________________
“પરયુક્ત, બાધાસહિત, ખડિત, બધકારણ, વિષમ છે; જે ઈન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુ:ખ જ ખરે.”
અર્થ:- જે ઈન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના ઉપર આધાર રાખનાર હોઇ અને પરના સંબધવાળું હોઇ પરાધીન છે બાધાસહિત છે, વિચ્છિન્ન છે, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુ:ખ જ છે.
વળી પ્રવચનસાર ગાથા ૭૭માં આચાર્યદેવ તો એટલે સુધી કહે છે કે:
“નહી માનતો - એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે છે.”
અર્થ:- એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી, અર્થાત્ તેમના ફળના ઉપભોગમાં સમાનતા સમજતો નથી, તેમને સમાનરૂપથી હેય માનતો નથી, તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
મોહની સેનાને જીતવાનો ઉપાય બતાવનારી બહુચર્ચિત ૮૦મો ગાથા પણ આજ અધિકારમાં આવે છે, તે નીચે પ્રસ્તુત છે:
“જે જાણતો અર્હતને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.”
અર્થ:- જે અરિહંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે.
ત્યાર બાદ મોહ-રાગ-દ્વેષનું સ્વરૂપ સ્પષ્ટ કરીને તેના નાશનો ઉપાય બતાવ્યો છે, અને તેનો નાશ કરવાની પાવન પ્રેરણા આપી છે.
સન્માર્ગદર્શક પુરૂષાર્થપ્રેરક જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન મહાધિકારની ટીકા લખતાં આચાર્ય અમૃતચંદ્રનો આત્મોન્મુખી પુરૂષાર્થ અનેક સ્થળે અતિ તીવ્રતાથી બહાર તરી`આવે છે. તેમની ટીકાની અમુક પંક્તિઓ આ પ્રમાણે છે:
“તેથી મેં મોહરૂપી સેનાને જીતવાની કમર કસી છે.”
“જો એમ છે તો મેં મોહરૂપી સેનાને જીતવાનો ઉપાય પ્રાપ્ત કરી લીધો છે.” “જેના પ્રસાદથી મારો આત્મા સ્વયં ધર્મ થઇ ગયો છે, ધર્મમય થઇ ગયો છે, તે પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધોપયોગ સદા જયવંત વર્તે.”
જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન મહાધિકારમાં અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો એક માત્ર હેતુ શુદ્ધોપયોગ અને તેનાથી ઉત્પન્ન અતીન્દ્રિયજ્ઞાન (સર્વજ્ઞતા) અને અતીન્દ્રિય આનંદનો તથા સાંસારિક સુખ તથા તેના કારણરૂપ
Jain Educationa International
૩૪
For Personal and Private Use Only
www.jainelibrary.org