________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર તથા છ પદના પત્રના ત્રીજા પદમાં કપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અથક્રિયા સંપન્ન છે. કઈને કંઈ પરિણામ ક્રિયાસહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાપન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે, અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.
૨૫. છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને!
તે કેમ હોયે સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫. ગાથા ૧૪પ- અશુભ કર્મ કુશીલ છે (-ખરાબ છે) અને શુભ કર્મ સુશીલ છે (-સારું છે) એમ તમે જાણો છો! તે સુશીલ કેમ હોય કે જે (જીવન) સંસારમાં પ્રવેશ કરાવે છે?
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. ગાથા ૧૪૭ - માટે એ બન્ને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે (અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે.)
ર ૭ પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧પર. ગાથા ૧૫ર:- પરમાર્થમાં અસ્થિત અર્થાત પોતાના આત્માના અનુભવથી રહિત જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેનાં તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળતા અને બાળવ્રત કહે છે. સમ્યગ્દર્શન તથા સમ્યગ જ્ઞાન વગરના, આત્માનુભવ રહિત કરેલા તપ અને વ્રત નિરર્થક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org