________________
૧૨૭ અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે “જીવ' છે.
૧૨૮ જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે.
૧૨૯ ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઈન્દ્રિયો અને ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.
૧૩) સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઈ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઈનો અનાદિ અનંત છે. એમ ભગવાન સર્વશે કહ્યું છે.
૧૩૧ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે.
૧૩ર જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરિણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુદ્ગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે.
૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬
૧૩૭ તૃષાતુરને, સુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુ:ખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ અનુકંપા'.
૧૩૮ ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે.
૧૩૯ ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇનિદ્રયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુ:ખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ પાપ-આસ્ત્રવ’ કરે છે.
૧૪૦ ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા ઈન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્રધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ “ભાવ પાપ-આસ્ત્રવ' છે.
૧૪૧ ઈન્દ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસ્રવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું.
૧૪૨ જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુ:ખને વિષે સમાનદ્દષ્ટિના ધણી નિગ્રન્થ મહાત્માને શુભાશુભ આસ્રવ નથી.
६४
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org