________________
૮૪ ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં;
ઉત્પાદ તેમ જ ભંગ, ઘૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહી. ૧00. ગાથા ૧૦૦:- ઉત્પાદ ભંગ (વ્યય) વિનાનો હોતો નથી અને ભંગ (વ્યય) ઉત્પાદ વિનાનો હોતો નથી; ઉત્પાદ તેમ જ ભંગ (વ્યય) ધ્રૌવ્ય પદાર્થ વિના હોતા નથી. ૧. અવસ્થિત=રહેલું ટકેલું ૨. ભંગ વ્યય; નાશ.
૮૫ ઉત્પાદ તેમ જ ઘૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. ગાથા ૧૦૧:- ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુય દ્રવ્ય છે.
८६ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંશિત અર્થ સહ સમવેત છે એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. ગાથા ૧૦૨:- દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો (પદાથો) સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ત્રણઘે સમુદાય ખરેખર દ્રવ્ય છે. ૧. અર્થા=પદાર્થો. (પર્યાય પણ અર્થ છે.). ૨. સમવેત=સમવાયવાળું તાદાભ્યપૂર્વક જોડાયેલું એકમેક. ૩. ત્રિક==ણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને લવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.)
ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહી. ૧૦૩. ગાથા ૧૦૩ :- દ્રવ્યનો અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી, ઉત્પન્ન પણ નથી (-ધ્રુવ છે).
૮૮
અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે, તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪.
૧૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org