________________
આચાર્ય જયસેને જ્ઞાન અધિકારને “સર્વજ્ઞસિધ્ધિ-અધિકાર' નામ આપ્યું છે. તેથી જ પ્રતીત થાય છે કે જ્ઞાન અધિકારમાં સર્વજ્ઞતાના સ્વરૂપ ઉપર જ વિસ્તારથી વિચાર કર્યો છે. ૩ર ગાથાઓમાં ફેલાએલા આ અધિકારમાં પ્રસ્તુત સર્વજ્ઞતાનું નિરૂપણ પોતાની રીતે અનુપમ છે, અદ્વિતીય છે, તેનો મૂળ પાઠ વાંચવા યોગ્ય છે.
અનુત્પન્ન (ભાવિ) અને વિનષ્ટ (ભૂતકાલીન) પર્યાયોને જાણવાની સંભાવનાને ઈન્કાર કરનારાઓએ આચાર્ય કુન્દકુન્દના પ્રવચનસારની ૩૯મી ગાથાના નીચેના કથન ઉપર ધ્યાન આપવું જોઈએ:- (ગુજરાતી પદ્યાનુવાદ).
“જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા
નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય” કોણ કહે ભલા?” જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને દિવ્ય' કોણ કહે?
પ૩ થી ૬૮ ગાથા સુધીના સુખ અધિકારમાં કહ્યું છે કે જેવી રીતે ઈન્દ્રિયજ્ઞાન હેય અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે, તેવી રીતે ઈન્દ્રિયસુખ હેય અને અતીન્દ્રિયસુખ ઉપાદેય છે, કારણકે અતીન્દ્રિયસુખ જ પરમાર્થિક સુખ છે. ઈન્દ્રિયસુખ તો સુખાભાસ છે, નામ માત્રનું સુખ છે.
ઈન્દ્ર આદિ પણ સુખી નથી. જો તેઓ સુખી હોત તો પંચેન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરતા નહીં. જેને વિષયોમાં રતિ છે તેને દુ:ખી જ જાણો.
આ અધિકારમાં શુદ્ધોપયોગથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખને ઉપાદેય અને ઈન્દ્રિયસુખને હેય બતાવ્યું છે.
ત્યાર પછી ઈન્દ્રિયસુખના કારણરૂપમાં શુભ પરિણામ અધિકાર આવે છે, કારણકે અતીન્દ્રિયસુખના કારણભૂત શુદ્ધોપયોગનું વર્ણન તો પહેલાં જ કરી દીધું છે. આ અધિકાર ૬૯ ગાથા થી ૯રમી ગાથા સુધી છે.
આ અધિકારમાં જોર આપીને બતાવ્યું છે કે પાપભાવોથી પ્રાપ્ત થનારી પ્રતિકૂળતાઓમાં તો દુ:ખ જ છે, પણ પુણ્યભાવો શુભપરિણામોથી પ્રાપ્ત થનારી લૌકિક અનુકૂળતાઓ અને ભોગસામગ્રી નો ઉપભોગ પણ દુ:ખ જ છે. શુભપરિણામો થી પ્રાપ્ત થનારા લૌકિક સુખનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્યદિવ પ્રવચનસાર ગાથા ૭૬ માં લખે છે:
૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org