________________
આત્માનો ધર્મ છે. આ ધર્મથી આત્માના આગામી ભાવિ કર્મોનો આસવ બંધ થઈ સર થાય છે અને પૂર્વે બાંધેલાં કમોની નિર્જરા થાય છે. શુભ પરિણામથી મોહ ભાવની એક અંશે હાનિ થાય છે તેથી શુભ પરિણામને પણ ઉપચારથી ધર્મ કહ્યો છે. અને જે ફક્ત શુભ પરિણામમાં જ ધર્મ માનીને સંતોષ પામે છે તેમને ધર્મની પ્રાપ્તિ થતી નથી, એમ જિનમતનો ઉપદેશ છે.
૨૦૮ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે ભવતરણકારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫
૧. ભવતરણકારણ=સંસારને તેરી જવાના કારણભૂત. ગાથા ૮૫૮ જો આત્મા મોહ, રાગાદિ સમસ્ત દોષોથ રહિત જેવો આત્મામાં જ મગ્ન થઈ જાય તો તેને ધર્મ કહે છે અને તેવા ધર્મને જિનેશ્વરદેવે સંસાર સમુદ્રને તરવાનું કારણ કહ્યું છે.
૨૦૯ પણ આત્મને ઈચ્છયા વિના પુણ્યો અશેષ કરે ભલે
તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬. ગાથા-૮૬ : જે જીવ પોતાના આત્માનું દષ્ટિ, ભવું કરતો નથી, આત્માનું સ્વરૂપ જાણતો નથી, આત્મિક કર્મ અંગીકાર, ધારણ કરતો નથી, પણ સર્વ પ્રકારનાં સમસ્ત પય કરે છે, તો પણ તે મોક્ષને પ્રાપ્ત કરતો નથી. કદાચિત સ્વગદિનના ભોગો મેળવે પણ તે ભોગોમાં આસક્ત થઈ, ત્યાંથી ચ્યવી એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થઈ સંસારમાં જ ભ્રમણ કરે છે. તેથી આત્માના સન્મુખ થઈ આત્માનો અનુભવ કરવાનું કાર્ય સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક કરવું જોઇએ અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવ્યજીવોને આજ ઉપદેશ છે.
ર ૧૦ ભાવે ન જયાં લગી તત્ત્વ, જયાં લગી ચિતનીય ન ચિંતવે,
જીવ ત્યાં લગી પામે નહીં જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫ ગાથા ૧૧૫: જીવ અજીવ તત્ત્વનું ભેદજ્ઞાન કરી આત્મસ્વરૂપનું ચિંતન કર. અનાદિનિધન આત્મા ધર્મ, અર્થ, કામનો હરવાવાળો છે; આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનનો વિષય અને ધ્યેય છે; પોતાનો શુધ્ધ દર્શનજ્ઞાનમયી ચેતનાભાવ અને તેવું જ અરહંત સિધ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ છે, તેવું ચિંતન જ્યાં સુધી આત્મામાં ન થાય ત્યાં સુધી સંસારથી નિવૃત્તિ થતી નથી. તેથી તત્ત્વની ભાવના અને શુધ્ધ સ્વરૂપના ધ્યાનનો ઉપાય નિરંતર રાખવો તેવો ઉપદેશ છે.
૬ ૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org