________________
સંવરરૂપ ધર્મની ઉત્પત્તિનું મૂળકારણ ભેદવજ્ઞાન છે. તેટલા માટે આ ગ્રંથરાજમાં આરંભથી જ પર અને વિકારોથી ભેદવજ્ઞાન કરાવ્યું છે.
ભેદવિજ્ઞાનની ભાવના નિરંતર ભાવવાની પ્રેરણા આપતાં આચાર્ય અમૃતચંદ્ર આત્મખ્યાતિ કળશ ૧૨૯ થી ૧૩૧ માં લખે છે કે,
સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ સર્વથા ઉપાદેય છે. નિશ્ચયથી જીવના શુધ્ધસ્વરૂપની પ્રાપ્તિ. થવાથી નૂતનકર્મના આગમનરૂપ આસ્ત્રવનો નિરોધલક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે. આમ સંવરની પ્રાપ્તિ શુધ્ધાત્માના અનુભવથી થાય છે અને શુધ્ધાત્માની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી થાય છે. તેથી આ ભેદિવજ્ઞાન અત્યંત ભાવવા યોગ્ય છે. નિરંતર શુધ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. અને ભેદવિજ્ઞાન ત્યાં સુધી સતત્ ભાવતા રહેવું જોઇએ કે જયાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટી જ્ઞાનમાં જ સ્થિર ન થઇ જાય, કારણેક આજ સુધી જેટલા પણ સ્થિર થયા છે, તે બધા ભેદવજ્ઞાનથી જ થયા છે, અને જેટલા પણ જીવ કર્મબંધથી બંધાયા છે તે બધા ભેદવજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. મોક્ષનો માર્ગ શુધ્ધસ્વરૂપનો અનુભવ તેજ અનાદિ સિધ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે, અન્ય કોઇ માર્ગ નથી.
ભેદવિજ્ઞાનની મહિમા અને ફળ બનાવતાં કવિવર પંડિત બનારસીદાસજી નાટકસમયસારના સંવરદ્વાર છંદ ૧૧માં લખે છે કે,
“પ્રગટ ભેદ વિજ્ઞાન, આપગુણ પરગુણ જાણે, પર પરતિ પરિત્યાગે, શુધ્ધ અનુભવ સ્થિતિ આણે. કરી અનુભવ અભ્યાસ, સહજ સંવર પ્રકાશે, આસ્ત્રવદ્વાર નિરોધિ, કાર્યધન-તિમિર વિનાશે. ક્ષય કરી વિભાવ સમભાવ ભજી, નિર્વિકલ્પ નિજ પદ લે, નિર્મળ વિશુદ્ધ શાશ્વત સ્થિર, પરમ અદ્રિય સુખ લે.”
અર્થ: ભેદવજ્ઞાન આત્માના અને પરદ્રવ્યનોના ગુણોને સ્પષ્ટ જાણે છે, પરદ્રવ્યોમાંથી પોતાપણું છોડીને શુધ્ધ અનુભવમાં સ્થિર થાય છે અને તેનો અભ્યાસ કરીને સંવરને પ્રગટ કરે છે, આસ્ત્રવદ્વારનો નિગ્રહ કરીને કર્મનિત મહા અંધકાર નષ્ટ કરે છે, રાગ-દ્વેષ આદિ વિભાવ છોડીને સમતાભાવ ગ્રહે છે અને વિકલ્પરહિત પોતાનું પદ પ્રાપ્ત કરે છે તથા નિર્મળ શુધ્ધ, અનંત, અંચળ અને પરમ અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરે છે.
સમ્યગદષ્ટિ જ્ઞાની ધર્માત્માને આસ્ત્રવનો અભાવ નિજ આત્માના ઉગ્ર આશ્રયરૂપ સવર થી થાય છે; તેના બળથી આત્મામાં ઉત્પન્ન થતી શુધ્ધિની થતી
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org