________________
આચાર્ય કુન્દ કુન્દ
જૈન અધ્યાત્મના પ્રતિષ્ઠાપક આચાર્ય કુન્દકુન્દનું સ્થાન દિગંબર જૈન આચાર્ય પરંપરામાં સવોપરિ છે. મંગળાચરણ સ્વરૂપ છંદમાં પણ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરની સાથે સમગ્ર આચાર્ય પરંપરામાં એક માત્ર કુન્દ કુન્દ આચાર્યના જ નામનો ઉલ્લેખપૂર્વક સ્મરણ કરવામાં આવે છે, બાકી બધાનો “આદિ” શબ્દમાં જ સમાવેશ કરી લેવામાં આવે છે. જેમ હાથીના પગલામાં બધાં પગલાંઓ સમાઈ જાય છે તેમ કુન્દ કુન્દ આચાર્યમાં સમગ્ર આચાર્ય પરંપારા સમાઈ જાય છે.
દિગંબર પરંપરાના પ્રવચનકારો દ્વારા પ્રવચનના આરંભમાં મંગળાચરણ સ્વરૂપ બોલાતો છંદ આ પ્રમાણે છે
“મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ ગણી,
મંગલ કુકુન્દાદ્યો, જૈનધર્મોસ્તુ મંગલ” દિગંબર પરંપરામાં આપનું સ્થાન અજોડ છે. આપની મહિમા દર્શાવતા શિલાલેખો પણ ઉપલબ્ધ છે. ચન્દ્રગિરિ અને વિધ્યગિરિ પર્વતો ઉપર તે શિલાલેખો મળી આવ્યા છે. વિંધ્યગિરિ શિલાલેખમાં લખાણ છે કે પૃથ્વીથી આપ ચાર આગળ અધ્ધર ગમન કરતા હતા.
દિંગબર જૈન સમાજ કુન્દ કુન્દ આચાર્યદેવના નામ તથા કાર્યથી, મહિમાથી જેટલો પરિચિત છે, તેમના જીવનથી તેટલોજ અપરિચિત છે. લોક સંગ અને પ્રશંસાથી દૂર રહેનારા જૈન આચાયોંની આ એક વિશેષતા રહી છે કે મહાનથી મહાન ઐતિહાસિક કાર્ય કર્યા પછી પણ પોતાના વ્યક્તિગત જીવનના સંબંધમાં ક્યાંય કોઈ ઉલ્લેખ કરતા નથી. આચાર્ય કુન્દ કુન્દ પણ તેમાં અપવાદ નહોતા. તેમણે પોતાના વિશે ક્યાંય કંઈ પણ લખ્યું નથી. દ્વાદશાનુપ્રેક્ષા'ની ૯૦મી ગાથામાં માત્ર તેમના નામનો ઉલ્લેખ છે. તેમ બોધ પાહુડની ૬૧ અને ૬ર મી ગાથામાં પોતાને, બાર અંગના જ્ઞાતા તથા ચૌદ પૂર્વના વિપુલ પ્રસાર કરનાર શ્રુતકેવલી ભદ્રબાહુના શિષ્ય બતાવ્યા છે.
તેથી તેમના જીવનના સંબંધમાં જાણકારી મેળવવા બાહ્ય પુરાવાઓ ઉપર જ આધાર રાખવો પડે છે. વળી બાહ્ય પુરાવા અને દસ્તાવેજોમાં પણ તેમના જીવન સંબંધી વિશેષ સામગ્રી મળતી નથી. બાહ્ય પુરાતનતત્વોમાં મળી આવતા ઐતિહાસિક લેખો, પ્રશસ્તિ પત્રો, મૂર્તિલેખો, પરંપરાગત જનશ્રુતિ અને અન્ય લેખકોના ઉલ્લેખોના આધાર પર જે કાંઈ માહિતી ઉપલબ્ધ છે તેનો સારાંશ નીચે મુજબ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org