________________
ગાથા ૯૦:- માટે (સ્વ-પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) જો આત્મા પોતાને નિમોહપણું ઈચ્છતો હોય તો જિનમાર્ગ દ્વારા ગુણો વડે દ્રવ્યોમાં સ્વ અને પરને જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રવ્યોમાંથી આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરો).
૮૦ છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. ગાથા ૯૩:- પદાર્થ દ્રવ્યસ્વરૂપ છેદ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યાં છે. અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયમૂઢ જીવો પરસમય (અર્થાત્ મિથ્યાષ્ટિ) છે.
૮૧ છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પયર્ય સહિત જે દ્રવ્ય ભાખ્યું તેહને. ૯૫. ગાથા ૯૫:- સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-શેવ્ય સંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને દ્રવ્ય' કહે છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા. ૯, ૧૦).
૮ર
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬. ગાથા ૯૬:- સર્વ કાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે. (જાઓ પંચાસ્તિકાય સંગ્રહ ગાથા ૧૧.).
૮૩ દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સ” સૌ દ્રવ્ય છે,
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯. ગાથા ૯૯:- સ્વભાવમાં અવસ્થિત (ટકેલું હોવાથી) દ્રવ્ય “સ” છે; દ્રવ્યનો જે ઉત્પાદવ્યયધ્રોવ્ય સહિત પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે.
૧૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org