________________
ભેદવિજ્ઞાન છે. જીવ અજીવ અધિકારમાં પરથી એકત્વ-મમત્વ અને કર્તા-કર્મ અધિકારમાં પરના કર્તુત્વ-ભોક્નત્વનો નિષેધ કરીને ભેદવિજ્ઞાન કરાવ્યું છે.
આમ બન્ને અધિકાર ભેદવિજ્ઞાનના માટે સમર્પિત છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો અને રાગાદિ ભાવકને પુણ્ય-પાપના રૂપમાં પણ વિભાજીત કરી શકાય છે. શુભભાવ અને શુભકર્મોને પુણ્ય અને અશુભભાવ અને અશુભકર્મોને પાપ કહેવાય છે. શુભ અશુભરૂપ પુણ્ય અને પાપ બન્ને કર્મ છે, કર્મ બંધના કારણ છે, આત્માને બંધનમાં બાંધનારા છે. તેમ છતાં અજ્ઞાનીજીવ પુણ્યને સારું અને પાપને બૂરૂં માને છે. અજ્ઞાનમય આ માન્યતાનો નિષેધ કરવા માટે આચાર્ય કુન્દકુન્દ પુણ્ય-પાપ અધિકારની રચના કરી. તે અધિકારના આરંભમાં જ ગાથા ૧૪૫ થી ૧૪૭માં લખે છે કે
“છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?”
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને.” “તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો.” આ સંદર્ભમાં નીચેની પ્રવચનસાર ગાથા ૯, ૧૫૬, ૧૫૯ જાઓ.
“શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુધ્ધ પ્રણમતાં શુધ્ધ, પરિણામસ્વભાવી હોઈને.” “ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં, ને પાપસંચય અશુભથી, જયાં ઉભય નહિ, સંચય નહીં.” “મધ્યસ્થ પરદ્રવ્ય થતો, અશુભોપયોગ રહિતને
શુભમાં આયુક્ત, હું ધ્યાઉ છું નિજ આત્મને જ્ઞાનાત્મને” વળી પંચાસ્તિકાયની ગાથા ૧૬૬માં કહ્યું છે કે
જિન-સિધ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે.” અજ્ઞાની જીવોને સંબોધિત કરતાં આચાર્ય કહે છે કે તમે એમ માનો છો કે શુભકર્મ સુશીલ છે અને અશુભકર્મ કુશીલ છે, પણ એ શુભાશુભ કર્મ સંસારમાં રખડાવે તો તેમાંથી કોઈ પણ કર્મ સુશીલ કેવી રીતે હોઈ શકે ?
જેમ લોખંડની બેડી પુરૂષને બાંધે છે તેમ સોનાની બેડી પણ બાંધે છે. તેવી રીતે જેમ અશુભ (પાપ) કર્મ જીવને બાંધે છે તેમ જ શુભ (પુણ્ય) કર્મ પણ જીવને બાંધે છે. બંધનમાં બાંધવાની અપેક્ષાએ પુણ્ય-પાપ બન્ને કર્મ એક સમાન જ છે.
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org