________________
આચાર્યદેવ તો એટલે સુધી ૧૭૦મી ગાથમાં કહે છે કે:
“સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિવણ છે,
સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે.” અર્થ:- સંયમ તપ સંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે.
અંતમાં આચાર્યદેવ ઉપદેશ આપે છે, આદેશ દે છે. સલાહ આપે છે અને પ્રેરણા આપતાં ૧૭૨મી ગાથામાં કહે છે કે:
તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.” અર્થ :તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિચિત પણ રાગ ન કરો; રાગ ન કરવાથી ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે.
તેજ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે અધિક વિસ્તાર કરવાથી શું લાભ છે ? તે વીતરાગતા જયવંત વત, જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી આ શાસ્ત્રનું મૂળ તાત્પર્ય છે.
આ જ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યો વ્યવહારભાસી અને નિશ્ચયભાસીનું જે માર્મિક ચિત્રણ રજુ કર્યું છે તથા જેના આધારે જ પંડિતપ્રવર ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં તેના સ્વરૂપ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે. તે આજ મુમુક્ષુ સમાજનો અત્યંત અધિક પ્રિય વિષય છે અને અનેક વાર મૂળ પાઠમાંથી વાંચવા યોગ્ય છે.
છેવટે પરમ આધ્યાત્મિક સંત અમૃતચંદ્ર આચાર્યના અકર્તૃત્વ સૂચક સમયવ્યાખ્યા” ના છંદ ૮ માં કહ્યું છે કે,
પોતાની શક્તિથી જેમણે વસ્તુ સ્વરૂપનું તત્ત્વ બરાબર કહ્યું છે, તેમ તે શબ્દોએ આ સમયવ્યાખ્યા નામની ટીકા બનાવી છે, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર આચાર્યનું આમાં કિંચિત્ માત્ર પણ કાર્ય (કર્તવ્ય) નથી.”
આચાર્ય કુંદકુંદનું અનુસરણ સમસ્ત ઉત્તરકાલીન આચાર્ય પરંપરાએ કર્યું. પંચાસ્તિકાયને આધાર બનાવી લખાયેલા પરવર્તી સાહિત્યમાં આચાર્ય નેમિચંદ્ર સિધ્ધાન્ત ચક્રવતીએ લખેલ દ્વવ્યસંગ્રહ સૌથી વધુ પ્રચલિત ગ્રંથ છે. દ્રવ્ય સંગ્રહનું આધક ચિલિત હોવાનું કારણ પણ પાસ્તિકાયસંગ્રહની સંપૂર્ણ વિષયવસ્તુને તેજ રૂપમાં અતિ સંક્ષેપમાં પ્રસ્તુત કરવામાં સમાઈ જાય છે.
વિધ્ય ગ્રહમાં પણ પંચાસ્તિકાય સંગ્રહ પ્રમાણે જ અધિકારોનું વિભાજન કર્યું છે. અધિકારોનાં નામ પણ તેવાજ છે. બન્નેના નામના આગળ અંગ્રહ’ શબ્દનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org