________________
આ પ્રમાણે આ પ્રથમ સિધ્ધાંતની ઉત્પત્તિ થઇ. તેમાં જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થએલી આત્માની સંસાર પર્યાયનું ગુણસ્થાન, માર્ગસ્થાન આદિ રૂપમાં સંક્ષેપથી વર્ણન છે. આ કથન તો પર્યાયાર્થિકનયને મુખ્ય કરીને છે. આ જ નયને અશુધ્ધ દ્રવ્યાર્થિક નય પણ કહે છે તથા તેને અધ્યાત્મ ભાષામાં અશુધ્ધ નિશ્ચયનય અથવા વ્યવહારનય પણ કહે છે.
ભદ્રબાહુ સ્વામીની પરંપરામાં જ બીજા ગુણધર નામના મુનિ થયા. તેમને જ્ઞાનપ્રવાદ પૂર્વના દશમા વસ્તુ અધિકારના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું. તેમની પાસેથી તે પ્રાભૂતને નાગહસ્તિ નામના મુનિએ વાંચ્યું. તે બન્ને મુનિઓ પાસેથી યતિનાયક નામના મુનિએ વાંચીને તેની ચૂર્ણિકારૂપે છ હજાર સૂત્રોના શાસ્ત્રની રચના કરી, જેની ટીકા સમુધ્ધરણ નામના મુનિએ બાર હજાર સૂત્ર જેટલી કરી.
આમ આચાર્યોની પરંપરાથી કુન્દકુન્દ મુનિ ઉપરોક્ત શાસ્ત્રોના જાણકાર થયા. આવી રીતે આ દ્વિતીય સિધ્ધાન્તની ઉત્પત્તિ થઇ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુધ્ધદ્રવ્યાર્થિકનયનું કથન છે. અધ્યાત્મભાષામાં આત્માનો જ અધિકાર હોવાથી તેને શુધ્ધનિશ્ચયનય તથા પરમાર્થ પણ કહે છે. તેમાં પર્યાયાર્થિકનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યો છે.
આ જીવને જયાં સુધી પર્યાયબુધ્ધિ રહે છે ત્યાં સુધી સંસાર રહે છે. જયારે શુઘ્ધનયનો ઉપદેશ સાંભળી તેને દ્રવ્યબુધ્ધિ થાય છે તથા પોતાના આત્માને અનાદિ-અનંત, એક, સર્વ પરદ્રવ્યો અને પરભાવોના નિમિત્તથી ઉત્પન્ન થએલા પોતાના ભાવોથી ભિન્ન જાણે છે અને પોતાના શુધ્ધસ્વરૂપ નો અનુભવ કરીને શુધ્ધોપયોગમાં લીન થાય છે, ત્યારે આ જીવ કર્મોનો અભાવ ફરીને નિર્વાણ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે આ દ્વિતીય સિધ્ધાન્તની પરંપરામાં શુધ્ધનયનો ઉપદેશ દેવા વાળાં પંચાસ્તિકાય, પ્રવચનસાર, સમયસાર, પરમાત્મ પ્રકાશ આદિ શાસ્ત્ર છે, તેમાં સમયપ્રાભૂત નામનું શાસ્ત્ર પ્રાકૃત ભાષામાં ગાથાબધ્ધ છે જેની આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા શ્રી અમૃતચન્દ્રાચાર્યે કરી છે.
જે ભવ્યજીવ તેનું વાંચન કરશે, અભ્યાસ કરશે, શ્રવણ ક૨શે તથા તેનું તાત્પર્ય હૃદયમાં ધારણ કરશે, તેને મિથ્યા ત્વનો અભાવ થઇ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે.
આચાર્ય કુન્દકુન્દની સમક્ષ સૌથી મહત્વપૂર્ણ બે જવાબદારી હતી. એક તો દ્વિતીય શ્રુતસ્કન્ધરુપ પરમાગમ (અધ્યાત્મ-શાસ્ત્ર)ને લિપિબધ્ધ કરી વ્યવસ્થિત કરવાં અને બીજું શિથિલાચારના વિરૂધ્ધ મજબૂત આંદોલન ઉઠાવી તેના સામે કઠોર પગલાં લેવાં. બન્ને જવાબદારીઓ તેમણે ઘણીજ સુંદર રીતે પાર પાડી.
પ્રથમ શ્રુતસ્કન્ધરુપ આગમની રચના ધરસેનાચાર્યના શિષ્યો પુષ્પદંત અને ભૂતબલી દ્વારા થઇ, દ્વિતીય શ્રુતસ્કન્ધરૂપ પરમાગમનું ક્ષેત્ર ખાલી હતું.
૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org