિંગ અર્થાત બાહ્યવેષ અને બાહ્યત્યાગ તે સાધુનું લિંગ નથી, તેથી ભાવલિંગ ધારણ કરવું જોઈએ, દ્રવ્યલિંગથી કોઈ પણ સિધ્ધિ થતી નથી. ૧ ૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શિવભુતિનામક ભાવશુદ્ધ મહાનુભાવ મુનિવરા ‘તુષમાષ’ પદને ગોખતા પામ્યા પ્રગટ સર્વજ્ઞતા. ૪૩. તુષમાષ=ફોતરાં અને અડદ. ગાથા ૫૩:- શિવભૂતિ મુનિએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો, પરંતુ “તુષ માષ” એવા શબ્દોનું રટણ કરતાં કરતાં ભાવોની વિશુદ્ધતા થતાં મહાનુભાવ થઈ કેવળજ્ઞાન પામ્યા. ૨૦૩ દેહાદિસંગવિહીન છે, વર્જ્ય સકળ માનાદિ છે, આત્મા વિષે રત આત્મ છે, તે ભાવલિંગી શ્રમણ છે. ૫૬. ગાથા ૫૬:- ભાવલિંગી સાધુ દેહાદિ પરિગ્રહોથી રહિત, તથા માન કષાય આદિથી રહિત અને આત્મામાં જ લીન હોય છે. આત્માના સ્વાભાવિક પરિણામને “ભાવ” કહે છે અને તેના-અનુરૂપ લિંગ ચિહ્ન, લક્ષણ તથા રૂપ હોય તે ભાવલિંગ છે. આત્મા અમૂર્તિક ચેતનારૂપ છે, તેના પરિણામ દર્શન જ્ઞાન છે. બાહ્યમાં દેહાદિક પરિગ્રહથી રહિત તથા અંતરગમાં રાગાદિક પરિણામથી રહિત હોય અને પોતાના દર્શન જ્ઞાનરૂપ ચેતનાભાવમાં લીન હોય તે ‘ભાવલિંગ’ છે. જેના આ પ્રમાણે ભાવ હોય તે ભાલિંગી સાધુ છે. ૨૦૪ નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, દોષાવાસ છે, તે ઇક્ષુફૂલસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧. દોષાવાસ=દોષોનું ઘર. ઈશુલ=શેરડીનાં ફૂલ. ગાથા ૭૧:- જેનામાં સમ્યગ્નાનાદિ ગુણો નથી, સ્વસંવેદન જ્ઞાનથી આત્માને અનુભવતો આત્મામાં જે લીન નથી, દશલક્ષણ ધર્મ સ્વરૂપ નથી તે ઈશુના ફૂલ સમાન છે કે જેને ન તો કોઈ ફળ લાગે છે અથવા ન તો તેમાં ગંધ આદિ ગુણ હોય છે. તેથી આવા સાધુનો વ્યવહાર બહુરૂપી નટ અથવા ભવાઈ ભજવનારના સ્વાંગ સમાન છે. તેથી પહેલાં મિથ્યાત્વ આદિ દોષો છોડી એક શુદ્ધાત્માનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે પછી જ સાધુનો બાહ્ય વેષ જિન આજ્ઞા પ્રમાણે ગ્રહણ કરવો જોઇએ. Jain Educationa International ૧૪૬ For Personal and Private Use Only. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે “શુદ્ધ' છે; –આ જિનવરે ભાખેલ છે, જે શ્રેય, આચર તેહને ૭૭. ગાથા ૭૭ઃ- શુદ્ધ છે તે પોતાનો શુદ્ધ સ્વભાવ પોતામાં જ છે, તેથી તેને અંગીકાર કરવો. ભગવાને ભાવ ત્રણ પ્રકારના કહ્યા છે, ૧) શુભ, ૨) અશુભ અને ૩) શુદ્ધ. અશુભ તો આ અને રૌદ્ર ધ્યાન છે તે તો અતિ મલિન છે અને તેથી છોડવા લાયક જ છે. ધર્મધ્યાન શુભ છે અને તેથી તે કથંચિત એક અપેક્ષાએ ઉપાદેય છે. તેનાથી મંદકષાયરૂપ વિશુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. શુદ્ધભાવ છે તે સર્વથા ઉપાદેય છે કારણકે તે આત્માનું સ્વરૂપ જ છે. રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરકતરુગણે રંગોશીષ છે, જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨. હીરક=હીરો. ગોશીષ= બાવનચંદન. ભાવિભવમથનભાવી ભવોને હણનાર. ગાથા ૮૨- જેમ રત્નોમાં સૌથી ઉત્તમ હીરો છે, અને જેમ મોટાં વૃક્ષોમાં ઉત્તમ બાવન ચંદન છે, તેમ ધર્મોમાં ઉત્તમ જૈન ધર્મ છે, કારણ કે તેનાથી મોક્ષ થાય ૨૦૭ પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસન છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. ગાથા ૮૩- વ્રતાદિ અને પૂજા ભક્તિ, વંદના આદિ તે તો પુણ્ય છે, તેમાં રાગ સહિત શુભ પરિણામ છે અને તેનાથી પુણ્ય બંધ થાય છે અને તેનું ફળ સ્વગદિના ભોગોની પ્રાપ્તિ છે. પણ મોહના ક્ષયથી શુદ્ધ આત્માનાં પરિણામ તે ધર્મ છે. મિથ્યાત્વ તે અતત્ત્વાર્થ શ્રદ્ધાન છે. ક્રોધ, માન, અરતિ, શોક, ભય, જુગુપ્સા તે છ દ્વેષ પ્રકૃતિ છે અને માયા, લોભ, હાસ્ય, રતિ એ ચાર તથા સ્ત્રી, પુરૂષ, નપુંસક તે ત્રણ વિકાર, એમ સાત પ્રકૃતિ સાગરૂપ છે. આના નિમિત્તથી આત્માનાં જ્ઞાન-દર્શન સ્વભાવ વિકાર સહિત, ક્ષોભરૂપ, ચલાચલ, વ્યાકુળ થાય છે તેથી આ વિકારોથી રહિત થાય ત્યારે શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય થાય તે ૧ ૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્માનો ધર્મ છે. આ ધર્મથી આત્માના આગામી ભાવિ કર્મોનો આસવ બંધ થઈ સર થાય છે અને પૂર્વે બાંધેલાં કમોની નિર્જરા થાય છે. શુભ પરિણામથી મોહ ભાવની એક અંશે હાનિ થાય છે તેથી શુભ પરિણામને પણ ઉપચારથી ધર્મ કહ્યો છે. અને જે ફક્ત શુભ પરિણામમાં જ ધર્મ માનીને સંતોષ પામે છે તેમને ધર્મની પ્રાપ્તિ થતી નથી, એમ જિનમતનો ઉપદેશ છે. ૨૦૮ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે ભવતરણકારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫ ૧. ભવતરણકારણ=સંસારને તેરી જવાના કારણભૂત. ગાથા ૮૫૮ જો આત્મા મોહ, રાગાદિ સમસ્ત દોષોથ રહિત જેવો આત્મામાં જ મગ્ન થઈ જાય તો તેને ધર્મ કહે છે અને તેવા ધર્મને જિનેશ્વરદેવે સંસાર સમુદ્રને તરવાનું કારણ કહ્યું છે. ૨૦૯ પણ આત્મને ઈચ્છયા વિના પુણ્યો અશેષ કરે ભલે તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬. ગાથા-૮૬ : જે જીવ પોતાના આત્માનું દષ્ટિ, ભવું કરતો નથી, આત્માનું સ્વરૂપ જાણતો નથી, આત્મિક કર્મ અંગીકાર, ધારણ કરતો નથી, પણ સર્વ પ્રકારનાં સમસ્ત પય કરે છે, તો પણ તે મોક્ષને પ્રાપ્ત કરતો નથી. કદાચિત સ્વગદિનના ભોગો મેળવે પણ તે ભોગોમાં આસક્ત થઈ, ત્યાંથી ચ્યવી એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થઈ સંસારમાં જ ભ્રમણ કરે છે. તેથી આત્માના સન્મુખ થઈ આત્માનો અનુભવ કરવાનું કાર્ય સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરવું જોઇએ અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવ્યજીવોને આજ ઉપદેશ છે. ર ૧૦ ભાવે ન જયાં લગી તત્ત્વ, જયાં લગી ચિતનીય ન ચિંતવે, જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫ ગાથા ૧૧૫: જીવ અજીવ તત્ત્વનું ભેદજ્ઞાન કરી આત્મસ્વરૂપનું ચિંતન કર. અનાદિનિધન આત્મા ધર્મ, અર્થ, કામનો હરવાવાળો છે; આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનનો વિષય અને ધ્યેય છે; પોતાનો શુધ્ધ દર્શનજ્ઞાનમયી ચેતનાભાવ અને તેવું જ અરહંત સિધ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ છે, તેવું ચિંતન જ્યાં સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી સંસારથી નિવૃત્તિ થતી નથી. તેથી તત્ત્વની ભાવના અને શુધ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો તેવો ઉપદેશ છે. ૬ ૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી સંસારથી નિવૃત્તિ થતી નથી. તેથી તત્ત્વની ભાવના અને શુદ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો તેવો ઉપદેશ છે. ૨૧૧ રે! પાપ સઘળું પુણ્ય સઘળું થાય છે પરિણામથી; પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬. ગાથા ૧૧૬ : પાપ-પુણય, બંધ-મોક્ષનું કારણ પોતાના ભાવ પરિણામ જ છે જીવને મિથ્યાત્વ, વિષય-કષાય, અશુભલેશ્યરૂપ તીવ્ર પરિણામ થાય છે તેથી પાપ આસવનો બંધ થાય છે. પરમેષ્ઠીની ભક્તિ, જીવો ઉપર દયા. ઈત્યાદિ મદકષાય શુભલેશ્યરૂપ પરિણામ થાય છે. તેનાથી પુણ્ય આસવનો બંધ થાય છે. શુધ્ધ પરિણામ રહિત વિભાગરૂપ પરિણામથી બંધ થાય છે. શુધ્ધભાવની સન્મુખ થવું તેના અનુકૂળ શુભ પરિણામ રાખવાં, અને અશુભ પરિણામ સર્વધા દૂર કરવાં તે ઉપદેશ છે. ૧ ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૬ મોક્ષપ્રાભૂત : ૨૧૨ વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ-અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહી. ૧૦. દેહે સ્વ- અધ્યવ્યવસાયથી=દેહે તેજ આત્મા છે' એવા મિથ્યા અભિપ્રાયથી. ગાથા-૧૦. જે મનુષ્યોએ જીવ અજીવ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણ્યું નથી. તેમને દેહમાં સ્વ-પરનો અધ્યવસાય છે કે જેથી પોતાના દેહને જ આત્મા માને છે અને પુત્ર, સ્ત્રી આદિ કુટુમ્બિઓમાં મોહ (મમત્વ) કરે છે. જયારે જીવઅજીવ સ્વરૂપ જાણે ત્યારે દેહને અજીવ માને, આત્માને અમૂર્તિક ચૈતન્ય માને, પોતાના આત્માને પોતાનો માને, અને પોતાના થી અન્ય આત્માને પર જાણે, ત્યારે તેને પરમાં મમત્વ થતું નથી. તેથી જીવાદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે જાણી મોહ નહી કરવો તે બતાવે છે. ર ૧૩ રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તતો દુષ્ટાન્ટ કમ ક્ષય કરે. ૧૪. દુખાષ્ટકમ–દુષ્ટ આઠ કમોને; ખરાબ એવા આઠ કમને. ગાથા–૧૪. જે મુનિ સ્વદ્રવ્ય અર્થાત પોતાના આત્મામાં રત, મગ્ન રહે છે, રૂચિ સહિત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યકત્વ ભાવરૂપ પરિણમન કરતો થકો દુષ્ટ આઠ કર્મોનો ક્ષય કરે છે. જે પોતાના સ્વરૂપની શ્રધ્ધા, રુચિ, પ્રતીતિ, આચરણથી યુક્ત છે તે નિયમથી સમ્યગ્દષ્ટિ છે. અને આ સમ્યકત્વ ભાવનાના પરિણમનથી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. ૨ ૧૪ પદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે; એ જાણી, નિજદ્રવ્ય રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬. ગાથા-૧૬, આચાર્યો સંક્ષેપમાં ઉપદેશ આપ્યા છે કે પોતાના આત્મસ્વભાવમાં રતિ કરો, તેનાથી સુગતિ થાય છે, સ્વગદિ પણ તેનાથી મળે છે અને મોક્ષ પણ તેનાથી પ્રાપ્ત થાય છે. અને પરદ્રવ્યથી પ્રીતિ મના કરો, તેનાથી દુર્ગતિ ૧પ૦ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ થાય છે, સંસારમાં ભ્રમણ થાય છે. આ પ્રમાણે જાણી સ્વદ્રવ્યમાં રતિ કરો અને અન્ય જે પરદ્રવ્ય છે તેનાથી વિરતિ કરો. ૨૧૫ દુષ્ટાષ્ટકવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮. જ્ઞાનવિગ્રહ–જ્ઞાનરૂપ શરીરવાળો. ગાથા—૧૮ અનુપમ, જ્ઞાન-આનંદમય, અમૂર્તિક, અવિનાશી, નિત્ય, શુધ્ધ જ્ઞાનમૂર્તિ આત્મા જ એક સ્વદ્રવ્ય છે અને બીજા બધા ચેતન, અચેતન, મિશ્ર પદાર્થો પરદ્રવ્ય છે. ૨૧૬ તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌષ્યને. ૨૩. ગાથા—૨૩ કાયાકલેશ આદિ તપ તથા શુભરાગરૂપી તપ તો બધા જ ધર્મો અને મતોના જીવો કરે છે અને તે તપસ્વીઓ મંદકષાયના નિમિત્તથી સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે છે, પરંતુ જે મુનિઓ ધ્યાનથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે તેઓ જિન માર્ગમાં છે અને તેઓ ધ્યાનના યોગથી શાશ્વત સુખ અર્થાત્ નિર્વાણને પણ પ્રાપ્ત કરે છે. ૨૧૭ દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ઇતરથી નરકાદિકે; છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫. દિવ ઠીક વ્રતતપથી=(અવ્રત અને અતપથી નરકાદિ દુ:ખ પ્રાપ્ત થાય તેના કરતા) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારૂં છે. ઇતરથી—બીજાથી (અર્થાત અવ્રત અને અતપથી) પ્રતીક્ષાકરણમાં રાહ જોવામાં. ગાથા—૨૫ પાપ અને પુણ્ય તે બન્ને બંધ છે, એક લોખંડની બેડી જેમ અને બીજી સોનાની બેડીની માફક, એમ આચાર્યોએ કહ્યું છે તે વાત ખરી, પણ તેમાં છાયા અને તડકાની જેમ ભેદ છે. જેમ કોઇ રસ્તે જતો વટેમાર્ગુ છાયા નીચે. બેસે તો તે સુખ પામે અને તડકામાં રહે તો દુ:ખ મેળવે, તેમ જો કોઇ વ્રત, તપનું આચરણ કરે છે તે સ્વર્ગના સુખને પ્રાપ્ત કરે છે અને જે તેનું આચરણ નથી કરતો અને વિષય કષાય આદિનું સેવન કર છે તે નરકમાં દુ:ખ પ્રાપ્ત ૧૫૧ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આ પ્રમાણે આમાં મોટો ભેદ છે. તેથી કહેવાનો આશય એમ છે કે જયાં સુધી નિર્વાણ ન થાય ત્યાં સુધી વ્રત તપ આદિમાં પ્રવર્તન કરવું શ્રેષ્ઠ છે, તેનાથી સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે અને નિર્વાણને સાધવામાં પણ તે સહકારી છે. વિષય કષાય આદિની પ્રવૃત્તિનું ફળ તો કેવળ નરક આદિના દુઃખ છે. તે દુ:ખોના કારણોનું સેવન કરવું તે તો મોટી ભૂલ છે, તેમ જાણવું. તેમ છતાં વ્રત, તપમાં ધર્મ માની ત્યાં વટેમાર્ગુની માફક ઝાડના છાયા નીચે સદા માટે અટકી ન જવું. ૨૧૮ સંસાર-અર્ણવ રુદ્રથી નિ:સરણ ઇચ્છે જીવ જે, ધ્યાવે કરમ-ઇન્ધન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬. સંસાર-અર્ણવ રુદ્રથી=ભયંકર સંસારસમુદ્રથી. નિ:સરણ=બહાર નીકળવું તે. કરમ-ઈન્ધન તણા દહનાર=કર્મરૂપી ઈંધણાંને બાળી નાખનાર. ગાથા—૨૬ નિર્વાણની પ્રાપ્તિ કર્મનો નાશ થાય ત્યારે થાય છે, અને કંર્મનો નાશ શુધ્ધાત્માના ધ્યાનથી થાય છે. શુધ્ધાત્માના ધ્યાનરૂપી અગ્નિ જ કર્મરૂપી ઈંધનને બાળવા માટે સમર્થ છે તેથી જે સંસારમાંથી નીકળી મોક્ષની ઈચ્છા કરે છે તે શુધ્ધ આત્માનું ધ્યાન કરે છે. મુમુક્ષુનું એકમાત્ર પરમ કર્તવ્ય નિજ શુધ્ધાત્માનું ધ્યાન જ છે. મોક્ષનો ઉપાય તેના સિવાય બીજો કોઇ નથી. ૨૧૯ દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા, ને જાણનાર ન દશ્યમાન; હું બોલું કોની સાથમાં? ૨૯. ન દૃશ્યમાન દેખાતો નથી. ગાથા—૨૯ દેહાદિ જે રૂપી પદાર્થો દેખાય છે તે તો જડ છે અને તેમાં જાણવાની કે દેખવાની શક્તિ નથી તેથી તે કાંઈ જાણતા કે દેખતા નથી, જયારે હું તો શાક, ચેતન અને અરૂપી છું. અરૂપી હોવાથી બીજાને જણાતો નથી, તેથી હું કોની સાથે બોલું? તેથી હું મૌન છું. Jain Educationa International ૧૫૨ For Personal and Private Use Only. Page #163 -------------------------------------------------------------------------- ________________ ર ૨૦ યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં; જે જાગતા વ્યવહારમાં તે સુખ આતમકાર્યમાં ૩૧. ગાથા–૩૧ જે યોગી ધ્યાની મુનિ વ્યવહારમાં સૂતા છે તે પોતાના સ્વરૂપના કામમાં જાગે છે અને જે વ્યવહારમાં જાગે છે તે પોતાના આત્મકાર્યમાં સૂએ છે. જોકે મુનિને સંસારી વ્યવહાર તો કાંઈ પણ નથી પણ ધર્મનો વ્યવહાર, જેવો કે સંધમાં રહેવું મહાવ્રતાદિ પાળવાં ઈત્યાદિમાં તત્પર નથી. આ બધી ધાર્મિક વ્યવહારની પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ ધ્યાન કરે છે તે વ્યવહારમાં સૂતેલા કહેવાય છે અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થઈ જ્ઞાતા દષ્ટા રહે છે તે પોતાના આત્મકાર્યમાં જાગે છે. સ્વરૂપની સાધના જ નિશ્ચયથી આત્માનું કાર્ય છે. તેથી સાધુ વ્યર્થ વ્યવહારમાં પ્રવૃત્ત ન થતાં એકમાત્ર પોતાના આત્માની સાધના કરે છે. ૨ ૨૧ છે તત્ત્વરુચિ સમ્યકત્વ, તત્ત્વ તણું ગ્રહણ સજ્ઞાન છે, પરિહાર તે ચારિત્ર છે;-જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮. ગ્રહણ=સમજણ; જાણવું તે; જ્ઞાન. સદ્જ્ઞાન=સમ્યજ્ઞાન. ગાથા-૩૮ તત્ત્વરુચિ સમ્યગ્દર્શન છે, તત્ત્વનું ગ્રહણ સમ્યકજ્ઞાન છે, અને મોહ, રાગ, દ્વેષ અને પરપદાર્થોનો ત્યાગ સમ્યફચારિત્ર છે, એમ જિનેન્દ્રદેવોએ કહ્યું છે. પરમતત્ત્વરૂપ નિજ ભગવાન આત્માની રુચિ સમ્યગ્દર્શન, તેનું ગ્રહણ તે સમ્યજ્ઞાન અને તેનાથી ભિન્ન પરદ્રવ્યો અને તેમના લક્ષે ઉત્પન્ન થતા ચિ વિકારોનો ત્યાગ તે સમ્યક્રચારિત્ર છે. રરર નિર્મળ સ્ફટિક પદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે, ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાન્યરૂપે પરિણમે. ૫૧. ગાથા-પ૧ જેમ સ્ફટિકમણિ વિશુધ્ધ છે, નિર્મળ છે, ઉજજવલ છે, તે પીળાં લાલ, લીલાં પુષ્પાદિ પરદ્રવ્યનો સંયોગ થવાથી અન્ય જેવા રંગીન દેખાય છે, તેવીજ રીતે જીવ વિશુધ્ધ અને સ્વચ્છ સ્વભાવી છે. પરંતુ તે અનિત્ય પર્યાયમાં ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ બંધાઈ પોતાની ભૂલથી સ્વમાંથી ખસી જાય છે અને મોહ, રાગ દ્વેષ આદિ ભાવોથી સંયોગ થતાં અન્ય અન્ય પ્રકારે થતો દેખાય છે. રાગાદિ વિકાર છે તે પુદ્ગલના છે અને તે જીવના જ્ઞાનમાં આવી ઝળકે છે, ત્યારે જીવ તે વિકાર સાથે તન્મય થઇ એમ માને છે કે તે વિકારભાવ મારા છે. જયાં સુધી તે બન્ને વચ્ચે ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવ અન્ય અન્ય પ્રકારના વિકાર ભાવરૂપ અનુભવમાં આવે છે. તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ છે, તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯. અકૃતાર્થ–પ્રયોજન સિદ્ધ ન કરે એવુ; અસફળ. ગાથા-૫૯ જે જ્ઞાન તપરહિત છે અને જે તપ જ્ઞાન રહિત છે તે બન્ને આકાર્યકર છે તેથી જ્ઞાન અને તપ સાથે હોય તો જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. કોઇ જ્ઞાન ચર્ચા તો .બહુ કરે પણ તપ કરતા નથી અને સ્વચ્છંદી થઇ પ્રવર્તે છે. વળી કોઈ વ્રત, તપ આદિથી સિધ્ધિ માની તેમાં તત્પર રહે અને ક્રિયા જડ થઇ પ્રવર્તે છે. આચાર્ય કહે છે કે આ બન્ને અજ્ઞાની છે. જે જ્ઞાન સહિત તપ કરે છે તે જ્ઞાની છે અને તેજ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨૨૪ આત્મા જણાય ન, જયાં લંગી વિષયે પ્રવર્તન નર કરે; વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬. વિષયે વિરક્તમનસ્ક=જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા; વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા ગાથા ૬૬ જીવસ્વભાવના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે તે જે જ્ઞેય પદાર્થ સાથે જોડાય છે, તન્મય થાય છે, એકત્વ બાંધે છે, ત્યારે જીવ તે પદાર્થના સ્વરૂપ જેવો થઇ જાય છે, પોતાને તે પદાર્થમય માનવા લાગે છે. તેથી આચાર્ય કહે છે કે જયાં સુધી વિષયોમાં ચિત્ત રહે છે, ત્યાં સુધી તે રૂપ રહે છે, આત્માનો અનુભવ થતો નથી; આમ વિચાર કરી વિષયોથી વિરક્ત થઇ આત્મામાં ઉપયોગ જોડે ત્યારે આત્માને જાણે, અનુભવ કરે. તેથી વિષયોથી વિરક્ત થવાનો ઉપદેશ છે. Jain Educationa International ૧૫૪ For Personal and Private Use Only. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. ગાથા-૬૯. જે જીવને પરદ્રવ્યમાં પરમાણુમાત્ર પણ લેશમાત્ર મોહથી રતિ અથતિ રાગ પ્રીતિ હોય તો તે જીવ મૂઢ છે, અજ્ઞાની છે અને આત્મસ્વભાવથી વિપરિત છે. ભેદવિજ્ઞાન થયા પછી જીવ અજીવને ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યને પોતાનું ન સમજે અને ત્યારે તેને કર્તવ્યબુધ્ધિ અર્થાત સ્વામિત્વની ભાવનાથી રાગ થતો નથી અને જો તેમ ન થાય તો એમ સમજવું કે તેને સ્વ પરનો ભેદ જાણ્યો નથી, અજ્ઞાની છે અને આત્મસ્વભાવથી પ્રતિકૂળ છે. જ્ઞાની થયા પછી ચારિત્રમોહના ઉદયથી કર્મ જન્ય કાઈક રાગ હોય તે અપરાધ નથી. તે રાગથી ગણાતો નથી. જ્ઞાની પરદ્રવ્યથી રાગી કહેવાતા નથી. ૨ ૨૬ જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા, ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨. કુત્સિતકનિંદિત, ખરાબ, અધમ; ગાથા-૯૨ જે સુધા આદિ અને રાગ દ્વેષ આદિ દોષોથી દૂષિત છે તે મુદેવ છે. જો હિંસા આદિ દોષોથી સહિત છે તે ધર્મ છે. જો પરિગ્રહ આદિ સહિત છે તે મુદેવ સાધુ અથવા ગુરૂ છે. જે તેઓની વંદના, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે જ પણ જે લજજા, ભય, ગારવ (માન) ઈત્યાદિ કારણોને વશ થઈને પણ વંદના, પૂજા કરે છે તે પણ પ્રગટ મિથ્યાદષ્ટિ છે. નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જયાં, જણે તે સમભાવ નિજ, શું સ્થાન-મૌન કરે તિહા? ૯૭. સ્થાન નિશ્રળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગસ્થિત રહેવું એક આસને નિશ્રળ રહેવું તે. ગાથા-૯૭ જો મિથ્યાત્વભાવ સહિત હોઈ ને કંચન કામીની સર્વેનો ત્યાગ કરી દીક્ષા લઈ સાધુ વેષ ગ્રહણ કરી ધ્યાન, કાયોત્સર્ગ મૌન ઈત્યાદિ ધારણ કરે તેનાથી કોઈ પ્રયોજન સરતું નથી. તે બધું વ્યર્થ છે કારણ કે આત્માના શુધ્ધ સ્વભાવને તેણે પોતાના સ્વ સંવેદન જ્ઞાનથી જાણ્યો નથી. આત્માના શુધ્ધ સ્વભાવને જોઈ જાણી અને અનુભવીને જ જીવ સમ્યગ્દષ્ટિ બને છે. સમ્યકત્વ વગર બાહ્યક્રિયાનું ફળ તો સંસાર જ છે. ૧ પપ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ બહિરંગ કર્મો શું કરે? ઉપવાસ બહુવિધ શું કરે? રે! શું કરે આતાપના?–આત્મસ્વભાવવિરુદ્ધ જે. ૯૯. ગાથા-૯૯ જે બાહ્યકર્મક ક્રિયાકાંડ, ઉપવાસ આદિ બાહ્ય તપ, આતાપના આદિ કાયાકલેશ જે આત્મસ્વભાવથી રહિત અથવા વિપરિત છે તેનો મોક્ષમાર્ગમાં કોઈ અર્થ અથવા પ્રયોજન નથી. બાહ્યક્રિયાકર્મ શરીર આશ્રિત છે અને શરીર જડ છે, આત્મા ચેતન છે. જડની ક્રિયા તો ચેતનને કાઈં ફળ આપતી નથી. બાહ્યક્રિયા કર્મથી તો કાંઈ મોક્ષ થતો નથી. અશુભ અને શુભ ભાવ છોડીને, શુધ્ધ ઉપયોગ થવાથી મોક્ષ થાય છે. તેથી દર્શન જ્ઞાન ઉપયોગના વિકાર ક્ષય કરી શુધ્ધ જ્ઞાન ચેતનારૂપ શુધ્ધ આત્માનો અભ્યાસ કરવો તેજ મોક્ષનો ઉપાય ૨૨૯ પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાળશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦). ગાથા–૧૦૦ જે આત્મસ્વભાવથી રહિત, વિપરીત અને વિરૂધ્ધ થઈને અથવા બનીને શાસ્ત્રો વાંચે અને ઘણા પ્રકારેથી ચારિત્રનું આચરણ કરે તો તે બધું બાળ શ્રુત અથવા બાળચારિત્ર સમજવું અને અજ્ઞાનીની ક્રિયા જાણવી. કારણ કે અગિયાર અંગ અને નવપૂર્વ તો અભવ્યજીવ પણ જાણતો હોય અને બાહ્ય મૂળગુણરૂપ ચારિત્ર પણ પાળતો હોય તો પણ તે મોક્ષ પામતો નથી. ૨ ૩૦ અહંત-સિદ્ધાચાર્ય-અધ્યાપક-શ્રમણ–પરમેષ્ઠી જે, પાંચેય છે આત્મા મહી, આત્મા શરણ મારું ખરે. ૧૦૪. ગાથા–૧૦૪ અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠી, ભગવાન આત્માની જ અવસ્થા છે તેથી મારા માટે તો મારો આત્મા શરણ છે. મારા દેહમાં આત્મા છે તે વર્તમાનમાં કર્મના આવરણમાં છે તો પણ તે પાંચ પદોમાં કહેલા પંચ પરમેષ્ઠીના આત્મા જેવો છે, તેથી આત્માના શુધ્ધ સ્વરૂપનું ધ્યાન તે પાંચ પદોનું ધ્યાન જ છે. અંતમાં ફક્ત સ્વયં પોતાના આત્માનું જ શરણ છે, એમ આચાર્ય દેવો ભાવના કરી છે. ૧ પ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૧ સમ્યકત્વ, સમ્યજ્ઞાન, સત્યારિત્ર, સત્તપચરણ છે, ચારેય છે આત્મા મહી; આત્મા શરણ મારું ખરે. ૧૦૫. ગાથા-૧૦૫ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકુચારિત્ર અને અને સમ્યકતપ એ ચાર આરાધનાઓ પણ આમાની જ અવસ્થા છે. તેથી આચાર્ય કહે છે કે મારા માટે તો એક આત્મા જ શરણ છે, કારણ કે ફક્ત આત્માના જ આશ્રયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. આત્માનું શ્રધ્ધાનરૂપ પરિણામ તે સમ્યગ્દર્શન છે, સંશય, વિમોહ અને વિશ્વમથી રહિત નિજ સ્વરૂપને યથાર્થ જર્ણવું તે સમ્યગજ્ઞાન છે, રાગ દ્વેષ આદિ રહિત પરિણામ થવાં તે સમ્યક્રચારિત્ર છે, અને સ્વરૂપની સાધના કરવી આત્મામાં રમણતા કરવી તે સમ્યક તપ છે, આમ ચારે પરિણામ આત્માનાં છે અને તેથી આચાર્ય કહે છે કે મને ફક્ત આત્મા જ શરણ છે અને આત્મભાવનામાં તે ચારે આરાધનાઓ આવી ગઈ. ૧ પ ક Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭. લિંગપ્રાભૂત : ર૩ર હોયે ધરમથી લિંગ, ધર્મ ન લિંગમાત્રથી હોય છે; રે! ભાવધર્મ તું જાણ, તારે લિંગથી શું કાર્ય છે? ૨. ગાથા-૨ ધર્મ સહિત તો લિંગ હોય છે પણ લિંગમાત્રથી ધર્મની પ્રાપ્તિ નથી, તેથી હે ભવ્ય જીવ! તું ભાવરૂપ ધર્મને જાણ અને ફક્ત લિંગથી જ તારૂં શું કાર્ય સિધ્ધ થશે ? કાંઈ પણ નહીં. લિંગ એટલે ચિતનું નામ છે. બાહ્ય વેષ ધારણ કરેલ મુનિના ચિહ્નની જેમ જો અંતરંગ વિતરાગ સ્વરૂપ ધર્મ હોય તો તે બાહ્ય ચિહ્ન સત્યાર્થ છે. તાત્પર્ય એ છે કે અંતરંગ રાગદ્વેષ રહિત, આત્માના શુધ્ધ જ્ઞાન દર્શનરૂપ સ્વભાવ ધર્મ, નિર્મળ પરિણામો સહિત લિંગ ધારણ કરવાનો ઉપદેશ છે અને તેથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે. ફક્ત મુનિનો વેષ મૂક્તિ આપતો નથી. ૨૩૩ જે સંગ્રહે, રક્ષે બહુશ્રમપૂર્વ, ધ્યાવે આર્તને, તે પાપમોહિતબુદ્ધિ છે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૫. બહુશ્રમપૂર્વ=બહુ શ્રમપૂર્વક; ઘણા પ્રયત્નથી. આર્ત-આર્તધ્યાન. ગાથા–પ સાધુ થઈને પણ જે બહુ પ્રયત્ન કરીને પરિગ્રહનો સંગ્રહ કરે છે, તેની વાંછા, ચિંતવન, મમત્વ કરે છે, તેની રક્ષા કરે છે, તેના માટે નિરતર આર્તધ્યાન કરે છે, તે પાપથી મોહિત બુદ્ધિવાળો સાધુ સાધુ નથી, પશુ છે, અજ્ઞાની છે, સાધુપણાને લજવે છે. ૨૩૪ જે ભોજને રસવૃદ્ધિ કરતો વર્તતો કામાદિકે, માયાવી લિંગવિનાશી તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૨. ગાથા-૧૨ દીક્ષા લઈ સાધુપણું અંગીકાર કર્યા પછી પણ જેને ભોજનમાં સ્વાદ, રસની લોલુપતા અને આસક્તિ છે, ત્યારે તેને ભોજનના રસની સાથે અન્ય ૧૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિષયોની પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, તેને કામ સેવનની ઈચ્છા, પ્રમાદ અને નિંદ્રા પ્રચુર માત્રામાં વધી જાય છે ત્યારે તે વ્યાભિચારી થઈ જાય છે, માયાવી અર્થાત કામસેવન માટે અનેક છળ કપટ કરવાનું વિચારે છે. તેથી તે સાધુ તો નહીં પણ મનુષ્ય પણ નથી, તે પશુ સમાન છે. ર૩પ સ્ત્રીવર્ગ પર નિત રાગ કરતો, દોષ દે છે અન્યને, ગજ્ઞાનથી જે શૂન્ય, તે તિર્યંચયોનિ, ન શ્રમણ છે. ૧૭. દીક્ષાવિહીન ગૃહસ્થ ને શિષ્ય ધરે બહુ સ્નેહ જે, આચાર-વિનયવિહીન, તે તિર્યંચયોનિ, ને શ્રમણ છે. ૧૮. ગાથા–૧૭-૧૮ જે વેષધારી દીક્ષા રહિત ગૃહસ્થો અને શિષ્યોમાં બહુ સ્નેહ રાખે છે, મહિલાવર્ગમાં રાગ કરે છે, તેમની સાથે રાગાત્મક વ્યવહાર કરે છે, પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરે છે તથા નિર્દોષ શ્રાવક સાધુને દોષ દે અથવા આળ ચઢાવે, તથા મુનિને યોગ્ય આચરણથી રહિત અને વિનયથી વિહીન થાય છે તે સાધુ નથી, પણ પશુ છે, અજ્ઞાની છે. તેથી આચાર્ય કહે છે કે સાધુએ ન તો ગૃહસ્થો ઉપર કે ન તો દીક્ષિત શિષ્યવર્ગ સાથે નેહ બાંધવો જોઈએ. ૧૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮. શીલપ્રાભૂત : ૨૩૬ દુષ્કર જણાવું જ્ઞાનનું પછી ભાવના દુક્કર અરે ! વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩. ગાથા-૩. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, પછી તેની ભાવના ભાવવી, વારંવાર અનુભવ કરવો, પછી વિષયોનો ત્યાગ કરવો તે ઉત્તરોત્તર દુર્લક્ષ છે અને વિષયોનો ત્યાગ કર્યા વગર પ્રકૃતિ બદલી શકાતી નથી તેથી એમ કહ્યું છે કે વિષયો જ્ઞાનને વિકૃત કરે છે તેથી વિષયોનો ત્યાગ જ સુંદર શીલ છે. ૨ ૩૭ જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જયાં લગી; નહિ ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ક્ષપણ= ક્ષય કરવો તે; નાશ કરવો તે ગાથા-૪ જયાં સુધી જીવ વિષયોને વશ છે ત્યાં સુધી તેને જ્ઞાન થતું નથી અને જ્ઞાન વગર કેવળ ફક્ત વિષયોથી વિરક્ત થવાથી પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય થતો નથી. જયાં સુધી વિષયોમાં રત હોય ત્યાં સુધી ઈષ અનિષ્ટ ભાવો રહે છે અને તે ભાવોમાં એકત્વ બુધ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાયકના જ્ઞાનનો અનુભવ થતો નથી અને તે અનુભવ વગર પૂર્વ કર્મનો ક્ષય થતો નથી. તેથી જ્ઞાનસહિત થઈ વિષય ત્યાગવા ઉત્તમ છે.વિષયોને ત્યાગી જ્ઞાનની ભાવના કરવી તે જ સુશીલ છે. ૧૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૮ જે જ્ઞાન ચરણવિહીન, ધારણ લિંગનું દ્ગહીન , તપચરણ જે સંયમસુવિરહિત, તે બધુંય નિરર્થ છે. પ. નિરર્થ–નિરર્થક, નિષ્ફળ. ગાથા–૫. ચારિત્રવિહીન જ્ઞાન નિરર્થક છે, સમ્યગ્દર્શન વગર દીક્ષા ગ્રહણ કરી સાધુ થવું નિરર્થક છે. અને સંયમ વગર તપ નિરર્થક છે. ઈદ્રિયોને વશમાં કરવી, જીવોની દયા પાળવી આદિ તે સંયમ છે અને તે વગર કાંઈ પણ તપ કરવું તે નિષ્ફળ છે. સમ્યજ્ઞાનની સાર્થકતા જયારે તેને યોગ્ય આચરણ હોય તો જ છે. તપ પણ સંયમીને જ શોભે છે, અને સાધુ વેષ પણ સમ્યગ્દષ્ટિનો જ સફળ છે. ૨ ૩૯ જે જ્ઞાન ચરણવિશુદ્ધ, ધારણ લિંગનું દૂગશુદ્ધ જે, તપ જે સંયમ, તે ભલે થોડું મહાફળયુકત છે. ૬. દગશુદ્ધ સમ્યગ્દર્શન વડે શુદ્ધ. સસંયમ સંયમ સહિત. ગાથા-૬ ચારિત્ર સાથે શુધ્ધ જ્ઞાન, સમ્યગ્દર્શન સહિત સાધુપણું અને સંયમ સહિત તપ, જો થોડાં પણ હોય તો મહાફળ આપનારાં છે. જ્ઞાન થોડું હોય પણ આચરણ શુધ્ધ હોય તો મોટું ફળ આપે છે. સમ્યગ્દર્શન સહિત શ્રાવક પણ શ્રેષ્ઠ છે અને સમ્યગ્દર્શન વગર મુનિનો વેષ પણ શ્રેષ્ઠ નથી. ઈન્દ્રિયોનો સંયમ, જીવ દયા આદિ સહિત ઉપવાસ આદિ થોડું તપ પણ કરે તો મોટું ફળ પ્રાપ્ત થાય છે અને વિષયોની અભિલાષા સાથે તથા દયા રહિત થઈ મહા કષ્ટ ઊઠાવી તપ કરે તો પણ તે નિષ્ફળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૦ જે જ્ઞાનથી ગર્વિત બની વિષયો મહીં રાચે જનો, તે જ્ઞાનનો નહિ દોષ, દોષ કુપુરુષ મંદમતિ તણો. ૧૦. ગાથા–૧૦ જે જીવ જ્ઞાનગર્વિત થઈ જ્ઞાનમદથી વિષયોમાં રાગ પામી પ્રસન્નતા અનુભવે છે અને સ્વચ્છંદી થાય છે, તે તો જ્ઞાનનો દોષ નથી પણ તે મંદ બુદ્ધિ કમનસીબ જીવનો દોષ છે. તે જીવના હોનહાર જ ખોટાં છે તેથી તેની બુદ્ધિ બગડી જાય છે અને જ્ઞાનને પ્રાપ્ત કરી તેમાં મદથી મસ્ત થઈ વિષય કષાયોમાં આસક્ત થઈ સ્વચ્છંદી થઈ જાય છે. અપરાધ તે જીવનો છે જ્ઞાનનો નહિ તેમ જાણવું. ૨૪૧ સૌથી ભલે હો હીન, રૂપવિરૂપ, યૌવનભ્રષ્ટ હો, માનુષ્ય તેનું છે સુજીવિત, શીલ જેનું સુશીલ હો. ૧૮. હીન=હીણા (અર્થાત્ કુલાદિ બાહ્ય સંપત્તિની અપેક્ષાએ હલકા). રૂપવિરૂપ રૂપે વિરૂપ, રૂપ-અપેક્ષાએ કુરૂપ. માનુષ્ય મનુષ્યપણું (અર્થાત્ મનુષ્યજીવન). સુજીવિત=સારી રીતે જિવાયેલું પ્રશંસનીયપણે–સફળપણે જીવવામાં આવેલું ગાથા-૧૮ જે બધા મનુષ્યોમાં હીન છે, કુળાદિથી ન્યૂન છે, રૂપથી વિરૂપ છે, અવસ્થામાં વૃધ્ધ થઈ ગયો છે. અને સુંદર નથી, છતાં પણ જેનું શીલ સુંદર છે, સ્વભાવ ઉન્મ છે, કષાય આદિની તીવ્ર આસક્તિ નથી તેનું જીવવું પ્રશંસનીય છે. ૧ ૬ ર Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રાણીદયા, દમ, સત્ય, બ્રહ્મ, અચૌર્ય ને સંતુષ્ટતા, સમ્યક્ત્વ, જ્ઞાન, તપશ્ચરણ છે શીલના પિરવારમાં. ૧૯ ગાથા—૧૯ જીવદયા, ઈદ્રિયોનું દમન, સત્ય, અચૌર્ય, સંતોષ, સમ્યગ્દર્શન, જ્ઞાન, તપ આ બધા શીલના પરિવારમાં છે. શીલ સ્વભાવનું તથા પ્રકૃતિનું નામ છે. મિથ્યાત્વ સહિત કષાયરૂપ જ્ઞાનની પરિણિત તે તો દુ:શીલ છે, તેને સંસાર પ્રકૃતિ કહે છે. પણ આ પ્રકૃતિ પલટી અને સમ્યક્ પ્રકૃતિ થાય તો તે સુશીલ છે, તેને મોક્ષસન્મુખ પ્રકૃતિ કહે છે. જયારે સંસાર પ્રકૃતિ પલટી સંસાર દેહથી વૈરાગ્ય પામી સમ્યગ્દર્શન પરિણામ થાય પછી બધી પ્રકૃતિ મોક્ષની સન્મુખ થાય, તે સુશીલ છે, જેને સંસારનો અંત આવે છે ત્યારે તેને આ પ્રકૃતિ હોય છે અને આ પ્રકૃતિ ન હોય ત્યાં સુધી સંસાર ભ્રમણ જ છે, એમ જાણવું. ૨૪૩ વિષવેદનાહત જીવ એક જ વાર પામે મરણને, પણ વિષયવિષહત જીવ તો સંસારકાંતારે ભમે. ૨૨. સંસારકાંતારે=સંસારરૂપી મોટા ભયંકર વનમાં ગાથા—૨ ૨. ઝેરથી તો જીવ્ર એક જન્મમાંજ મરણ પામે છે પરંતુ વિષયરૂપ વિષથી જીવ મોટેભાગે વારંવાર સંસારરૂપી વનમાં ભ્રમણ કરે છે. પુણ્યની અને રાગની રુચિ પણ વિષય બુધ્ધિ છે. સર્પના વિષથી પણ વિષયોનું વિષ વધુ પ્રબળ છે. વિષયોની આસક્તિથી એવો કર્મબંધ થાય છે કે તેનાથી ઘણા જન્મ મરણ કરવા પડે છે. ૨૪૪ જોશીલ વિણ બસ જ્ઞાનથી કહી હોય શુદ્ધિ જ્ઞાનીએ, દશપૂર્વધરનો ભાવ કેમ થયો નહીં નિર્મળ અરે? ૩૧. ગાથા—૩૧ જો શીલ વગરજ ફક્ત જ્ઞાનથીજ વિશુદ્ધ ભાવ પંડિતોએ કહ્યો હોય તો દશપૂર્વનો જાણવાવાળાના ભાવ નિર્મળ કેમ ન થયા? તેથી એમ જાણવું કે ભાવ નિર્મળ શીલથી જ થાય છે. અને મિથ્યાત્વ કષાય આદિનું દૂર થવું તે જ શીલ છે. શીલ વગર ફક્ત જ્ઞાનથી જ મોક્ષની સિધ્ધિ થતી નથી. શીલના વગર મુનિ પણ થઇ જાય તો ભ્રષ્ટ થઇ જાય છે. તેથી શીલને મુખ્ય જાણવું Jain Educationa International ૧૬૩ . For Personal and Private Use Only. Page #174 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગે રહસ્ય સન્મુખ; મૂ. ભવદુ:ખ મૂ. ૧ મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિન સિદ્ધાંત; મૂ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઇ પામે મુમુક્ષુ વાત. મૂ. ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા હૈ, એક પણે અને અવિરુદ્ધ; મૂ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂ. ૩ મૂ. અવિનાશ; મૂ. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂ. ૬ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકીત. મૂ. ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ; મૂ. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અલિંગ. મૂ. ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ; તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂ.૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂ. ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂ. ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ; મૂ. સ્વરૂપ મૂ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only. મૂ ४ મૂ. પરમાર્થ; આત્માર્થ, મૂ. ૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ “જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી અષા બોધાઈ જવાય. જૈને પ્રવર્તકોએ મને કંઈ ભૂરથી દક્ષિણા આપી નથી. તેમ એ મારા કંઇ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું પ્રિય ભવ્યો, જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.” શ્રીમદ્ રાજચંદ્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ તત્વ બોધ. एयग्गदो समणो एयग्गं णिच्छिदस्स अत्थेसु / णिच्छिती आगमदो आगमचेठ्ठा तदो जेठा // 232 // અર્થ :-શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોનો) નિશ્ચય આગમ દ્વારા થાય છે; તેથી આગમમાં વ્યાપાર મુખ્ય છે. તાત્પર્ય એ છે કે આગમનો અભ્યાસ આવશ્યક, અનિવાર્ય અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. ...પ્રવચનસાર ગાથા ર 32. जदि सक्कदि कादु जे पडिकमणादिं करेज्ज झाणमयं / सत्तिाविहीणो जा जइ सद्यहणं चेव कायव्वं // 154 // અર્થ :-આહો જો કરી શકાય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કર; જો તું શક્તિવિહીન હોય તો ત્યાં સુધી શ્રધ્ધાન જ કર્તવ્ય છે. ...નિયમસાર ગાથા 154. तवरहियं जं णाण णाणविजुत्ताो तवो वि अकयत्थो / तम्हा णाणतवेणं संजुतो लहइ णिव्वाणं / / 59 // અર્થ :-તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ (અસફળ) છે, તે કારણે જીવ જો જ્ઞાન તપસંયુક્ત હોય તો શિવપદને લહે. ..મોક્ષપાહુડ ગાંથા પ૯. DIGITY& GTO) છે. ઉપરાંe, brary.org