________________
હજાર વર્ષમાં ઉત્તરોત્તર હદબહાર શિથિલાચાર વધ્યો છે. છતાં આજે જે કાંઈ મર્યાદા દેખાય છે તેમાં અષ્ટપાહુડનું સર્વાધિક યોગદાન છે.
આષ્ટપાહુડ એક એવો અંકુશ છે કે જે શિથિલાચાર રૂપી મદોન્મત હાથીને ઘણો બધો કાબુમાં રાખે છે, સર્વ વિનાશ થવા દેતો નથી. જો અષ્ટપાહુડ ન હોત તો આજે આપણે કયાં પહોંચી ગયા હોત તેની કલ્પના કરવી પણ કષ્ટકારક લાગેછે.
તેથી એમ કહેતાં જરા પણ સંકોચ ન થાય કે અષ્ટપાહુડની ઉપયોગિતા નિરતર રહી છે અને પંચમ કાળમાં છેવટ સુધી રહેશે. વીતરાગી જિનધર્મની નિર્મળ ધારાના અવિરલ પ્રવાહના અભિલાષી આત્માર્થી જીવોએ સ્વયં તો આ કૃતિનો ઉડાણથી અધ્યયન કરવું જ જોઈએ, પણ તેનો યોગ્ય પ્રચાર પણ કરવો જોઈએ, જેથી સામાન્ય જનતા પણ શિથિલાચારના વિરૂધ્ધ સાવધાન બની શકે. આમાં પ્રતિપાદિત વિષય-વસ્તુ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે.
૧) દર્શન પાહુડ
છત્રીસ ગાથાઓમાં ગુંથાએલ આ પાહુડમાં આરંભથી જ સમ્યગ્દર્શનની મહિમા બતાવતાં આચાર્યદેવ લખે છે કે જિનવરદેવે કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, તેથી જે જીવ સમ્યગ્દર્શનથી રહિત છે તે વંદનીય નથી. ભલે તે અનેક શાસ્ત્રોનો અભ્યાસી હોય, ઊગ્ર તપ કરતો હોય, કરોડો વર્ષ સુધી તપ કરતા રહે, પણ જો સમ્યગ્દર્શનથી રહિત છે તેને આત્મા ઉપલબ્ધ થતો નથી, નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, આરાધનાથી રહિત હોવાને કારણે તે સંસારમાં જ ભટકતો રહે છે, પરંતુ જેના હૃદયમાં સમ્યકત્વરૂપી જળનો પ્રવાહ નિરંતર વહેતો હોય તેને કર્મરૂપી રજનાં આવરણ લાગતાં નથી, તેમના પૂર્વબધ્ધ કર્મોનો પણ નાશ થઈ જાય છે.
જે જીવ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેથી ભ્રષ્ટ છે, તે તો ભ્રષ્ટોથી પણ ભ્રષ્ટ છે, તે સ્વયં તો નાશને પ્રાપ્ત થાય જ છે પણ પોતાના અનુયાયિઓને પણ નષ્ટ કરે છે. આવા લોકો પોતાના દોષોને છૂપાવવા માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે.
જેમ મૂળનો નાશ થવાથી તેનો પરિવાર - અંધ, શાખા, પત્ર, પુષ્પ, ફળવિગેરેની વૃધ્ધિ થતી નથી, તે પ્રમાણે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ આદિની વૃધ્ધિ થતી નથી. તેથી જ જિનેન્દ્રભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે.
જે જીવ પોતે તો સમ્યકદર્શનથી ભ્રષ્ટ છે, પણ પોતાને સંયમી માનીને સમ્યગ્દષ્ટિઓથી પોતાના પગ પૂજાય તેવી ઈચ્છા કરે છે, તેઓ લૂલા અને ગૂંગા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org