________________
૬૫
જે પર્યાયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનષ્ટ જે, તે સૌ અસદ્ભૂત પર્યાયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮.
ગાથા ૩૮:- જે પર્ણયો ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે ર્યાયો ખરેખર ઉત્પન્ન થઇને નાશ પામી ગયા છે, તે અવિધમાન પર્યાયો જ્ઞાન પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાનનો એવો સ્વભાવ જ છે કે તેમાં ભૂતકાળની વિલય પામેલી અને ભવિષ્યકાળની (અનુત્પન્ન) હજુ ઉત્પન્ન થઇ નથી તેવી પર્યાયો અવિધમાન હોવા છતાં જ્ઞાનમાં સ્પષ્ટ ઝલકે છે.
૬૬
જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા
નવ હોય જો, તો જ્ઞાનને એ દિવ્ય” કોણ કહે ભલા? ૩૯. ગાથા ૩૯:- જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાનને (કેવળજ્ઞાનને) પ્રત્યક્ષ ન હોય, તો તે જ્ઞાનને દિવ્ય કોણ પ્રરૂપે? અનંત મહિમાવંત કેવળજ્ઞાનની દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને (અતીત ને અનાગત પર્યાયોને પણ) સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે.
૬૭
જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને,
પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અહીંદ્રિય જ્ઞાન તે. ૪૧.
ગાથા ૪૧:- જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તને અને અમૂર્તને તથા અનુત્પન્ન તેમજ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતિન્દ્રિય કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયજ્ઞાન સપ્રદેશને જ જાણે છે કારણકે સ્કૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી); મૂર્તને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણક અમૂર્તિક વિષય સાથે ઈન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી); વર્તમાનને જ જાણે છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું. પરંતુ જે અનાવરણ અતીન્દ્રિય જ્ઞાન છે તેને તો અપ્રદેશ, સપ્રદેશ, મૂર્તન અમૂર્ત (પદાર્થમાત્ર) તથા અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાયમાત્ર (શેયપણાને નહિ અતિક્રમતા હોવાથી) જ્ઞેય જ છે.
Jain Educationa International
૧૦૯
For Personal and Private Use Only
www.jainelibrary.org