________________
(સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતા) થી કલ્યાણ સ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાપ્તિ કહી છે.”
તાત્પર્યવૃત્તિકાર આચાર્ય જયસેને આ ગ્રંથને ત્રણ મહા અધિકારોમાં વિભક્ત કર્યો છે. આચાર્ય જયસેને વિભાજિત કરેલ પ્રથમ મહાઅધિકાર તો આચાર્ય અમૃતચંદ્ર વિભાજિત કરેલ પ્રથમ શ્રુતસ્કન્ધ પ્રમાણે જ છે. અમૃતચંદ્ર આચાર્યના દ્વિતીય શ્રુતસ્કંધને જયસેન આચાર્યે દ્વિતીય અને તૃતિય એમ બે મહા અધિકારોમાં વિભક્ત કર્યો છે. અમતૃચંદ્ર આચાર્ય જેને “મોક્ષમાર્ગ પ્રપંચ લિકા” કહે છે તેને જ જયસેન આચાર્ય તૃતિય મહા અધિકાર કહે છે.
પ્રથમ શ્રુતસ્કન્ધ (પ્રથમ ખંડ) અથવા પ્રથમ અધિકારમાં સર્વ પ્રથમ છવ્વીસ ગાથાઓમાં મંગળાચરણ અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા ઉપરાંત છ દ્રવ્ય અને , પંચાસ્તિકાયના સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા આપી છે.
આ પીઠિકામાં જીવ આદિ પાંચ અસ્તિકાયોનું અસ્તિત્ત્વ અને કાયત્વ જે સુંદરતાથી બતાવ્યું છે તે મુળપાઠમાંથી વાંચવા યોગ્ય છે. ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યત્વ અથવા ગુણ-પર્યાયત્વના કારણે અસ્તિત્ત્વ અને બહુપ્રદેશત્વના કારણે કારત્વ સિધ્ધ કર્યું છે.
અસ્તિકાય' શબ્દ અસ્તિત્વ અને કાયત્વનો સૂચક છે.
અસ્તિત્ત્વ + કાયત્વ = અસ્તિકાય. આમ અસ્તિકાય શબ્દ અસ્તિત્વ અને કાયત્વનો સૂચક છે. અસ્તિત્ત્વને સત્તા અથવા સત્ પણ કહે છે. આ “સહુને દ્રવ્યનું લક્ષણ પણ કહેવામાં આવે છે, જે ઉત્પાદ, વ્યય, અને ધૃવત્વથી યુક્ત અથવા અભિન્ન હોય છે. આ સત્ અથવા સત્તાની માર્મિક વ્યાખ્યા આપી છે. આ સતું - સત્તા અથવા અસ્તિત્ત્વને દ્રવ્યનું લક્ષણ માનવામાં આવે છે, કાયત્વને નહીં. દ્રવ્યના લક્ષણમાં કાયત્વને સમાવેશ કરવાથી કાળદ્રવ્ય દ્રવ્ય જ રહેતું નથી. કારણકે તેમાં કાયવ (બહુપ્રદેશપણું) નથી.
ત્યારબાદ ૧૨મી અને ૧૩મી ગાથામાં ગુણો અને પર્યાયોનો દ્રવ્યની સાથે ભેદભેદ બતાવ્યો છે અને ૧૪મી ગાથામાં તેના સંબંધમાં સપ્તભંગી સ્પષ્ટ કરી છે. વળી સત્નો નાશ અને અસતુનો ઉત્પાદ સંબંધી સ્પષ્ટીકરણની સાથે ૨૦મી ગાથા સુધી પંચાસ્તિકાય દ્રવ્યોનું સામાન્ય નિરૂપણ કરીને ૨૬મી ગાથા સુધી કાળદ્રવ્યનું નિરૂપણ કર્યું છે.
ત્યાર બાદ છ દ્રવ્યો અને પંચાસ્તિકાયોનું વિશેષ વ્યાખ્યાન શરૂ થાય છે. સૌથી પહેલાં જીવ દ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે, જે અતિ અધિક મહત્વપૂર્ણ હોવાથી સર્વ અધિક જગ્યા લીધી છે, અને ૭૩મી ગાથા સુધી ચાલે છે. ૪૭
४७
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org