________________
૨૮
વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.
ગાથા ૧૫૩:- વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિવાર્ણને પામતા નથી. નિર્વાણની પ્રાપ્તિ આત્માનુભવિઓને જ થાય છે.
૨૯
વિદ્વજજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬.
ગાથા ૧૫૬:- નિશ્ચયનયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે; પરંતુ પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પડિતોને કર્મક્ષય થતો નથી.)
૩૦
મિથ્યાત્વને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે,
એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.
વળી તેહ જ્ઞાનાવારણઆદિક કર્મનાં કારણ બને,
ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫.
ગાથા ૧૬૪,૧૬૫:- મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ–એ આસવો સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસશ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ— જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આસવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ (નિમિત્ત) થાય છે અને તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ (નિમિત્ત) થાય
છે.
૩૧
સુદ્દષ્ટિને આસ્ત્રવ નિમિત્ત ન બંધ, આસવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વીનબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
ગાથા ૧૬૬:- સમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી, (કારણ કે) આસવનો (ભાવાસ્ત્રવનો) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતો તે, સત્તા રહેલાં પૂર્વે બંધાયેલા કર્મોને જાણે જ છે.
Jain Educationa International
૯૮
For Personal and Private Use Only.
www.jainelibrary.org