________________
૫ ભાવપ્રાભૂત :૫
રે! ભાવશુદ્ધિનિમિત્ત બાહિર-ગ્રંથ ત્યાગ કરાય છે; છે વિફળ બાહિર-ત્યાગ આંતર-ગ્રંથથી સંયુક્તને. ૩. વિફળ નિષ્ફળ. આંતર-ગ્રંથ અત્યંતર પરિગ્રહ.
ગાથા—૩. બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની શુધ્ધિ માટે કરવામાં આવે છે પણ અભ્યન્તર પરિગ્રહ તો રાગ આદિ છે અને સકળ રાગાદિનો નાશ પામ્યા સિવાય અભ્યન્તર પરિગ્રહનો ત્યાગ સંભવતો નથી. અભ્યન્તર પરિગ્રહના અસ્તિત્ત્વમાં બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે.
૧૯૨
છો કોટિકોટિ ભવો વિષે નિર્વસ્ત્ર લંબિતકર રહી પુષ્કળ કરે તપ, તોય ભાવવિહીનને સિદ્ધિ નહીં. ૪.
બિતકર–નીચે લટકાવેલા હાથવાળા.
ગાથા—૪. વસ્ત્રાદિ ત્યાગ કરી, જન્મજન્માંતરો સુધી કોટિ-કોટિ વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભાવ રહિતને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તાત્પર્ય એ છે કે અંતરંગમાં ભાવોની શુદ્ધિ વગર બાહ્યમાં કેટલીએ તપશ્ચર્યા કરે તો પણ કોઇ લાભ પ્રાપ્ત થતો નથી.
૧૯૩
પરિણામ હોય અશુદ્ધ ને જો બાહ્ય ગ્રંથ પરિત્યજે, તો શું કરે એ બાહ્યનો પરિત્યાગ ભાવવિહીનને ? ૫.
ગાથા—૫. જો બાહ્ય પરિગ્રહને છોડી સાધુ બની જાય, પણ અભ્યન્તર પરિગ્રહ ન છૂટે અને પરિણામ પરિગ્રહરૂપ અશુધ્ધ રહે તો બાહ્ય ત્યાગ કાઈં પણ કલ્યાણરૂપ ફળ આપી શકતો નથી. સમ્યગ્દર્શનાદિ ભાવ વગર કર્મ નિર્જરારૂપ કાર્ય થતું નથી.
૧૯૪
સત્પુરૂષ! કાળ અનાદિથી નિ:સીમ આ સંસારમાં
બહુ વાર ભાવ વિના બહિર્નિઍંધ રૂપ ગ્રહ્યાં-તજયાં. ૭
૧૪૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org