________________
ગાથા ૧૦૪: - સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણામે છે (અર્થાત દ્રવ્ય પોતે જ એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાયે પરિણામે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ-અભિન-એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાયો દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.
૮૯ પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્લે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦. ગાથા ૧૧૦:- આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ, દ્રવ્ય વિના (દ્રવ્યથી જુદુઈ હોતું નથી, અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); તેથી દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
(૯૦ તેથી સ્વભાવે સ્થિર એવું ન કોઈ છે સંસારમાં;
સંસાર તો સંસરણ કરતા દ્રવ્ય કેરી છે ક્રિયા. ૧૨૦. ગાથા ૧૨૦:- તેથી સંસારમાં સ્વભાવથી અવસ્થિત એવું કોઈ નથી (અર્થાત સંસારમાં કોઈનો સ્વભાવ કેવળ એકરૂપ રહેવાનો નથી); સંસાર તો સંસરણ (પલટાયા) કરતા દ્રવ્યની ક્રિયા છે. ૧
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિજયે જયાં લગી છોડે નહી. ૧૫૦ ગાથા ૧૫૦:- જયાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે.
કરી ઈદ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને-ઉપયોગને,
તે કર્મથી રજિત નહિ; કયમ પ્રાણ તેને અનુસરે ? ૧૫૧ ગાથા ૧૫૧ - જે ઈદ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કમ વડે રજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)
૯૩
છે ચેતનાગુણ, ગંધ-રૂપ-રસ-શબ્દ-વ્યક્તિ ન જીવને, વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને. ૧૭૨.
૧૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org