________________
૩૨ નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસવ નથી સુષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યાં, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. ગાથા ૧૭૭, ૧૭૮:- રાગ, દ્વેષ અને મોહ–એ આસવો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્યયો કર્મબંધના કારણે થતા નથી.
(મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યાં છે, અને તેમને પણ (જીવના) રાગદિ ભાવો કારણ છે, તેથી રાગાદિ ભાવોના અભાવમાં કર્મ બંધાતાં નથી. માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.) સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણકે આસવભાવના અભાવમાં પ્રત્યયોને (કર્મના) બંધક કહ્યા નથી. જ્ઞાની શુદ્ધ નયથી ટ્યુત થાય તો તેને કર્મ બંધાય છે.
૩૩ પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઈચ્છા પરિહરી, ૧૮૭.
જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,–નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. ગાથા ૧૮૭, ૧૪૮, ૧૮૯- આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનશાનમાં સ્થિત થયો થકો અને અન્ય(વસ્તુ)ની ઈચ્છાથી વિરમ્યો થકો, જે આત્મા, (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે છે-કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) *ચેતયિતા હોવાથી) એકત્વને જ ચિંતવે છે–ચેતે છે–અનુભવે છે, તે (આત્મા), આત્માને ધ્યાતો, દર્શનશાનમય અને “અનન્યમય થયો થકો અલ્પ કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.
૩૪ ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઈદ્રિયો વડે
જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ગાથા ૧૯૩:- સમ્યગ્દષ્ટિ જીવ જે ઈદ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org