________________
- ' ૪૯
પણ રાગ-દ્વેષ-કષાયકર્મ નિમિત્ત થાયે ભાવ જે,
તે-રપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. ગાથા ૨૮૧:- રાગ, દ્વેષ અને કષાયકમોં હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતા) જે ભાવો થાય છે તે-રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. જુઓ પ્રવચનસાર ગાથા-૧૭૫, ૧૮૦, ૧૮૩, ૧૮૪, ૧૮૮, ૧૯૧, પંચાસ્તિકાય સંગ્રહ ગાથ-૧૪૯ નિયમસાર ગાથા-૧૭૨, ૧૭૪, ૧૭૫)
૫૦ જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે;
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જાદા પડી જાય છે. ૨૯૪. ગાથા ૨૯૪:- જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી (પોતપોતનાં નિશ્ચિત લક્ષણોથી) છેદાય છે; પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતાં તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
૫૧ એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જામ જાદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬. ગાથા ૨૯૬:- (શિષ્ય પૂછે છે કે-) (શુદ્ધ) આત્મા કઈ રીતે ગ્રહણ કરાય? (આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે-) પ્રજ્ઞા (બુદ્ધિ) વડે તે (શુદ્ધ) આત્મા ગ્રહણ કરાય છે. જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો, તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
પર પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૭. ગાથા ૨૯૭:- પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો (જાણ નારો) છે તે નિશ્ચયથી હું છું બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
૫૩ પણ જીવ પ્રકૃતિના નિમત્તે ઊપજે વિણસે અરે! ને પ્રકૃતિ પણ જીવના નિમિત્ત ઊપજે વિણસે; ૩૧ર.
અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તણો બને –આત્મા અને પ્રકૃતિ તણો, સંસાર તેથી થાય છે. ૩૧૩.
૧૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org